Book Title: Saddrushti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004684/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત સદ્દષ્ટિદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન ચોવીશમી બત્રીશી 24 વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત દ્વાત્રિશદ્વાચિંશિકા અંતર્ગત સદ્દષ્ટિદ્વાર્ગિશિકા શબ્દશઃ વિવેચન મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા આશીર્વાદદાતા + વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષદર્શનવેત્તા પ્રાવચનિક–પ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા સંકલન-સંશોધનકારિકા છે ૫. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી સુરેન્દ્રશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી બોધિરત્નાશ્રીજી : પ્રકાશક : રાતિગી. ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન * વિવેચનકાર * પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૪ * વિ. સં. ૨૦૬૪ આવૃત્તિ : પ્રથમ * નકલ : ૫૦૦ મૂલ્ય : રૂ. ૪૫-૦૦ આર્થિક સહયોગ “પરમારાધ્યપાદ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવર્તી સિદ્ધહસ્ત લેખક પરમપૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન તપસ્વી મુનિરાજ શ્રી પ્રશમપૂર્ણવિજયજી મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી શ્રી આલવાડા જૈન સંઘ તરફથી આ પુસ્તકના પ્રકાશનમાં જ્ઞાનખાતાની રકમ મળી છે.” : મુખ્ય પ્રાપ્તિસ્થાન : સીતાવ્યું. ક ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * મુદ્રક નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોન ઃ (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩ ૮૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ Fઃ પ્રાપ્તિસ્થાન H * અમદાવાદ : ગીતાર્થ ગંગા શ્રીનટવરભાઈ એમ.શાહ(આફ્રિકાવાળા) ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેટ નં. ૫૦૧, બ્લોક-એ, રિદ્ધિવિનાયક ટાવર, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. વિજયનગર રેલ્વે ક્રોસિંગની પાસે, નારણપુરા, 8 (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ અમદાવાદ-૧૩. (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ મુંબઈ: શ્રી નિકુંજભાઈ આર. ભંડારી શ્રી હિમાંશુભાઈ એન. શેઠ વિષ્ણુ મહલ, ત્રીજે માળે, એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૧૦. ઉપર, મલાડ (ઈ.), મુંબઈ-૪૦૦૦૯૭. 8 (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ 8 (૦૨૨) ૩૯૪૩૮૪૩૪ | (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ જામનગર : શ્રી લલિતભાઈ ધરમશી. શ્રી ઉદયભાઈ શાહ ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, C/o. મહાવીર અગરબત્તી વર્કસ જવાહરલાલ નહેરુ રોડ, C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, સર્વોદય પાર્શ્વનાથનગર, જામનગર-૩૬૧૦૦૧. જૈન દેરાસર પાછળ, મુલુંડ (વ), મુંબઈ-૮૦. (૦ર૮૮) ર૬૭૮૫૧૩ 8 (૦૨૨) ૨૫૩૮૦૦૧૪, ૨૫૬૮૯૦૩૦ * સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. = (૦૨૬૧) ૩૨૨૮૬૨૩ * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી. જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 8 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ * BANGALORE: Shri Vimalchandji C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. = (080) (O) 22875262, (R) 22259925 Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય છે. ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, ૫. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્વોનાં રહસ્યોનું નય, વિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચતો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચકોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યગુજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા (સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.) Page #6 -------------------------------------------------------------------------- ________________ s& ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અs વ્યાખ્યાનના ગ્રંથો (ગુજરાતી) વ્યાખ્યાનકાર :- પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત) મ. સા. ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર વ્યાખ્યાનકાર - પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. ૧. યોગદષ્ટિસમુચ્ચય ૨. કર્મવાદ કર્ણિકા ૩. સદ્ગતિ તમારા હાથમાં ! ૪. દર્શનાચાર ૫. શાસન સ્થાપના ૬. અનેકાંતવાદ ૭. પ્રશ્નોત્તરી ૮. ચિત્તવૃત્તિ ૯. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૦. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૧. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૩. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૪. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૫. કુદરતી આફતમાં જેનનું કર્તવ્ય ૧૬. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. સંપાદિત ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો લેખક :- પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. ૧. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? Page #7 -------------------------------------------------------------------------- ________________ (હિન્દી) व्याख्यानकार :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म.सा. १. जैनशासन स्थापना ३. श्रावक के बारह व्रत एवं विकल्प २. चित्तवृत्ति ४. प्रश्नोत्तरी लेखक :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म.सा. १. जिनशासन स्वतंत्र धर्म या संप्रदाय ? - - - - | संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ENGLISH Lecturer : H. H. GANIVARYA SHRI YUGBHUSHANVIJAYJI M. S. 1. Status of religion in modern Nation State theory Author: H. H. GANIVARYA SHRI YUGBHUSHANVIJAYJI M. S. 1. Is Jaina Order Independent Religion or Denomination ? છે કે ક. ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !! (ગુજ.) સંકલનકર્તા ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં ઘર્મ પરતંત્ર !!!!! (હિન્દી) સંકલનકર્તા ધર્મતીર્થ રક્ષા સમિતિ ૫. Right to Freedom of Religion !!!!! સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ (અંગ્રેજી) 9. “રક્ષાધર્મ' અભિયાન (ગુજ.) સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. “Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ Page #8 -------------------------------------------------------------------------- ________________ જો કે ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત ન થે વિવેચનના ગ્રંથો (ગુજરાતી) વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા | ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચના ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચના ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યનલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્રાવિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાબિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૬. સાધુસામàદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્રાવિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભક્તિવ્યવસ્થાપન દ્વાબિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસ સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચના ૩૫. યોગલક્ષણદ્વાચિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૬. મુક્તિઅષપ્રાધાન્યદ્વાબિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચના ૩૭. અપુનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૮. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૧. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૩. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૪. દેવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૫. તારાદિત્રયદ્વાચિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૬. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ‘દ્વાદિંશદ્વાäિશિકા' ગ્રંથની સષ્ટિદ્વાચિંશિકા'ના | શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત-સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. તેઓશ્રીના વિશાળ સાહિત્યજગતમાં જુદા જુદા બત્રીશ વિષયો ઉપર વિષયવાર ૩૨-૩૨ અર્થગંભીર શ્લોકોથી કરાયેલ વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થ દીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત, આ ‘દ્વત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજીની એક Master Piece - ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે. જૈનાગમો ઉપર જબરજસ્ત ચિંતન-મનન કરી તેનાં રહસ્યોને તર્કબદ્ધ રીતે પ્રકાશિત કરનાર સમર્થ શાસ્ત્રજ્ઞ સૂરિપુંગવ પૂ.હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના મુમુક્ષુજનપ્રિય યોગશતક, યોગવિશિકા, યોગબિંદુ, યોગદૃષ્ટિસમુચ્ચય ઇત્યાદિ યોગગ્રંથોના પદાર્થો, મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ તર્કબદ્ધ રીતે સંકલન સ્વરૂપે, સમવતાર સ્વરૂપે અને સંવાદી સ્વરૂપે સંગ્રહીત કર્યા છે; જેમાંથી પ્રાજ્ઞ મુમુક્ષુઓને અતિ આકર્ષણ કરે તેવા યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથના પદાર્થોનો અનુપમ અને વિશદ સંગ્રહ આ કાત્રિશિકા ગ્રંથની ૨૦ થી ૨૪ એમ કુલ પાંચ કાત્રિશિકામાં કરેલ છે. ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા સૂરિપુરંદર પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ લગભગ દરેક દર્શનના યોગગ્રંથોનું ઊંડું ચિંતન, મનન અને નિદિધ્યાસન કર્યા બાદ તે બધાના નિચોડ અને સમન્વયરૂપે આ “યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથની રચના કરી છે, જેમાં દરેક દર્શનના અનુયાયીઓને માન્ય બને એવી શૈલીથી યોગમાર્ગને પ્રારંભથી અંત સુધી આવરી લીધો છે. તેથી યોગમાર્ગમાં પ્રવેશ કરવા ઇચ્છનારને આ ગ્રંથ જેટલો ઉપયોગી છે, તેટલો જ ઉપયોગી તેમાં પ્રવેશ કરેલાને સ્થિરતા અને વિકાસ સાધવા માટે પણ છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ ગ્રંથની આઠ Page #11 -------------------------------------------------------------------------- ________________ સદ્ધિાત્રિશિકા/પ્રસ્તાવના દૃષ્ટિઓમાંથી ૨૧મી દ્વાત્રિશિકામાં મિત્રાદષ્ટિનું વર્ણન કર્યું, ત્યારબાદ ૨૨મી કાત્રિશિકામાં તારાદૃષ્ટિ, બલાદૃષ્ટિ અને દીપ્રાષ્ટિનું વર્ણન કર્યું છે. આ ચાર દૃષ્ટિઓમાં મિથ્યાત્વ અવસ્થા હોવા છતાં મંદમિથ્યાત્વને કારણે તેમાં રહેલા યોગીઓના ગુણોનો સ્પષ્ટ વિકાસ જોવા મળે છે. આ ચાર દૃષ્ટિથી આગળ વિકાસ કરવા ઇચ્છતા જીવે કુતર્કગ્રહનો ત્યાગ કરવા દ્વારા આવેદ્યસંવેદ્યપદને જીતવું જોઈએ, તેથી ર૩મી દ્વાત્રિશિકામાં કુતર્કગ્રહનિવૃત્તિની વાત કરી; અને શેષ ચાર દૃષ્ટિઓ સ્થિરાદષ્ટિ, કાન્તાદૃષ્ટિ, પ્રભાદ્રષ્ટિ અને પરાષ્ટિ અંગે આ ૨૪મી “સદ્દષ્ટિાત્રિશિકા'માં પ્રકાશ પાડેલ છે. તત્ત્વનો સાચો બોધ એ સમ્યજ્ઞાન છે, તત્ત્વની સાચી પ્રવૃત્તિ તે સમ્યગુ ચારિત્ર છે અને તત્ત્વનો સાચો બોધ થયા પછી તે જ સાચું છે, તે જ સત્ય છે એવી રુચિ પ્રગટે તે સાચી રૂચિ છે. તત્ત્વનો સાચો બોધ જીવનમાં આત્મસાત્ કરે તે જ આત્માનો મોક્ષ થાય. તેથી મોક્ષનું મૂળભૂત કારણ સમ્યગ્બોધ છે, તેને “દૃષ્ટિ” નામ આપ્યું. સાચો બોધ પાંચમી સ્થિરાદષ્ટિમાં પ્રાપ્ત થઈ, અંતિમ આ ચારે દૃષ્ટિઓમાં છે અર્થાત્ સ્થિરાદિ દૃષ્ટિઓમાં સંવેગ માધુર્ય અને અધ્યાત્મસુખનો રસાસ્વાદ વધતો જાય છે. તેથી તે ચારેનું વર્ણન કરતી આ દ્વાáિશિકાનું નામ “સદ્દષ્ટિદ્ધાત્રિશિકા' સાર્થક છે. મોક્ષમાર્ગને કે યોગમાર્ગને નહીં પ્રાપ્ત કરેલા જીવોને આધ્યાત્મિક ગુણનો આંશિક પણ રસાસ્વાદ હોતો નથી; તેથી તેમના જે કંઈ ગુણો હોય તે પણ લૌકિક ગુણ કહેવાય. યોગમાર્ગને પ્રાપ્ત મિથ્યાદૃષ્ટિ જીવોમાં તાત્ત્વિક વૈરાગ્ય છે, આંશિક વિવેક ગુણ પણ પ્રગટ્યો છે, જે લોકોત્તર ગુણરૂપ છે. તે જીવો અંશે અંશે પણ મોક્ષના ગુણનો, અધ્યાત્મના સુખનો રસાસ્વાદ માણે છે, અને સ્થિરાદિદૃષ્ટિપ્રાપ્ત જીવોમાં સંપૂર્ણ વિવેક હોય છે. ચોથા ગુણસ્થાનકથી ચૌદમાં ગુણસ્થાનક પર્વતનો વિકાસ સ્થિરાદિ ચાર દૃષ્ટિઓમાં ગૂંથાયેલ છે. સ્થિરાદષ્ટિ – ભ્રાંતિદોષ દૂર થતાં જ અનાદિકાળની રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ કરી જીવ સમકિત પામે છે, અને ચોથા ગુણસ્થાનકમાં આવે છે ત્યારે આ દૃષ્ટિ પ્રાપ્ત કરે છે. આ દૃષ્ટિને પ્રાપ્ત યોગીનો હેય-ઉપાદેયનો સૂક્ષ્મ વિવેક હંમેશાં એકધારો એક સરખો રહે છે. તેથી તેમના વિવેકની સ્થિરતાને અનુલક્ષીને અને Page #12 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા|પ્રસ્તાવના 3 તત્ત્વનો સ્થિર નિર્ણય થવાને કારણે આ દૃષ્ટિનું સાર્થક એવું‘સ્થિરા’નામ આપેલ છે. અહીં વેદ્ય એવા પદાર્થોનું યથાર્થ સંવેદન થાય છે. ચોથી દીપ્રાદ્યષ્ટિમાં પ્રાપ્ત બોધ દીપક સદ્દેશ છે. દીપકનો પ્રકાશ ઝીણી વસ્તુ બતાવી શકતો નથી, પવનમાં કંપાયમાન થાય છે અને વંટોળમાં બુઝાઈ જાય છે; જ્યારે આ દૃષ્ટિમાં બોધ રત્નના પ્રકાશ જેવો સ્થિર છે, જે ક્યારેય બુઝાતો નથી. આ યોગીની શ્રદ્ધા ક્યારેય કંપાયમાન થતી નથી, તેથી અપ્રતિપાતી, પ્રવર્ધમાન અને નિપાય બોધ છે. વળી નિશ્ચયનયનું પ્રણિધાન આ દૃષ્ટિમાં આવે છે, તેથી આ દૃષ્ટિપ્રાપ્ત યોગીઓનો બોધ પ્રણિધાન યોનિવાળો છે અને ઊંડો સૂક્ષ્મ અને ગ્રંથિભેદના કારણે મર્મગ્રાહી હોય છે. તત્ત્વને જોવામાં બાધક તમોગ્રંથિનો ભેદ થવાના કારણે તેમનામાં જ્વલંત વિવેક હોવાથી અને અસ્થિર ભોગોથી ચિત્તનું નિવર્તન થવાથી સંસારની તમામ ચેષ્ટા, બાળકની ધૂળમાં રમવાની ક્રિયા તુલ્ય લાગે છે. ‘સુરનર સુખ તે દુઃખ કરી લેખવે, વંછે શિવસુખ એક.' ઇન્દ્રિયના ભોગો સંસારરૂપી સર્પની ફણાના આટોપ તુલ્ય ભાસે છે. તેથી તેનું આકર્ષણ નષ્ટપ્રાયઃ હોય છે અને જગતમાં સર્વશ્રેષ્ઠ તત્ત્વ હોય તો તે એક આત્મતત્ત્વ જ તેમને ભાસે છે અર્થાત્ રાગાદિ ઉપદ્રવોરહિત એવી જીવની નિરાકૂળ અવસ્થા જ તત્ત્વ છે, તેમ ભાસે છે. તેથી શક્તિઅનુસાર યોગમાર્ગમાં પ્રવૃત્તિ છે. ‘નમુન્થુણં' સૂત્રનું ‘બોહિદયાણં' પદ અહીં સંગત થાય છે. આ સ્થિરાદષ્ટિનું વર્ણન ગ્રંથકારશ્રીએ શ્લોક-૧ થી ૭માં કર્યું છે. કાન્તાદૃષ્ટિ :- કાન્ત એટલે મનોહર-પ્રિય. આ દૃષ્ટિમાં રહેલા જીવોના પરિણામ અતિશય કાન્ત-મનોહર હોય છે, તેમનો સ્વભાવ ઉપશાંત હોય છે. તેઓ પ્રકૃતિગત સૌજન્ય અને સુંદરતાદિ ગુણોથી સહુને પ્રિય હોય છે. તે અપેક્ષાએ આ દૃષ્ટિનું ‘કાન્તા’ નામ સાર્થક છે, અથવા કાન્તા એટલે પત્ની. જીવનો અનાદિકાલીન અવિનાભાવી સ્વભાવ, તેની મૂળ પ્રકૃતિ સમતા છે. સંસારમાં પત્ની જેમ સુખને આપનારી છે, તેમ આ દૃષ્ટિપ્રાપ્ત યોગીને સમતા નામની પત્નીના સંયોગથી સુખ હોય છે. તેથી પણ આ દૃષ્ટિનું ‘કાન્તા' નામ સાર્થક છે. પાંચમી સ્થિરાદષ્ટિમાં એક રત્નના પ્રકાશ જેટલો બોધ હતો, જ્યારે આ દૃષ્ટિમાં ઝગારા મારતાં ઘણાં રત્નોનો પ્રકાશ છે; એટલે સ્થિરા કરતાં અનેક Page #13 -------------------------------------------------------------------------- ________________ સદ્ધિાત્રિશિકા/પ્રસ્તાવના ગણો વિશુદ્ધ બોધ છે. અધ્યવસાયોની વિશુદ્ધિ દ્વારા સાધક યોગીઓ શીઘ્રતાથી અંતર કાપીને અંતે મૂળ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરતા હોય છે. પ્રકૃતિથી આ જીવો સ્થિતપ્રજ્ઞ હોય છે અર્થાત્ જિતદ્વન્દ્ર હોય છે. મન ઉપર સંપૂર્ણ વિજય હોવાથી તેને જ્યાં ગોઠવવું હોય ત્યાં ગોઠવી શકે છે. મોક્ષને અનુકૂળ જ સદા ચિત્ત વર્તે છે. નિરંતર તત્ત્વચિંતન કરનારા, જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા, અસમંજસ પરિણામરહિત અને આક્ષેપકજ્ઞાનવાળા આ યોગી હોય છે. કાન્તાદૃષ્ટિવાળા અવિરતિના ઉદયવાળા કે દેશવિરતિના ઉદયવાળા યોગીઓની ભોગમાં પ્રવૃત્તિ હોવા છતાં શુદ્ધ આત્મા પ્રત્યે આક્ષેપ કરે તેવું આક્ષેપ જ્ઞાન હોવાથી ભોગો સંસારના કારણ બનતા નથી; કેમ કે કર્મજન્ય ભોગોને માયોદક સમાન જાણતા હોવાથી તેમને આસક્તિ હોતી નથી. તીર્થંકર પરમાત્માઓ ગર્ભથી છઠ્ઠી દૃષ્ટિમાં હોય છે. આ કાન્તાદૃષ્ટિનું વર્ણન ગ્રંથકારશ્રીએ ૮ થી ૧૦ શ્લોકમાં કરેલ છે. પ્રભાષ્ટિ - “પ્ર' એટલે પ્રકૃષ્ટ અને “ભા' એટલે તેજ. આ દૃષ્ટિમાં સૂર્યની ઉપમાવાળો પ્રકૃષ્ટ જ્ઞાનનો પ્રકાશ હોવાથી તેનું “પ્રભા' નામ સાર્થક છે. આ દૃષ્ટિમાં વર્તતા યોગીઓને ધ્યાન સદા શુભ વર્તતું હોવાને કારણે ધ્યાનથી થનારું સમતાનું સુખ સદા વર્તે છે. પ્રશમસાર સુખના સ્વામી, પ્રત્યક્ષ નિર્વિકલ્પદશામાં રહેનારા, સમાધિનિષ્ઠ અનુષ્ઠાનવાળા, આત્મતત્વની અનુભૂતિરૂપ તત્ત્વપ્રતિપત્તિવાળા, નિશ્ચયનયના સમ્યક્ત્વના ધારક, જ્ઞાન, રૂચિ અને પરિણતિરૂપ રત્નત્રયીની એકતાવાળા, ‘ધ્યાનને સુવું'ની અનુભૂતિ કરનારા, સમ્પ્રવૃત્તિપદના ધારક આ યોગીઓ હોય છે. આ પ્રભાષ્ટિનું વર્ણન ગ્રંથકારશ્રીએ શ્લોક-૧૮ થી ૨૫માં કર્યું છે. પરાદષ્ટિ - પરાષ્ટિ એટલે અધ્યાત્મના વિકાસનું અંતિમ સોપાન. સમતાના પરમ આસ્વાદને અનુભવી રહેલા એવા પ્રભાદૃષ્ટિવાળા જીવો સમતાના આસ્વાદમાં જ લીન બનેલા સમતાના આસંગને છોડી શકતા નથી. તેઓ જ્યારે આસંગને છોડે છે ત્યારે પરાષ્ટિને પ્રાપ્ત કરે છે. “પરા =શ્રેષ્ઠ અને “દૃષ્ટિ'=રત્નત્રયીનો બોધ. આ દૃષ્ટિમાં યોગી સર્વોત્તમ જ્ઞાનપ્રકાશ કેવળજ્ઞાન, કેવળદર્શન, અને સર્વોત્તમ ચારિત્રરૂપ અયોગી અવસ્થાને પ્રાપ્ત કરે છે, માટે તેનું ‘પરાષ્ટિ” Page #14 -------------------------------------------------------------------------- ________________ સદ્ધિાત્રિશિકા/પ્રસ્તાવના નામ સાર્થક છે. સંપૂર્ણ નિર્વિકલ્પદશાના ઉત્તમ સુખને અનુભવનારા, સર્વદા ધ્યાનમાં રહેનારા, પરાકાષ્ઠાની સમાધિને પામેલા, નિરાચારપદવાળા=દોષ નહીં લાગતો હોવાને કારણે પ્રાયશ્ચિત્તરૂપે પણ જેમને કોઈ આચાર સેવવાના નથી એવા, ચંદનગંધન્યાયે સહજ પ્રવૃત્તિવાળા, સર્વ ઉત્સુકતાથી રહિત, ક્ષયોપશમભાવના ધર્મોના ત્યાગથી કૃતકૃત્ય થયેલા, શ્રેણી પર ચઢી કેવળજ્ઞાન, કેવળદર્શન પામી, યથાભવ્ય પરોપકાર કરી યોગની પર્યન્ત દશારૂપ શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરવાપૂર્વક યોગની લક્ષ્યસિદ્ધિને પામેલા, ભવવ્યાધિનો ક્ષય કરનારા આ યોગી ભાવનિર્વાણને પામે છે અર્થાત્ સર્વયોગશિરોમણિ અયોગયોગથી ભવોપગ્રાહી કર્મનો ક્ષય કરી પરમાનંદના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પરાષ્ટિનું વર્ણન ગ્રંથકારશ્રીએ શ્લોક-૨૯ થી ૩૨માં કર્યું છે. આ આઠેય યોગદષ્ટિઓ હકીકતમાં આંતરિક બોધની પારાશીશી છે. બોધની નિર્મળતા અને બળવત્તા જેમ જેમ વધે, તેમ તેમ જીવ ઉપર ઉપરની દૃષ્ટિમાં પ્રવેશ કરી મોક્ષમાર્ગે ક્રમસર આગળ વધી મોક્ષને પ્રાપ્ત કરે છે. - આઠ દષ્ટિના બોધ વગેરે વિષયક સંકલન - દૃષ્ટિ બોધની તુલ્યતા યોગગ ગુણપ્રાપ્તિ નષ્ટ ચિત્તદોષ ૧ મિત્રા તૃણાગ્નિ કણ યમ અદ્વેષ ખેદ ૨ તારા છાણનો અગ્નિ નિયમ જિજ્ઞાસા ૩ બલા લાકડાનો અગ્નિ આસન શુશ્રુષા ક્ષેપ ૪ દીપા દીવાની પ્રભા પ્રાણાયામ શ્રવણ ઉત્થાન પ સ્થિર રત્નની પ્રભા પ્રત્યાહાર બોધ ભ્રાન્તિ ૬ કાન્તા તારાની પ્રભા ધારણા મીમાંસા અન્યમુદ્દે ૭ પ્રભા સૂર્યની પ્રભા ધ્યાન પરિશુદ્ધ પ્રતિપત્તિ રોગ ૮ પરા ચંદ્રની પ્રજા સમાધિ તત્ત્વવિષયક પ્રવૃત્તિ આસંગ પ્રથમની ચાર દૃષ્ટિઓમાં યોગમાર્ગનો બોધ વિપર્યાસથી યુક્ત હોવાથી ત્રુટિવાળો છે જ્યારે સ્થિરાદિ ચાર દૃષ્ટિઓમાં વિપર્યાસ વગરનો બોધ હોવાને કારણે પૂર્ણ બોધ છે. આત્માના શુદ્ધ ભાવને પ્રગટ કરવાને અનુકૂળ બોધનો ઉદ્વેગ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૬ સદૃષ્વિાત્રિંશિકા/પ્રસ્તાવના પ્રારંભ પહેલી દૃષ્ટિથી થાય છે અને ઉત્તરોત્તર પ્રકર્ષને પામીને આઠમી દૃષ્ટિમાં પરાકોટીનો હોય છે જેના બળથી યોગી સંસારસાગરથી પાર પામે છે. યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી, અને યોગમાર્ગમર્મજ્ઞ અને મને યોગમાર્ગનો બોધ કરાવવામાં ધર્મબોધકર એવા સ્વ. પ. પૂ. મોટા પંડિત મહારાજ પૂ. મોજિતવિજયજી મહારાજાએ જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, પ. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને પ. પૂ. યશોવિજયજી મહારાજાના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર મારો યત્ન થતો રહ્યો. મારું જંઘાબળ ક્ષીણ થતાં મારે અમદાવાદ મુકામે સ્થિરવાસ ક૨વાનું થયું. તેથી સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન, સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત, પંડિત પ્રવરશ્રી પ્રવીણભાઈ પાસે અધ્યયન કરતાં કરતાં તેમની પ્રેરણા અને કૃપાથી, તેઓશ્રી જૈનશાસનના જ્ઞાનનિધિને અજવાળીને જે યોગમાર્ગને જગત સમક્ષ વહેતો મૂકવાનું કાર્ય કરી રહ્યા છે, તે ગ્રંથોના શબ્દશઃ વિવેચનનું લેખન કાર્ય કરી તેની સંકલના કરવાની પુણ્ય તક પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં ચિત્તની પ્રસન્નતા માટે સ્વાધ્યાયરૂપી સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. આ શ્રુતભક્તિનું કાર્ય યોગમાર્ગમાં મને ૨ત બનાવી અંતે મને પૂર્ણ બનાવે, તેવી યોગીનાથ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું. આ ગ્રંથના ગુજરાતી વિવેચનના પ્રસંશોધનના કાર્યમાં શ્રુતોપાસક, શ્રુતભક્તિકારક, સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને સાધ્વીજી દષ્ટિરત્નાશ્રીનો તથા સાધ્વીજી આર્જવરત્નાશ્રીનો આ ગ્રંથના સર્જનમાં સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે. ‘દ્વાત્રિંશિકા’ ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છદ્મસ્થતાને કારણે તરણતારણ જિનેશ્વર દેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ‘મિચ્છા મિ દુક્કડં' માંગું છું. પ્રાંતે આત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલ ગ્રંથના પઠન-પાઠન-શ્રવણમનન-ચિંતન-નિદિધ્યાસનથી હું પણ યોગમાર્ગને પ્રાપ્ત કરી પૂર્ણ બનું, અને સાધક Page #16 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાચિંશિકા/પ્રસ્તાવના ભવભીરુ જિજ્ઞાસુ જીવો પણ પ્રથમ ગુણસ્થાનકરૂપ મિથ્યાત્વ અવસ્થાની આધ્યાત્મિક ભૂમિકાઓનું માર્મિક જ્ઞાન કરે, સાધનાની ગેરસમજ દૂર કરે, અને સમ્યબોધ પામી અનુક્રમે સ્વદોષોને દૂર કરી, ગુણોને પ્રાપ્ત કરી, અવેદ્યસંવેદ્યપદ ઉપર વિજય મેળવી, વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત કરી વહેલામાં વહેલા પરમપદના માર્ગે આગળ વધી પરમ અને ચરમ વિશ્રાંતિસ્થાનને પામો, એ જ અંતરની શુભકામના. - “pજામ સર્વગીવાનામ' વિ. સં. ૨૦૬૪, માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ. સા.ના શિષ્યા તપસ્વીરત્ના, સ્વાધ્યાયપ્રિયા પ. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ.સા.ના શિષ્યા ભવવિરહથ્થુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી છG) Page #17 -------------------------------------------------------------------------- ________________ સદ્ધિાતિંશિકા/સંકલના ‘દ્વાચિંશદ્વાáિશિકા' ગ્રંથની ર૪મી સદ્દષ્ટિદ્વાચિંશિકા'ના પદાર્થોની સંકલના ૨૧મી અને રરમી દ્વાáિશિકામાં મિત્રાદિ ચાર દૃષ્ટિઓ બતાવી. તે ચાર દૃષ્ટિઓમાં રહેલા યોગીઓ યોગમાર્ગમાં હોવા છતાં અવેદ્યસંવેદ્યપદવાળા છે, અને તે અવેદ્યસંવેદ્યપદના જયથી કુતર્કની નિવૃત્તિ થાય છે. તેથી અવેદ્યસંવેદ્યપદનો જય કરવા માટે શું યત્ન કરવો જોઈએ, તે “કુતર્કગ્રહનિવૃત્તિ' નામની પૂર્વની ૨૩મી બત્રીશીમાં બતાવ્યું. તેથી એ ફલિત થયું કે અવેધસંવેદ્યપદના જયથી કુતર્કની નિવૃત્તિ થાય છે, અને તેના ફળભૂત ક્રમસર સદુદ્દષ્ટિઓ પ્રગટે છે; જે સદ્દષ્ટિઓ ચાર છે, અને તેનું વર્ણન પ્રસ્તુત કાત્રિશિકામાં કરેલ છે. સ્થિરાદષ્ટિ - આ ચાર સદ્દષ્ટિમાં પ્રથમ સ્થિરાદષ્ટિ છે, જેમાં પ્રત્યાહાર નામનું યોગાગ પ્રગટે છે. પ્રત્યાહાર એટલે સૂક્ષ્મબોધપૂર્વક ઇન્દ્રિયોનો વિષયોથી પરાક્ષુખભાવ; અને પ્રત્યાહાર નામનું યોગાંગ જ્યારે સુઅભ્યસ્ત થાય છે, ત્યારે જેમ અત્યંત માંસાહારનો ત્યાગીને માંસ સન્મુખ પડેલું હોવા છતાં ખાવાનો અધ્યવસાય થતો નથી, તેમ વિષયોની સાથે ઇન્દ્રિયોનો સંપર્ક થવા છતાં વિષયો ઇન્દ્રિયોને સ્પર્શતા નથી. તે વખતે યોગીના ચિત્તમાં “મને ઇન્દ્રિયો વશ છે, હું ઇન્દ્રિયોને વશ નથી' એવી પ્રતીતિ થાય છે, અને જ્યાં પોતાનું હિત દેખાય ત્યાં ઇન્દ્રિયોને પ્રવર્તાવે છે; પરંતુ ઇન્દ્રિયોને વશ એવો જીવ પોતાના હિતની ઉપેક્ષા કરીને પણ ઇન્દ્રિયોથી પ્રેરાઈને અહિતમાં પ્રવૃત્તિ કરે છે, તેમ આ યોગી ઇન્દ્રિયોથી પ્રેરાઈને અહિતમાં પ્રવૃત્તિ કરતા નથી. વળી ગ્રંથિનો ભેદ થયેલો હોવાથી સ્થિરાદષ્ટિવાળા યોગીનું વિવેકવાળું ચિત્ત હોય છે, તેથી સંસારની સર્વ ચેષ્ટા તેને લજ્જાસ્પદ લાગે છે. વળી, મોહના સંશ્લેષ વગરના જ્ઞાન એકસ્વભાવવાળું આત્માનું સ્વરૂપ, તેને પરમાર્થરૂપે દેખાય છે, અને વિકલ્પોથી ઉત્પન્ન થયેલું દેખાતું આ જગત ઉપદ્રવરૂપ દેખાય છે. વળી, સ્થિરાદષ્ટિવાળા યોગીને ભોગો સાપની ફણાના આભોગ જેવા દેખાય છે, તેથી ભોગો પ્રત્યેનું આકર્ષણ તેઓને નષ્ટપ્રાય હોય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ સદ્ધિાત્રિશિકા/સંકલના કાન્તાદષ્ટિ :- કાન્તાદૃષ્ટિમાં ધારણા નામનું યોગાંગ પ્રગટે છે. ધારણા એટલે ચિત્તને ઉચિત સ્થાને સ્થાપીને મોક્ષરૂપ લક્ષ્યની નિષ્પત્તિને અનુકૂળ આત્માનો મનોવ્યાપાર, ધારણા નામના યોગાંગને કારણે આ દૃષ્ટિમાં રહેલા યોગીઓ એકાગ્ર મનવાળા હોય છે. આ દૃષ્ટિમાં આક્ષેપકજ્ઞાન હોવાને કારણે ભોગો પણ કર્મબંધનું કારણ બનતા નથી, અને મને હંમેશાં મૃતધર્મમાં વર્તે છે, તેથી ચિત્ત સદા મોક્ષને અનુકૂળ વર્તે છે. વળી કાન્તાદૃષ્ટિમાં શ્રુતમાં નિત્ય મન હોવાથી ધર્મશક્તિ બળવાન હોય છે; અને કર્મના ઉદયથી ભોગમાં પ્રવૃત્તિ હોય તોપણ ભોગશક્તિ નિર્બળ હોય છે, તેથી ભોગકાળમાં પણ ધર્મશક્તિ હણાતી નથી. વળી ધારણા નામના યોગાંગને કારણે ધર્મક્રિયામાં અન્યમુદ્દોષ પ્રાપ્ત થતો નથી. વળી કાન્તાદૃષ્ટિમાં સદ્વિચારણારૂપ મીમાંસા પ્રગટેલ હોય છે. તેથી ક્યારેય અસમંજસ પરિણામ થતો નથી, પરંતુ સદા મોહનાશને અનુકૂળ યત્ન વર્તે છે. પ્રભાદષ્ટિ - પ્રભાષ્ટિમાં ધ્યાન નામનું યોગાંગ પ્રગટે છે. ધ્યાન એટલે લક્ષ્યને અનુકૂળ ચિત્તની એકાગ્રતા. આ દૃષ્ટિમાં રહેલા યોગીઓને ધ્યાન પ્રત્યે અત્યંત રુચિ હોય છે, ધ્યાનના આઠ દોષોમાંથી “રોગ' નામનો દોષ ગયેલો હોય છે, અને આ યોગીઓ અસંગઅનુષ્ઠાનરૂપ સમ્પ્રવૃત્તિપદને વહન કરનારા હોય છે. વળી પ્રભાષ્ટિવાળા યોગીઓનું ચિત્ત સદા ધ્યાનમાં હોવાને કારણે ધ્યાનથી થનારું સમતાનું સુખ સદા વર્તે છે. વળી પ્રભાષ્ટિવાળા યોગીમાં જે અસંગઅનુષ્ઠાન છે, તેને સાંખ્યદર્શનવાળા પ્રશાંતવાહિતા' કહે છે, બૌદ્ધદર્શનવાળા “વિસભાગ પરિક્ષય' કહે છે, શિવદર્શનવાળા “મોક્ષમાર્ગ' કહે છે અને મહાવ્રતી દર્શનવાળા “ધ્રુવમાર્ગ” કહે છે=ધ્રુવ એવા મોક્ષનો માર્ગ કહે છે. સાંખ્યદર્શનકારો પ્રશાંતવાહિતા ઉત્પન્ન કરવા માટે ચિત્તવૃત્તિનો નિરોધ સ્વીકારે છે. આ ચિત્તવૃત્તિનો નિરોધ કરવા માટે શાસ્ત્રાનુસારી અનુષ્ઠાનો કરીને નિરોધના સંસ્કારો પ્રાદુર્ભાવ કરવામાં આવે અને વ્યુત્થાનના સંસ્કારો Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સદ્દષ્ટિદ્વાચિંશિકા/સંકલના તિરોભાવ કરવામાં આવે, ત્યારે વિરોધ પ્રગટે છે, અને તેનાથી પ્રશાંતવાહિતા ઉત્પન્ન થાય છે. વળી, જેમ નિરોધના પરિણામથી પ્રશાંતવાહિતા ઉત્પન્ન થાય છે, તેમ ચિત્તની એકાગ્રતાથી પ્રગટ થયેલ સમાધિના પરિણામથી પ્રશાંતવાહિતા અતિશયિત થાય છે. તેથી એ ફલિત થાય કે પ્રભાષ્ટિવાળા યોગીઓ નિરોધ પરિણામ, એકાગ્રતા પરિણામ અને સમાધિ પરિણામમાં યત્ન કરે છે, જેથી અસંગઅનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે અને ક્રમસર વૃદ્ધિ થાય છે. પરાદષ્ટિ - પ્રભાષ્ટિમાં સમાધિ પરિણામ હતો અને પરાષ્ટિમાં સમાધિ નામનું યોગાંગ પ્રગટે છે. તેથી જિજ્ઞાસા થાય કે સમાધિ પરિણામ અને સમાધિ યોગાંગ વચ્ચે શું તફાવત છે ? સમાધિ પરિણામ અને સમાધિ યોગાંગ વચ્ચેનો તફાવત :- પ્રભાષ્ટિવાળા યોગીમાં વર્તતા સમાધિ પરિણામમાં વિક્ષેપનો અત્યંત અભિભવ હોય છે, અને શુદ્ધ આત્માને પ્રગટ કરવાની એકાગ્રતા વર્તે છે, જેથી સુદઢ ધ્યાન પ્રવર્તે છે; અને પ્રભાષ્ટિવાળા યોગી પરાષ્ટિમાં આવે છે ત્યારે પરમાત્મા સાથે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનો અભેદ થાય તેવા વિશેષ પ્રકારના ધ્યાનને પામે છે, જે સમાધિ નામનું યોગાંગ છે. તેથી એ ફલિત થાય કે સમાધિપરિણામકાળમાં “ધ્યેય પરમાત્મા છે, ધ્યાતા હું છું અને ધ્યાતા એવો હું ધ્યાન કરું છું,' તે પ્રકારે ત્રણના ભેદની પ્રાપ્તિ છે; અને સમાધિ નામના યોગાંડકાળમાં યોગીનું ચિત્ત પોતાનું પરમાત્મસ્વરૂપ આવિર્ભાવ કરવા માટે અત્યંત પ્રવર્તે છે. તેથી ધ્યાતા પણ પોતે છે અને ધ્યેય પણ પોતાનું સ્વરૂપ છે, અને ધ્યાતા અને ધ્યેય વચ્ચે પોતાનું ધ્યાન એકતાને પામેલું છે. તેથી ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણ પૃથક ભાસતા નથી, જેના બળથી પરાષ્ટિવાળા યોગી ક્રમે કરીને ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરે છે અને અંતે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. વળી, આ પરાષ્ટિવાળા યોગીઓ નિરાચારપદવાળા છે. તેથી તેઓને પ્રતિક્રમણાદિ સાધુના કોઈ આચારો નથી. જેમ કોઈ માણસે ભોજન કરી લીધેલું હોય અને તૃપ્ત હોય ત્યારે ભોજનની પ્રવૃત્તિ હોતી નથી, તેમ આચારથી Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સદ્રષ્ટિદ્વાત્રિશિકા/સંકલના જીતવા યોગ્ય કર્મો પરાષ્ટિવાળા યોગીએ જીતી લીધેલાં છે, તેથી આચારનું સેવન પરાષ્ટિવાળા યોગીને નથી, પરંતુ ધ્યાનમાં સુદઢ યત્ન કરીને મોહના ઉમૂલનનો યત્ન હોય છે. વળી, આ યોગી ક્ષપકશ્રેણી ઉપર ચઢે છે, ત્યારે ક્ષયોપશમભાવવાળા ધર્મોનો ત્યાગ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, જેથી કૃતકૃત્ય થાય છે; અને અંતે સર્વ યોગોનો નિરોધ કરીને ભવોપગ્રાહી કર્મોનો ક્ષય કરીને પરમઆનંદના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત કરે છે. છદ્મસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતાં-અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધે “ મિચ્છા મિ દુક્કડ' માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૬૪, માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ–૭. Page #21 -------------------------------------------------------------------------- ________________ સદ્ધિાત્રિશિકા/અનુક્રમણિકા ૮ અનુક્રમણિકા આ ૧-૩૪ ૧-૪ બ્લિોક નં. વિષય પાના ન.) ૧ થી ૭. અસ્થિરાદષ્ટિનું વર્ણન: સ્થિરાદષ્ટિનું સ્વરૂપ : સ્થિરાદષ્ટિમાં પ્રગટ થતા પ્રત્યાહારનું સ્વરૂપ. સ્થિરાદૃષ્ટિમાં યોગીઓને પ્રત્યાહારથી બાળક્રીડા તુલ્ય જણાતી સંસારની સમગ્ર ચેષ્ટા. ૭-૯ સ્થિરાદષ્ટિમાં યોગીના આત્મતત્ત્વના બોધનું સ્વરૂપ. ૯-૧૩ (i) સ્થિરાદૃષ્ટિમાં યોગીને ભોગના સ્વરૂપનો બોધ. (ii) નિશ્ચયનયની દૃષ્ટિથી પુણ્ય અને પાપનું સમાન ફળ. (iii) વ્યવહારનયની દૃષ્ટિથી પુણ્ય અને પાપના ભેદનું સ્વરૂપ. ૧૩-૧૭ (i) ધર્મના સેવનથી થતા ભોગો પણ પ્રાયઃ પ્રમાદના જનક. (ii) શુદ્ધ ધર્મના સેવનથી પ્રાપ્ત થતા ભોગોથી ધર્મસાર ચિત્તની ઉપપત્તિ. ૧૭-૨૫ (i) ભોગથી ઇચ્છાના શમનનો અભાવ. (i) પ્રતિપક્ષભાવનાથી ભોગની ઇચ્છાનું શમન. (iii) બાહ્ય ત્યાગમાત્રથી ઇચ્છાની વિરતિનો અભાવ. ૨૫-૩૪ ૮ થી ૧૭.| II કાન્તાદષ્ટિનું વર્ણન: ૩૪-૫૬ કાન્તાદૃષ્ટિનું સ્વરૂપ. ૩૪-૩૬ કાન્તાદષ્ટિમાં પ્રગટ થતી ધારણાનું સ્વરૂપ. ૩૭-૪૦ આક્ષેપકજ્ઞાનને કારણે કાન્તાદૃષ્ટિવાળા યોગીઓને ભોગથી પણ ચિત્તની શુદ્ધિ. * 0 ૪૦-૪૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સદ્રષ્ટિદ્ધાત્રિશિકા/અનુક્રમણિકા બ્લિોક નં. વિષય પાના નં. ૪૩-૪૩ ૧૩-૧૪. ૪૭-૪૯ ૧૫. ૧૬. ૧૧-૧૨. | કાન્તાદૃષ્ટિવાળા યોગીના ભોગવિષયક પારમાર્થિક બોધનું સ્વરૂપ. ભોગમાં વિપર્યાસબુદ્ધિવાળાની મોક્ષમાર્ગની પ્રવૃત્તિનું સ્વરૂપ. કાન્તાદૃષ્ટિમાં ભોગપ્રવૃત્તિથી પણ ધર્મની શક્તિનો અનાશ. કાન્તાદૃષ્ટિમાં વર્તતી મીમાંસાનું સ્વરૂપ. ૧૭ થી રપ.|III પ્રભાષ્ટિનું વર્ણન: પ્રભાષ્ટિનું સ્વરૂપ. ૧૮. પ્રભાષ્ટિમાં યોગીના ધ્યાનનું સ્વરૂપ. પારમાર્થિક સુખદુ:ખનું લક્ષણ. પ્રભાષ્ટિમાં સદા ધ્યાન. | પ્રભાષ્ટિમાં વર્તતા સદ્ભવૃત્તિપદનું સ્વરૂપ. અસંગઅનુષ્ઠાનનાં ભિન્નભિન્ન દર્શનને અભિમત ભિન્ન ભિન્ન નામો. ૨૩ થી ૨૫. સાંખ્યદર્શનને અભિમત પ્રશાંતવાહિતાની પ્રાપ્તિના ઉપાયો. નિરોધનું સ્વરૂપ. ૨૪. સમાધિપરિણામનું સ્વરૂપ. એકાગ્રતાપરિણામનું સ્વરૂપ. ૨૫. પ્રભાષ્ટિવાળા યોગીને નિરોધ પરિણામ, સમાધિ પરિણામ અને એકાગ્રતાના પરિણામમાં યત્નથી પ્રશાંતવાહિતાની પ્રાપ્તિ. ૪૯-૫૪ પ૪-૫૬ પ-૮૭ ૫૭-૫૮ ૫૮-૬૦ ૧૦-૧૨ ક૨-૧૪ ૨૦. ૨.' ૬૪-૬૭ ૬૭-૬૯ ૯૯-૮૭ ૨૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સદ્દષ્ટિદ્વાચિંશિકા/અનુક્રમણિકા બ્લિોક નં. વિષય પાના નં. ૨૭ થી ૩૨. IV પરાદષ્ટિનું વર્ણન: ૮૮-૧૦૫ પરાષ્ટિનું સ્વરૂપ. ૮૮-૯૦ ૨૭. પરાષ્ટિમાં પ્રગટ થતા સમાધિ નામના યોગાંગનું સ્વરૂપ. ૯૦-૯૩ પરાષ્ટિમાં પ્રગટ થતા નિરાચારપદનું સ્વરૂપ. ૯૪-૯૩ પરાષ્ટિની પૂર્વની દૃષ્ટિઓના યોગીઓના ભિક્ષાટનાદિ આચાર કરતાં પરાષ્ટિવાળા | યોગીઓના ભિક્ષાટનાદિ આચારનો ભેદ. ૯૭-૧૦૦ ૩૦. પરાષ્ટિવાળા યોગીને ધર્મસંન્યાસથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ. ૧૭૦-૧૦૨ ૩૧-૩૨. પરાષ્ટિવાળા યોગીઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ | પછી યોગનિરોધ દ્વારા મોક્ષપદની પ્રાપ્તિ. ૧૦૨-૧૦૫ ૨૯. Page #24 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीँ अहँ नमः । ॐ ह्रीँ श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः । g નમઃ | न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचित स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत રાવવૃદિglêશo-૨૪ પૂર્વ દ્વાચિંશિકા સાથે સંબંધ : अनन्तरमवेद्यसंवेद्यपदजयात् कुतर्कनिवृत्तिर्भवति सैव च विधेयेत्युक्तं, अथ तत्फलीभूताः सदृष्टीविवेचयन्नाह - અર્થ : અવેદ્યસંવેદ્યપદના જયથી કુતર્કની નિવૃત્તિ થાય છે, અને તે જ કુતર્કની નિવૃત્તિ જ, કરવી જોઈએ, એ પ્રમાણે અનંતર કહેવાયું આગળની કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાવિંશિકામાં, કહેવાયું. હવે તેના ફળભૂત કુતર્કની નિવૃત્તિના ફળભૂત, સદ્દષ્ટિનું વિવેચન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : પૂર્વદ્ધાત્રિશિકામાં કહ્યું કે કુતર્ક મહાઅનર્થફળવાળો છે, તેથી કુતર્કની નિવૃત્તિ કરવી જોઈએ. વળી, તે કુતર્કની નિવૃત્તિનો ઉપાય શું છે ? તેનું વિસ્તારથી વર્ણન પૂર્વદ્ધાત્રિશિકામાં કર્યું. તેથી એ પ્રમાણે યત્ન કરવામાં આવે તો અવેદ્યસંવેદ્યપદના જયથી કુતર્કની નિવૃત્તિ થાય છે, અને કુતંકની નિવૃત્તિ થવાથી તેના ફળભૂત સદ્દષ્ટિઓ પ્રગટ થાય છે. તેથી હવે તે સદ્દષ્ટિઓ કેવી છે ? તેના સ્વરૂપનું વિવેચન ગ્રંથકારશ્રી કરે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧ -: સ્થિરાદષ્ટિ :અવતરણિતાર્થ : સદ્દષ્ટિ પૈકી પ્રથમની સ્થિરાદષ્ટિનું સ્વરૂપ ગ્રંથકારશ્રી જણાવે છે – શ્લોક : प्रत्याहार: स्थिरायां स्याद्दर्शनं नित्यमभ्रमम् । तथा निरतिचारायां सूक्ष्मबोधसमन्वितम् ।।१।। અન્વયાર્થ – સ્થિરાય સ્થિરાદષ્ટિમાં પ્રત્યાહાર=પ્રત્યાહાર હોય છે સૂક્ષ્મનો સમન્વિત સૂક્ષ્મબોધથી સમન્વિત પ્રમ—ભ્રમરહિત ટર્શનં દર્શન થા=થાય છે તથા= અને નિરતિચારાવ=નિરતિચારમાં નિષ્ણનિત્ય દર્શન છે. III શ્લોકાર્ધ : સ્થિરાદષ્ટિમાં પ્રત્યાહાર હોય છે. સૂત્મબોધથી સમન્વિત ભ્રમરહિત દર્શન થાય છે અને નિરતિચારમાં નિત્ય દર્શન છે. II૧iા. ટીકા : प्रत्याहार इति-स्थिरायां दृष्टौ प्रत्याहारः स्यात् वक्ष्यमाणलक्षणः, तथा निरतिचारायां दर्शनं नित्यम्=अप्रतिपाति, सातिचारायां तु प्रक्षीणनयनपटलोपद्रवस्य तदुक्तोपायानवबोधकल्पमपि भवति, तथातिचारभावात्, रत्नप्रभायामिव धूल्यादेरुपद्रवः, अभ्रमं-भ्रमरहितं, तथा सूक्ष्मबोधेन समन्वितम् ।।१।। ટીકાર્ય : સ્થિરાય .... સમન્વિતમ્ B સ્થિરાદષ્ટિમાં વક્ષ્યમાણ લક્ષણવાળોઃ આગળમાં કહેવાશે એ લક્ષણવાળો પ્રત્યાહાર છે, અને નિરતિચારમાં દર્શન નિત્ય અપ્રતિપાતિ હોય છે. વળી સાતિચારમાં પ્રક્ષીણ થયેલાં નયનપટલથી ઉપદ્રવવાળાને તકુત્તોપાવીનવવધવપત્રિશાસ્ત્રમાં કહેલા સંસારના ઉચ્છેદના ઉપાયના અનવબોધકલ્પ પણ, દર્શન છે; કેમ કે તે પ્રકારના અતિચારનો Page #26 -------------------------------------------------------------------------- ________________ સષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧ ભાવ છે-યોગમાર્ગના સમ્યગ્બોધમાં ગ્લાનિ થાય તે પ્રકારના અતિચારનો ભાવ છે. સાતિચારમાં અનવબોધ થાય છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે – રત્નની પ્રભામાં ધૂળ આદિના ઉપદ્રવની જેમ અર્થાત્ રત્નની પ્રભા ઉપર ધૂળ આદિ ઊડે તો પ્રભા જેમ ઝાંખી થાય, તેમ સ્થિરાદૃષ્ટિવાળાનો બોધ રત્નપ્રભા જેવો હોવા છતાં, સાતિચાર એવી સ્થિરાદષ્ટિમાં દર્શનમોહનીયકર્મરૂપ ધૂળ આદિના ઉપદ્રવને કારણે, યોગમાર્ગનો સૂક્ષ્મબોધ હોવા છતાં બોધ કંઈક ગ્લાસ પામે છે. અભ્રમ=ભ્રમરહિત, અને સૂક્ષ્મબોધથી સમન્વિત સ્થિરાદષ્ટિનો બોધ હોય છે, એમ અવય છે. ૧II ભાવાર્થ :સ્થિરાદષ્ટિ : સ્થિરાદૃષ્ટિમાં પ્રત્યાહાર નામનું યોગાંગ પ્રગટ થાય છે, જેનું વર્ણન સ્વયં ગ્રંથકારશ્રી આગળ કરે છે. વળી સ્થિરાદૃષ્ટિ (૧) કેટલાકને નિરતિચાર હોય છે અને (૨) કેટલાકને સાતિચાર હોય છે. નિરતિચાર સ્થિરાદષ્ટિનું દર્શન=બોધ :- નિરતિચાર સ્થિરાદૃષ્ટિમાં પ્રગટ થયેલું દર્શન નિત્ય હોય છે અર્થાત્ પ્રતિપાતને પામતું નથી. જેમ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને પ્રગટ થયેલું દર્શન પ્રતિપાતને પામતું નથી અથવા તો તીર્થંકરાદિ જીવોની જેમ કેટલાકને ક્ષયોપશમભાવવાળું પણ નિર્મળ દર્શન પ્રગટે છે, જે પ્રગટ થયા પછી ક્યારેય જતું નથી, પરંતુ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી રહે છે, તેથી નિત્ય છે. માટે સ્થિરાદૃષ્ટિમાં દર્શન નિત્ય છે. સાતિચાર સ્થિરાદષ્ટિનું દર્શન=બોધઃ- સાતિચાર સ્થિરાદષ્ટિમાં પ્રગટ થયેલું દર્શન અનિત્ય પણ છે; કેમ કે તત્ત્વને જોવા માટેની અંતરંગ ચક્ષુ કંઈક પ્રક્ષણ થયેલી હોવાને કારણે તત્ત્વને જોવામાં ઉપદ્રવ થાય છે. આથી તેવા જીવોને શાસ્ત્રમાં કહેલા સંસારના ઉચ્છેદના ઉપાયોમાં કોઈક સ્થાનમાં અનવબોધ જેવું પણ દર્શન થાય છે અર્થાત્ કંઈક તત્ત્વનો બોધ હોવા છતાં સ્પષ્ટ બોધ નહીં Page #27 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧-૨ હોવાથી કંઈક અનવબોધ જેવું પણ દર્શન થાય છે. તેથી તત્ત્વના દર્શનમાં અતિચાર થાય છે, તે અપેક્ષાએ સાતિચાર સ્થિરાદૃષ્ટિમાં દર્શન અનિત્ય કહેલ છે. જેમ રત્નની પ્રભા ધૂળના ઉપદ્રવથી નાશ પામતી નથી તોપણ ધૂંધળી થાય છે, તેમ તત્ત્વને જોવાનો નિર્મળ બોધ સાતિચાર સ્થિરાદૃષ્ટિમાં ધૂંધળો થાય છે. સાતિચાર કે નિરતિચાર સ્થિરાદષ્ટિવાળાનો બોધ - સ્થિરાદષ્ટિનો બોધ સૂક્ષ્મબોધથી યુક્ત હોય છે અને ભ્રમરહિત હોય છે. આશય એ છે કે સાતિચાર કે નિરતિચાર સ્થિરાદષ્ટિવાળા જીવો અવેદ્યસંવેદ્યપદના જયથી વેદ્યસંવેદ્યપદને પામેલા હોય છે, તેથી તેઓને સૂક્ષ્મબોધ હોય છે અને તે બોધ ભ્રમરહિત હોય છે. તેથી ભ્રમરહિત બોધવાળા જીવો યોગમાર્ગમાં ઉચિત પ્રવૃત્તિ કરીને હિત સાધી શકે છે, અને સંસારમાર્ગની પ્રવૃત્તિ ક્રમસર ક્ષણ-ક્ષીણતર કરીને સંસારનો ઉચ્છેદ કરી શકે છે. આમ છતાં સાતિચાર ભૂમિકામાં જે સૂક્ષ્મ બોધ છે, તે કંઈક પ્લાનતા પામેલો છે, તે અપેક્ષાએ સ્થિરાદૃષ્ટિનો બોધ અનિત્ય પણ કહેલ છે. આવા અવતરણિકા : પૂર્વશ્લોક-૧માં કહ્યું કે સ્થિરાદષ્ટિમાં પ્રત્યાહાર હોય છે. તેથી પ્રત્યાહારનું સ્વરૂપ બતાવે છે – શ્લોક :विषयासम्प्रयोगेऽन्तःस्वरूपानुकृतिः किल । प्रत्याहारो हृषीकाणामेतदायत्तताफल: ।।२।। અન્વયાર્થ: વિનં=ખરેખર વિષયાસોને વિષયોનો અસંપ્રયોગ થયે છતે વિષયોના ગ્રહણના અભિમુખપણાના ત્યાગથી ઈન્દ્રિયોનું સ્વરૂપમાત્રમાં અવસ્થાન થયે છતે ઉત્તરાત્તિતા =આની આધીનતાના ફળવાળો ઈન્દ્રિયોની સ્વાધીનતાના ફળવાળો અન્તઃસ્વરૂપાનુવૃતિ =અંતઃસ્વરૂપની અનુકૃતિરૂપત્ર ઈન્દ્રિયોના પોતાના સ્વભાવમાં રહેવાના અનુસરણરૂપ પીવાના પ્રત્યાહાર:ઈન્દ્રિયોનો પ્રત્યાહાર છે. રા. Page #28 -------------------------------------------------------------------------- ________________ - સદ્દષ્ટિદ્વાત્રિશિકા/શ્લોક-૨ શ્લોકાર્થ : ખરેખર ! વિષયોનો અસંપ્રયોગ થયે છતે ઈન્દ્રિયોની સ્વાધીનતાના ફળવાળો, અંતઃસ્વરૂપની અનુકૃતિરૂપ ઈન્દ્રિયોનો પ્રત્યાહાર છે. IlI ટીકા : विषयेति-विषयाणां चक्षुरादिग्राह्याणां रूपादीनाम्, असंप्रयोगे तद्ग्रहणाभिमुख्यत्यागेन स्वरूपमात्रावस्थाने सति, अन्तःस्वरूपानुकृति:-चित्तनिरोधनिरोध्यतासंपत्ति:, किल हृषीकाणां-चक्षुरादीनामिन्द्रियाणां प्रत्याहारः થત – પચાસંપ્રયોને વિત્તસ્વરૂપાનુવાર ફન્દ્રિયાળાં પ્રત્યાહાર?” રિ-૧૪]. इति, कीदृशोऽयमित्याह-एतदायत्तताफल: इन्द्रियवशीकरणैकफलः, अभ्यस्यमाने हि प्रत्याहारे तथायत्तानीन्द्रियाणि भवन्ति यथा बाह्यविषयाभिमुखतां नीयमानान्यपि न यान्तीति, तदुक्तं - “ततः परमा वश्यतेन्द्रियाणाम्" [૨-૧૨] ફેતિ રા ટીકાર્ય : વિષયાળાં ..... વૉન્દ્રિયાળ” (૨-૧૬) તિ વિષયોનો ચક્ષુ આદિથી ગ્રાહ્ય રૂપાદિનો, અસંપ્રયોગ થયે છતે તહણના આભિમુખ્યના ત્યાગથી અર્થાત્ વિષયોના ગ્રહણના અભિમુખપણાના ત્યાગથી, સ્વરૂપમાત્રમાં અવસ્થાન થયે છતે અર્થાત્ ઈન્દ્રિયોનું સ્વાસ્વરૂપમાત્રમાં અવસ્થાન થયે છતે, અંતઃસ્વરૂપાનુકૃતિ-ચિત્તના વિરોધથી વિરોધ્યતાની પ્રાપ્તિ અર્થાત્ ઈન્દ્રિયોની નિરોધ્યતાની પ્રાપ્તિ, ખરેખર ! હષિકોનો=ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો, પ્રત્યાહાર છે. જે કારણથી કહેવાયું છે=જે કારણથી પાતંજલ યોગસૂત્ર'-૨-૫૪માં કહેવાયું છે – સ્વવિષયના અસંપ્રયોગમાં=અસંયોગમાં, ચિત્તના સ્વરૂપનો અનુકાર=ચિત્તના નિરોધથી નિરોધ્યતાની પ્રાપ્તિનું અનુસરણ. ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે.” (પા.યો.મૂ. ૨-૫૪) Page #29 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિઢાત્રિશિકા/શ્લોક-૨ રૂતિ શબ્દ પાતંજલ યોગસૂત્ર'ના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. આ=પ્રત્યાહાર, કેવો છે ? એથી કહે છે – આની આધીનતાના ફળવાળો ઈન્દ્રિયોના વશીકરણ એક ફળવાળો, પ્રત્યાહાર છે, એમ અન્વય છે. ખરેખર ! પ્રત્યાહાર અભ્યસ્યમાન હોતે છતે તે પ્રકારે ઇન્દ્રિયો આયન=આધીન, થાય છે, જે પ્રકારે બાહ્ય વિષયની અભિમુખતાને લઈ જવાતી પણ ઈન્દ્રિયો બાહ્ય વિષયમાં જતી નથી અર્થાત્ બાહ્ય વિષયોમાં સંશ્લેષ પામતી નથી. રૂતિ શબ્દ પ્રત્યાહારના સ્વરૂપકથનની સમાપ્તિમાં છે. તે કહેવાયું છે=પ્રત્યાહાર હોતે છતે ઇન્દ્રિયો આધીન થાય છે તે પાતંજલ યોગસૂત્ર-૨-૫૫માં કહેવાયું છે – “તેનાથી=પ્રત્યાહારથી, ઈન્દ્રિયોની પરમવશ્યતા પ્રાપ્ત થાય છે.” (પા.યો.. ૨-૫૫) રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. રા ભાવાર્થ :સ્થિરાદષ્ટિમાં પ્રગટ થતા પ્રત્યાહાર યોગાંગનું સ્વરૂપ – અવેદ્યસંવેદ્યપદનો જય થવાથી યોગીઓને જે રીતે પદાર્થો સંસ્થિત છે, તે રીતે સંવેદન થાય છે, અર્થાત્ વેદ્ય એવા પદાર્થનું યથાર્થ સંવેદન થાય છે. આ વેદ્યસંવેદ્યપદ સૂક્ષ્મબોધવાળું હોય છે, અને સૂમબોધ પોતાના બોધને અનુરૂપ તત્ત્વ પ્રત્યે રુચિવાળો હોય છે, અને તત્ત્વ પ્રત્યેની રૂચિ તત્ત્વમાર્ગમાં પ્રવૃત્તિ કરાવે છે. વળી, સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓને સૂક્ષ્મબોધ હોવાના કારણે ઇન્દ્રિયોનો પ્રત્યાહાર તત્ત્વરૂપે દેખાય છે, તેથી તેઓની પ્રવૃત્તિ ઇન્દ્રિયોના પ્રત્યાહારવાળી હોય છે. આથી સ્થિરાદૃષ્ટિવાળા જીવો પ્રાયઃ ચારિત્રી જ હોય છે તે ઇન્દ્રિયોનો પ્રત્યાહાર પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓની ઇન્દ્રિયો વિષયોના ગ્રહણના અભિમુખપણાનો ત્યાગ કરે છે. તેથી ઇન્દ્રિયો પોતાના સ્વરૂપમાત્રમાં અવસ્થાન પામે છે અર્થાત્ વિષયગ્રહણની ઉત્સુકતા નહીં હોવાથી ઇન્દ્રિયો શાંત વર્તે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ સદૃષ્ટિદ્વાત્રિંશિકા| શ્લોક-૨-૩ વળી, ઇન્દ્રિયો સ્વરૂપમાત્રમાં અવસ્થાન પામી, તેથી અંતઃસ્વરૂપની અનુકૃતિ થાય છે અર્થાત્ જીવનું જે અંતરંગ સ્વરૂપ છે, તેનું અનુસરણ ઇન્દ્રિયો કરે છે. અતઃસ્વરૂપની અનુકૃતિ થાય છે તેનું તાત્પર્ય ટીકામાં સ્પષ્ટ કરે છે ચિત્તનો નિરોધ થવાને કારણે ઇન્દ્રિયોની નિરોધ્યતાની પ્રાપ્તિ છે અર્થાત સ્થિરાઇષ્ટિવાળા યોગીઓને સુક્ષ્મબોધ થયેલો હોવાથી તેમને ઇન્દ્રિયોના વિષયો અસાર લાગે છે, તેથી તેઓનું ચિત્ત નિરોધ પામેલું છે, જેથી વિષયોને અભિમુખ ભાવવાળું નથી, અને ચિત્તના નિરોધને કારણે ઇન્દ્રિયોમાં નિરોધ્યતાની પ્રાપ્તિ થઈ અર્થાત્ ઇન્દ્રિયો વિષયો પ્રત્યેની ઉત્સુકતા વગરની થઈ. તેથી ઇન્દ્રિયોની સાથે વિષયોનો સંપર્ક થાય તોપણ પદાર્થનો બોધમાત્ર થાય છે, પરંતુ રાગાદિથી આકુળ બોધ થતો નથી, જે ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે. વળી ઇન્દ્રિયોનો પ્રત્યાહાર સુઅભ્યસ્ત થાય ત્યારે ઇન્દ્રિયો તે રીતે આધીન થાય છે કે જે રીતે તે ઇન્દ્રિયોને બાહ્ય વિષયોની અભિમુખ લઈ જવામાં આવે તોપણ જતી નથી. આશય એ છે કે જે લોકોએ માંસાહારાદિ પદાર્થોનો અત્યંત ત્યાગ કર્યો છે અને જેઓનું ચિત્ત માંસાહાર પ્રત્યે લેશ પણ અભિમુખભાવવાળું નથી, તેવા જીવો ‘હું માંસાહાર ખાઉં' એ પ્રમાણે મનથી વિચાર કરે તોપણ તેઓને જેમ માંસ ખાવાની વૃત્તિ ઉત્પન્ન થતી નથી; તેમ જે યોગીઓનું ચિત્ત પ્રત્યાહાર સેવી સેવીને સુઅભ્યસ્ત થઈ ગયું છે, તેઓની ઇન્દ્રિયો અત્યંત સ્વાધીન થયેલી છે, તેથી વિષયો તરફ સહજ તો જતી જ નથી, છતાં, તેવા યોગીઓ ‘મારું ચિત્ત કેટલું નિષ્પન્ન થયું છે' તેનો નિર્ણય કરવા અર્થે ઇન્દ્રિયોને વિષય સાથે જોડવા પ્રયત્ન કરે તોપણ તે ઇન્દ્રિયો બાહ્ય વિષયોને અભિમુખ જતી નથી; માત્ર જે વિષય સાથે સંપર્ક કરે તે વિષયનો બોધમાત્ર થાય છે, પરંતુ તે વિષયનો સંશ્લેષ થતો નથી. આ પ્રત્યાહારનું ફળ છે. IIII અવતરણિકા : પૂર્વશ્લોક-૨માં પ્રત્યાહારનું સ્વરૂપ અને ફળ બતાવ્યું. હવે પ્રત્યાહારને કારણે વેદ્યસંવેદ્યપદવાળા યોગીઓને ભવેચેષ્ટા કેવી દેખાય છે, તે શ્લોક-૩ માં બતાવે છે . Page #31 -------------------------------------------------------------------------- ________________ . સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૩ શ્લોક ઃ अतो ग्रन्थिविभेदेन विवेकोपेतचेतसाम् । त्रपाये भवचेष्टा स्याद् बालक्रीडोपमाखिला ||३॥ અન્વયાર્થ : ચિવિમેનેન=ગ્રંથિના વિભેદને કારણે, વિવેજ્ઞતચેતસા=વિવેકથી યુક્ત ચિત્તવાળા યોગીઓને અતઃ=આનાથી=પ્રત્યાહારથી, વાનશ્રીકોપમા= બાલક્રીડાની ઉપમાવાળી કવિતા=સમગ્ર મવચેષ્ટા=સંસારની ચેષ્ટા પાયે= લજ્જા માટે સ્વાર્=થાય છે. ।।૩।। શ્લોકાર્થ : ગ્રંથિના વિભેદને કારણે વિવેકથી યુક્ત ચિત્તવાળા યોગીઓને, આનાથી અર્થાત્ પ્રત્યાહારથી, બાલક્રીડાની ઉપમાવાળી સમગ્ર ભવચેષ્ટા લજ્જા માટે થાય છે. II3II ટીકા ઃ अत इति - अतः = प्रत्याहारात्, ग्रन्थिविभेदेन विवेकोपेतचेतसां भवचेष्टाऽखिला चक्रवर्त्यादिसुखरूपापि बालक्रीडोपमा बालधूलिगृहक्रीडातुल्या, प्रकृत्यसुन्दरत्वास्थिरत्वाभ्यां पायै स्यात् ।।३।। ટીકાર્ય : अतः प्रत्याहारात् ત્રપાયે સ્વાત્ ।। ગ્રંથિના વિભેદને કારણે વિવેકથી યુક્ત ચિત્તવાળા યોગીઓને, આનાથી=પ્રત્યાહારથી, બાલક્રીડાની ઉપમાવાળી=બાળકની ધૂળના ઘરની ક્રીડાતુલ્ય, ચક્રવર્તી આદિના સુખરૂપ પણ સમગ્ર ભવચેષ્ટા, પ્રકૃતિથી અસુંદરપણું હોવાના કારણે અને અસ્થિરપણું હોવાના કારણે લજ્જા માટે થાય છે. ||૩|| ભાવાર્થ: વેધસંવેધપદવાળા યોગીને પ્રત્યાહાર યોગાંગ પ્રગટ થવાથી બાલચેષ્ટારૂપ જણાતી ભવચેષ્ટા : અવેઘસંવેદ્યપદ જિતાયે છતે જીવમાં તત્ત્વને જોવામાં બાધક એવો તમોગ્રંથિનો Page #32 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૩-૪ ભેદ થાય છે, અને તમોગ્રંથિનો ભેદ થવાથી યોગીને આત્માની નિરાકુળ અવસ્થા તત્ત્વરૂપ દેખાય છે તેથી આત્માની તે અવસ્થાનો તીવ્ર રાગ ઉત્પન્ન થાય છે. આવા યોગીઓ તત્ત્વનું ભાવન કરીને ઇન્દ્રિયોના પ્રત્યાહારવાળા થાય છે. વળી, પ્રત્યાહાર નામના યોગાંગની પ્રાપ્તિથી, સ્થિરાદૃષ્ટિવાળા યોગીને બાળકને ધૂળનાં ઘર કરવાની ક્રીડાતુલ્ય, સંસારની ચક્રવર્તી આદિરૂપ સર્વોત્તમ અવસ્થા પણ લજ્જા માટે થાય છે; કેમ કે વિવેક ખૂલેલો છે, અને ઇન્દ્રિયો પ્રત્યાહાર પરિણામવાળી છે. તેથી બાહ્ય ભોગો પ્રકૃતિથી અસુંદર અને અસ્થિર દેખાય છે, અને અસ્થિર એવા તે ભોગોથી તેઓનું ચિત્ત નિવર્તન પામેલ છે. તેથી બાળક અવસ્થામાં ધૂળમાં રમવાનો પરિણામ જેમ યુવાવસ્થામાં નિવર્તન પામે છે, તેમ વિવેકવાળી અવસ્થામાં યોગીઓનું ચિત્ત ભવની ક્રીડાથી નિવર્તન પામેલું હોય છે. lal અવતરણિકા : પૂર્વશ્લોક-૩માં કહ્યું કે સ્થિરાદષ્ટિમાં ગ્રંથિભેદને કારણે વિવેકયુક્ત ચિત્ત હોવાથી સંસારી ક્રિયા અસાર જણાય છે. હવે વિવેકયુક્ત ચિત્તવાળાને તત્ત્વ શું દેખાય છે ? તે બતાવે છે – શ્લોક : तत्त्वमत्र परंज्योतिस्विभावैकमूर्तिकम् । विकल्पतल्पमारूढः शेष: पुनरुपप्लवः ।।४।। અન્વયાર્થ : અત્ર=અહીં સ્થિરાદૃષ્ટિમાં સ્વમવેવમૂર્તિા=જ્ઞસ્વભાવ-એક-મૂર્તિક પરંડ્યોતિ =પરંજ્યોતિ તત્ત્વતત્ત્વ દેખાય છે. પુના=વળી વિવેતન્યારૂઢ: ૩૫ર્તવ=વિકલ્પતલ્પઆરૂઢ ઉપપ્લવનરાગાદિના વિકલ્પરૂપી શય્યા ઉપર આરૂઢ એવા ભ્રમનો વિષય શેષ ભવપ્રપંચ દેખાય છે. III શ્લોકાર્ચ - અહીં અર્થાત્ સ્થિરાદષ્ટિમાં જ્ઞસ્વભાવ-એક-મૂર્તિક પસંજ્યોતિ તત્ત્વ દેખાય છે, ભવપ્રપંચ વિકલ્પરૂપી શય્યા ઉપર આરૂઢ એવા ભ્રમનો વિષય દેખાય છે. III Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સદ્દષ્ટિઢાત્રિશિકા/શ્લોક-૪ ટીકા : तत्त्वमिति-अत्र=स्थिरायां ज्ञस्वभाव एका मूर्तिर्यस्य तत्तथा, ज्ञानादिगुणभेदस्यापि व्यावहारिकत्वात्, परंज्योतिरात्मरूपं तत्त्वं परमार्थसत्, शेषः पुनर्भवप्रपञ्चो विकल्पलक्षणं तल्पमारूढ उपप्लव: भ्रमविषयः, परिदृश्यमानरूपस्याમાવાન્ ભાજપા ટીકાર્ય : ત્ર ... પરિમાનરૂપમાવા છે. અહીં સ્થિરાદષ્ટિમાં, જ્ઞસ્વભાવ એકમૂર્તિ છે જેને તે તેવું છે=જ્ઞસ્વભાવ-એકમૂર્તિવાળું તત્ત્વ છે, એમ દેખાય અહીં પ્રશ્ન થાય કે જીવનું તત્ત્વ-જીવનું પારમાર્થિક સ્વરૂપ, તો જ્ઞાનદર્શન-ચારિત્રરૂપ છે, તેથી જ્ઞાન-દર્શન-ચારિત્ર એકમૂર્તિક ન કહેતાં જ્ઞસ્વભાવએકમૂર્તિક તત્ત્વ છે, તેમ કેમ કહ્યું ? તેથી કહે છે -- જ્ઞાનાદિક ગુણોના ભેદવું પણ વ્યાવહારિકપણું હોવાથી જ્ઞસ્વભાવએકમૂર્તિક તત્ત્વ દેખાય છે એમ અવય છે અર્થાત્ વ્યવહારનયથી જ્ઞાન, દર્શન, ચારિત્રનો ભેદ છે, પરમાર્થથી જ્ઞાનથી દર્શન-ચારિત્રનો ભેદ નથી. તેથી જ્ઞસ્વભાવએકમૂર્તિક તત્ત્વ દેખાય છે, એમ અવય છે. વળી આ જ્ઞસ્વભાવએકમૂર્તિક તત્ત્વ કેવું છે ? તે બતાવે છે -- પરંયોતિ એવું આત્મરૂપ તત્વ પરમાર્થ સત્ છે. વળી શેષ એવો ભવપ્રપંચ વિકલ્પરૂપ શય્યા ઉપર આરૂઢ થયેલો ઉપપ્લવ છે=ભ્રમનો વિષય છે; કેમ કે પરિદશ્યમાન સ્વરૂપનો અભાવ છે અર્થાત્ દેખાતા પદાર્થમાં રાગાદિ વિકલ્પથી ‘આ પદાર્થ મને ઈષ્ટ છે અને આ પદાર્થ મને અનિષ્ટ છે' એ પ્રકારે દેખાતા સ્વરૂપનો અભાવ છે. ક જ્ઞાનાવાળખેદ્રસ્થાપિ - અહીં ‘વ થી દર્શન, ચારિત્રનું ગ્રહણ કરવું, અને ‘પ'થી એ કહેવું છે કે પરમાર્થથી જ્ઞાનાદિ ગુણોનો અભેદ તો છે, પરંતુ જ્ઞાનાદિ ગુણોનો ભેદ પણ વ્યવહારિક છે, પારમાર્થિક નથી. Page #34 -------------------------------------------------------------------------- ________________ 9G સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૪ ભાવાર્થ : જીવને તમોગ્રંથિનો ભેદ થાય છે ત્યારે તત્ત્વ દેખાય છે, અને તે તત્ત્વ સ્થિરાદૃષ્ટિવાળા યોગીને કેવું દેખાય છે ? તે બતાવે છે – સંસારવર્તી જીવોની બે અવસ્થા છે - (૧) કર્મઉપાધિરહિત શુદ્ધ આત્માની શક્તિરૂપે વિદ્યમાન અવસ્થા, અને (૨) કર્મરૂપ ઉપાધિના કારણે વર્તતી કર્મોપાધિસહિત પ્રવર્તમાન આત્માની અવસ્થા. (૧) સ્થિરાદષ્ટિવાળા યોગીઓનું કર્મઉપાધિરહિત શુદ્ધ આત્માનું દર્શન - સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓ શુદ્ધ આત્મતત્ત્વને જુએ છે. તેથી તેઓને પોતાનો આત્મા જ્ઞસ્વભાવએકમૂર્તિક છે, તેવું દેખાય છે અર્થાત્ જીવનો શેય પદાર્થોને જાણવાનો એક સ્વભાવ છે, પરંતુ “આ જોય પદાર્થ મને ઇષ્ટ છે અને આ શેય પદાર્થ મને અનિષ્ટ છે” તે પ્રકારના વિકલ્પો કરવાનો જીવનો સ્વભાવ નથી. આ પ્રકારનું તત્ત્વ સ્થિરાદષ્ટિપ્રાપ્ત યોગીને દેખાય છે. અહીં પ્રશ્ન થાય કે જીવનો સ્વભાવ તો જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણ સ્વરૂપ છે. તેથી “આત્મા રત્નત્રયીના સ્વભાવવાળો છે' તેમ ન કહેતાં જ્ઞસ્વભાવએકમૂર્તિક છે' તેમ કેમ કહ્યું ? તેથી ટીકાકાર કહે છે -- પરમાર્થથી જ્ઞાનથી અતિરિક્ત દર્શન-ચારિત્ર નથી. વળી જ્ઞાનાદિ ગુણોનો ભેદ પણ વ્યવહારનયની દૃષ્ટિથી છે, અને અહીં તો પરમાર્થથી જીવનું સ્વરૂપ કેવું છે ? તે બતાવવું છે. તેથી કહ્યું કે જીવ જ્ઞસ્વભાવએકમૂર્તિવાળો છે. વળી આ જ્ઞસ્વભાવવાળો આત્મા કેવો છે ? તે બતાવે છે -- જ્ઞસ્વભાવવાળો આત્મા પરંજ્યોતિ સ્વરૂપ છે અર્થાત્ પ્રકૃષ્ટ જ્ઞાનની જ્યોતિ સ્વરૂપ છે=કેવળજ્ઞાનસ્વરૂપ છે. તેથી કેવળજ્ઞાનમાં તમામ યોનું જ્ઞાન થાય છે. આનાથી એ બતાવવું છે કે જ્ઞસ્વભાવવાળો આત્મા પણ યત્કિંચિત્ શેયનું જ્ઞાન કરવાના સ્વભાવવાળો નથી, પરંતુ તમામ શેયોનાં જ્ઞાન કરવાના સ્વભાવવાળો છે. આથી પરંજ્યોતિ=પ્રકૃષ્ટ જ્યોતિ છે, અને આત્માનું જ્ઞસ્વભાવએકમૂર્તિક પરંજ્યોતિ સ્વરૂપ આ તત્ત્વ પરમાર્થથી સત્ છે અર્થાત્ કર્મવાળી અવસ્થામાં Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૪ આત્માનું આ સ્વરૂપ કર્મોથી આવૃત હોવાને કારણે પ્રત્યક્ષ અનુભવાતું નથી, તોપણ જીવના પારમાર્થિક સ્વરૂપનો વિચાર કરીએ તો જીવનું પરમજ્યોતિરૂપ જ્ઞએકસ્વભાવ પારમાર્થિક સ્વરૂપ શક્તિરૂપે વિદ્યમાન છે. સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓનું કર્મઉપાધિ સહિત એવા આત્માનું દર્શન ઃ સંસારવર્તી જીવની કર્મઉપાધિવાળી આ બીજી અવસ્થા અહીં ‘શેષઃ’ શબ્દથી ગ્રહણ કરેલ છે; કેમ કે શુદ્ધ અવસ્થા બતાવ્યા પછી જીવની શેષ અવસ્થા અશુદ્ધ અવસ્થા છે, અને તે અશુદ્ધ અવસ્થા એટલે જીવમાં પોતાનામાં ઊઠતા રાગાદિભાવો, રાગાદિની લાગણીઓ, અને દેહ સાથેના સંબંધને કારણે ‘હું રૂપવાળો છું', ‘હું બાહ્ય સમૃદ્ધિવાળો છું' ઇત્યાદિ રૂપ જીવના ભાવો. આ અશુદ્ધ અવસ્થા એ જીવનો ભવપ્રપંચ છે; જે જીવની વાસ્તવિક અવસ્થા નથી, પરંતુ ઉપપ્લવવાળી અવસ્થા છે=ભ્રમના વિષયભૂત અવસ્થા છે, અને આ ઉપપ્લવ થવાનું કારણ જીવમાં વર્તતા રાગાદિ વિકલ્પો છે. તેથી કહ્યું કે ‘રાગાદિ વિકલ્પરૂપ શય્યામાં આરૂઢ થયેલો એવો ઉપપ્લવ–ભ્રમનો વિષય, શેષ છે=ભવપ્રપંચ છે'; કેમ કે સંસારી જીવોને ‘આ ભોગ્ય પદાર્થો રમ્ય છે અને આ ભોગ્ય પદાર્થો અરમ્ય છે’ એ પ્રકારે દેખાય છે, પરંતુ પરમાર્થથી પદાર્થનું તેવું સ્વરૂપ નથી. જેમ શ્વેત વસ્તુ સર્વ જીવોને શ્વેતરૂપે સમાન દેખાય છે, પરંતુ શ્વેત વસ્તુ કોઈને ૨ક્ત કે કાળી દેખાતી નથી. તેથી પદાર્થમાં રહેલું શ્વેત સ્વરૂપ વાસ્તવિક છે; પરંતુ કોઈક પદાર્થ કોઈક જીવને રમ્ય દેખાય છે, તો વળી તે જ પદાર્થ કોઈક અન્ય જીવને અરમ્ય દેખાય છે. તેથી રમ્ય-અરમ્યરૂપે દેખાતા પદાર્થોનું સ્વરૂપ ભ્રમનો વિષય છે; અને આ ભ્રમ થવાનું કારણ જીવમાં વર્તતા રાગાદિ વિકલ્પોના કલ્લોલો છે. આ રાગાદિ વિકલ્પોના કલ્લોલોના કારણે આત્મામાં ઉપપ્લવ થાય છે, તેથી રાગાદિથી આકુળ થયેલા આત્માનું જ્ઞાન બાહ્ય પદાર્થોમાં એ રીતે પ્રવર્તે છે કે જેના કારણે કોઈક પદાર્થો રમ્ય લાગે છે તો કોઈક પદાર્થો અરમ્ય લાગે છે; પરંતુ ૫૨માર્થથી આત્મા માટે બાહ્ય કોઈપણ પદાર્થ રમ્ય નથી કે કોઈપણ પદાર્થ અરમ્ય નથી, પદાર્થમાત્ર આત્માના જ્ઞાનનો વિષય છે. આ પ્રકારનો વિવેક ગ્રંથિભેદને કારણે સમ્યગ્દષ્ટિ આત્માને પ્રગટ થયેલો હોવાથી તેને પોતાનો આત્મા સદા જ્ઞાનમય પરંજ્યોતિસ્વરૂપે દેખાય છે, અને Page #36 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૪-૫ ૧૩ પોતાનામાં ઊઠતા રાગાદિના વિકલ્પો ઉપપ્લવરૂપ છે, તેમ પણ દેખાય છે. આથી જ સમ્યગ્દષ્ટિ જીવો રાગાદિને પરવશ થઈને ભોગાદિમાં પ્રવૃત્તિ કરતા હોય તોપણ તેઓનો બોધ તેમને તે વિકલ્પોના ઉચ્છેદ માટે અને વિકલ્પોથી પર જ્ઞસ્વભાવ એવા આત્માને પ્રગટ ક૨વા માટે પ્રેરણા કરે છે. આથી સમ્યગ્દષ્ટિનું જ્ઞાન આત્માને સદા નિર્વિકલ્પ અવસ્થા પ્રત્યે જવા માટે અને મોહથી ઊઠતા રાગાદિ કલ્લોલોને દૂર કરવા પ્રેરણા કરે છે. સંક્ષેપ ઃ વ્યવહારનયથી અને નિશ્ચયનયથી રત્નત્રયીનું સ્વરૂપ :(૧) વ્યવહારનયથી રત્નત્રયીનું સ્વરૂપ ઃ ભગવાનના વચનાનુસાર રુચિ તે દર્શન છે, ભગવાને બતાવેલા શ્રુતજ્ઞાનનો યથાર્થ બોધ તે જ્ઞાન છે, અને તે શ્રુતજ્ઞાનથી નિયંત્રિત જે ઉચિત ક્રિયાઓ કરવામાં આવે, તે ચારિત્ર છે. (૨) નિશ્ચયનયથી રત્નત્રયીનું સ્વરૂપ ઃ મોહના ત્યાગથી રાગાદિથી અનાકુળ એવી ચેતનાનું સંવેદન તે દર્શન છે, તે જ્ઞાન છે અને તે જ ચારિત્ર છે. તેથી જીવનો જ્ઞ-એક-સ્વભાવ છે, તેમ કહેલ છે. I[૪]I અવતરણિકા : ગ્રંથિભેદને કારણે વિવેકથી યુક્ત એવા સ્થિરાદૃષ્ટિવાળા યોગીને આત્માનું શુદ્ધ સ્વરૂપ અને આત્માનું ઉપપ્લવવાળું સ્વરૂપ કેવું દેખાય છે ? તે શ્લોક-૪માં બતાવ્યું. હવે સ્થિરાદૃષ્ટિવાળા યોગીને વિવેકને કારણે વ્યવહારનયની અને નિશ્ચયનયની દૃષ્ટિથી સંસારના ભોગો કેવા દેખાય છે ? તે બતાવે છે - - શ્લોક ઃ भवभोगिफणाभोगो भोगोऽस्यामवभासते । फलं ह्यनात्मधर्मत्वात्तुल्यं यत्पुण्यपापयोः । । ५ ॥ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-પ અન્વયાર્થ - અસ્થાઆમાં સ્થિરાદેષ્ટિમાં ભવમોનમોનો મોભવરૂપી સાપની ફણાના આભોગ જેવા ભોગ મવમાસતેદેખાય છે. =જે કારણથી પુષ્પાપ: પન્ન પુણ્ય અને પાપનું ફળ મનાત્મધર્મવાઅનાત્મધર્મપણું હોવાથી તુન્ય સમાન છે. પા. શ્લોકાર્ચ - સ્થિરાદષ્ટિમાં ભવરૂપી સાપની ફણાના આભોગ જેવા ભોગ દેખાય છે, જે કારણથી પુણ્ય અને પાપનું ફળ અનાત્મધર્મપણું હોવાથી સમાન છે. આપા ટીકા : भवेति-अस्यां स्थिरायां, भोग: इन्द्रियार्थसुखसम्बन्धः, भवभोगिफणाभोग:= संसारसर्पफणाटोपोऽवभासते, बहुदुःखहेतुत्वात् नानुपहत्य भूतानि भोगः सम्भवति, ततश्च पापं, ततो दारुणदुःखपरम्परेति, धर्मप्रभवत्वाद् भोगो न दुःखदो भविष्यतीत्यत्राह यद्-यस्मात् पुण्यपापयोयोर्हि फलं अनात्मधर्मत्वात्तुल्यं, व्यवहारतः सुशीलत्वकुशीलत्वाभ्यां द्वयोविभेदेऽपि निश्चयत: संसारप्रवेशकत्वेन कुशीलત્યાવિશેષાત્ જાકા નોંધ - મવામો: શબ્દનો અર્થ : ભવભોગી=સંસારરૂપી સર્પ, તેની ફણાનો આભોગ=આટોપ. ટીકાર્ય : વસ્થા—સ્થિરાયાં. ત્યાવિશેષાત્ આમાં સ્થિરાદષ્ટિમાં, ભોગઈન્દ્રિયોના અર્થથી અર્થાત્ વિષયોથી થતા સુખનો સંબંધ, ભવભોગિફણાભોગ-સંસારરૂપી સર્પની ફણાનો આટોપ, ભાસે છે; કેમ કે બહુ દુઃખનો હેતુ છે. જીવોને હણ્યા વિના ભોગ સંભવતો નથી અને તેથી=જીવોની હિંસાથી, પાપ છે. તેથી=પાપથી, દારુણ દુઃખની પરંપરા છે. તિ=એ હેતુથી, સંસારના ભોગો બહુ દુઃખના હેતુ છે, એમ સંબંધ છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/મ્લોક-૫ શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે ધર્મપ્રભાવપણું હોવાથી=ધર્મના સેવનથી ઉત્પન્ન થયેલા હોવાથી, ભોગો દુઃખને દેનારા થશે નહીં, રૂત્યત્ર=એ પ્રકારની શંકામાં, કહે છે ૧૫ — જે કારણથી પુણ્ય અને પાપ બંનેનું ફળ અનાત્મધર્મપણું હોવાથી તુલ્ય છે; કેમ કે વ્યવહારથી–વ્યવહારનયથી, સુશીલપણા અને કુશીલપણા દ્વારા બંનેનો=પુણ્ય અને પાપનો, વિભેદ હોવા છતાં પણ, નિશ્ર્ચયથી= નિશ્ચયતયથી સંસારપ્રવેશકપણારૂપે કુશીલપણું અવિશેષ છે=સમાન છે. ।।૫।। * ‘વિખેરેપિ’ - અહીં ‘વિ’થી એ કહેવું છે કે વ્યવહારનયથી પુણ્ય-પાપનો સુશીલ-કુશીલપણારૂપે ભેદ હોવા છતાં પણ નિશ્ચયનયથી ભેદ નથી. જે નોંધ :- શ્લોકમાં જે ‘યત્’ શબ્દ છે તેનો ‘તદ્' સાથે સંબંધ આ પ્રમાણે છે કારણથી પુણ્ય-પાપનું ફળ અનાત્મધર્મપણું હોવાને કારણે તુલ્ય છે, તે કારણથી પુણ્ય પણ દુઃખને દેનારું છે, તેમ અધ્યાહાર છે. ભાવાર્થ: સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓને વ્યવહારનયથી અને નિશ્ચયનયથી ભોગોનું દર્શન ઃ સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓની વિવેકદૃષ્ટિ ખુલેલી છે. તેથી સંસારના ભોગોનું સ્વરૂપ કેવું છે, તેનો વિચાર કરે છે ત્યારે તેઓને દેખાય છે કે જીવોને ઇન્દ્રિયોના વિષયોનો સંપર્ક થાય છે ત્યારે રતિ ઉત્પન્ન કરાવે તેવા સુખનો અનુભવ થાય છે; પરંતુ આ સુખ પણ જોખમી છે. જેમ સર્પની ફણા રમ્ય દેખાતી હોય, જોવામાં ગમતી હોય, તોપણ તેનો આટોપ=ફુંફાડો જોખમી છે; કેમ કે જો સાપ કરડે તો મૃત્યુ થાય; તેમ ભોગ ભવરૂપી સર્પની ફણાના આટોપરૂપ છે; કેમ કે આ ભોગોથી કર્મબંધ થાય છે અને દારુણ દુઃખની પરંપરા પ્રાપ્ત થાય છે. આશય એ છે કે સંસારમાં ભોગોની પ્રાપ્તિ જીવોની હિંસાથી થાય છે, તે જીવોની હિંસાથી પાપ બંધાય છે અને તે પાપ દારુણ દુઃખોની પરંપરા પ્રાપ્ત કરાવનાર છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સદ્દષ્ટિઢાત્રિશિકા/શ્લોક-૫ જીવોની હિંસાથી ભોગોની પ્રાપ્તિ, જીવોની હિંસા ) પાપબંધ > દારુણ દુઃખોની પરંપરા. માટે આ ભોગો પ્રત્યે આસ્થા રાખીને નિશ્ચિત જીવી શકાય નહીં. આ પ્રકારની ભોગોને જોવાની દૃષ્ટિ હોવાથી સ્થિરાદષ્ટિવાળા યોગી ભોગોથી દૂર રહેવા યત્ન કરે છે. વળી સ્થિરાદૃષ્ટિવાળા યોગી વિચારે છે કે ધર્મના સેવનથી ચક્રવર્તીપણું કે તીર્થંકરપણું કે દેવલોકના ભોગો મળે તો તે ભોગો પાપ બંધાવીને દુર્ગતિનાં કારણ બનતા નથી, તેથી તે અપેક્ષાએ ભોગો જોખમી નથી; તોપણ પુણ્યથી પ્રાપ્ત થયેલા ઉત્તમ ભોગો કે પાપથી પ્રાપ્ત થયેલા અનર્થો બંને આત્માના ધર્મ નથી, તેથી અનાત્મધર્મરૂપે બંને સમાન છે, માટે ભોગો અસાર છે. ભોગો કેમ અસાર છે ? તેને વિશેષ સ્પષ્ટ કરવા માટે કહે છે – વ્યવહારનયથી પુણ્ય સુશીલ છે; કેમ કે આ પુણ્ય જીવને ઉત્તમ દેવભવ, ઉત્તમ મનુષ્યભવ અને તીર્થકરાદિ ભવોની પ્રાપ્તિ કરાવે છે; અને પાપ કુશીલ છે; કેમ કે નરક, તિર્યંચ કે કુમનુષ્યત્વ આદિની પ્રાપ્તિ કરાવે છે. તેથી વ્યવહારનય પુણ્યના ફળને સુંદર કહે છે અને પાપના ફળને અસુંદર કહે છે. વળી પુણ્યના ઉદયથી મળેલ ભોગો પણ અનર્થના કારણ નથી, માટે સુશીલ છે, અને પાપના ઉદયથી મળેલ ભોગો અનર્થના કારણ છે, માટે કુશીલ છે. | નિશ્ચયનયથી પુણ્યના ઉદયથી મળેલા ભોગો કે પાપના ઉદયથી મળેલા ભોગો જીવને સંસારમાં પ્રવેશ કરાવનાર હોવાથી જીવ માટે કુશીલરૂપ છે અર્થાત્ જીવનું આ કુત્સિત સ્વરૂપ છે; કેમ કે સર્વકર્મરહિત શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરવી તે જીવનું લક્ષ્ય છે, અને આ પુણ્યકર્મ અને પાપકર્મ જીવને તે અવસ્થાથી દૂર રાખી મનુષ્યાદિ જન્મની પ્રાપ્તિ કરાવે છે અર્થાત્ સંસારમાં પ્રવેશ કરાવે છે. તેથી, પુણ્યબંધ પણ સારો નથી અને પાપબંધ પણ સારો નથી, પુણ્યનું ફળ પણ સારું નથી અને પાપનું ફળ પણ સારું નથી, વસ્તુતઃ સર્વકર્મરહિત અવસ્થા તે જીવની સારી અવસ્થા છે. સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓ આ પ્રમાણે નિશ્ચયનયની દૃષ્ટિથી પુણ્ય અને પાપના સ્વરૂપનો વિચાર કરીને સર્વકર્મરહિત શુદ્ધ અવસ્થા પ્રત્યેના પોતાના Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સદ્દષ્ટિદ્વાચિંશિકાશ્લોક-પ-૬ રાગને દઢ કરે છે, જેથી સર્વકર્મરહિત શુદ્ધ-અવસ્થા-સ્વરૂપ મોક્ષનો અભિલાષા પ્રકર્ષવાળો થાય છે. આપણા અવતરણિકા : પૂર્વશ્લોક-પમાં કહ્યું કે સમ્યગ્દષ્ટિ ભોગોને ભવરૂપી સાપની ફણાના આભોગ જેવા જુએ છે, કેમ કે બહુ દુઃખના હેતુ છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે જે ભોગો ધર્મના સેવનથી પ્રાપ્ત થયા નથી, પરંતુ યથાકથંચિત્ અકામનિર્જરા આદિથી પ્રાપ્ત થયેલા છે અથવા તો અશુદ્ધ ધર્મના સેવનથી પ્રાપ્ત થયેલા છે, તે ભોગો તો પાપપ્રવૃત્તિ કરાવીને અહિતના કારણ બને છે. તેથી તેવા ભોગો જીવ માટે અનર્થરૂપ બને, પરંતુ ધર્મના સેવનથી પ્રાપ્ત થયેલા ભોગો તેવા અનર્થકારી નથી, આવા પ્રકારની કોઈને બુદ્ધિ થાય, અને તે બુદ્ધિથી તે વ્યક્તિ ભૂતકાળના પુણ્યથી મળેલા ભોગોમાં નિઃશંક પ્રવૃત્તિ કરે તો તેનો વિનાશ પણ થાય. તેથી ધર્મથી મળતા ભોગો પણ કઈ રીતે વિનાશનું કારણ બને છે ? તે દષ્ટાંતથી બતાવે છે – શ્લોક : धर्मादपि भवन भोग: प्रायोऽनर्थाय देहिनाम् । चन्दनादपि सम्भूतो दहत्येव हुताशनः ।।६।। અન્વયાર્થ : પિ મવ મોર=ધર્મથી પણ થતો ભોગ ધર્મના સેવનથી બંધાયેલા પુણ્યથી પણ થતો ભોગ પ્રાવ ઘણું કરીને દિના—જીવોને સનર્થાય અનર્થ માટે છે, નાપિકચંદનથી પણ સમૂત:=ઉત્પન્ન થયેલો દુતાશન =અગ્નિ હત્વેવ બાળે જ છે. liદા શ્લોકાર્થ : ધર્મથી પણ થતો ભોગ પ્રાયઃ જીવોને અનર્થ માટે છે. ચંદનથી પણ ઉત્પન્ન થયેલો અગ્નિ બાળે જ છે. IIકા - ‘ધર્મા' - અહીં‘પ'થી એ કહેવું છે કે ધર્મના સેવન વગર પણ યથાકથંચિત્ બંધાયેલા તુચ્છ પુણ્યથી પ્રાપ્ત થતા ભોગો તો અનર્થ માટે છે, પરંતુ ધર્મના સેવનથી પણ પ્રાપ્ત થતા ભોગો પ્રાય: અનર્થ માટે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧ કવન્દ્રનાપિ' – અહીં ‘પ'થી એ કહેવું છે કે અન્ય કાષ્ઠથી થયેલો અગ્નિ તો બાળે છે જ, પણ ચંદનથી પણ થયેલો અગ્નિ બાળે છે. ટીકા : धर्मादिति-धर्मादपि भवन भोगो देवलोकादौ प्रायो बाहुल्येन, अनर्थाय देहिनां तथाप्रमादविधानात्, प्रायोग्रहणं शुद्धधर्माक्षेपि(प्य)भोगनिरासार्थं, तस्य प्रमादबीजत्वायोगात्; अत्यन्तानवद्यतीर्थकरादिफलशुद्धेः पुण्यशु(सि)द्ध्यादावागमाभिनिवेशाद्धर्मसारचित्तोपपत्तेरिति । ટીકાર્ય : ઘપિ.... ઘસારચિત્તોપપરિતિ . દેવલોકાદિમાં ધર્મથી પણ થતો ભોગ=ધર્મના સેવનથી બંધાયેલા પુણ્યના કારણે પણ પ્રાપ્ત થતો ભોગ, પ્રાયઃ બહુલતાથી, જીવોને અનર્થ માટે છે; કેમ કે તે પ્રકારના પ્રમાદનું વિધાન છે=ભોગના પ્રાપ્તિકાળમાં ભોગ પ્રત્યે સંશ્લેષ થાય તે પ્રકારના પ્રમાદને તે ભોગો કરે છે. પ્રાયનું ગ્રહણ શ્લોકમાં પ્રાયઃ શબ્દનું ગ્રહણ, શુદ્ધધર્મથી આક્ષેપ્ય ભોગના નિરાસ માટે છે શુદ્ધધર્મના સેવનથી પ્રાપ્ત એવા ભોગના નિરાસ માટે છે, કેમ કે તેનો શુદ્ધ ધર્મથી આક્ષિપ્ત એવા ભોગનો, પ્રમાદમાં કારણપણાનો અયોગ છે. અહીં પ્રશ્ન થાય કે ધર્મથી આક્ષિપ્ત પુણ્ય તે પ્રકારનો પ્રમાદ કરાવે છે, તો શુદ્ધ ધર્મથી આક્ષિપ્ત પુણ્ય પ્રમાદનું બીજ કેમ બનતું નથી ? તેમાં હેતુ કહે છે – અત્યંત અનવદ્ય તીર્થંકરાદિ ફળની શુદ્ધિથી અત્યંત નિરવ એવા તીર્થંકરાદિભાવારૂપ ફળના કારણભૂત એવી શુદ્ધિથી, પુણ્યસિદ્ધિ આદિમાં પુણ્યનિષ્પત્તિ આદિમાં, આગમના અભિનિવેશને કારણે ધર્મસાર એવા ચિતની ઉત્પત્તિ હોવાથી શુદ્ધધર્મથી આક્ષિપ્ત ભોગ પ્રમાદનું બીજ બનતા નથી, એ પ્રકારે અવય છે. ‘ત્તિ' શબ્દ કથનની સમાપ્તિમાં છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૬ નોંધ :- (૧) ટીકામાં ‘શુદ્ધધર્માક્ષેપિ' શબ્દ છે, તેના સ્થાને ‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથ ગાથા-૧૬૦ના તાડપત્રીના પાઠમાં ‘શુદ્ધધર્માક્ષે’ શબ્દ છે, તે શુદ્ધ જણાય છે. તેથી તે પ્રમાણે અર્થ ફરેલ છે. (૨) ટીકામાં ‘પુણ્યશુ ચાવો' શબ્દ છે, તેના સ્થાને ‘પુસિદ્ધયારો’ પાઠ ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’ શ્લોક-૧૬૦ની ટીકામાં છે, જે શુદ્ધ જણાય છે. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. * ‘રેવલોગો’ અહીં ‘વિ’થી મનુષ્યલોકનું ગ્રહણ કરવું. • ‘અત્યન્તાનવદ્યતીર્થવરાવિતશુદ્ધે’ - અહીં ‘વિ'થી ગણધરાદિનું ગ્રહણ કરવું. * ‘પુસિચાવો’ - અહીં ‘આવિ’ પદથી પુણ્યના ઉદયનું ગ્રહણ કરવું. ભાવાર્થ : - ૧૯ (૧) ધર્મના સેવનથી પ્રાપ્ત ભોગો પણ પ્રાયઃ પ્રમાદના જનક : પૂર્વશ્લોક-પમાં કહેલું કે સ્થિરાદૃષ્ટિમાં ભોગ ભવભોગીની ફણાના આભોગ જેવા દેખાય છે. આવા ભોગો સામાન્યરૂપે પાપાનુબંધીપુણ્યથી મળેલા હોય છે, આથી તે ભોગો ભોગવીને તે જીવ દુરંત સંસારમાં ભટકે છે; પરંતુ ધર્મના સેવનથી જીવને સુદેવત્વ અને સુમાનુષત્વ મળે છે અને ઉત્તરોત્તર ધર્મની વૃદ્ધિ દ્વારા અંતે મોક્ષફળ મળે છે. તેથી ધર્મના સેવનથી પ્રાપ્ત થયેલા ભોગો અનર્થરૂપે નથી, તેવી બુદ્ધિ થાય. તેના નિવારણ માટે કહે છે કે ધર્મથી પણ પ્રાપ્ત થયેલા ભોગો પ્રાયઃ જીવને માટે અનર્થનું કારણ છે; કેમ કે તે ભોગોથી દુર્ગંત સંસા૨ની પ્રાપ્તિ નહીં હોવા છતાં પણ ભોગકાળમાં ભોગોનો કંઈક સંશ્લેષ થાય તેવો પ્રમાદનો પરિણામ થાય છે, જેથી ભોગના સંસ્કારો પડે છે, જે ભોગના સંસ્કારો મોક્ષની પ્રાપ્તિમાં વિલંબનનું કારણ બને છે. તેથી એ ફલિત થાય કે ધર્મથી મળેલા ભોગો પણ જીવને કંઈક પ્રમાદ કરાવીને સંસારના ભવોની પ્રાપ્તિરૂપ અનર્થ કરાવે છે, માટે તે ભોગો પણ જીવને ઇષ્ટ નથી. અહીં ધર્મથી થતા ભોગો પ્રાયઃ જીવને અનર્થ માટે છે, તેમ કહ્યું. તેનું કારણ શુદ્ધ ધર્મથી આક્ષેપ્ય ભોગો અનર્થનું કારણ નથી, તેમ બતાવવું છે; કેમ કે શુદ્ધ ધર્મના સેવનથી પ્રાપ્ત થયેલા ભોગો પ્રમાદનું કારણ બનતા નથી. અહીં પ્રશ્ન થાય કે ધર્મથી થતા ભોગો જેમ પ્રમાદનું કારણ બને છે, તેની જેમ શુદ્ધ ધર્મથી થતા ભોગો પ્રમાદનું કારણ કેમ બનતા નથી ? તેથી કહે છે – Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સષ્ટિદ્વાર્નાિશિકા/શ્લોકશુદ્ધ ધર્મના સેવનકાળમાં બંધાતું પુણ્ય વિશુદ્ધ કોટિનું હોય છે તે પુણ્ય જ્યારે વિપાકમાં આવે છે ત્યારે આગમ પ્રત્યેનો અભિનિવેશ ઉત્પન્ન થાય છે, જેથી આગમના અભિનિવેશવાળા તે જીવો દેવલોકાદિમાં ભોગો ભોગવતા હોય ત્યારે પણ ધર્મપ્રધાન ચિત્તની ઉપપત્તિ છે. શુદ્ધ ધર્મના સેવનથી પ્રાપ્ત થતા ભોગોના સેવનકાળમાં ધર્મપ્રધાન ચિત્ત હોવાને કારણે તેવા જીવોમાં એવી શુદ્ધિ વર્તે છે કે જે શુદ્ધિ અત્યંત અનવદ્ય એવા તીર્થંકરાદિ ફળની પ્રાપ્તિનું કારણ બને છે. આથી તીર્થકરના જીવો પૂર્વભવમાં દેવલોકમાં ભોગાદિ સેવતા હોય ત્યારે પણ તીર્થકર નામકર્મ બાંધતા હોય છે, અને ભોગકાળમાં પણ ભોગની અસારતા સ્પષ્ટ જોનારા હોય છે, અને તે ભોગકર્મ ભોગવીને પણ આગમમાં અભિનિવેશવાળું ચિત્ત હોવાને કારણે સંસારના ઉચ્છેદને અનુકૂળ એવી શક્તિનો સંચય કરે છે. ટીકા : सामान्यतो दृष्टान्तमाह-चन्दनादपि तथाशीतप्रकृतेः सम्भूतो दहत्येव हुताशनः दहनस्य दाहस्वभावापरावृत्तेः, प्राय एतदेवं, न दहत्यपि कश्चित्सत्यमन्त्राभिसंस्कृताद्दाहासिद्धेः सकललोकसिद्धत्वादिति वदन्ति, युक्तं चैतन्निश्चयतो येनांशेन ज्ञानादिकं तेनांशेनाबन्धनमेव, येन च प्रमादादिकं तेन बन्धनमेव, सम्यक्त्वादीनां तीर्थकरनामकर्मादिबन्धकत्वस्यापि तदविनाभूतयोगकषायगतस्योपचारेणैव सम्भवात् । इन्द्रियार्थसम्बन्धादिकं तूदासीनमेवेत्यन्यत्र विस्तरः ।।६।। ટીકાર્ય : સામાન્યતો ..... વિસ્તર? | સામાન્યથી દષ્ટાંતને કહે છે=વ્યાપ્તિગ્રાહક દૃષ્ટાંત નહીં, પરંતુ બોધ કરવામાં ઉપયોગી એવા પ્રકારના સામાન્યથી દષ્ટાંતને કહે છે – તેવા પ્રકારના શીત પ્રકૃતિવાળા એવા ચંદનથી પણ ઉત્પન્ન થયેલ અગ્નિ બાળે છે જ; કેમ કે વનસ્ય અગ્નિના, દાહ સ્વભાવની અપરાવૃત્તિ છે. આગચંદનથી થયેલો પણ અગ્નિ, પ્રાયઃ આવો છે=પ્રાયઃ બાળવાના સ્વભાવવાળો છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧ અગ્નિ બાળવાના સ્વભાવવાળો પ્રાયઃ કેમ છે ? તેથી કહે છે – શ્વ—કોઈક અગ્નિ, નથી પણ બાળતો; કેમ કે સત્યમંત્રથી અભિસંસ્કૃત અગ્નિથી દાહની અસિદ્ધિનું સકલ લોકસિદ્ધપણું છે, એ પ્રમાણે વિદ્વાનો કહે છે; અને આ શુદ્ધ ધર્મથી આક્ષેપ્ય એવા ભોગો જીવને અનર્થ માટે તથી એ, યુક્ત છે. કેમ યુક્ત છે ? તે યુક્તિથી બતાવે છે – નિશ્ચયથી નિશ્ચયનયથી જે અંશથી જ્ઞાનાદિ છે તે અંશથી અબંધન જ છેઃકર્મના બંધનો અભાવ જ છે, અને જે અંશથી પ્રમાદાદિ છે તે અંશથી બંધન જ છે. અહીં પ્રશ્ન થાય કે જે અંશથી જ્ઞાનાદિ છે તે અંશથી કર્મબંધ નથી જ, તેમ કેમ કહી શકાય ? કેમ કે સમ્યક્ત્વાદિ તીર્થકર નામકર્માદિના બંધનાં કારણો છે. તેથી જ્ઞાનાદિક પણ બંધનાં કારણ છે, તેમ માનવું પડે. તેથી કહે છે – તદ્અવિનાભૂત=સમ્યકત્વ આદિની સાથે અવિનાભૂત યોગકષાયગત એવા તીર્થંકર નામકર્માદિના બંધકત્વનું પણ સમ્યક્ત્વાદિમાં ઉપચારથી જ સંભવપણું હોવાને કારણે જ્ઞાનાદિક કર્મબંધનાં કારણ નથી, ઉપચારથી સમ્યક્ત્વાદિને તીર્થંકર નામકર્મના બંધનું કારણ કહેવાય છે, એમ સંબંધ છે. શુદ્ધ ધર્મના સેવનથી જે યોગીઓ દેવલોકમાં ગયેલા છે, અને ત્યાંના ભોગો ભોગવે છે, છતાં તેઓને નિશ્ચયનયથી કર્મબંધ નથી એમ પૂર્વમાં સ્થાપન કર્યું, ત્યાં પ્રશ્ન થાય કે દેવભવમાં વિષયોની સાથે તેઓને સંબંધ છે, તત્કૃત કર્મબંધ થશે. માટે ભોગો અનર્થકારી નથી, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – વળી જિયાર્થqન્યાવિં=ઈન્દ્રિયોની સાથે અર્થના સંબંધો આદિક ઉદાસીન જ છેઃકર્મબંધ પ્રત્યે ઉદાસીન જ છે અકારણ જ છે, એ પ્રમાણે અન્યત્ર વિસ્તાર છે. ligi જ જ્ઞાનવિં' - અહીં ‘દિ'થી દર્શન અને ચારિત્રનું ગ્રહણ કરવું. પ્રમાડવં' – અહીં ‘દિ'થી અજ્ઞાનનું ગ્રહણ કરવું. “ સ ત્વરિનાં’ – અહીં ‘રિથી સરાગ સંયમનું ગ્રહણ કરવું. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૬ તીર્થવરનામવર્ષાવિન્યત્વેસ્થાપિ'–અહીં‘દિ'થી દેવલોકની પ્રાપ્તિના કારણભૂત એવા કર્મબંધનું ગ્રહણ કરવું, અને સભ્યત્વાદિમાં તીર્થંકર નામકર્મનું બંધકપણું પણ ઉપચારથી છે, વાસ્તવિક નથી, તેનો ‘મા'થી સમુચ્ચય છે. “ન્દ્રિયાર્થસન્યાદ્રિ' - અહીં ‘દ્રિ'થી મહારાજ્યાદિ ભોગનું ગ્રહણ કરવું. ભાવાર્થ : ધર્મથી થનારા ભોગો અનર્થ માટે છે, તે બતાવવા માટે સામાન્યથી દૃષ્ટાંત બતાવે છે – આશય એ છે કે વ્યાપ્તિગ્રાહક દૃષ્ટાંતમાં વ્યાપ્તિની પ્રાપ્તિ હોય છે. જેમ પર્વતમાં અગ્નિની સિદ્ધિ માટે અનુમાન કરાય છે ત્યારે મહાનસનું=રસોડાનું દૃષ્ટાંત આપવામાં આવે છે, જેમાં ધૂમ અને અગ્નિની વ્યાપ્તિ હોય છે. આ દૃષ્ટાંત તેવું નથી; અને તેવું દૃષ્ટાંત આપવું હોય તો એ બતાવવું પડે કે જે કોઈ જીવે ધર્મનું સેવન કર્યું હોય, અને તેનાથી ભોગોની પ્રાપ્તિ થઈ હોય, અને તે સર્વ ભોગથી તે જીવને અવશ્ય અનર્થની પ્રાપ્તિ થતી હોય; પરંતુ એવું આ દૃષ્ટાંત નથી, પણ પદાર્થને સમજવા માટે સામાન્યથી આ દૃષ્ટાંત છે. તે બતાવવા માટે અહીં કહ્યું કે સામાન્યથી દૃષ્ટાંતને કહે છે – તેવા પ્રકારની શીત પ્રકૃતિવાળા એવા ચંદનથી પણ ઉત્પન્ન થયેલો અગ્નિ બાળે છે; કેમ કે અગ્નિના દાહ સ્વભાવની અપરાવૃત્તિ છે અર્થાત્ અગ્નિનો બાળવાનો સ્વભાવ છે. અહીં ચંદનથી થતો અગ્નિ બાળે છે, એમ બતાવીને એ કહેવું છે કે ચંદન પ્રકૃતિથી શીતળ છે, આમ છતાં તેનાથી થતો અગ્નિ શીતળ નથી, પણ બાળવાના સ્વભાવવાળો છે; તેમ ધર્મ પણ આત્માને માટે હિતકારી છે, તોપણ તે ધર્મથી પ્રાપ્ત થતા ભોગો જીવને પ્રમાદ કરાવનારા છે, માટે અનર્થને કરનારા છે. તેથી સ્થિરાદૃષ્ટિવાળા યોગી તે પ્રકારે ભોગનું સ્વરૂપ વિચારીને ભોગથી દૂર રહેવા યત્ન કરે છે, જેથી ભોગ પ્રત્યેના વલણથી પોતાની યોગમાર્ગની પ્રવૃત્તિ શિથિલ થાય નહીં. ધર્મના સેવનથી ભોગોની પ્રાપ્તિ થાય છે, અને તે ભોગોની પ્રાપ્તિમાં સામાન્ય રીતે જીવોને કંઈક પ્રમાદનો પરિણામ પણ વર્તે છે, તેથી તે ભોગોથી કર્મબંધની પ્રાપ્તિ થાય છે; પરંતુ શુદ્ધ ધર્મથી પ્રાપ્ત થયેલા ભોગો ભોગવતી Page #46 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાચિંશિકા/બ્લોક-૧ ૨૩ વખતે ચિત્ત ધર્મસાર વર્તતું હોવાને કારણે કર્મબંધ થતો નથી. આ વાત ચંદનથી થયેલા અગ્નિના દૃષ્ટાંતમાં કઈ રીતે સંગત છે ? તે બતાવવા માટે કહે છે – જેમ કોઈ વ્યક્તિ અગ્નિને મંત્રથી અભિસંસ્કૃત કરે તો તેની દાહશક્તિ પ્રતિબદ્ધ થઈ જાય છે, તેથી અગ્નિ પણ બાળવાનું કાર્ય કરી શકતો નથી, તેમ શુદ્ધ ધર્મથી પ્રાપ્ત થયેલા ભોગો પણ યોગીઓ તે રીતે ભોગવે છે કે ભોગો ભોગવતાં લેશ પણ ભોગકૃત સંશ્લેષ તેઓને થતો નથી, તેથી કર્મબંધ પણ થતો નથી. આ વાતને દૃઢ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે -- નિશ્ચયનયથી જે અંશથી જ્ઞાનાદિક છે, તે અંશથી કર્મનો અબંધ જ છે; અને જે અંશથી પ્રમાદાદિ છે, તે અંશથી કર્મબંધ જ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે શુદ્ધ ધર્મના સેવનથી યોગીને પ્રાપ્ત થયેલા દેવલોકાદિના ભોગકાળમાં ચિત્ત અવિરતિના ઉદયવાળું હોવા છતાં તે મહાત્માનું ચિત્ત આગમના અભિનિવેશવાળું હોય છે, તેથી સમ્યજ્ઞાન અને સમ્યગુ રુચિ વર્તતી હોય છે અને અનંતાનુબંધી કષાયના વિગમનથી અંશથી ચારિત્ર પણ વિદ્યમાન છે. વળી ભોગકાળમાં પ્રમાદવાળો ઉપયોગ નથી, પરંતુ પોતાની રત્નત્રયીની વૃદ્ધિ થાય તેવો ઉપયોગ છે. આથી ભોગકાળમાં પણ અપ્રમાદભાવથી પોતાના ગુણોની વૃદ્ધિ માટેનો યત્ન ચાલુ છે. તેથી ગુણસ્થાનકકૃત કર્મબંધ હોવા છતાં પ્રમાદકૃત કે અજ્ઞાનકૃત કર્મબંધ નથી, તેથી શુદ્ધ ધર્મથી આક્ષિપ્ત એવા દેવલોકના ભોગકાળમાં પણ કર્મબંધની પ્રાપ્તિ નથી. હવે જે લોકો મોક્ષના અર્થે સંયમ પાળીને દેવલોકમાં ગયા છે, પરંતુ પૂર્વભવમાં તેવો શુદ્ધ ધર્મ સેવ્યો નથી, તેથી દેવભવમાં ભોગો ભોગવતી વખતે આગમના અભિનિવેશવાળું ચિત્ત નથી, તેઓને ચિત્તમાં ભોગોનો કંઈક સંશ્લેષ થાય છે, તે અંશમાં તેઓમાં પ્રમાદ વર્તે છે. તેથી પ્રમાદકૃત કર્મબંધ છે, તોપણ મોક્ષાર્થે સેવેલા ધર્મથી થયેલા ભોગો મોક્ષમાર્ગના બાધક નથી, પરંતુ ભોગકાળમાં થયેલા પ્રમાદને કારણે તેઓને વિલંબથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આનાથી એ ફલિત થયું કે પ્રવૃત્તિકાળમાં અજ્ઞાન અને પ્રમાદ વર્તતો હોય તો કર્મબંધ થાય છે, અને પ્રવૃત્તિકાળમાં અજ્ઞાન અને પ્રમાદ ન વર્તતા હોય તો, જે સમ્યજ્ઞાન છે અને તે સમ્યજ્ઞાનને અનુકૂળ અપ્રમાદભાવથી જે યત્ન છે, Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સદ્દષ્ટિદ્વાિિશકા/શ્લોક-૬ તે પ્રવૃત્તિથી રત્નત્રયીની વૃદ્ધિ થાય છે; પરંતુ કર્મબંધ થતો નથી, ફક્ત ગુણસ્થાનકકૃત કર્મબંધ થાય છે. તેથી અવિરતિ ગુણસ્થાનકવાળા, દેશવિરતિ ગુણસ્થાનકવાળા કે સર્વવિરતિ ગુણસ્થાનકવાળા મહાત્માઓ ધર્મસાર ચિત્તવાળા હોય તો લેશ પણ પ્રમાદ વગર પોતાની ભૂમિકાને અનુરૂપ યોગમાર્ગની પ્રવૃત્તિ કરતા હોય છે, અને ક્વચિત્ અવિરતિના ઉદયને કારણે ભોગાદિની પ્રવૃત્તિ કરતા હોય તોપણ ચિત્ત અપ્રમાદભાવવાળું હોવાથી કર્મબંધ થતો નથી; જ્યારે વિરતિના પરિણામવાળા પણ મુનિ જ્યારે પ્રમાદવાળા હોય છે, ત્યારે પડિલેહણાદિ ક્રિયા કરતા હોય તોપણ પકાયની વિરાધનાકૃત કર્મબંધ થાય છે. તેથી એ ફલિત થાય કે સમ્યગ્બોધ અને અપ્રમાદભાવથી યત્ન થતો હોય તો મોક્ષમાર્ગને અનુકૂળ પ્રયત્ન ચાલુ છે, સમ્યગ્બોધ હોવા છતાં પ્રમાદ વર્તતો હોય તો કર્મબંધ થાય છે, અને સમ્યગ્બોધમાં ખામી હોય તો અજ્ઞાનકૃત પણ કર્મબંધ થાય છે. અહીં પ્રશ્ન થાય કે શુદ્ધ ધર્મના સેવનથી દેવલોકાદિ ભવમાં ગયેલા યોગીઓ ભોગકાળમાં પણ પ્રમાદવાળા નથી, માટે તેઓને કર્મબંધ નથી, તેમ કહેવામાં આવે તો ભોગોની સાથેનો સંબંધ શું કાર્ય કરે છે ? તેથી કહે છે – ઇન્દ્રિયોનો વિષયોની સાથેનો સંબંધ કર્મબંધ પ્રત્યે ઉદાસીન છે, માટે દેવલોકમાં કરાતા ભોગોથી લેશ પણ કર્મબંધ નથી. આશય એ છે કે જીવના અંતરંગ પરિણામથી કર્મબંધ થાય છે; અને ધર્મસાર ચિત્તવાળા યોગીઓને આગમ પ્રત્યે અભિનિવેશ હોય છે, તેથી જે કંઈ મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરે છે તે આગમવચનાનુસાર કરે છે, અને આગમવચનાનુસાર પ્રવૃત્તિ થતી હોવાને કારણે ચિત્તમાં લેશ પણ પ્રમાદ નથી. તેથી ઇન્દ્રિયોનો જે વિષયો સાથેનો સંબંધ છે તે કર્મબંધ પ્રત્યે કારણ નથી, પરંતુ કર્મબંધ પ્રત્યે ઉદાસીન છે. આથી આવા યોગીઓ નિર્લેપભાવમાં વર્તતા હોય છે. તેથી તેમને કોઈ મહારાજ્યની પ્રાપ્તિ થાય તો રાજ્યની વૃદ્ધિકૃત પણ તેઓને કર્મબંધ થતો નથી; કેમ કે ચિત્ત આગમથી નિયંત્રિત છે અને વિષયોના ભાવોને સ્પર્શતું નથી; પરંતુ જે યોગીઓમાં કંઈક પ્રમાદભાવ વર્તે છે, તેવા યોગીઓને વિષયોની સાથેનો ઇન્દ્રિયોનો સંબંધ પ્રમાદ કરાવીને કર્મબંધ કરાવે Page #48 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાચિંશિકાશ્લોક-૬-૭ ૨૫ છે, અને પોતાને મોટા રાજ્યની પ્રાપ્તિ થાય તો મહાન રાજવી છું' એવી કંઈક બુદ્ધિ કરાવીને કર્મબંધનું કારણ બને છે; પરંતુ ઇન્દ્રિયોનો વિષય સાથે સંબંધ થાય તેટલા માત્રથી ઇન્દ્રિયો કર્મબંધ કરાવતી નથી. liાા અવતરણિકા : વળી સ્થિરાદષ્ટિવાળા જીવો આગમના અભિનિવેશવાળા હોય છે. તેથી જેમ ભોગોની અસારતાનો વિચાર કરે છે, તેમ ભોગોના સેવનથી થતી ભોગોની ઈચ્છાની નિવૃત્તિ, એ ઈચ્છાઓના નાશનો ઉપાય નથી, પરંતુ ભોગોના ત્યાગમાં યત્ન કરીને ધર્મના સેવનથી થતી ઈચ્છાઓની નિવૃત્તિ એ ઈચ્છાઓના નાશનો ઉપાય છે, તેવી બુદ્ધિને સ્થિર કરે છે. તે સ્થિર કરવા અર્થે શું વિચારે છે ? તે બતાવે છે – બ્લોક : स्कन्धात्स्कन्धान्तरारोपे भारस्येव न तात्त्विकी । इच्छाया विरतिभॊगात्तत्संस्कारानतिक्रमात् ।।७।। અન્વયાર્થ : ન્યાખ્યાન્તરારોપે=સ્કંધથી સ્કંધાંતરના આરોપમાં મારચે=ભારની જેમ મોરા—ભોગથી રૂછાયા વિરતિ=ઈચ્છાની વિરતિ તાત્ત્વિી રકતાત્વિકી નથી; કેમ કે તત્સારતિમા–તેના સંસ્કારનો અતિક્રમ છે=ભોગના સંસ્કારનો નાશ નથી. IIકા શ્લોકાર્થ : સ્કંધથી અંઘાંતરના આરોપમાં ભારની જેમ ભોગથી ઈચ્છાની વિરતિ તાત્વિકી નથી; કેમ કે ભોગના સંસ્કારનો નાશ નથી. IIછા ટીકા - स्कन्धादिति-स्कन्धात् स्कन्धान्तरारोपे भारस्येव भोगादिच्छाया विरतिर्न तात्त्विकी, तत्संस्कारस्य कर्मबन्धजनिता(जनका)निष्टभोगसंस्कारस्यानतिक्रमात्, तदतिक्रमो हि प्रतिपक्षभावनया तत्तनूकरणेन स्यात्, न तु विच्छेदेन Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૭ प्रसुप्ततामात्रेण वेति, इत्थं भोगासारताविभावनेन स्थिरायां स्थैर्यमुपजायते, सत्यामस्यामपरैरपि योगाचार्यरलौल्यादयो गुणा: प्रोच्यन्ते । ટીકાર્ય : ન્યા .... પ્રોજો . સ્કંધથી સ્કંધાસરના આરોપમાં મારચેવ જેમ ભારની તાત્વિકી નિવૃત્તિ નથી, તેમ ભોગથી ઈચ્છાની વિરતિ તાત્વિકી નથી; કેમ કે તસંસ્કારનો-કર્મબંધજનક અનિષ્ટ એવા ભોગના સંસ્કારનો અનતિક્રમ છે નાશ નથી; કિજે કારણથી, પ્રતિપક્ષભાવના દ્વારા=ભોગના આકર્ષણની પ્રતિપક્ષભાવના દ્વારા, તેના તનૂકરણથી=ભોગના સંસ્કારના તકૂકરણથી, તેનો અતિક્રમ થાય=ભોગના સંસ્કારનો નાશ થાય, પરંતુ વિચ્છેદથી નહીં=ભોગની પ્રવૃત્તિથી થતા ભોગની ઇચ્છાના વિચ્છેદથી નહીં, અથવા પ્રસુપ્તતામાત્રથી તહીં સુષુપ્ત એવી ભોગની ઈચ્છામાત્રથી નહીં. તિ' શબ્દ કથનની સમાપ્તિમાં છે. આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું કે ભોગથી ભોગની વિરતિ તાત્વિકી નથી એ રીતે, ભોગની અસારતાના વિભાવન વડે, સ્થિરામાં સ્થિરાદષ્ટિમાં, ધૈર્ય થાય છે= પ્રત્યાહારનું સ્થિરપણું થાય છે. આ હોતે છતે પ્રત્યાહારનું ધૈર્ય હોતે છતે, બીજા પણ યોગાચાર્યો વડે અવ્ય દર્શનના પણ યોગાચાર્યો વડે, અલૌલ્યાદિ ગુણો કહેવાયા છેઃસ્થિરાદષ્ટિમાં અલૌલ્યાદિ ગુણો કહેવાયા છે. નોંધઃ- “ફર્મવન્યજ્ઞનાગનિષ્ટોળ સંસ્કારસ્થાતિમ’ એ પ્રકારનો પાઠ ટીકામાં છે, તેના સ્થાને “વશ્વનનનિષ્ટનો સં સ્થાડનતિક્ષમા' પાઠ હોય તેમ ભાસે છે. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. ભાવાર્થ : સ્થિરાદષ્ટિવાળા યોગી વિચારે છે કે ભોગમાં પ્રવૃત્તિ કરીને ભોગની ઇચ્છાની નિવૃત્તિ થાય છે, તે ઇચ્છાની નિવૃત્તિ તાત્કાલિકી છે, પરંતુ તાત્ત્વિકી નથી અર્થાત્ મોક્ષનું કારણ બને તેવી ઇચ્છાની અત્યંત નિવૃત્તિ નથી. જેમ કોઈ માણસના ખભા ઉપર ભાર હોય અને તે ભારની પીડાને દૂર કરવા તે ભારને બીજા ખભા ઉપર મૂકે, ત્યારે જે ખભા ઉપર ભાર હતો ત્યાં ક્ષણભર પીડાની નિવૃત્તિ થાય છે, તોપણ બીજા ખભા ઉપર ભાર જવાને કારણે ત્યાં પીડા ઉત્પન્ન Page #50 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિશિકા/બ્લોક-૭ ૨૭ થાય છે. તેથી એક ખભા ઉપરથી ભારને ઉપાડીને અન્ય ખભા ઉપર મૂકવાથી ક્ષણિક પીડાની નિવૃત્તિ થાય છે, પણ તે આત્યંતિકી નથી, પરંતુ ખભા ઉપરના ભારને દૂર કરવામાં આવે અને બીજા ખભા ઉપર ન મૂકવામાં આવે તો ભારથી થતી પીડાની અત્યંત નિવૃત્તિ થાય છે, તેમ ભોગ ભોગવીને જે ઇચ્છાની નિવૃત્તિ થાય છે, તે અત્યંત નિવૃત્તિ નથી, પરંતુ ભોગકાળમાં અનુભવાયેલા મધુરપણાના વેદનના સંસ્કારો આત્મા ઉપર રહે છે, તેથી અમુક કાળ પછી ફરી તે ઇચ્છા ઉભવ પામે છે. માટે ભોગથી થતી ઇચ્છાની નિવૃત્તિ તાત્કાલિકી છે, પણ તાત્ત્વિકી નથી. તેથી એક ખભા ઉપરના ભારને બીજા ખભા ઉપર મૂકવાથી થતી પીડાની નિવૃત્તિ જેવી ક્ષણિક છે; પરંતુ સંસારના સ્વરૂપનું સમ્યક્ પર્યાલોચન કરીને, “સર્વ ઇચ્છાના ઉપદ્રવથી રહિત મોક્ષ, જીવ માટે પરમાર્થ છે,” તેવો સ્થિર નિર્ણય કરીને, મોક્ષનો ઉપાય બને તે રીતે સ્વભૂમિકાને અનુરૂપ ઉચિત અનુષ્ઠાન સેવવામાં આવે, અને તેનાથી ઇચ્છાનો ઉચ્છેદ થાય, તે ઇચ્છાનો ઉચ્છેદ ઉત્તરોત્તર વૃદ્ધિ થઈને ઇચ્છાના પૂર્ણ ઉચ્છેદમાં વિશ્રાંત થનાર છે. આશય એ છે કે ભોગની પ્રવૃત્તિ કરવાથી ભોગની ઇચ્છા ક્ષણભર નાશ પામે છે, તોપણ કર્મબંધના જનક એવા અનિષ્ટ ભોગોના સંસ્કારો આત્મા ઉપર પડે છે, તેથી તે ભોગના સંસ્કારથી ફરી ભોગની ઇચ્છા પ્રગટ થાય છે. માટે ભોગની ઇચ્છાની તેવી વિરતિ તાત્વિકી નથી; પરંતુ ભોગની ઇચ્છાની નિવૃત્તિના અર્થે ભોગ પ્રત્યેનાં જે આકર્ષણો છે તેનાથી પ્રતિપક્ષ અર્થાત્ વિરુદ્ધ ભોગોના અનર્થોનું ભાવન કરવામાં આવે, તો તે ભાવનથી આત્મા ઉપર ભોગોના આકર્ષણના વિરુદ્ધના સંસ્કારોનું આધાન થાય છે, અને જેમ ભોગોના આકર્ષણના વિરુદ્ધના સંસ્કારોનું આધાન આત્મા ઉપર અધિક અધિક થાય, તેમ તેમ ભોગોના આકર્ષણના સંસ્કારો ક્ષીણ ક્ષીણતર થાય છે, અને આ રીતે પ્રતિપક્ષના ભાવન દ્વારા ભોગના સંસ્કારો ક્ષીણ ક્ષીણતર થઈને અંતે વિનાશ પામે છે. તેથી ભોગની ઇચ્છાની નિવૃત્તિનો પારમાર્થિક ઉપાય ભોગની પ્રવૃત્તિ નથી, પરંતુ પ્રતિપક્ષ ભાવના છે. વળી ભોગની પ્રવૃત્તિથી ભોગની ઇચ્છાનો વિચ્છેદ ક્ષણભર થાય છે, તોપણ આકાલભાવી નથી, તેથી તે ઇચ્છાની વિરતિ તાત્ત્વિકી નથી. તેમ ભોગમાં Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૭ પ્રવૃત્તિ ન કરવામાં આવે અને ભોગની સામગ્રીથી દૂર રહેવામાં આવે, તો ભોગની ઇચ્છા સુષુપ્ત રહે છે; પરંતુ ભોગની ઇચ્છા સુષુપ્ત રહે એટલામાત્રથી ભોગની ઇચ્છાની નિવૃત્તિ તાત્ત્વિકી નથી; પરંતુ ભોગની ઇચ્છાને પ્રસુપ્ત કરીને પ્રતિપક્ષભાવન કરવામાં આવે, તો ભોગના આકર્ષણના નાશક એવા વિરુદ્ધ સંસ્કારો પડે, અને તે વિરુદ્ધ સંસ્કારો બળવાન બને ત્યારે ઇચ્છાની વિરતિ તાત્ત્વિકી થાય છે. આ રીતે સ્થિરાદૃષ્ટિવાળ યોગીઓ ભોગની અસારતાનું ભાવન કરે છે અને તેના દ્વારા તે યોગીઓને પ્રગટ થયેલો પ્રત્યાહારનો પરિણામ સ્થિર થાય છે; અને જ્યારે પ્રત્યાહારનો પરિણામ શૈર્યભાવને પામે છે, ત્યારે અન્ય દર્શનકારો વડે જે અલૌલ્યાદિ ગુણો કહેવાયા છે, તે સર્વ સ્થિરાદષ્ટિવાળા યોગીઓમાં પ્રગટ થાય છે. ટીકા : થો – “अलौल्यमारोग्यमनिष्ठुरत्वं, गन्धः शुभो मूत्रपुरीषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् ।। मैत्र्यादियुक्तं विषयेष्वचेतः, प्रभाववद्धर्यसमन्वितं च । द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभो, जनप्रियत्वं च तथा परं स्यात् ।। दोषव्यपाय: परमा च तृप्तिरौचित्ययोगः समता च गुर्वी । वैरादिनाशोऽथ ऋतम्भराधीनिष्पन्नयोगस्य तु चिह्नमेतत्" ।। इति । इहाप्येतदकृत्रिम गुणजातमित एवारभ्य विज्ञेयम् ।।७।। ટીકાર્ય : થોડાં ... વિચમ્ જે પ્રમાણે કહેવાયું છે=જે પ્રમાણે અન્ય દર્શનકારો વડે કહેવાયું છે. (૧) નીચલોલુપતાનો અભાવ, (૨) મારો—શરીરનું આરોગ્ય, (૩) નિષ્ફરવં દયાળુપણું, (૪) શુનો ન્ય: યોગના કારણે શરીરમાં શુભ ગંધનો ઉદ્ભવ, (૫) મૂત્રપુરીષમજ્ય—મૂત્ર-વિઝાની અલ્પતા, (૬) કાન્તિ:=યોગના સેવનના કારણે Page #52 -------------------------------------------------------------------------- ________________ સદૃષ્ટિદ્વાત્રિંશિકા|શ્લોક-૭ સૌમ્યતા, (૭) પ્રસાર=પ્રસન્નતા, (૮) સ્વરસૌમ્યતા=યોગના સેવનને કારણે મધુરભાષિતા, યોગની પ્રવૃત્તિનું પ્રથમ ચિહ્ન છે=પૂર્વમાં વર્ણન કર્યું એવા ભાવોની પ્રાપ્તિ એ યોગની પ્રવૃત્તિનું પ્રથમ ચિહ્ન છે.” ।।૧।। “તથા પરં સ્વા=અને બીજું થાય શું થાય ? તે બતાવે છે - - (૯) મેવિયુવતં=મૈત્ર્યાદિયુક્ત ચિત્ત, (૧૦) વિષયેષુ અનેત:=વિષયોમાં ચેતનાનો અભાવ, (૧૧) પ્રમાવવ=પ્રભાવવાળું ચિત્ત, (૧૨) અને ધૈર્ય સમન્વિત=ધૈર્યથી સમન્વિત ચિત્તયોગમાર્ગની પ્રવૃત્તિ કરવામાં ધૈર્યથી સમન્વિત ચિત્ત, (૧૩) દ્વન્દેધૃત્વમ્ અનુકૂળપ્રતિકૂળમાં અનાકુળપણું, (૧૪) અમિષ્ટનામ:=ઇચ્છિતનો લાભ, (૧૫) નર્નાપ્રયત્ન= લોકોમાં પ્રિયપણું થાય." ।।૨।। ૨૯ ‘(૧૬) પોષવ્યપાયઃ દોષનો વિશેષરૂપે અપગમ, (૧૭) અને પરમતૃપ્તિ=૫રમતૃપ્તિ= ભોગાદિથી થતી તૃપ્તિ કરતાં વિશેષ પ્રકારની તૃપ્તિ, (૧૮) વિત્યયોગ:=ઔચિત્યયોગ=સર્વત્ર ઉચિત વ્યાપાર, (૧૯) નુર્વા સમતા ઘુ=અને શ્રેષ્ઠ કોટીની સમતા, (૨૦) વેરાવિનાશ:=વૈરાદિનો નાશ=સાંનિધ્યમાં આવનારા જીવોના વૈરાદિનો નાશ, (૨૦)ૠતમ્પરાધીઃ=અત્યંત તત્ત્વને સ્પર્શનારી બુદ્ધિ=અપેક્ષાએ પ્રાતિભજ્ઞાન અને કેવળજ્ઞાન, નિષ્પન્નયોગનાં આપૂર્વમાં વર્ણન કરાયાં એ, ચિહ્ન છે.” ।।૩।। (યો.દ.સ. શ્લોક-૧૬૧ વૃત્તિ, યોગબિંદુ શ્લોક-૫૫ વૃત્તિમધ્યે) ‘રૂતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. અહીં પણ=યોગમાર્ગમાં પણ, આ=પૂર્વના શ્લોકોમાં અલૌલ્યાદિ જે વર્ણન કરાયા એ, અકૃત્રિમ ગુણોનો સમુદાય ફતવારમ્ય=અહીંથી જ આરંભીને=સ્થિરાદૃષ્ટિથી જ આરંભીને જાણાવો. ।।૭।। ભાવાર્થ : પાંચમી સ્થિરાદષ્ટિ પ્રગટ થાય ત્યારે પ્રત્યાહારનો પરિણામ સ્વૈર્યભાવ પામતાં બીજા આચાર્યોએ અલૌલ્યાદિ ગુણો પ્રગટ થાય, તેમ કહ્યું. તેથી તેમના વચનની સાક્ષી ત્રણ શ્લોકથી આપે છે. તેમાં પ્રથમ શ્લોકમાં યોગના પ્રાથમિક ગુણો બતાવ્યા, બીજા શ્લોકમાં ત્યારપછી યોગના સેવનથી થતા ગુણો બતાવ્યા અને ત્રીજા શ્લોકમાં નિષ્પન્નયોગવાળામાં થતા ગુણો બતાવેલ છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા|શ્લોક-૭ સાક્ષીના પ્રથમ શ્લોકમાં કહ્યું કે યોગપ્રવૃત્તિનું આ પ્રથમ ચિહ્ન છે. તેથી એ પ્રાપ્ત થાય કે પારમાર્થિક યોગની પ્રવૃત્તિ સ્થિરાદષ્ટિથી થાય છે; કેમ કે સ્થિરાઇષ્ટિમાં વિપર્યાસ વિનાનો બોધ છે, તત્ત્વની સ્થિર રુચિ છે અને શક્તિ અનુસાર યોગમાર્ગમાં પ્રવૃત્તિ છે; જ્યારે સ્થિરાદૃષ્ટિની પૂર્વમાં=પ્રથમની ચાર દૃષ્ટિમાં, બોધમાં કંઈક વિપર્યાસ હોવાથી સમ્યગ્ યોગમાર્ગની પ્રવૃત્તિ નથી. વળી, સ્થિરાદષ્ટિવાળા યોગી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તેઓની યોગની પ્રવૃત્તિથી જે ગુણો પ્રગટે છે તે અહીં બતાવે છે. વળી, સ્થિરાદષ્ટિવાળા કેટલાક યોગીઓ અવિરતિના ઉદયવાળા હોય છે, તેઓમાં પ્રત્યાહાર યોગાંગ હોતું નથી. તેથી તેવા યોગીઓને અહીં ગ્રહણ કરેલ નથી, પરંતુ સ્થિરાદષ્ટિમાં રહેલા પ્રત્યાહાર યોગાંગવાળા અને ભોગની અસારતાના વિભાવનથી પ્રત્યાહારનો થૈર્યભાવ જેમને પ્રાપ્ત થયો છે એવા વિરતિધરને ગ્રહણ કરીને અહીં અલૌલ્યાદિ ગુણો કહ્યા છે, જે આ પ્રમાણે 30 અન્ય દર્શન દ્વારા કથિત અલૌલ્યાદિ ગુણોની સ્થિરાદષ્ટિમાં પ્રાપ્તિ : (૧) અલૌલ્ય ઃ- પ્રત્યાહારવાળા યોગીઓ આહારાદિની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે ક્યાંય લોલુપતા ન હોય તેવા ઉત્તમ ચિત્તની પ્રાપ્તિ તેમને હોય છે. (૨) આરોગ્ય :- યોગમાર્ગની પ્રવૃત્તિને કારણે ચિત્ત શાંતરસવાળું હોય છે અને ચિત્તના સ્વાસ્થ્યને કારણે પ્રાયઃ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ક્વચિત્ કર્મ બળવાન હોય તો ચિત્ત સ્વસ્થ હોવા છતાં રોગાદિની પ્રાપ્તિ થઈ શકે; પરંતુ જે જીવોનું બળવાન કર્મ નથી, તેઓને ઉત્તમ ચિત્તને કારણે આરોગ્યની પ્રાપ્તિ થાય છે. = (૩) અનિષ્ઠુરત્વ ઃ- અનિષ્ઠુરત્વ અર્થાત્ દયાળુ ચિત્ત. યોગમાર્ગમાં પ્રવૃત્ત એવા સ્થિરાદષ્ટિવાળા યોગીનું ચિત્ત દયાળુ હોય છે. (૪) શુભગંધ :- યોગમાર્ગની પ્રવૃત્તિને કારણે યોગીઓનું ઉત્તમ ચિત્ત હોય છે, તેથી દેહમાં પણ પ્રાયઃ શુભગંધ પ્રગટે છે, જે યોગનું કાર્ય છે. (૫) મૂત્ર અને વિષ્ટાની અલ્પતા :- યોગીના યોગના સેવનથી આહારાદિ પણ પ્રાયઃ સાત ધાતુરૂપે પરિણમન પામે છે અને મલાદિરૂપે અલ્પ પરિણમન પામે છે. તેથી યોગીઓને મૂત્ર અને વિષ્ટાની અલ્પતા હોય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા|શ્લોક-૭ ૩૧ (૬) કાંતિ :- યોગમાર્ગની પ્રવૃત્તિને કારણે પૂર્વે શરીરની જે સુંદરતા હોય તેમાં પ્રાયઃ અતિશયતા થાય તેવી કાંતિ પ્રગટે છે; કેમ કે યોગના સેવનથી સૌમ્યતાની વૃદ્ધિ થાય, તે રીતે આહારાદિનાં પુદ્ગલો પરિણમન પામે છે. (૭) પ્રસાદઃ- યોગમાર્ગની પ્રવૃત્તિ કરનાર યોગીનું ચિત્ત હંમેશાં પ્રસન્નતાવાળું હોય છે. (૮) સ્વરસૌમ્યતા ઃ- યોગમાર્ગની પ્રવૃત્તિ કરનારા યોગીઓને કુદરતી શરીરની રચનાના અનુસારે જે પ્રકારનો સ્વર પ્રાપ્ત થયો હોય, તેમાં યોગના સેવનથી સૌમ્યતા પ્રગટે છે. તેથી તેમના વચનપ્રયોગમાં સૌમ્યતાનું દર્શન થાય છે. યોગમાર્ગની પ્રવૃત્તિનાં આ પ્રથમ ચિહ્નો છે. તેથી એ ફલિત થાય કે સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓ યોગમાર્ગને યથાર્થ જોઈને યોગમાર્ગની પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે, જેના ફળરૂપે ઉપર્યુક્ત આઠ ગુણોની પ્રાપ્તિ થાય છે. આ યોગમાર્ગની પ્રાથમિક પ્રવૃત્તિ કર્યા પછી યોગીઓ જેમ જેમ યોગમાર્ગનું આગળ સેવન કરે છે, તેમ તેમ નવા નવા ગુણો પ્રગટ થાય છે, તે આ પ્રમાણે - (૯) મૈત્રી આદિ યુક્ત ચિત્ત ઃ- યોગીઓ ઉચિત પ્રવૃત્તિ કરવાની પ્રકૃતિવાળા હોય છે. તેથી યોગના સેવનના કારણે જગતના તમામ જીવો પ્રત્યે મૈત્રી આદિ ભાવો પ્રગટે છે. મૈત્રી :- જીવોનું હિત થઈ શકે ત્યાં હિત ક૨વાનો પ્રયત્ન થાય છે, અને જ્યાં હિત કરવાનું શક્ય ન હોય ત્યાં પણ તેમનું હિત કરવાનો પરિણામ હોય છે. આવો મૈત્રીભાવ તેમનામાં હોય છે. પ્રમોદ :– ગુણવાન જીવોના ગુણો પ્રત્યે પક્ષપાતનો પરિણામ તેમને થાય છે. કરુણા :- દુ:ખી જીવો પ્રત્યે તેમને કરુણા થાય છે. માધ્યસ્થ્ય ઃ- તેમને અયોગ્ય જીવો પ્રત્યે પણ દ્વેષ થતો નથી, અને પ્રયત્નથી સુધરે તેવું ન જણાય તો ઉપેક્ષાનો પરિણામ થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જેનું ચિત્ત મૈત્રી આદિ ચાર ભાવોથી અત્યંત વાસિત હોય તેવો જીવ જીવમાત્ર સાથે ઉચિત પ્રવૃત્તિ કરી શકે છે, અને ઉચિત પ્રવૃત્તિમાં જે કંઈ સ્કૂલના થાય છે, તેનું કારણ વિવેકપૂર્વકના મૈત્રી આદિ ભાવોની ન્યૂનતા છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૭ (૧૦) વિષયોમાં અચેત ઃ- યોગના સેવનથી વિષયોની પ્રવૃત્તિમાં ચિત્ત અચેતન જેવું બને છે. પ્રાયઃ યોગીઓ વિષયોની પ્રવૃત્તિ કરતા નથી; તોપણ પાંચે ઇન્દ્રિયો વિદ્યમાન છે અને જગતમાં તેના વિષયો પણ વિદ્યમાન છે અને તે વિષયોનો ઇન્દ્રિયોની સાથે સંપર્ક પણ અનાયાસે થતો હોય છે, છતાં ચિત્ત નિર્લેપ હોવાથી વિષયોમાં તેમની ચેતના પ્રવર્તતી નથી. તેથી પદાર્થનો બોધમાત્ર થાય છે, પરંતુ ઔત્સક્યપૂર્વક વિષયોમાં પ્રવૃત્તિ થતી નથી. (૧૧) પ્રભાવવાળું ચિત્ત ઃ- યોગમાર્ગમાં પ્રવૃત્ત થયેલા યોગીઓ જગત પ્રત્યે નિરપેક્ષભાવવાળા હોય છે, તેમની પ્રવૃત્તિ અન્ય જીવો ઉપર પ્રભાવ પડે તેવી હોય છે. ૩૨ -- (૧૨) ધૈર્ય સમન્વિત ચિત્ત :- સંસારનો ઉચ્છેદ અતિ દુષ્કર છે, સાધના અતિ દુષ્કર છે, તોપણ યોગના સેવનથી યોગીઓમાં દુષ્કર એવા પણ યોગમાર્ગને સેવવાને અનુકૂળ ધૈર્યથી યુક્ત ચિત્ત હોય છે. (૧૩) દ્વન્દ્વ અધૃષ્ટતા ઃ- શાતા-અશાતાનાં દ્વન્દ્વો કે અનુકૂળ-પ્રતિકૂળ ભાવોનાં દ્વન્દ્વોમાં યોગીઓનું ચિત્ત વ્યાકુળ થતું નથી. આવું ઉત્તમ ચિત્ત તેમને યોગના સેવનથી પ્રગટે છે. (૧૪) અભીષ્ટ લાભ ઃ- યોગીઓ યોગનું સેવન કરતા હોય છે, અને તેનાથી તેઓને યોગમાર્ગના અતિશય અર્થે જે જે અભીષ્ટ હોય છે, તેની પ્રાપ્તિને અનુકૂળ એવી પુણ્ય-પ્રકૃતિઓ જાગૃત થાય છે, જેથી પોતાને અભીષ્ટ એવી સામગ્રી પ્રાપ્ત થાય છે. (૧૫) જનપ્રિયત્ન ઃ- યોગીઓનું ચિત્ત અને આચારો ઉત્તમ હોવાથી લોકોમાં તેઓ પ્રિય બને છે. તેથી યોગના સેવનનું ફળ જનપ્રિયત્વ છે. નં. ૧ થી ૮ યોગના પ્રાથમિક ગુણો છે. ત્યારપછી નં. ૯ થી ૧૫. યોગના સેવનથી પ્રાપ્ત થતા ગુણો છે. હવે આગળ નિષ્પન્નયોગવાળાના ગુણો નં. ૧૬ થી ૨૧માં બતાવે છે (૧૬) દોષવ્યપાય ઃ- દોષવ્યપાય અર્થાત્ દોષોનો વિશેષ રીતે અપગમ. નિષ્પન્ન યોગીઓ પ્રાયઃ સર્વત્ર અસંગભાવવાળા હોય છે. તેથી રાગાદિ દોષો વિશેષ રીતે તેઓમાંથી દૂર થયેલા હોય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિશિકા/શ્લોક-૭ ૩૩ (૧૭) પરમ તૃપ્તિ:- નિષ્પન્નયોગવાળા યોગીઓનું ચિત્ત અસંગભાવવાળું હોવાથી આત્માને નિષ્પન્ન કરવાને અનુકૂળ ધ્યાનાદિથી એવી પરમ તૃપ્તિને અનુભવે છે કે જેવી તૃપ્તિ ચક્રવર્તી આદિને પોતાના ભોગોથી પણ અનુભવાતી નથી. (૧૮) ઔચિત્ય યોગ - નિષ્પન્ન યોગીઓ રાગાદિથી અનાકુળ હોવાને કારણે સર્વત્ર ઉચિત વ્યાપાર કરનારા હોય છે. જીવ જે કંઈ મનથી, વચનથી કે કાયાથી અનુચિત વ્યાપાર કરે છે તેનું બીજ રાગાદિ આકુળતા છે, અને નિષ્પન્ન યોગીના રાગાદિ ભાવો અત્યંત નષ્ટપ્રાય છે, તેથી સહજ પ્રકૃતિથી તેઓ ઉચિત પ્રવૃત્તિ કરે છે. (૧૯) ગુર્તી સમતા - ગુર્તી સમતા અર્થાત્ શ્રેષ્ઠ સમતા. નિષ્પન્ન યોગીઓ સહજ પ્રકૃતિથી ધ્યાનમાં વર્તતા હોય છે અને તેથી ધ્યાનના બળથી સમતાની વૃદ્ધિ થાય છે, અને વૃદ્ધિ પામેલી સમતા ઉપરની કક્ષાના ધ્યાનમાં સહજ પ્રવર્તાવે છે. તેથી નિષ્પન્ન યોગીઓની સમતા ઉત્તરોત્તર પ્રકર્ષને પામતી જાય તેવી શ્રેષ્ઠ કોટીની હોય છે. (૨૦) વૈરાદિ નાશ :- યોગનું સેવન કરીને સિદ્ધયોગી બનેલા એવા તે યોગીઓના સાંનિધ્યમાં આવનારાં હિંસક પ્રાણીઓમાં પણ વૈરાદિનો નાશ થાય છે. (૨૧) ઋતંભરા બુદ્ધિ - યોગના સેવનના પ્રકર્ષથી ઋતંભરા પ્રજ્ઞા પ્રગટે છે, જે પ્રતિભજ્ઞાન અને કેવળજ્ઞાનસ્વરૂપ છે. ઉપર્યુક્ત ૨૧ ગુણોનું વર્ણન કર્યા પછી અંતમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે અહીં પણ=યોગમાર્ગમાં પણ, આ પૂર્વના ત્રણ શ્લોકોમાં અલૌલ્યાદિ ગુણો વર્ણન કરાયા એ, અકૃત્રિમ ગુણોનો સમુદાય અહીંથી માંડીને જ=પાંચમી સ્થિરાદષ્ટિથી માંડીને જ જાણવા. આશય એ છે કે પાંચમી દૃષ્ટિવાળા યોગી વેદ્યસંવેદ્યપદને પામેલા છે, તેથી તત્ત્વને સ્પષ્ટ જુએ છે અને સ્વશક્તિ અનુસાર તત્ત્વની નિષ્પત્તિમાં ઉદ્યમવાળા હોય છે. તેથી પાંચમી દૃષ્ટિથી આરંભીને ઉપર વર્ણન કરાયેલા ગુણોનો પ્રારંભ થાય છે, અને તે સર્વ ગુણો કૃત્રિમ નથી હોતા, પરંતુ યોગના સેવનથી પ્રગટેલા હોય છે, અને તે ગુણો ઉત્તર ઉત્તરની દૃષ્ટિમાં ક્રમસર વધે છે. જોકે નિષ્પન્ન Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૭-૮ યોગીના ગુણો પાંચમી દૃષ્ટિમાં હોતા નથી, તોપણ બીજભૂમિકાના આ ગુણો પાંચમી દૃષ્ટિમાં પણ છે. તેથી અહીં કહ્યું કે આ અકૃત્રિમ ગુણોનો સમુદાય પાંચમી દૃષ્ટિથી પ્રગટ થાય છે. llણા -: કાનાદષ્ટિ :અવતરણિકા - સ્થિરાદૃષ્ટિનું વર્ણન શ્લોક-૧ થી ૭માં કર્યા પછી ક્રમ પ્રાપ્ત કાન્તાદષ્ટિનું સ્વરૂપ બતાવે છે – શ્લોક : धारणा प्रीतयेऽन्येषां कान्तायां नित्यदर्शनम् । नान्यमुत् स्थिरभावेन मीमांसा च हितोदया ।।८।। અન્વયાર્થ: વેત્તાવ કાન્તાદૃષ્ટિમાં નિત્યવર્શનનિત્ય અર્થાત્ અપ્રતિપાતિ દર્શન=બોધ, અને થાર=ધારણા યોગાંગ ચેષાં અવ્યોની પ્રીત પ્રીતિ માટે થાય છે, સ્થિરમાવેન ર=અને સ્થિરભાવ હોવાને કારણે=ધારણાકૃત સ્વૈર્ય હોવાને કારણે જ ન્યમુદ્અ ત્યમુદ્ નથી=અનુષ્ઠાનમાં અત્યમુદ્ દોષ નથી, દિવોદયા મીમાંસા=અને હિતોદયવાળી મીમાંસા છે. દા. શ્લોકાર્ચ - કાન્તાદષ્ટિમાં નિત્યદર્શન અને ધારણા અન્યની પ્રીતિ માટે છે, અને સ્થિરભાવ હોવાને કારણે અન્યમુદ્ નથી અને હિતોદયવાળી મીમાંસા છે. IIટા ટીકા - धारणेति-कान्तायामुक्तरीत्या नित्यदर्शनं तथा धारणा वक्ष्यमाणलक्षणा अन्येषां प्रीतये भवति तथा स्थिरभावेन नान्यमुद्=नान्यत्र हर्षः, तदा तत्प्रतिभासाभावात्, हितोदया सम्यग्ज्ञानफला मीमांसा च सद्विचारात्मिका भवति ।।८।। Page #58 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૮ ટીકાર્ય : જાન્તાયા .. મતિ ।। ઉક્ત રીતિથી=શ્લોક-૧માં બતાવ્યું તે રીતથી, કાન્તામાં=કાન્તાદૃષ્ટિમાં, નિત્યદર્શન, અને આગળમાં કહેવાશે એવા લક્ષણવાળી ધારણા, અન્યની પ્રીતિ માટે થાય છે; અને સ્થિરભાવને કારણે=ધારણાયોગાંગથી પ્રગટેલા સ્થિરભાવને કારણે, અન્યમુદ્ નથી= સેવાતા ધર્મઅનુષ્ઠાનથી અન્યત્ર હર્ષ નથી; કેમ કે ત્યારે=સેવાતા ધર્મઅનુષ્ઠાનકાળમાં, તેના પ્રતિભાસનો અભાવ છે–સેવાતા ધર્મઅનુષ્ઠાનથી અન્ય અનુષ્ઠાનના પ્રતિભાસનો અભાવ છે, અને સમ્યજ્ઞાનના ફળવાળી હિતોદયા સદ્વિચારાત્મિકા મીમાંસા હોય છે. III ભાવાર્થ : કાન્તાદષ્ટિનું દર્શન=બોધ :- પાંચમી સ્થિરાદષ્ટિમાં બતાવ્યું કે નિરતિચાર સ્થિરાદ્રષ્ટિમાં નિત્યદર્શન છે, તે જ રીતે કાન્તાદૃષ્ટિમાં પણ નિત્યદર્શન છે. કાન્તાદૃષ્ટિમાં પ્રગટ થતું ધારણાયોગાંગ :- કાન્તાદૃષ્ટિમાં ધારણા નામનું યોગાંગ પ્રગટ થાય છે. ૩૫ કાન્તાદૃષ્ટિમાં પ્રગટ થયેલ નિત્યદર્શન અને ધારણાયોગાંગ બીજાની પ્રીતિ માટે થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કાન્તાદૃષ્ટિવાળા યોગીઓને જે તત્ત્વનું દર્શન છે, અને જે ધારણા નામનું યોગાંગ છે, તેનાથી તેઓની સર્વત્ર વર્તતી ચિત પ્રવૃત્તિ યોગ્ય જીવોને પ્રીતિ ઉત્પન્ન કરે છે. કાન્તાદૃષ્ટિમાં અન્યમુદ્ દોષનો અભાવ :- કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ ધારણાયોગાંગને કારણે સદનુષ્ઠાનકાળમાં સ્થિરભાવવાળા હોય છે. તેથી જે અનુષ્ઠાન પોતે સેવે છે, તેનાથી અન્યત્ર પ્રીતિને ધારણ કરતા નથી અર્થાત્ ધારણાયોગાંગને કારણે સેવાતા અનુષ્ઠાનને અત્યંત પ્રીતિપૂર્વક સેવે છે; કેમ કે તે વખતે સેવાતા અનુષ્ઠાનથી અન્ય અનુષ્ઠાનનો પ્રતિભાસ થતો નથી. આશય એ છે કે સેવાતા અનુષ્ઠાનથી અન્ય અનુષ્ઠાનમાં ચિત્ત જાય તો ક્ષેપદોષ પ્રાપ્ત થાય, તે અન્યમુદ્દોષ નથી. વસ્તુતઃ જે યોગીઓ સેવાતા અનુષ્ઠાનથી અન્ય અનુષ્ઠાનનો, સેવાતા અનુષ્ઠાનના કાળ દરમ્યાન વિચાર Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૮ પણ કરતા નથી, તેઓને પણ અન્ય અનુષ્ઠાન પ્રત્યે અધિક પ્રીતિ હોય તો, જે અનુષ્ઠાન પોતે સેવે છે તે અનુષ્ઠાનમાં માનસઉપયોગ વર્તતો હોય તો પણ તેમાં પ્રીતિ ઉલ્લસિત થતી નથી, કેમ કે તેની પ્રીતિ અન્ય અનુષ્ઠાનમાં અધિક વર્તે છે; જેથી અપ્રીતિપૂર્વક આ અનુષ્ઠાનનું સેવન થાય છે, તે અન્યમુદ્ દોષ છે; અને કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ જે અનુષ્ઠાન જે વખતે સેવે છે, તેમાં ચિત્તનું અત્યંત સ્થાપન હોવાને કારણે સેવાતા અનુષ્ઠાનમાં જ અત્યંત પ્રીતિ વર્તે છે, પરંતુ અન્ય અનુષ્ઠાનમાં પ્રીતિ હોતી નથી. તેથી કાન્તાદૃષ્ટિમાં અન્યમુદ્દે નામનો દોષ નથી. વસ્તુતઃ વિવેકી એવા કાન્તાદૃષ્ટિવાળા યોગીઓને યોગમાર્ગનાં સર્વ અનુષ્ઠાનો પ્રત્યે સમાન પ્રીતિ હોય છે, અને જે વખતે જે અનુષ્ઠાન બળવાન હિતનો હેતુ હોય તેમાં ત્યારે પ્રવૃત્તિ હોય છે. તેથી તેવા યોગી જે વખતે જે અનુષ્ઠાન સેવે, તેમાં જ અત્યંત પ્રીતિને ધારણ કરે છે, તેથી તેમને અન્યમુદ્દોષ હોતો નથી. કાન્તાદૃષ્ટિમાં મીમાંસા ગુણ - કાન્તાદૃષ્ટિમાં સમ્યજ્ઞાનના ફળવાળી હિતોદયા સદ્દવિચારાત્મક મીમાંસા પ્રગટે છે. આશય એ છે કે જીવમાં સમ્યજ્ઞાન પ્રગટ્યું અને તેના ફળરૂપે મીમાંસા ગુણ પ્રગટ્યો, આ મીમાંસા તત્ત્વાતત્ત્વના સૂક્ષ્મ ઊહ સ્વરૂપ છે, તેથી સદ્દવિચારાત્મીકા છે; અને આ મીમાંસા સમ્યજ્ઞાનના ફળરૂપ હોવાને કારણે હિતોદયવાળી છે=હિતની પરંપરાને કરનારી છે; કેમ કે સમ્યજ્ઞાન સૂક્ષ્મ પદાર્થોની મીમાંસા કરીને હિતની પરંપરા ઉત્પન્ન કરે છે. યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથ શ્લોક-૧૬૨માં કહેલ છે કે ‘કાન્તાદૃષ્ટિમાં પ્રગટ થયેલ નિત્યદર્શનાદિ અન્યની પ્રીતિ માટે હોય છે.” હવે આ શ્લોકનો એવો અર્થ કરીએ કે “કાન્તાદૃષ્ટિમાં નિત્યદર્શન છે, અને ધારણા અન્યની પ્રીતિ માટે છે” તો “યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથના શ્લોક સાથે વિરોધ આવે. તેથી તેના પરિવાર માટે એ અર્થ કરેલ છે કે “કાન્તાદૃષ્ટિમાં નિત્યદર્શન અને ધારણા અન્યોની પ્રીતિ માટે થાય છે. તેથી “યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથના પાઠ સાથે વિરોધ ન આવે, અને એ અર્થ થાય કે કાન્તાદૃષ્ટિનાં નિત્યદર્શનાદિ અન્યની પ્રીતિ માટે છે, તેમ ધારણા પણ અન્યની પ્રીતિ માટે છે, અને તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. IIII Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૭. સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૯ અવતરણિકા : પૂર્વશ્લોક-૮માં કહ્યું કે કાત્તાદષ્ટિમાં ધારણા નામનું યોગાંગ પ્રગટે છે. તેથી હવે ધારણા યોગાંગનું સ્વરૂપ બતાવે છે – શ્લોક - देशबन्धो हि चित्तस्य धारणा तत्र सुस्थितः । प्रियो भवति भूतानां धर्मैकाग्रमनास्तथा ।।९।। અન્વયાર્થ - વિજ્ઞાચકચિત્તનો વેશવન્યો દિ દેશબંધ થાર=ધારણા છે, તત્ર ત્યાં ધારણામાં સ્થિત =સમ્યમ્ વ્યવસ્થિત એવા યોગી મૂતાનાં પ્રિયા=જીવોને પ્રિય તથા=અને થાશ્રમનE=ધર્મમાં એકાગ્રમનવાળા મવતિ થાય છે. III શ્લોકાર્થ : ચિત્તનો દેશબંધ ધારણા છે, ધારણામાં સુસ્થિત એવા યોગી જીવોને પ્રિય અને ધર્મમાં એકાગ્રમનવાળા થાય છે. II૯ll ટીકા - देशेति-देशे नाभिचक्रनासाग्रादौ, बन्धो विषयान्तरपरिहारेण स्थिरीकरणात्मा, દિ ચિત્તશ થારપા, યાદ - “રેવન્યચિ ધારા” (યો.ફૂ. ૩-૨) . તä= धारणायां सुस्थितः मैत्र्यादिचित्तपरिकर्मवासितान्त:करणतया, स्वभ्यस्तयमनियमतया, जितासनत्वेन परिहतप्राणविक्षेपतया, प्रत्याहतेन्द्रियग्रामत्वेन ऋजुकायतया, जितद्वन्द्वतया, संप्रज्ञाताभ्यासाविष्टतया च सम्यग्व्यवस्थित: भूतानां जगल्लोकानां प्रियो भवति, तथा धर्मकाग्रमना भवति ।।९।। ટીકાર્ય : તે નામિર ....... મતિ , દેશમાં=નાભિચક્ર, નાસાગ્ર આદિ દેશમાં, ચિત્તનો બંધ=વિષયાંતરના પરિહાર વડે ચિત્તતા સ્થિરીકરણરૂપ બંધ, ધારણા છે. જે કારણથી કહે છે=જે કારણથી પાતંજલ યોગસૂત્ર-૩-૧માં કહે છે - Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સદ્દષ્ટિદ્વાત્રિશિકા/શ્લોક-૯ ચિત્તનો દેશબંધ ધારણા છે.” (પા.યો.મૂ. ૩-૧) ત્યાં=ધારણામાં, સુસ્થિત એવા યોગી=મૈત્રાદિ ભાવો વડે ચિત્તના પરિકર્મથી વાસિત અંતઃકરણપણું હોવાથી, સુઅભ્યસ્ત યમનિયમપણું હોવાથી, જિતઆસનપણું હોવાથી, પરિહત પ્રાણવિક્ષેપપણું હોવાથી, પ્રત્યાહત ઇન્દ્રિયસમૂહ હોવાથી, ઋજુકાયાપણું હોવાથી, જિતÁદ્ધપણું હોવાથી અને સંપ્રજ્ઞાત સમાધિના અભ્યાસમાં આવિષ્ટપણું હોવાથી, સમ્યગુવ્યવસ્થિત એવા કાનાદષ્ટિવાળા યોગી, ભૂતોને જગતના લોકોને, પ્રિય થાય છે અને ધર્મમાં એકાગ્રમનવાળા થાય છે. III ભાવાર્થ :કાન્તાદષ્ટિમાં પ્રગટ થતા ધારણાયોગાંગનું સ્વરૂપ, સહભાવી ગુણો અને કાય : કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ સંપ્રજ્ઞાતસમાધિ અર્થે અભ્યાસ કરતા હોય ત્યારે, ચિત્તને નાભિચક્ર કે નાસાગ્રાદિમાં સ્થાપન કરીને વિષયાંતરના પરિહારપૂર્વક સ્થિર કરે છે, તે ચિત્તની ધારણા છે, પરંતુ કોઈ યોગી માત્ર નાભિચક્રાદિમાં ચિત્તને વિષયાંતરના પરિહારપૂર્વક સ્થિર કરે, અને નાભિચક્રાદિને જોવા માટેનો માત્ર યત્ન કરે, તે ધારણા અહીં ગ્રહણ કરવાની નથી. તે સ્પષ્ટ કરવા માટે ધારણામાં સુસ્થિત યોગી કેવા હોય છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે. (૧) મૈત્યાદિચિત્તપરિકર્મવાસિત અન્તઃકરણ - કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ મૈત્રાદિ ચાર ભાવનાઓથી ચિત્તને પરિકર્ષિત કરે છે. તેથી તેઓનું અંતઃકરણ મૈત્યાદિ ભાવોથી વાસિત હોય છે, જેના કારણે મૈત્રાદિભાવોને સ્પર્શવાથી અંતઃકરણમાંથી સ્વાર્થનો પરિણામ ઊઠતો નથી, અને કોઈ જીવનું હિત થતું હોય તો તેનું હિત કરવાનો પરિણામ થાય છે, અને કોઈનું અહિત ન થાય તે રીતે પ્રવૃત્તિ કરવા ચિત્ત પ્રેરણા કરે છે. વળી તેમને સામાન્ય જીવોની જેમ પોતાને થતા લાભમાત્રથી ગુણવાન પ્રત્યે પ્રીતિ થતી નથી, પરંતુ ગુણના પક્ષપાતથી ગુણવાન પ્રત્યે પ્રીતિ થાય છે; અને તેઓનું અંતઃકરણ સંસારમાં ભટકતા જીવોનું હિત કરવાની બુદ્ધિરૂપ કરુણાવાળું હોય છે, પરંતુ જગતના જીવોની વિડંબના જોઈને તેઓ પ્રત્યે ઉપેક્ષા કરે તેવું કઠોર હૈયું હોતું નથી; અને Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૯ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૯ અયોગ્ય જીવોને જોઈને પણ તેઓના પ્રતિ હેષ થતો નથી, પરંતુ માધ્યચ્ય રહે છે. આવા યોગીઓ મૈત્યાદિ ભાવોથી સુસ્થિત છે. (૨) સુઅભ્યસ્ત યમનિયમ - કાન્તાદૃષ્ટિવાળા યોગીઓએ યમનિયમનો સારો અભ્યાસ કરેલ છે, તેથી યમનિયમની આચરણા તેઓની પ્રકૃતિરૂપે વર્તે છે. આ યમ અને નિયમની આચરણા પહેલી અને બીજી દૃષ્ટિનું યોગાંગ છે, જે કાન્તાદૃષ્ટિમાં ખીલેલી અવસ્થામાં હોય છે. (૩) જિતઆસન - કાન્તાદૃષ્ટિવાળા યોગીઓએ અસત્ તૃષ્ણારૂપ આસનનો જય કરેલો હોય છે. આ ત્રીજી દષ્ટિનું યોગાંગ છે, જે કાન્તાદૃષ્ટિમાં ખીલેલી અવસ્થામાં હોય છે. (૪) પરિહંત પ્રાણવિક્ષેપ - કાન્તાદૃષ્ટિવાળા યોગીએ પ્રાણવિક્ષેપનો ત્યાગ કરેલ હોય છે અર્થાત્ ભાવરેચક, ભાવપૂરક અને ભાવકુંભક કરીને શુભ ભાવો આત્મામાં સ્થિર કરેલા છે. તેથી ભાવપ્રાણોનો વિક્ષેપ ન થાય તેવો સ્થિરભાવ આ દૃષ્ટિમાં વર્તે છે. આ ચોથી દૃષ્ટિનું યોગગ છે, જે કાન્તાદૃષ્ટિમાં ખીલેલી અવસ્થામાં હોય છે. (૫) પ્રત્યાહત્ ઇન્દ્રિયગ્રામ - કાન્તાદૃષ્ટિવાળા યોગીઓનો ઇન્દ્રિયોનો સમુદાય પ્રત્યાહાર યોગાંગવાળો હોય છે અર્થાત્ પાંચ ઇન્દ્રિયો સંવૃતચારી હોય છે. આ પાંચમી દૃષ્ટિનું યોગાંગ છે, જે કાન્તાદૃષ્ટિમાં ખીલેલી અવસ્થામાં હોય છે. () ઋજુકાય :- કાન્તાદૃષ્ટિવાળા યોગી કાયાને શિથિલ કરીને ઋજુકાયવાળા હોય છે=કાયાને સહજભાવમાં રાખનાર હોય છે. (૭) જિતદ્વન્દ્ર:- કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ રાગ-દ્વેષ, રતિ-અરતિ આદિ દ્વન્દ્રોને જિતેલા હોય છે. (૮) સંપ્રજ્ઞાત અભ્યાસાવિષ્ટઃ- કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ સંપ્રજ્ઞાતસમાધિના અભ્યાસમાં યત્નવાળા હોય છે. સંપ્રજ્ઞાતસમાધિના સ્વરૂપ માટે જુઓ યોગાવતાર દ્વાત્રિશિકો. ઉપર્યુક્ત ગુણસમુદાયવાળા યોગી ધારણાયોગાંગમાં સુસ્થિત છે= સમ્યગુ વ્યવસ્થિત છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા|શ્લોક-૯-૧૦ ઉપર્યુક્ત ગુણસમુદાયવાળા કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ જગતના જીવાન પ્રિય બને છે; કેમ કે જેની પ્રકૃતિ તદ્દન નિઃસ્પૃહ છે, વળી જેઓ યોગમાર્ગમા સુદઢ યત્નવાળા છે, તેવા યોગીઓને જોઈને લોકોને પ્રીતિ થાય છે, તથા આ દૃષ્ટિના યોગીઓ ધર્મમાં એકાગ્રમનવાળા હોય છે; કેમ કે ધર્માનુષ્ઠાનકાળમાં ચિત્તને નિયત સ્થાને રાખીને યોગમાર્ગની નિષ્પત્તિ અર્થે પ્રકર્ષથી અભ્યાસ કરનારા છે. IIII ४० અવતરણિકા : કાન્તાદૃષ્ટિમાં પ્રગટ થતા ધારણાયોગાંગનું સ્વરૂપ બતાવ્યું અને તે ધારણાયોગાંગને કારણે કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ ધર્મમાં એકાગ્રમનવાળા હોય છે એમ બતાવ્યું. હવે કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ ક્વચિત્ અવિરતિના ઉદયથી ભોગમાં પ્રવૃત્તિ કરતા હોય તોપણ સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓ કરતાં કાન્તાદૃષ્ટિવાળા યોગીઓના ભોગમાં શું ભેદ છે ? તે બતાવવા અર્થે કહે છે શ્લોક : अस्यामाक्षेपकज्ञानान्न भोगा भवहेतवः । श्रुतधर्मे मनोयोगाच्चेष्टाशुद्धेर्यथोदितम् ।। १० ।। અન્વયાર્થ ઃ અસ્વાર્=આ હોતે છતે=કાન્તાદૃષ્ટિ હોતે છતે શ્રુતધર્મે મનોવોાત્ શ્રુતધર્મમાં મનોયોગ હોવાને કારણે=નિત્ય મનનો સંબંધ હોવાને કારણે આક્ષેપવજ્ઞાનાત્= આક્ષેપકજ્ઞાન હોવાથી=નિત્ય એવા શુદ્ધ આત્મા પ્રત્યે આક્ષેપ કરે તેવું જ્ઞાન હોવાથી મોન=ભોગો મવહેતવઃ=ભવના હેતુઓ ન=નથી; કેમ કે ચેષ્ટાશુદ્ધ:=ચેષ્ટાની શુદ્ધિ છે=પ્રવૃત્તિમાં મનનું નિર્મળપણું છે, ચોવિતમ્=જે કારણથી કહેવાયું છે=જે કારણથી પૂ. આ. હરિભદ્રસૂરિ વડે કહેવાયું છે. ||૧૦|| Page #64 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/મ્લોક-૧૦ શ્લોકાર્થ : કાન્તાદૃષ્ટિ હોતે છતે શ્રુતધર્મમાં મનોયોગ હોવાને કારણે આક્ષેપકજ્ઞાન હોવાથી ભોગો ભવના હેતુઓ નથી; કેમ કે ચેષ્ટાની શુદ્ધિ છે, જે કારણથી પૂ. આ. હરિભદ્રસૂરિ વડે કહેવાયું છે. ।।૧૦।I ટીકા ઃ = અસ્વામિતિ-ગુસ્યાં=ાન્તાયાં=ાયચેષ્ટાવા અન્યપરત્વેઽપિ, શ્રુતધર્મે=આમે, मनोयोगात् नित्यं मनःसम्बन्धात्, आक्षेपकज्ञानान् नित्यप्रतिबन्धरूपचित्ताक्षेपकारिज्ञानात्, न भोगा - इन्द्रियार्थसम्बन्धा भवहेतवो भवन्ति, चेष्टायाः प्रवृत्तेः शुद्धेः = मनोनैर्मल्यात् । यथोदितं हरिभद्रसूरिभिर्योगदृष्टिसमुच्चये । । १० ।। ટીકાર્ય : ૪૧ अस्यां યોગદૃષ્ટિસમુયે ! આ હોતે છતે=કાન્તાદૃષ્ટિ હોતે છતે, કાયચેષ્ટાનું અન્ય૫રપણું હોવા છતાં પણ=ધર્મપ્રવૃત્તિથી અન્ય ભોગપ્રવૃત્તિપરપણું હોવા છતાં પણ, શ્રુતધર્મમાં=આગમમાં, મનોયોગ હોવાથી—નિત્ય મનનો સંબંધ હોવાથી, આક્ષેપકજ્ઞાત થવાને કારણે=નિત્ય એવા શુદ્ધ આત્મા પ્રત્યે પ્રતિબંધરૂપ ચિત્તના આક્ષેપને કરનાર જ્ઞાન થવાને કારણે, ઇન્દ્રિયોના અર્થની સાથે સંબંધરૂપ ભોગો, ભવના હેતુઓ થતા નથી; કેમ કે ચેષ્ટાની=પ્રવૃત્તિની, શુદ્ધિ છે અર્થાત્ ભોગની ચેષ્ટામાં મનનું નિર્મળપણું છે, જે પ્રમાણે પૂ. આ. હરિભદ્રસૂરિ વડે ‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં કહેવાયું છે, જે સ્વયં ગ્રંથકારશ્રી આગળના શ્લોકોમાં બતાવશે. ।।૧૦।। * ‘અન્યપરત્વેઽ’િ- અહીં ‘પિ’થી કાયચેષ્ટાના ધર્મપ૨૫ણાનો સમુચ્ચય કરવો. ભાવાર્થ : કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ ક્વચિત્ અવિરતિના ઉદયવાળા પણ હોય, ક્વચિત્ દેશિવરિતવાળા પણ હોય અને ક્વચિત સર્વવિરતિવાળા પણ હોય; સર્વવિરતિવાળા યોગીઓને ભોગની કોઈ પ્રવૃત્તિ નથી, પરંતુ દેશવિરતિવાળા કે અવિરતિના ઉદયવાળા કાન્તાદૃષ્ટિવાળા યોગીઓને ભોગમાં પ્રવૃત્તિ છે; તોપણ સ્થિરાદષ્ટિ કરતાં વિશેષ પ્રકારનો બોધ હોવાને કારણે કાન્તાદૃષ્ટિવાળા યોગીઓનું મન Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૦ શ્રતધર્મમાં નિત્ય હોય છે. તેથી તે યોગીઓને શુદ્ધ આત્મા પ્રત્યેનો આક્ષેપ કરે તેવું જ્ઞાન પ્રગટ થયેલું હોય છે, અને તેનું ચિત્ત આત્માની શુદ્ધ અવસ્થા પ્રત્યે સદા આક્ષિપ્ત હોય છે. માટે ભોગએકનાશ્ય કર્મ હોય તો કર્મના નાશ માટે ભોગમાં પ્રવૃત્તિ થાય, છતાં ભોગકાળમાં ભોગની પ્રવૃત્તિથી લેશ પણ પ્રમાદ ઉત્પન્ન થતો નથી. તેથી ભોગો ભવના કારણ બનતા નથી, કેમ કે ભોગના પ્રવૃત્તિકાળમાં મન નિર્મળ વર્તે છે અર્થાતુ પોતાના સાધ્યની પ્રાપ્તિ માટે અપ્રમાદભાવવાળું વર્તે છે. અહીં વિશેષ એ છે કે : (૧) કૂર્માપુત્ર કેવળજ્ઞાન થયા પછી છ મહિના ગૃહસ્થ અવસ્થામાં રહ્યા. તે વખતે તેમની સંસારની પ્રવૃત્તિ ચાલુ છે. તેથી બાહ્યથી અવિરતિની પ્રવૃત્તિ દેખાય, પણ તત્ત્વથી અવિરતિનો ઉદય નથી. તેથી તેમનું ચિત્ત પૂર્ણ વીતરાગભાવવાળું છે. માટે તેમને અવિરતિકૃત કોઈ કર્મબંધ નથી, ફક્ત યોગકૃત એક સામયિક-એક સમયનો કર્મબંધ છે. (૨) કાન્તાદૃષ્ટિવાળા જે જીવો અવિરતિના ઉદયવાળા છે, તેઓ ભોગની પ્રવૃત્તિ કરે છે ત્યારે, અવિરતિઆપાદક પ્રત્યાખ્યાનીય કે અપ્રત્યાખ્યાનીય કર્મનો ઉદય છે; તોપણ ભોગકાળમાં લેશ પણ પ્રમાદ નથી અને અજ્ઞાન પણ નથી. તેથી તેઓને અવિરતિકૃત કર્મબંધ છે, પરંતુ પ્રમાદકત કે અજ્ઞાનકૃત લેશ પણ કર્મબંધ નથી. (૩) સ્થિરાદૃષ્ટિવાળા જે જીવો અવિરતિના ઉદયવાળા છે, તેઓ પણ અવિરતિના ઉદયથી ભોગમાં પ્રવૃત્તિ કરે છે; આમ છતાં કાન્તાદૃષ્ટિ જેવું આક્ષેપક જ્ઞાન નહીં હોવાને કારણે ભોગની પ્રવૃત્તિથી ક્યારેક કંઈક પ્રમાદ પણ થાય છે. તેથી ભોગકાળમાં અવિરતિકૃત અને પ્રમાદકત કર્મબંધ થાય છે, પરંતુ અજ્ઞાનકૃત કર્મબંધ નથી. (૪) સ્થિરાદષ્ટિથી પૂર્વના જીવોને અવિરતિથી ભોગમાં પ્રવૃત્તિ થાય છે ત્યારે, પ્રમાદ પણ ઉત્પન્ન થાય છે અને અજ્ઞાન પણ વર્તે છે. તેથી તેઓને અવિરતિકૃત, પ્રમાદકૃત અને અજ્ઞાનકૃત કર્મબંધ થાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા|શ્લોક-૧૦-૧૧-૧૨ ૪૩ (૫) ભાવમુનિની અવિરતિની કોઈ પ્રવૃત્તિ નથી, તેથી અવિરતિકૃત કોઈ કર્મબંધ નથી; આમ છતાં, પડિલેહણાદિ ક્રિયામાં ક્વચિત્ પ્રમાદ વર્તતો હોય તો પ્રમાદથી કર્મબંધ છે, પણ અજ્ઞાન નથી તેથી અજ્ઞાનકૃત કર્મબંધ નથી. ૧૦॥ અવતરણિકા : પૂર્વશ્લોક-૧૦માં કહ્યું કે ‘જે કારણથી પૂ. આ. હરિભદ્રસૂરિ વડે કહેવાયું છે.' તેથી આ. હરિભદ્રસૂરિ મહારાજનું કથન જે ‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથ શ્લોક-૧૬૫ થી ૧૬૮માં છે, તે અહીં શ્લોક-૧૧ થી ૧૪માં બતાવે છે - શ્લોક ઃ मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः । । ११ । । भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि सङ्गः सन् प्रयात्येव परं पदम् ।। १२ ।। અન્વયાર્થ : જોતો માવામસ્તત્ત્વતઃ પશ્યન્=માયારૂપી જળને તત્ત્વથી=માયાજળરૂપે જ, સત: અનુદ્ધિ ન:=તેનાથી અનુગ્નિ=માયારૂપી જળથી અનુદ્વિગ્ન વ્યાપાતનિતઃ=વ્યાઘાતરહિત પથિક, યથાજે પ્રમાણે તન્મધ્યેન તેની વચ્ચેથી= માયાજળની વચ્ચેથી વ્રુત=શીઘ્ર પ્રયાત્યેવ= =જાય છે જ. |૧૧|| તથા=તે પ્રમાણે માયોવજોપમાન્ મોનાનું સ્વરૂપતઃ પશ્યન્=માયાજળની ઉપમાવાળા ભોગોને સ્વરૂપથી જોતો, મુગ્ગાનોઽપિ =િભોગવતો પણ અમાર સન્=અસંગ છતો, પરં પવ=મોક્ષ તરફ પ્રયાત્યેવ=જાય છે જ. ।।૧૨। શ્લોકાર્થ : માયારૂપી જળને માયાજળરૂપે જ જોતો, માયારૂપી જળથી અનુદ્વિગ્ન, વ્યાઘાત રહિત થયેલો પથિક, જે પ્રમાણે માયાજળની વચ્ચેથી શીઘ્ર જાય છે જ. II૧૧|| તે પ્રમાણે માયાજળની ઉપમાવાળા ભોગોને સ્વરૂપથી જોતો, ભોગવતો પણ અસંગ છતો, મોક્ષ તરફ જાય છે જ. 119211 Page #67 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧-૧૨ * ‘મુખ્ખાનોઽપિ’ કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ અવિરતિના ઉદયવાળા હોય ત્યારે કર્મથી આક્ષિપ્ત ભોગો પણ ભોગવે છે, અને જેઓને અવિરતિઆપાદક કર્મ બળવાન નથી, તેઓ ભોગનો ત્યાગ કરીને સંયમમાં યત્ન કરે છે; તેઓનો અહીં ‘વિ’ થી સંગ્રહ છે. ૪૪ ટીકા ઃ मायाम्भ इति- मायाम्भस्तत्त्वतो=मायाम्भस्त्वेनैव पश्यन् अनुद्विग्नः, ततोમાવામસો દ્રુત-શીવ્ર, તન્મધ્યેન=માયામ્મોમધ્યેન પ્રયાત્યેવ=ન ન પ્રાપ્તિ, થેત્યુदाहरणोपन्यासार्थः, व्याघातवर्जितो मायाम्भसस्तत्त्वेन व्याघातासमर्थत्वात् ।। ११ । । ટીકાર્ય : मायाम्भस्तत्त्वतो વ્યાધાતાસમર્થન્નાત્।। માયાજળને તત્ત્વથી= માયાજળરૂપે જ, જોતો, તેનાથી=માયાજળથી, અનુદ્વિગ્ન શીઘ્ર તેની વચ્ચેથી= માયાજળની વચ્ચેથી, જે પ્રમાણે જાય છે જ, નથી જતો એમ નહીં. કઈ રીતે જાય છે ? એ બતાવવા માટે જનારનું વિશેષણ બતાવે છે વ્યાઘાતરહિત થયેલો જાય છે. અહીં પ્રશ્ન થાય કે વ્યાઘાતવર્જિત કેમ જાય છે ? તેથી કહે છે માયાજળનું તત્ત્વથી વ્યાઘાત કરવામાં અસમર્થપણું છે. ‘વથા' ઉદાહરણના ઉપન્યાસ માટે છે, તેથી આગળ ‘તથા'થી કહે ||૧૧|| Ð* ..... ટીકા - भोगानिति - भोगान् इन्द्रियार्थसम्बन्धान् स्वरूपतः पश्यन् समारोपमन्तरेण, तथा - तेनैव प्रकारेण, मायोदकोपमानसारान् भुञ्जानोऽपि हि कर्माक्षिप्तान् असङ्गः सन् प्रयात्येव परं पदं, तथाऽनभिष्वङ्गतयाऽपरवशभावात् । ।१२ । । ટીફાર્થ ઃ भोगानिन्द्रियार्थसम्बन्धान् ઉપરવશમાવાત્ ।। તથા=તે જ પ્રકારે પ્રયાજળની ઉપમાવાળા અસાર, ઇન્દ્રિય અને અર્થના સંબંધરૂપ ભોગોને ..... Page #68 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૧-૧૨ ૪૫ સ્વરૂપથી=સમારોપ વગર, જોતો, કર્મથી આક્ષિપ્ત એવા ભોગોને ભોગવતો પણ અસંગ છતો ભોગો પ્રત્યેના સંશ્લેષ વગરનો છતો, પરં પદ=મોક્ષ પ્રત્યે જાય છે જ; કેમ કે તે પ્રકારનું ભોગના પ્રવૃત્તિકાળમાં ભોગ પ્રત્યે સંશ્લેષ ન થાય તે પ્રકારનું, અનભિળંગપણું હોવાથી=રાગનો અભાવ હોવાથી, અપરવશભાવ છે. I૧૨II ભાવાર્થ : કાન્તાદષ્ટિવાળા યોગીના ભોગવિષયક પારમાર્થિક બોધનું સ્વરૂપ : કાન્તાદૃષ્ટિવાળા યોગીઓનું ચિત્ત હંમેશાં શ્રુતમાં હોય છે. તેથી શ્રુતજ્ઞાન જે રીતે પદાર્થોને બતાવે, તે રીતે તેઓને પદાર્થ દેખાય છે. તેના કારણે કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ ભોગોને કઈ રીતે જુએ છે, તે દૃષ્ટાંતથી બતાવે છે – જેમ કોઈ મુસાફર અન્ય સ્થાને જતો હોય અને વચમાં માયાજળ આવતું હોય અર્થાત્ પાણી નહીં હોવા છતાં પાણીનો પ્રતિભાસ થાય તેવી સ્ફટિકવાળી ભૂમિ આવતી હોય, અને જનાર મુસાફર “આ માયાજાળ છે, વસ્તુતઃ પાણી નથી તેમ જોતો હોય તો તે માયાજળથી ઉદ્વેગ પામતો નથી, પરંતુ વ્યાઘાત વિના તે માયાજળમાંથી જાય છે જ=પસાર થાય છે જ; કેમ કે પાણી જેવું દેખાતું સ્ફટિક ગમનમાં વ્યાઘાત કરવા માટે અસમર્થ છે. તેમ કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ ઇન્દ્રિયો સાથે સંબંધમાં આવતા ભોગોને સ્વરૂપથી જુએ છે અર્થાત્ આ ભોગો સુખના કારણ છે, તે પ્રકારના સમારોપ વિના જુએ છે, તેથી નિર્મળ શ્રતવિવેકવાળી તેમની દૃષ્ટિમાં ‘ભોગો સુખના ઉપાય છે,' તેવી બુદ્ધિ પેદા કરાવતા નથી, પરંતુ “માયાજળ અતાત્ત્વિક છે, તેમ ભોગો અતાત્ત્વિક છે,” માટે અસાર છે, તેમ તેમને દેખાય છે. આશય એ છે કે જેમ સ્થાનાંતર ગમનમાં માયાજળ વ્યાઘાત કરવા માટે અસમર્થ છે, તેમ અસંગભાવ તરફ જવા માટે કરાતા યત્નમાં ભોગો સ્કૂલના કરવા અસમર્થ છે, તેમ જોતા કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ કર્મથી આક્ષિપ્ત એવા ભોગોને ભોગવતા હોવા છતાં પણ ભોગમાં સંશ્લેષ પામતા નથી, પરંતુ ભોગકાળમાં પણ અસંગભાવને અનુકૂળ યત્ન કરતા હોય છે. તેથી પરમપદ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સદ્દષ્ટિદ્વાચિંશિકા/બ્લોક-૧૧-૧૨ પ્રત્યે જવા માટેનો યત્ન સ્કૂલના પામતો નથી અર્થાત્ ભોગો પ્રત્યેનો અભિન્કંગ નહીં હોવાને કારણે ભોગને વશ થઈને લક્ષ્ય તરફના યત્નમાં સ્કૂલના થતી નથી. અહીં વિશેષ એ છે કે પાણીના ભ્રમને ઉત્પન્ન કરાવે તેવી સ્ફટિકની ભૂમિ જોઈને, પાણીના ભ્રમવાળો મુસાફર ત્યાંથી જવા માટે પ્રયત્ન કરી શકતો નથી, પણ જે મુસાફરને જ્ઞાન છે કે પાણી જેવું દેખાતું આ સ્થળ પાણીવાળું નથી, તેથી જવામાં કોઈ વાંધો નથી, તે મુસાફર કોઈ જાતના વ્યાઘાત વિના ગમનક્રિયા કરે છે; તેમ છઠ્ઠી દૃષ્ટિવાળા યોગીઓ જાણે છે કે દેખાતા પુદ્ગલાત્મક પદાર્થોમાંથી કોઈ ભાવ નીકળીને પોતાના આત્મામાં પ્રવેશ પામતો નથી કે જેથી તે પુગલના બળથી પોતાને સુખ પ્રાપ્ત થાય; પરંતુ અસંગભાવવાળું ચિત્ત સુખનું બીજ છે. આ પ્રકારની શ્રતની પરિણતિને કારણે ભોગોને તે રીતે જુએ છે કે ભોગોમાં સુખના ઉપાયની બુદ્ધિ થતી નથી; આમ છતાં ભોગએકનાશ્ય એવા કર્મથી આક્ષિપ્ત ભોગો પ્રાપ્ત થયા હોય, અને અવિરતિપાદક કર્મ ઉદયમાં વિદ્યમાન હોય, અને તેના વિપાકથી અવિરતિની પ્રવૃત્તિરૂપ ભોગની પ્રવૃત્તિ કરતા હોય, તોપણ ભોગના પારમાર્થિક સ્વરૂપનો બોધ હોવાને કારણે, ભોગકાળમાં ચિત્ત સંશ્લેષ પામે તેવો રાગનો પરિણામ તેમને હોતો નથી, પરંતુ ભોગકાળમાં પણ ભોગ પ્રત્યે સંગ વગરનું ચિત્ત હોય છે. માટે ભોગક્રિયા દ્વારા ભોગકર્મનો નાશ કરીને આ મહાત્માઓ પરમપદ તરફ ગમન કરતા હોય છે. સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓને ભોગની અસારતાનો બોધ હોય છે, અને અવિરતિઆપાદક કર્મ ન હોય તો તેઓની ભોગમાં પ્રવૃત્તિ હોતી નથી, પરંતુ કેટલાક યોગીઓને અવિરતિઆપાદક કર્મ હોય છે, તેથી ભોગમાં પ્રવૃત્તિ પણ હોય છે, છતાં ભોગનો ચિત્તમાં સંશ્લેષ નથી, પરંતુ ભોગકાળમાં કંઈક પ્રમાદ પણ થાય છે; અને કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ અવિરતિના ઉદયવાળા હોય અને ભોગની પ્રવૃત્તિ કરતા હોય તોપણ ભોગકાળમાં પ્રમાદ થતો નથી. તેથી સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓને અવિરતિકૃત અને પ્રમાદકૃત કર્મબંધ થાય છે અને છઠ્ઠી કાન્તાદૃષ્ટિવાળા યોગીઓને માત્ર અવિરતિકૃત કર્મબંધ થાય છે, પરંતુ પ્રમાદકૃત કર્મબંધ થતો નથી. II૧૧-૧દા Page #70 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૧૩-૧૪ અવતરણિકા : શ્લોક-૧૦માં બતાવ્યું કે કાન્તાદૃષ્ટિવાળા યોગીઓનું ચિત્ત નિત્ય શ્રુતધર્મમાં હોય છે, તેથી તેઓના ભોગો ભવના હેતુ થતા નથી, અને તે વાતને દૃષ્ટાંતથી શ્લોક-૧૧-૧૨માં બતાવી. હવે વ્યતિરેકથી તે કથનને દૃઢ કરવા માટે જેઓને ભોગો સુખતા ઉપાયરૂપ દેખાય છે, તેઓ ધર્મની પ્રવૃત્તિ ક૨તા હોય તોપણ મોક્ષમાર્ગમાં યત્ન કરી શકતા નથી, તે બતાવવા અર્થે કહે છે શ્લોક ઃ 1 भोगतत्त्वस्य तु पुनर्न भवोदधिलङ्घनम् । मायोदकदृढावेशस्तेन यातीह कः पथा । । १३ ।। स तत्रैव भयोद्विग्नो यथा तिष्ठत्यसंशयम् । मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः । । १४ । । અન્વયાર્થ : પુન:=વળી મોતત્ત્વસ્થ તુ=ભોગને તત્ત્વરૂપે જોનારાનું મોધિત ડ્વનમ્ ન=ભવસમુદ્રનું ઉલ્લંઘન નથી. માયોવૃદ્ધાવેશ: =માયાજળમાં દેઢઆવેશવાળો કોણ પથિક=માયાજળમાં ‘આ જળ છે' એવા દૃઢ નિર્ણયવાળો કોણ પથિક તેન પથા=તે માર્ગથી હ્ર=અહીં=ઇષ્ટસ્થાને યાતિ=જાય ? ।।૧૩।। ૪૭ સ=à=માયાજળમાં જળતા દૃઢ આવેશવાળો મોદિનઃ=ભયથી ઉદ્વિગ્ન= આગળ જવાથી ડૂબી જવાના ભયથી ઉદ્વિગ્ન થયેલો યથા=જે પ્રમાણે તત્રેવ=ત્યાં જ=તે માર્ગમાં જ અસંશય=નક્કી તિતિ=ઊભો રહે છે, તથા=તે પ્રમાણે મોશનમ્માનમોહિત =ભોગ જંબાલથી માહિત થયેલો=ભોગના સમુદાયમાં મૂંઝાયેલો મોક્ષમાર્ગેઽપિ =િમોક્ષમાર્ગમાં પણ આગળ જતાં અટકે છે. 119811 શ્લોકાર્થ : વળી ભોગને તત્ત્વરૂપે જોનારાનું ભવસમુદ્રનું ઉલ્લંઘન નથી. માયાજળમાં ‘આ જળ છે' એવા દૃઢ નિર્ણયવાળો કોણ મુસાફર તે માર્ગથી ઈષ્ટસ્થાને જાય ? ।।૧૩।। Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૩-૧૪ માયાજાળમાં જળના દઢ આવેશવાળો, આગળ જવાથી ડૂબી જવાના ભયથી ઉદ્વિગ્ન થયેલો જે પ્રમાણે તે માર્ગમાં જ નક્કી ઊભો રહે છે, તે પ્રમાણે ભોગના સમુદાયમાં મૂંઝાયેલો, મોક્ષમાર્ગમાં પણ આગળ જતાં અટકે છે. II૧૪ll ટીકા - भोगेति-भोगतत्त्वस्य तु=भोगं परमार्थतया पश्यतस्तु न भवोदधिलङ्घनं, मायोदकदृढावेश: तथाविपर्यासात्, तेन यातीह कः पथा यत्र मायायामुदकबुद्धिः શરૂા. ટીકાર્ચ - મોરાતત્ત્વસ્થ ... મુદ્રવુદ્ધિા વળી ભોગતત્વવાળાને=ભોગને પરમાર્થરૂપે જોનારાને, ભવોદધિલંઘન નથી. તે પ્રકારનો વિપર્યાસ હોવાને કારણે માયાજળમાં દઢ આવેશવાળો એવો કોણ મુસાફર યત્ર જેમાં=જે માર્ગમાં, માયામુદ્રવુદ્ધિ=માયામાં જળબુદ્ધિ છે માયાજાળમાં જળની બુદ્ધિ છે, તેને પથા તે માર્ગથી રૂ= અહીં ઈષ્ટસ્થાનમાં યાંતિ જાય ? it૧૩મા નોંધ :- શ્લોકમાં “માયોટીવેશ:' એ ' નું વિશેષણ છે, અને તે માર્ગથી જતો નથી, તે બતાવવામાં હેતુઅર્થક વિશેષણ છે, અને તેથી જ ટીકામાં તેનું તાત્પર્ય ખોલતાં કહ્યું કે તે પ્રકારનો વિપર્યાસ હોવાથી તે માર્ગથી જતો નથી. ટીકા : स इति-स-मायायामुदकसमावेशः, तत्रैव पथि, भयोद्विग्नः सन्, यथेत्युदाहरणोपन्यासार्थः, तिष्ठत्यसंशयं तिष्ठत्येव जलबुद्धिसमावेशात्, मोक्षमार्गेऽपि हि ज्ञानादिलक्षणे तिष्ठत्यसंशयं, भोगजम्बालमोहितो=भोगनिबन्धनदेहादिप्रपञ्चમોહિત રૂાર્થ સારા ટીકાર્ય : સમયથી ..... ફર્થ: “જથી' એ શબ્દ ઉદાહરણને બતાવવા માટે છે. તે માયામાં જળસમાવેશવાળો માયાજાળમાં જળબુદ્ધિવાળો, ત્યાં જ Page #72 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિહાઉસિંશિકા/શ્લોક-૧૩-૧૪-૧૫ પથમાં જ, ભયોદ્વિગ્ન છતો, જે પ્રમાણે અસંશય રહે જ છે; કેમ કે જળબુદ્ધિનો સમાવેશ છે=જળબુદ્ધિની ઉપસ્થિતિ છે, તે પ્રમાણે ભોગજંબાલમોહિત=ભોગના કારણ એવા દેહાદિ પ્રપંચથી મોહિત, જ્ઞાનાદિ સ્વરૂપ મોક્ષમાર્ગમાં પણ સંશય વિતા ઊભો રહે છે, એ પ્રમાણે અર્થ છે. ૧૪ ભાવાર્થ : જે જીવો ધર્મમાં પ્રવૃત્તિ કરે છે અને ભોગસુખમાં સુખબુદ્ધિને ધારણ કરે છે, તે જીવોને ભોગ પરમાર્થરૂપે દેખાય છે. તેથી તેઓની ધર્મપ્રવૃત્તિથી પણ ભવસમુદ્રનું ઉલ્લંઘન નથી; કેમ કે ભોગમાં પરમાર્થ બુદ્ધિ હોવાથી ભવસમુદ્રના ઉલ્લંઘનના કારણભૂત એવી નિર્લેપદશાને અનુકૂળ ધર્મસેવનની પ્રવૃત્તિ થતી નથી. આ કથનને દૃષ્ટાંતથી બતાવે છે : કોઈ પથિક માયાજળમાં “આ જળ છે' એવા દઢ નિર્ણયવાળો હોય, તે મુસાફર તે સ્થાનને ઓળંગીને સામે જવાની ઇચ્છાવાળો હોય તોપણ તે માર્ગથી જતો નથી; કેમ કે માયાજાળમાં “આ વાસ્તવિક પાણી છે” એવો વિપર્યાસ છે. તેથી તે સ્થાનમાંથી જવા તે યત્ન કરતો નથી, પરંતુ ડૂબી જવાના ભયથી ઉદ્વિગ્ન થયેલો ત્યાં જ નક્કી ઊભો રહે છે. તે રીતે જે જીવો ભોગના કારણભૂત એવા દેહ આદિ સમુદાયમાં મોહવાળા છે, તેઓ ધર્મની પ્રવૃત્તિ કરે તોપણ ચિત્તને નિર્લેપ કરવા અર્થે યત્ન કરી શકતા નથી, અને ચિત્ત નિર્લેપ થયા વિના મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થતી નથી.I૧૩-૧૪ અવતરણિકા : શ્લોક-૧રમાં સ્થાપન કર્યું કે કાત્તાદષ્ટિવાળા યોગી ભોગ ભોગવતા છતા અસંગભાવવાળા પરમપદ તરફ જાય છે. ત્યાં પ્રશ્ન થાય કે ભોગની પ્રવૃત્તિ મોક્ષની વિરુદ્ધ છે, અને ધર્મની પ્રવૃત્તિ મોક્ષને અનુકૂળ છે, તેથી કાત્તાદષ્ટિવાળા યોગીઓ ધર્મની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે મોક્ષ તરફ જાય છે, પરંતુ ભોગવી પ્રવૃત્તિ કરે છે ત્યારે પણ મોક્ષ તરફ જાય છે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – શ્લોક - धर्मशक्तिं न हन्त्यस्यां भोगशक्तिर्बलीयसीम् । हन्ति दीपापहो वायुर्व्वलन्तं न दवानलम् ।।१५।। Page #73 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫ अन्वयार्थ : अस्यां=आमां=डान्तादृष्टिमां भोगशक्ति:- भोगशक्ति बलीयसीम् धर्मशक्ति= जजवान खेवी धर्मशक्तिने न हन्ति = गती नथी, दीपापहो वायुः = हीवाने બુઝાવનાર એવો વાયુ ज्वलन्तं दवानलम् = मोटी नवाजावाजा हावानजने न fa=egial dal. 119411 ५० श्लोकार्थ : કાન્તાદૃષ્ટિમાં ભોગશક્તિ, બળવાન એવી ધર્મશક્તિને હણતી નથી. દીવાને બુઝાવનાર વાયુ મોટી જ્વાળાવાળા દાવાનળને હણતો den. 119411 टीडओ : - धर्मशक्तिमिति - अस्यां कान्तायां, कर्माक्षिप्तत्वेन निर्बला भोगशक्तिः, अनवरतस्वरसप्रवृत्तत्वेन बलीयसीं धर्मशक्तिं न हन्ति, विरोधिनोऽपि निर्बलस्याकिञ्चित्करत्वात्, अत्र दृष्टान्तमाह- दीपापहो- दीपविनाशको वायुर्ज्वलन्तं दवानलं न हन्ति, प्रत्युत बलीयसस्तस्य सहायतामेवालम्बते, इत्थमत्र धर्मशक्तेरपि बलीयस्या अवश्यभोग्यकर्मक्षये भोगशक्ति: सहायतामेवालम्बते तु निर्बलत्वेन तां विरुणद्धीति । यद्यपि स्थिरायामपि ज्ञानापेक्षया भोगानामकिञ्चित्करत्वमेव, तथापि तदांशे प्रमादसहकारित्वमपि तेषां कान्तायां तु धारणया ज्ञानोत्कर्षान्न तथात्वमपि तेषां, गृहिणोऽप्येवंविधदशायामुपचारतो यतिभाव एव चारित्रमोहोदयमात्रात्केवलं न संयमस्थानलाभ:, न तु तद्विरोधिपरिणामलेशतोऽपीत्याचार्याणा " माशय: ।। १५ ।। टीडार्थ : अस्यां चार्याणामाशयः ।। खमां = अन्तादृष्टिमां, उर्भथी आक्षिप्तयागुं હોવાને કારણે=સ્વરસપ્રવૃત્તિથી નહીં પરંતુ કર્માક્ષિપ્તપણું હોવાને કારણે, નિર્બળ એવી ભોગશક્તિ, અનવરત સ્વરસપ્રવૃત્તપણું હોવાને કારણે, બળવાન એવી ધર્મશક્તિને હણતી નથી; કેમ કે વિરોધી પણ નિર્બળનું અકિંચિત્કરપણું છે. અહીં=નિર્બળ ભોગશક્તિ બળવાન એવી ધર્મશક્તિને હણતી નથી, એમાં દૃષ્ટાંતને કહે છે ***** - Page #74 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૫ પ૧ દીપવિનાશક=દીવાને બુઝાવનાર, પવન, મોટી જવાળાવાળા દાવાનળને હણતો નથી, ઊલટું બળવાન એવા તેની=દાવાનળની, સહાયતાને જ કરે છે. એ રીતે=દીવાનો વિનાશ કરનાર વાયુ વાળાવાળા દાવાનળને સહાય કરે છે એ રીતે, અહીં કાત્તાદૃષ્ટિમાં, ભોગશક્તિ, અવશ્યભોગ્યકર્મના ક્ષયમાં બળવાન એવી ધર્મશક્તિની પણ સહાયતાને કરે છે; પરંતુ નિર્બળપણું હોવાને કારણે=ભોગશક્તિનું નિર્બળપણું હોવાને કારણે, તેનો ધર્મશક્તિનો, વિરોધ કરતી નથી. “તિ' શબ્દ કથનની સમાપ્તિમાં છે. જોકે જ્ઞાનની અપેક્ષાએ સ્થિરામાં પણસ્થિરાદૃષ્ટિમાં પણ ભોગોનું અકિંચિત્કરપણું છે જ, તોપણ ત્યારે=ભોગકાળમાં, તેઓનું ભોગોનું, અંશમાં પ્રમાદાસહકારીપણું પણ છે. વળી કાત્તામાંકાન્તાદષ્ટિમાં, ધારણાને કારણે= ધારણાયોગાંગને કારણે, જ્ઞાનનો ઉત્કર્ષ હોવાથી, તેઓનું ભોગોનું, તથાપણું પણ નથી=અંશમાં પ્રમાદસહકારીપણું પણ નથી. ગૃહસ્થને પણ આવી દશામાં=કાત્તાદષ્ટિની ધારણાયોગાંગને કારણે થતી જ્ઞાનની ઉત્કર્ષદશામાં, ઉપચારથી યતિભાવ જ છે. ચારિત્રમોહના ઉદયમાત્રથી કેવળ સંયમસ્થાનનો લાભ નથી, પરંતુ તેનો વિરોધી પરિણામ લેશથી પણ નથી યતિભાવનો વિરોધી પરિણામ લેશથી પણ નથી, એ પ્રમાણે આચાર્યોનો આશય છે. ll૧૫ આ વિરોધનોકપિ' - અહીં ‘પ'થી એ કહેવું છે કે વિરોધી છે પણ નિર્બળ છે, તેથી અકિંચિત્કર છે, વિરોધી ન હોય તો તો અકિંચિત્કરપણું છે, પરંતુ અહીં વિરોધી પણ નિર્બળનું અકિંચિત્કરપણું છે. ક “ધર્મશપતેરપિ' - અહીં ‘'થી એ કહેવું છે કે ભોગશક્તિ સંસારશક્તિની સહાયતાને તો કરે છે, પરંતુ અહીં ભોગશક્તિ બળવાન એવી ધર્મશક્તિની પણ સહાયતાને કરે છે. કથિરીયામપ’ – અહીં ‘પ'થી એ કહેવું છે કે કાન્તાદૃષ્ટિમાં તો ભોગોનું અકિંચિત્કરપણું છે, પરંતુ સ્થિરાદષ્ટિમાં પણ જ્ઞાનની અપેક્ષાએ ભોગનું અકિંચિત્કરપણું છે. છે ‘પ્રમાલિદારત્વમા' - અહીં ‘પ'થી એ કહેવું છે કે સ્થિરાદષ્ટિમાં ભોગો ભોગ્ય કર્મનો નાશ તો કરે જ છે; પરંતુ અંશથી પ્રમાદના સહકારી પણ થાય છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા|શ્લોક-૧૫ * ‘ન તથાત્વનિ' અહીં ‘પિ'થી એ કહેવું છે કે કાન્તાદૃષ્ટિમાં ભોગોનું અકિંચિત્કરપણું તો છે જ, પરંતુ સ્થિરાદષ્ટિની જેમ અંશથી પ્રમાદસહકારીપણું પણ નથી. * ‘વૃત્તિળોઽપિ’ - અહીં ‘પિ’થી કાન્તાદૃષ્ટિમાં રહેલા મુનિઓને તો યતિભાવ છે, પરંતુ ગૃહસ્થોને પણ ઉપચારથી યતિભાવ છે. ૫૨ * ‘દ્વિરોધિપરિમલેશતોઽપ’ - અહીં ‘’િથી એ કહેવું છે કે કાન્તાદૃષ્ટિમાં રહેલા ગૃહસ્થને યતિભાવનો વિરોધી પરિણામ ઘણો તો નથી, પરંતુ લેશથી પણ નથી. ભાવાર્થ : ભોગશક્તિ કરતાં ધર્મશક્તિનું બળવાનપણું : કાન્તાદૃષ્ટિમાં કર્મથી આક્ષિપ્ત ભોગો હોવાને કારણે ભોગોની શક્તિ નિર્બળ છે. આશય એ છે કે કાન્તાદષ્ટિવાળા યોગીઓનું નિત્ય શ્રુતમાં મન છે, તેથી અંશથી પણ પ્રમાદમાં સહકારી ન થાય તેવા અવશ્ય ભોગ્ય એવા કર્મોથી આક્ષિપ્ત ભોગો હોય છે, માટે તેઓના ભોગોમાં ભોગશક્તિ નિર્બળ છે. વળી તેઓ સતત સ્વસથી ધર્મમાં પ્રવૃત્ત હોય છે; કેમ કે નિત્ય શ્રુતધર્મમાં તેઓનું મન છે, તેથી તેઓમાં વર્તતી ધર્મશક્તિ ભોગશક્તિ કરતાં બળવાન છે. જીવમાં વર્તતી ભોગશક્તિ અને ધર્મશક્તિ પરસ્પર વધ્ય-ઘાતકભાવથી રહેલી છે. જેમ સર્પ અને નોળિયો બંને સાથે રહે છે, છતાં જે બળવાન હોય તે નિર્બળનો ઘાત કરે છે; તેમ કાન્તાદૃષ્ટિવાળા યોગીઓમાં ભોગશક્તિ અને ધર્મશક્તિ બંને સાથે રહેલી છે, છતાં બળવાન એવી ધર્મશક્તિ નિર્બળ એવી ભોગશક્તિનો ઘાત કરે છે. આશય એ છે કે કાન્તાદષ્ટિવાળા યોગીઓમાં અવિરતિઆપાદક કર્મના ઉદયથી વર્તતી ભોગશક્તિ નિર્બળ છે; કેમ કે ભોગશક્તિને પ્રમાદનો સહકાર નથી. તેથી નિર્બળ બનેલી ભોગશક્તિ બળવાન એવી ધર્મશક્તિનો નાશ કરી શકતી નથી. જેમ પરસ્પર વિરોધી એવા સર્પ અને નોળિયામાં જે નિર્બળ હોય તે અન્યનો નાશ કરવા અસમર્થ છે, તેમ પરસ્પર વિરોધી એવી ધર્મશક્તિ અને ભોગશક્તિમાં નિર્બળ એવી ભોગશક્તિ ધર્મશક્તિનો નાશ કરવા અસમર્થ છે. ઉપર્યુક્ત કથનને પુષ્ટ કરવા દૃષ્ટાંત બતાવે છે Page #76 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/મ્લોક-૧૫ જેમ દીવાનો નાશ કરવા માટે સમર્થ એવો વાયુ, જ્વાળાવાળા દાવાનળને બુઝવી શકતો નથી, ઊલટું તે દાવાનળને પ્રજ્વલિત ક૨વામાં સહાય કરે છે; તેમ કાન્તાદૃષ્ટિમાં રહેલા યોગીઓની ભોગની પ્રવૃત્તિ ધર્મશક્તિને હણતી નથી, ઊલટું ધર્મશક્તિમાં બાધક એવા અવશ્યભોગ્ય કર્મનો ક્ષય કરીને ધર્મશક્તિને અતિશયિત કરવામાં સહાય કરે છે; તેથી અવશ્યભોગ્ય કર્મનો ક્ષય થવાથી આ દૃષ્ટિવાળા યોગીઓમાં પૂર્વ કરતાં ઉત્તરમાં અધિક ધર્મશક્તિ પ્રગટ થાય છે. તેથી કાન્તાદૃષ્ટિમાં ગુણસ્થાનકની વૃદ્ધિ થાય છે જોકે સ્થિરાદષ્ટિમાં સુક્ષ્મબોધ છે, તેથી સ્થિરાદૃષ્ટિમાં રહેલું સમ્યજ્ઞાન મોક્ષ પ્રત્યે જીવને આકર્ષણ ઉત્પન્ન કરે છે, અને ‘મોક્ષના ઉપાય સેવવા જેવા છે, અન્ય કંઈ સેવવા જેવું નથી.’ તેવી સ્થિરબુદ્ધિ ઉત્પન્ન કરે છે, તેથી તેવા સૂક્ષ્મબોધને કારણે તેઓના ભોગો પણ કિંચિત્કર છે; તોપણ કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ જેવો અતિશય બોધ નથી. તેથી ભોગકાળમાં અંશથી પ્રમાદ સહકારી બને છે અર્થાત્ ભોગમાં સારબુદ્ધિ કરાવે તેવો પ્રમાદ નથી, તોપણ ભોગકાળમાં ભોગમાં કંઈક પ્રીતિ ઉત્પન્ન કરાવે તેવો પ્રમાદ થાય છે. તેથી અનવરત શ્રુતધર્મમાં તેઓનું મન પ્રવૃત્ત રહી શકતું નથી, પરંતુ ભોગના સંશ્લેષવાળું ચિત્ત બને છે, તે અંશથી ભોગની પ્રવૃત્તિ પ્રમાદના સહકા૨વાળી છે. તેથી ભોગની પ્રવૃત્તિ સર્વથા અકિંચિત્કર નથી, પરંતુ કંઈક અંશથી ધર્મશક્તિને નિર્બળ કરે છે. જ્યારે કાન્તાદૃષ્ટિમાં તો ધારણા નામનું યોગાંગ હોવાને કારણે જ્ઞાનનો ઉત્કર્ષ વર્તી રહ્યો છે, તેથી ભોગકાળમાં અંશથી પણ પ્રમાદ નથી. તેથી અપ્રમાદભાવથી ધર્મશક્તિમાં યત્ન વર્તી રહ્યો છે, માત્ર ભોગએકનાશ્ય એવા અવિરતિઆપાદક કર્મને કારણે અપ્રત્યાખ્યાનીય કે પ્રત્યાખ્યાનીય ચારિત્રમોહનીય કર્મનો ઉદયમાત્ર વર્તે છે. તેથી સંયમસ્થાનનો યત્ન થતો નથી, તોપણ અપ્રમાદભાવથી ધર્મમાં સુદૃઢ યત્ન થાય છે, અને આથી કાન્તાદૃષ્ટિમાં રહેલા ગૃહસ્થને પણ ઉપચારથી યતિભાવ જ છે. ૫૩ આશય એ છે કે ‘યતમાન હોય તે યતિ અર્થાત્ મોક્ષમાર્ગમાં જે સતત યતમાન હોય તે યતિ’ એ પ્રકારનો ‘યતિ’ શબ્દનો અર્થ કરીએ, તો કાન્તાદૃષ્ટિમાં રહેલા ગૃહસ્થો ભોગની પ્રવૃત્તિ કરે છે ત્યારે લેશ પણ પ્રમાદ કરતા નથી; પરંતુ Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૪ સદ્દષ્ટિાત્રિશિકા/શ્લોક-૧૫-૧૬ અપ્રમાદભાવથી યોગમાર્ગમાં યતમાન છે. તેથી ભોગના પ્રવૃત્તિકાળમાં પણ ભોગના સંશ્લેષવાળું ચિત્ત બનતું નથી, પરંતુ અપ્રમાદભાવથી ભોગ્યકર્મના નાશને અનુકૂળ યત્નવાળું ચિત્ત વર્તે છે. માટે ઉપચારથી તેઓને યતિ કહેવાય અર્થાત્ પરમાર્થથી યતિ તો સર્વવિરતિવાળા મુનિઓ છે, અને અવિરતિના ઉદયવાળા કાન્તાદૃષ્ટિવાળા ગૃહસ્થો યતિ નથી, પરંતુ મુનિની જેમ અપ્રમાદભાવથી યોગમાર્ગમાં યતમાન છે, માટે ઉપચારથી તેઓને યતિભાવ છે. વળી, કાન્તાદૃષ્ટિવાળા યોગી ભોગમાં યત્ન કરે છે ત્યારે યતિભાવથી વિરુદ્ધ પરિણામ લેશથી પણ નથી અર્થાત્ યોગમાર્ગમાં પ્રમાદ કરાવે તેવો યતિભાવથી વિરોધી પરિણામ તેઓને લેશથી પણ નથી, એ પ્રકારનો આચાર્યનો આશય છે. ૧પII અવતરણિકા : શ્લોક-૮માં બતાવ્યું કે કાન્તાદષ્ટિમાં ધારણાયોગાંગ પ્રગટે છે, ક્રિયાનો અત્યમુદ્ દોષ જાય છે અને મીમાંસા નામનો ગુણ પ્રગટે છે. ત્યારપછી ધારણાયોગાંગનું સ્વરૂપ બતાવ્યું. હવે કાનાદષ્ટિમાં પ્રગટ થયેલ મીમાંસા ગુણ કેવો છે ? તે બતાવે છે – શ્લોક : मीमांसा दीपिका चास्यां मोहध्वान्तविनाशिनी । तत्त्वालोकेन तेन स्यान्न कदाप्यसमञ्जसम् ।।१६।। અન્વયાર્થ : મસ્યાં =અને આમાં=કાત્તાદૃષ્ટિમાં તત્ત્વાનોન તત્વનો પ્રકાશ હોવાને કારણે, મોરધ્ધાન્તવિનાશિની=મોહરૂપી અંધકારનો વિનાશ કરનાર મીમાંસા તપિવ=મીમાંસા દીપિકા છે; તેને તે કારણથી વાપિ ક્યારેય પણ સમગ્નસમ્ ન થા=અસમંજસ ન થાય. ll૧૬ શ્લોકાર્ચ - અને કાન્તાદૃષ્ટિમાં તત્વનો પ્રકાશ હોવાને કારણે મોહરૂપી અંધકારનો વિનાશ કરનાર મીમાંસા દીપિકા છે; તે કારણથી ક્યારેય પણ અસમંજસ ન થાય. II૧૬I Page #78 -------------------------------------------------------------------------- ________________ પપ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૬ ટીકા - मीमांसेति-मीमांसा सद्विचारणा, दीपिका चास्यां कान्तायां मोहध्वान्तविनाशिनी-अज्ञानतिमिरापहारिणी, तत्त्वालोकेन-परमार्थप्रकाशेन, तेन कारणेन, न कदाप्यसमञ्जसं स्यात्, अज्ञाननिमित्तको हि तद्भाव इति ।।१६।। ટીકાર્ચ - મીમાંસા દવાRUTI .... તમાવ રૂતિ છે અને આમાં=કાતાદષ્ટિમાં, તત્ત્વનો આલોક હોવાને કારણે= પરમાર્થનો પ્રકાશ હોવાને કારણે જીવતા પારમાર્થિક સ્વરૂપનો બોધ હોવાને કારણે, મોહબ્લાસ વિનાશિની=અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનારી=થોગમાર્ગમાં અખ્ખલિત પ્રવૃત્તિ કરવામાં બાધક એવા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારી, સવિચારણારૂપ મીમાંસા દીપિકા છે. તે કારણથી ક્યારેય પણ અસમંજસ ન થાય-ક્યારેય પણ કર્મબંધને અનુકૂળ એવી પ્રમાદની પ્રવૃત્તિરૂપ અસમંજસ ન થાય. હી=જે કારણથી, અજ્ઞાનનિમિત્તક તેનો ભાવ છે= પ્રવૃત્તિવિષયક પ્રમાદના વિવર્તનમાં સમર્થ એવા જ્ઞાનના અભાવનિમિત્તક અસમંજસ પ્રવૃત્તિનો સદ્દભાવ છે. રૂતિ' શબ્દ કથનની સમાપ્તિમાં છે. ૧૬ ભાવાર્થ :મીમાંસાગુણનું સ્વરૂપ અને કાર્ય - સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓ કરતાં કાન્તાદૃષ્ટિવાળા યોગીઓને પરમાર્થનું પ્રકાશન ઘણું અધિક છે. તેના કારણે તેઓને સદ્વિચારણારૂપ મીમાંસા વર્તતી હોય છે, અને જેમ અંધકારનો નાશ દીવાથી થાય છે, તેમ અસમંજસ પ્રવૃત્તિ કરાવે તેવા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ આ મીમાંસા દીપિકાથી થાય છે, અને મીમાંસા દીપિકાથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થવાથી આ દૃષ્ટિમાં ક્યારેય અસમંજસ પ્રવૃત્તિ થતી નથી. આશય એ છે કે સંસારી જીવો કર્મબંધને અનુકૂળ જે કંઈ અસમંજસ પ્રવૃત્તિ કરે છે, તે અજ્ઞાનને કારણે કરે છે, અને તે અસમંજસ પ્રવૃત્તિ કરીને અહિતની પરંપરા ઉત્પન્ન કરે છે; જ્યારે Page #79 -------------------------------------------------------------------------- ________________ પક સદ્દષ્ટિદ્વાસિંશિકા/શ્લોક-૧૬-૧૭ સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓને સૂક્ષ્મબોધ છે, તેથી તેઓ સંસારી જીવોની જેમ અસમંજસ પ્રવૃત્તિ કરતા નથી; તોપણ અવિરતિના ઉદયથી ભોગોમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે કંઈક પ્રમાદ પણ થાય છે, જે તેઓ માટે અસમંજસ પ્રવૃત્તિરૂપ છે; કેમ કે અહીં યોગમાર્ગની પ્રવૃત્તિ ઉચિત પ્રવૃત્તિરૂપ છે, અને તે સિવાયની સર્વ પ્રવૃત્તિ અસમંજસ પ્રવૃત્તિરૂપ છે. તેથી સ્થિરાદષ્ટિવાળા યોગીની ભોગકાળમાં અંશથી જે પ્રમાદની પ્રવૃત્તિ છે, તે યોગમાર્ગની પ્રવૃત્તિને કંઈક પ્લાન કરે છે, માટે અસમંજસ છે; અને કાન્તાદૃષ્ટિમાં રહેલા યોગીઓ ભોગકાળમાં પણ પ્રમાદ થાય તેવી કોઈ અસમંજસ પ્રવૃત્તિ કરતા નથી. તેથી ભોગએકનાશ્ય કર્મ ન હોય તો ક્યારેય ભોગમાં પ્રવૃત્તિ કરતા નથી, અને ભોગએકનાશ્ય કર્મ હોય તો તે કર્મનાશના ઉપાયરૂપે ભોગમાં પ્રવૃત્તિ કરે છે, પરંતુ પ્રમાદને વશ થઈને ભોગમાં પ્રવૃત્તિ કરતા નથી. તેથી કાન્તાદૃષ્ટિવાળા યોગીઓને યોગમાર્ગને બાધા કરે તેવી અસમંજસ પ્રવૃત્તિ ક્યારેય હોતી નથી, કેમ કે અસમંજસ પ્રવૃત્તિનો સદ્ભાવ અજ્ઞાનનિમિત્તક છે, અને કાન્તાદૃષ્ટિવાળા યોગીઓમાં અસમંજસ પ્રવૃત્તિના કારણભૂત અજ્ઞાન નથી, માટે અસમંજસ પ્રવૃત્તિ નથી. I૧૬ના -: પ્રભાષ્ટિ :અવતરણિકા : સ્થિરાદષ્ટિનું વર્ણન શ્લોક-૧ થી ૭માં કર્યું. ત્યારબાદ કાત્તાદૃષ્ટિનું વર્ણન શ્લોક-૮ થી ૧૬માં કર્યા પછી ક્રમ પ્રાપ્ત પ્રભાષ્ટિનું સ્વરૂપ બતાવે છે - શ્લોક : ध्यानसारा प्रभा तत्त्वप्रतिपत्तियुता रुजा । वर्जिता च विनिर्दिष्टा सत्प्रवृत्तिपदावहा ।।१७।। અન્વયાર્થ - ધ્યાનસાર=ધ્યાન નામના યોગાંગથી મનોહર, તત્ત્વપ્રતિપત્તિયુકતત્વપ્રતિપતિથી યુક્ત, રુના áનતા=રુમ્ દોષથી વજિત સત્રવૃત્તિપીવદા ર=અને Page #80 -------------------------------------------------------------------------- ________________ Կ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૭ સત્પવૃત્તિપદને ધારણ કરનારી પ્રમા=પ્રભાષ્ટિ વિનિર્દિષ્ટ =કહેવાયેલી છે. ll૧૭થા શ્લોકાર્ય : ધ્યાન નામના યોગાંગથી મનોહર, તપ્રતિપત્તિથી યુક્ત, રુ દોષથી વર્જિત અને સપ્રવૃત્તિપદને ધારણ કરનારી પ્રભાષ્ટિ કહેવાયેલી છે. ll૧૭ ટીકા :___ ध्यानेति-ध्यानेन सारा-रुचिरा प्रभा, तत्त्वप्रतिपत्त्या यथास्थितात्मानुभवलक्षणया युता, रुजा वर्जिता, वक्ष्यमाणलक्षणसत्प्रवृत्तिपदावहा च विनिर्दिष्टा ૨૭T ટીકાર્ય : ધ્યાનેન એ. રવિનિર્વિષ્ટા ધ્યાનથી સાર=ધ્યાનથી મનોહર, પ્રભાદષ્ટિ છે. વળી તે કેવી છે ? તે સ્પષ્ટ કહે છે – યથાસ્થિત આત્માનુભવસ્વરૂપ તત્ત્વમતિપત્તિથી યુક્ત છે સર્વ વિકલ્પોથી પર જ્ઞાનમય જયોતિસ્વરૂપ સિમિત સમુદ્ર જેવી આત્માની જે અવસ્થા છે, તેનો ધ્યાન દ્વારા અનુભવ છે જેમાં તેવી તસ્વપ્રતિપત્તિથી યુક્ત છે. વળી રુગુ દોષથી રહિત છેઃધ્યાનમાં વર્તતા રોગ દોષથી રહિત છે, અને આગળમાં કહેવાશે તેવા સમ્પ્રવૃત્તિપદને લાવનારી પ્રભાષ્ટિ કહેવાઈ છે. I૧૭ા. ભાવાર્થ પ્રભાષ્ટિમાં પ્રગટ થતું ધ્યાન યોગાંગ:- પ્રભાષ્ટિવાળા યોગીઓને ધ્યાન નામનું યોગાંગ પ્રાપ્ત થાય છે, તેથી તેઓ સદા ધ્યાનમાં એકાગ્ર હોય છે. પ્રભાષ્ટિમાં તત્ત્વપ્રતિપત્તિ ગુણ - પ્રભાષ્ટિવાળા યોગીઓને સર્વ વિકલ્પોથી પર કેવળજ્ઞાનની જ્યોતિસ્વરૂપ એવા આત્માના યથાસ્થિત સ્વરૂપના અનુભવરૂપ તત્ત્વની પ્રતિપત્તિ નામનો ગુણ પ્રાપ્ત થાય છે. તેથી ધ્યાનકાળમાં કેવળજ્ઞાનની જ્યોતિસ્વરૂપ આત્માના શુદ્ધ ભાવોને જોવા માટે સદા પ્રવૃત્ત હોય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ પ૮ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૭-૧૮ પ્રભાષ્ટિમાં રોગ દોષનો અભાવ:- ક્રિયાના આઠ દોષોમાંથી રોગ નામનો દોષ ગયેલો હોય છે, તેથી પ્રભાષ્ટિવાળા યોગીઓનું ધ્યાન રોગ દોષથી સર્વથા રહિત હોય છે. રોગ એટલે પીડા અથવા ભંગ; તેઓને ધ્યાનમાં ગ્લાનિ થાય, તેવી પીડા પણ નથી અને ભંગ પણ નથી, પરંતુ અમ્મલિત ધ્યાનની ધારા ચાલે છે. વળી પ્રભાષ્ટિ અસંગઅનુષ્ઠાનરૂપ સપ્રવૃત્તિપદને ધારણ કરનારી છે. સ–વૃત્તિપદનું વિશેષ સ્વરૂપ સ્વયં ગ્રંથકારશ્રી આગળ શ્લોક-૨૧માં બતાવશે. અહીં વિશેષ એ છે કે કાન્તાદૃષ્ટિવાળા જીવોને કોઈક નિમિત્તને પામીને ક્રિયામાં ઉપયોગની પ્લાનિ આવે એવો રોગ દોષ આવી શકે, પરંતુ નિયમો રોગ દોષ હોય તેવો નિયમ નથી; પણ પ્રભાષ્ટિમાં તો રોગ દોષ સર્વથા હોતો નથી. તેથી લક્ષ્યને અનુરૂપ સર્વ ઉચિત અનુષ્ઠાનો અલનાના સ્પર્શ વગર યથાર્થ કરી શકે છે. આત્મામાં અનાદિથી મોહજન્ય અનેક દોષો છે તે દોષો નિમિત્ત પામીને ઉદયને પ્રાપ્ત થાય છે અને જે ગુણસ્થાનક સુધી તેનો ઉદયનો સંભવ હોય તે ગુણસ્થાનક સુધી તે દોષનો ઉદય થઈ શકે છે ત્યારપછી તે દોષનો ઉદય થતો નથી અને જે ગુણસ્થાનક પછી તે દોષનો નાશ થાય છે તે ગુણસ્થાનકમાં તેનો ઉદય થાય તો અતિજઘન્ય પ્રમાણમાં હોય છે જેમ સ્યાનદ્ધિત્રિકનો ઉદય છઠ્ઠા ગુણસ્થાનક સુધી છે અને છઠ્ઠા ગુણસ્થાનકવાળા મુનિને તેનો ઉદય અતિજઘન્ય હોય છે અને વેદનો ઉદય નવમા ગુણસ્થાનક સુધી છે તેથી તેની અસર કોઈ મહાત્માને થાય તોપણ નવમા ગુણસ્થાનકમાં તેની માત્રા નહિવતું હોય છે. તેમ કાન્તાદૃષ્ટિવાળા જીવો સુધી રોગ દોષની સંભાવના છે. તેથી કાન્તાદૃષ્ટિમાં રોગદોષની પ્રાપ્તિ થાય તો અતિ અલ્પમાત્રામાં હોય છે. આવા અવતરણિકા : શ્લોક-૧૭માં પ્રભાષ્ટિનું સ્વરૂપ બતાવ્યું અને કહ્યું કે પ્રભાદષ્ટિ ધ્યાન નામના યોગાંગવાળી હોય છે. તેથી હવે પ્રભાષ્ટિમાં વર્તતા ધ્યાન યોગાંગનું સ્વરૂપ બતાવે છે – Page #82 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮ શ્લોક ઃ चित्तस्य धारणादेशे प्रत्ययस्यैकतानता । ध्यानं ततः सुखं सारमात्मायत्तं प्रवर्तते । । १८ । । અન્વયાર્થ ઃ ધારાવેશે=ધારણાના વિષયમાં ચિત્તસ્વ=મતમાં પ્રત્યયસ્ય= પ્રત્યયની= જ્ઞાનની તાનતા=એકાકારતા ધ્યાનં=ધ્યાન છે. તતઃ=તેનાથી=ધ્યાનથી આત્માવર્ત્ત=સ્વાધીન સાર=ઉત્કૃષ્ટ એવું સુË=સુખ પ્રવર્તતે=પ્રવર્તે છે. ।।૧૮।। શ્લોકાર્થ : : ધારણાના વિષયમાં મનમાં જ્ઞાનની એકતાનતા ધ્યાન છે. તેનાથી સ્વાધીન, ઉત્કૃષ્ટ એવું સુખ પ્રવર્તે છે. ૧૮૫ * અહીં પિત્તસ્ય શબ્દમાં ષષ્ઠી સપ્તમી અર્થમાં છે. ટીકા ઃ Че चित्तस्येति-चित्तस्य= मनसो धारणादेशे = धारणाविषये, प्रत्ययस्यैकतानता विसदृशपरिणामपरिहारेण सदृशपरिणामधाराबन्धो ध्यानं, यदाह - " तत्र પ્રત્યયંતાનના ધ્યાન" કૃતિ [રૂ-૨], તત=તસ્માત્ સુä સાર મુ=કષ્ટ, आत्मायत्तं - परानधीनं प्रवर्तते ।। १८ ।। ટીકાર્ય ઃ ધારણાદેશમાં=ધારણાના વિષયમાં, ચિત્તમાં=મનમાં, પ્રત્યયની જ્ઞાનતી, એકતાનતા અર્થાત્ વિસર્દેશ પરિણામના પરિહારથી સદેશ પરિણામની ધારામાં બંધ=સદેશ પરિણામની ધારામાં ચિત્તનો બંધ, ધ્યાન છે. જે કારણથી કહે છે=જે કારણથી પાતંજલ યોગસૂત્ર-૩-૨માં કહે છે - “ત્યાં=ધારણાદેશમાં, જ્ઞાનની એકતાનતા ધ્યાન છે.” તેનાથી=ધ્યાનથી, સાર=ઉત્કૃષ્ટ, આત્માયત્ત=પરને અનધીન એવું, સુખ પ્રવર્તે છે. ।।૧૮।। Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉ૦ સદ્દષ્ટિઢાત્રિશિકા/શ્લોક-૧૮–૧૯ ભાવાર્થ - કાન્તાદૃષ્ટિવાળા યોગીઓનું ચિત્ત હંમેશાં શ્રુતમાં હોય છે, તેથી શ્રુતે બતાવેલ દિશાના બળથી અસંગભાવ તરફ જવાને અનુકૂળ તેઓનો યત્ન હોય છે. તેથી તેઓના ધારણા નામના યોગાંગનો વિષય અસંગભાવને અનુકૂળ એવું આત્માનું સ્વરૂપ છે; અને કાન્તાદૃષ્ટિવાળા યોગીઓના ધારણાના વિષયભૂત પદાર્થમાંગ અસંગભાવવાળા આત્મસ્વરૂપમાં પ્રભાષ્ટિવાળા યોગીઓને ધ્યાન નામનું યોગાંગ વર્તે છે. તેથી કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ ધારણા યોગાંગથી જે રીતે લક્ષ્ય તરફ જતા હતા, તેના કરતા પ્રભાદૃષ્ટિવાળા યોગીઓ ધ્યાન નામના યોગાંગથી લક્ષ્ય તરફ અતિશયથી જાય છે. ૧૮ અવતરણિકા : પૂર્વશ્લોક-૧૮માં કહ્યું કે પ્રભાષ્ટિવાળા યોગીઓને ધ્યાનથી ઉત્કૃષ્ટ એવું સ્વાધીન સુખ હોય છે. તેથી હવે ખરેખર, સ્વાધીન સુખ એ જ સુખ છે, અવ્ય સુખ નથી, એ બતાવવા અર્થે કહે છે – શ્લોક : सर्वं परवशं दुःखं सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ।।१९।। અન્વયાર્થ : પરવશ સર્વ પરવશ એવું સર્વ દુઃખ છે, માત્મવાં સર્વ સુä આત્મવશ એવું સર્વ સુખ છે. સમાસેન=સંક્ષેપથી સુલુયસુખદુઃખનું આ તક્ષi=લક્ષણ ૩ તંત્ર કહેવાયું છે. ll૧૯ શ્લોકાર્ચ - પરવશ એવું સર્વ દુઃખ છે, આત્મવશ એવું સર્વ સુખ છે. સંક્ષેપથી સુખદુઃખનું આ લક્ષણ કહેવાયું છે. ૧૯ll Page #84 -------------------------------------------------------------------------- ________________ સદૃષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૧૯ ટીકા ઃ सर्वमिति-सर्वं परवशं पराधीनं दुःखं, तल्लक्षणयोगात् सर्वमात्मवशम्= अपराधीनं सुखं, अत एव हेतो: एतदुक्तं मुनिना समासेन = सङ्क्षेपेण लक्षणं, स्वरूपं सुखदुःखयोः, इत्थं च ध्यानजमेव तत्त्वतः सुखं, न तु पुण्योदयभवमपीत्यावेदितं भवति । तदाह “ पुण्यापेक्षमपि ह्येवं सुखं परवशं स्थितम् । તતક્ષ્ય દુ:સ્વમવેતવું ધ્યાનનું તાત્ત્વિ સુવુમ્” ।। (યો.ટ્ટ.સ. ૨૭રૂ) ।।।। ટીકાર્ય ઃ - सर्व परवशं સુધમ્” ।। પરવશ=પરાધીન, એવું સર્વ દુઃખ છે; કેમ કે તેના લક્ષણનો યોગ છે=દુઃખના લક્ષણનો યોગ છે. આત્મવશ=અપરાધીન એવું સર્વ સુખ છે. આ જ હેતુથી મુનિઓ વડે સંક્ષેપથી સુખદુઃખનું લક્ષણ=સ્વરૂપ આ=પરવશ એ દુઃખ, અને સ્વવશ એ સુખ એ, કહેવાયું છે; અને આ રીતે=પૂર્વમાં સુખદુઃખનું લક્ષણ બતાવ્યું એ રીતે, ધ્યાનથી ઉત્પન્ન થયેલું તત્ત્વથી સુખ છે; પરંતુ પુણ્યોદયથી થયેલું પણ નહીં, એ પ્રમાણે આવેદિત થાય છે=બતાવાયેલું થાય છે. તેને કહે છે–તેને ‘યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક-૧૭૩માં કહે છે — ૧ “આ રીતે પુણ્યની અપેક્ષાવાળું પણ સુખ પરવશ રહેલું છે, અને તેથી=પરવશ છે તેથી, આ દુ:ખ જ છે=પુણ્યની અપેક્ષાવાળું સુખ દુ:ખ જ છે.” તો પ્રશ્ન થાય કે સુખ શું છે ? તેથી કહે છે “ધ્યાનથી ઉત્પન્ન થયેલું સુખ તાત્ત્વિક છે=પારમાર્થિક છે.” ।।૧૯।। ભાવાર્થ : પારમાર્થિક સુખદુઃખનું લક્ષણ : પરને આધીન જે કંઈ ભાવો થાય તે દુ:ખ છે. તેથી સંસારી જીવોને ભોગથી જે સુખ થાય છે, તે પરાધીન હોવાને કારણે દુ:ખ છે. - આશય એ છે કે કર્મના કારણે જીવમાં આવેશ થાય છે, અને તે આવેશને આધીન થઈને જીવ શ્રમ કરે છે, અને તે શ્રમથી આવેશનું કંઈક શમન થાય છે, Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૨૦ તેથી સંસારી જીવોને ક્ષણભર સુખનો અનુભવ થાય છે; તોપણ સંસારનું ભોગજન્ય સુખ પરાધીન હોવાથી દુઃખ છે. તે રીતે કર્મને વશ જે કંઈ શાતા આદિનો અનુભવ છે, તે પણ સ્વાધીન નથી, માટે દુઃખ છે; કેમ કે દુઃખના લક્ષણનો યોગ છે; અને આત્માને વશ એવું સર્વ સુખ છે; કેમ કે તે સુખ કોઈ અન્ય પદાર્થને આધીન નથી, પરંતુ જીવના સ્વભાવભૂત છે. આ રીતે ધ્યાનથી જ સુખ થાય છે, પરંતુ પુણ્યના ઉદયથી સુખ થતું નથી. આ કથનથી એ ફલિત થાય કે ધ્યાન એ જીવની સ્વાભાવિક પ્રકૃતિ છે; અને જીવની સ્વાભાવિક પ્રકૃતિ સુખરૂપ છે, માટે પ્રભાષ્ટિવાળા યોગીઓને તે સ્વાધીન સુખ વર્તે છે. એ પ્રકારનો પૂર્વશ્લોક સાથે સંબંધ છે. આનાથી એ ફલિત થાય કે યોગીઓ ધ્યાનમાં વર્તતા હોય ત્યારે, ઘાણીમાં પીડાતા હોય કે ઉપસર્ગો થતા હોય, તોપણ ધ્યાનથી થનારું સુખ તેઓને હોય છે. ઉપસર્ગોને કારણે અશાતાની પ્રાપ્તિ હોવાથી તેઓને દુઃખ છે, તે તો સ્થૂલદૃષ્ટિથી વ્યવહાર પ્રવર્તે છે. પરમાર્થથી તો તેઓ ધ્યાનથી થનારા સુખનો અનુભવ કરે છે, અને તે સુખ જ પ્રકર્ષને પામીને સિદ્ધઅવસ્થામાં પૂર્ણભાવરૂપે સદા અવસ્થિત છે. II૧લા. અવતરણિકા : શ્લોક-૧૭માં પ્રભાષ્ટિમાં ધ્યાન નામનું યોગાંગ પ્રગટે છે તેમ કહ્યું, ત્યારપછી તે ધ્યાનનું સ્વરૂપ શ્લોક-૧૮માં બતાવ્યું, અને તે ધ્યાનથી ઉત્કૃષ્ટ સુખ થાય છે, તેથી પારમાર્થિક સુખ અને દુઃખ શું છે? તેનું લક્ષણ શ્લોક૧૯માં કહ્યું. હવે પ્રભાષ્ટિમાં વર્તતા બોધમાં ધ્યાન સદા હોય છે, તે દૃષ્ટાંતથી બતાવે છે – શ્લોક : ध्यानं च विमले बोधे सदैव हि महात्मनाम् । सदा प्रसृमरोऽनभ्रे प्रकाशो गगने विधोः ।।२०।। અન્વયાર્થ : વ અને વિમને વો વિમલબોધ હોતે છતે નિર્મળ બોધ હોતે છતે મદત્મિના મહાત્માઓને=પ્રભાષ્ટિવાળા યોગીઓને, સદૈવ દિ=સદા જ Page #86 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૦ ધ્યાનં ધ્યાન હોય છે. મન અને વાદળો રહિત આકાશ હોતે છતે વિથ પ્રવેશ ચંદ્રનો પ્રકાશ સદા પ્રકૃમી=સદા ફેલાયેલો હોય છે. ૨૦માં શ્લોકાર્થ : અને વિમલબોધ હોતે છતે મહાત્માઓને સદા જ ધ્યાન હોય છે. વાદળો રહિત આકાશ હોતે છતે, ચંદ્રનો પ્રકાશ સદા ફેલાયેલો હોય છે. Il૨૦|| ટીકા - ध्यानं चेति-विमले बोधे च सति महात्मनां सदैव हि ध्यानं भवति, तस्य तन्नियतत्वात् दृष्टान्तमाह-अनभ्रे अभ्ररहिते गगने विधोरुदितस्य प्रकाश: सदा प्रसृमरो भवति, तथावस्थास्वाभाव्यादिति ।।२०।। ટીકાર્ય : વિમત્તે વો... વામાવ્યાદિતિ અને વિમલબોધ હોતે છતે મહાત્માઓને= પ્રભાષ્ટિવાળા યોગીઓને, સદા જ ધ્યાન હોય છે; કેમ કે તેનું ધ્યાનનું, તબિયતપણું છે=વિમલબોધની સાથે નિયતપણું છે. દષ્ટાંતને કહે છે – વાદળા રહિત આકાશ હોતે છતે ઉદિત એવા ચંદ્રનો પ્રકાશ=ઉદય પામેલા એવા ચંદ્રનો પ્રકાશ, સદા ફેલાયેલો હોય છે; કેમ કે તે પ્રકારની અવસ્થાનું સ્વભાવપણું છે-વાદળો વિતાનું આકાશ હોય તો . ચંદ્રના પ્રકાશનું ફેલાયેલી અવસ્થારૂપે રહેવાનું સ્વભાવપણું છે. ll૨૦. ભાવાર્થ :પ્રભાદષ્ટિમાં સદા ધ્યાન - પ્રભાદૃષ્ટિવાળા યોગીઓને સદા ધ્યાન હોય છે; કેમ કે ધ્યાનનું નિર્મળ બોધની સાથે સદા નિયતપણું છે. આ વાતની પુષ્ટિમાં દૃષ્ટાંત બતાવે છે – આકાશમાં વાદળો ન હોય ત્યારે ઉદય પામેલા ચંદ્રનો પ્રકાશ ફેલાય છે, તેમ વિમલ બોધમાં પ્રતિબંધક એવાં કર્મરૂપી વાદળો દૂર થાય ત્યારે સદા ધ્યાનરૂપી Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦-૨૧ પ્રકાશ આત્મામાં વર્તે છે. તેથી પ્રભાદષ્ટિવાળા યોગીઓ સદા જ ધ્યાનમાં હોય છે. ૨૦ના અવતરણિકા : શ્લોક-૧૭માં બતાવ્યું કે પ્રભાદૃષ્ટિ સત્પ્રવૃત્તિપદને ધારણ કરનાર છે. તેથી હવે પ્રભાદૃષ્ટિમાં વર્તતા સત્પ્રવૃત્તિપદનું સ્વરૂપ બતાવે છે - શ્લોક ઃ सत्प्रवृत्तिपदं चेहासङ्गानुष्ठानसंज्ञितम् । संस्कारतः स्वरसतः प्रवृत्त्या मोक्षकारणम् ।।२१ ।। અન્વયાર્થ: ==અને દુ=અહીં=પ્રભાદૃષ્ટિમાં અસાનુષ્ઠાનસંનિતમ્ સત્પ્રવૃત્તિપવું= અસંગઅનુષ્ઠાનસંજ્ઞાવાળું સત્પ્રવૃત્તિપદ સંસ્કૃતઃ=સંસ્કારને કારણે સ્વરસત!= સ્વરસથી પ્રવૃત્ત્વા=પ્રવૃત્તિ દ્વારા મોક્ષાર=મોક્ષનું કારણ છે. ।।૨૧।। શ્લોકાર્થ : અને અહીં=પ્રભાદૃષ્ટિમાં, અસંગઅનુષ્ઠાનસંજ્ઞાવાળું સત્પ્રવૃત્તિપદ સંસ્કારને કારણે સ્વરસથી પ્રવૃત્તિ દ્વારા મોક્ષનું કારણ છે. II૨૧] ટીકા ઃ सदिति-सत्प्रवृत्तिपदं चेह-प्रभायां = असङ्गानुष्ठानसंज्ञितं भवति, संस्कारतः प्राच्यप्रयत्नजात् स्वरसतः - इच्छानैरपेक्ष्येण प्रवृत्त्या = प्रकृष्टवृत्त्या मोक्षकारणं, यथा दृढदण्डनोदनानन्तरमुत्तरश्चक्रभ्रमिसन्तानस्तत्संस्कारानुवेधादेव भवति, तथा प्रथमाभ्यासाद् ध्यानानन्तरं तत्संस्कारानुवेधादेव तत्सदृशपरिणामप्रवाहोऽसङ्गानुष्ठानसञ्ज्ञां लभत इति भावार्थ: ।। २१ ।। ટીકાર્ય : सत्प्रवृत्तिपदं ભાવાર્થ: ।। અને અહીં=પ્રભાદૃષ્ટિમાં, સત્પ્રવૃત્તિપદ અસંગઅનુષ્ઠાનસંજ્ઞાવાળું છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉપ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૧ વળી તે પદ કેવું છે ? તે સ્પષ્ટ કરે છે – પ્રાચ્યપ્રયતથી ઉત્પન્ન થયેલા સંસ્કારને કારણે અસંગઅનુષ્ઠાનની પ્રાપ્તિ પૂર્વે સેવાયેલા વચનાનુષ્ઠાનના પ્રયત્નથી ઉત્પન્ન થયેલા સંસ્કારને કારણે, સ્વરસથી ઇચ્છા નિરપેક્ષથી, પ્રવૃત્તિ દ્વારા આત્મભાવમાં જવાને અનુકૂળ ધ્યાનરૂપ પ્રકૃષ્ટ પ્રવૃત્તિ દ્વારા, મોક્ષનું કારણ છે=પ્રભાષ્ટિમાં પ્રગટ થયેલું સસ્પ્રવૃત્તિપદ મોક્ષનું કારણ છે. જે પ્રમાણે દઢાંડના તોદન પછી=દઢ રીતે દંડના ભમાવ્યા પછી, તેના સંસ્કારના અનુવેધથી જ-દઢ રીતે દંડના ભ્રમણના સંસ્કારના અનુવેધથી જ, ઉત્તરમાં ચક્રની ભ્રમિનું સંતાન છેaઉત્તરમાં દંડ વગર ચક્રભ્રમણનો પ્રવાહ છે, તે પ્રમાણે પ્રથમના અભ્યાસથી થતા ધ્યાન અનંતર-વચનાનુષ્ઠાનમાં લેવાયેલા ધ્યાનના અભ્યાસથી થતા ધ્યાન પછી, તેના સંસ્કારના અતુવેધથી જ=પ્રથમ અભ્યાસના સંસ્કારના અનુવેધથી જ, તત્સદશ પરિણામનો પ્રવાહ-ધ્યાનસદશ પરિણામનો પ્રવાહ, અસંગઅનુષ્ઠાન સંજ્ઞાને પામે છે, એ પ્રકારે ભાવાર્થ છે. ૨૧ ભાવાર્થ - સત્યવૃત્તિપદ-અસંગઅનુષ્ઠાનઃ પ્રભાષ્ટિ સત્યવૃત્તિપદાવહ છે, એમ કહ્યું. તેથી સમ્પ્રવૃત્તિપદ શું છે ? તે સ્પષ્ટ કરે છે – અસંગઅનુષ્ઠાનસંજ્ઞાવાળું સત્યવૃત્તિપદ છે. આશય એ છે કે જીવનું સમ્પ્રવૃત્તિમાં રહેવું એટલે સર્વથા અસંગભાવમાં રહેવું; કેમ કે જીવનું વાસ્તવિક સ્વરૂપ સર્વથા સંગ વગરનું છે. આથી સિદ્ધના જીવો સંપૂર્ણ સંગ વગરના છે, અને તે અવસ્થાને પ્રગટ કરે તેવી સપ્રવૃત્તિ અસંગઅનુષ્ઠાનરૂપ છે. વળી આ અસંગઅનુષ્ઠાન મોક્ષનું કારણ કઈ રીતે છે ? તે સ્પષ્ટ કરે છે – મોક્ષનો અર્થી જીવ ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરે છે ત્યારે ભગવાનના વચનનો રાગ હોય છે, તેથી અસંગઅનુષ્ઠાન નથી પરંતુ વચનાનુષ્ઠાન છે. વળી, અસંગઅનુષ્ઠાનમાં જીવને ક્યાંય સંગભાવ નથી, પરંતુ સર્વથા સંગરહિત Page #89 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૧ એવી આત્માની અવસ્થામાં જવા માટેનો પ્રયત્ન હોય છે, અને આ પ્રયત્ન વચનાનુષ્ઠાનકાળમાં કરાયેલા પ્રયત્નથી ઉત્પન્ન થયેલા સંસ્કારોને કારણે થાય છે. વળી, આ પ્રયત્ન કર્મથી પ્રેરાઈને થતો નથી, પરંતુ જીવના સ્વરસથી થાય છે. તેથી ઇચ્છાથી થયેલ નથી; પરંતુ ઇચ્છા વગર સહજ રીતે થાય છે. આશય એ છે કે વચનાનુષ્ઠાનકાળમાં “હું ભગવાનના વચનાનુસાર યત્ન કરું' તેવી ઇચ્છાથી ધ્યાનાદિમાં પ્રવૃત્તિ થાય છે. તેથી વચનાનુષ્ઠાન ઇચ્છાનિરપેક્ષ થતું નથી; પરંતુ મોક્ષમાં જવાની પ્રશસ્ત ઇચ્છા છે, તે ઇચ્છાના બળથી મોક્ષના ઉપાયભૂત અનુષ્ઠાન સેવવાની ઇચ્છા થાય છે. તેથી વચનાનુષ્ઠાનકાળમાં ભગવાનના વચનાનુસાર અનુષ્ઠાન કરવાનો અભિલાષ વર્તે છે, જ્યારે અસંગઅનુષ્ઠાનકાળમાં ધ્યાનમાં પ્રવૃત્તિ કરવાની ઇચ્છા હોતી નથી, પરંતુ જીવના સ્વરસથી ધ્યાનમાં પ્રવૃત્તિ થાય છે, અને આ પ્રવૃત્તિનું કારણ વચનાનુષ્ઠાનના સેવનકાળમાં આત્મા ઉપર પડેલા ધ્યાનના સંસ્કારો છે. તેથી એ ફલિત થાય કે વચનાનુષ્ઠાનના પ્રયત્નથી થયેલા સંસ્કારોના કારણે સ્વરસથી મોક્ષને અનુકૂળ એવી ધ્યાનમાં પ્રકૃષ્ટ પ્રવૃત્તિ અસંગાનુષ્ઠાનકાળમાં થાય છે. હવે અસંગાનુષ્ઠાન પ્રકૃષ્ટ પ્રયત્નથી મોક્ષનું કારણ છે, તેમાં દૃષ્ટાંત બતાવે છે – દૃઢ પ્રયત્નથી દંડને ચક્ર ઉપર ભમાડવામાં આવે, તો જેમ ભ્રમણના સંસ્કારને કારણે ઉત્તરમાં દંડને જમાડવાનું છોડી દેવામાં આવે તોપણ, પૂર્વમાં દંડથી ચક્રમાં ભ્રમણના સંસ્કારો પડેલા તે સંસ્કારના અનુવેધથી જ પછીથી ચક્રનું ભ્રમણ ચાલુ રહે છે; તેમ વચનાનુષ્ઠાનકાળમાં ધ્યાનનો અભ્યાસ કરાય છે, તે ધ્યાનના સંસ્કારનો અનુવેધ હોવાને કારણે, વચનાનુષ્ઠાનના ધ્યાન પછી તેના સદશ પરિણામના પ્રવાહરૂપ ધ્યાન વર્તે છે, અર્થાત્ વચનાનુષ્ઠાનકાળમાં જેમ ધ્યાનનો પ્રવાહ હતો, તત્સદશ ધ્યાનના પરિણામનો પ્રવાહ વર્તે છે, તે અસંગઅનુષ્ઠાન સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. અહીં વિશેષ એ છે કે દંડથી ચક્રનું ભ્રમણ કરવામાં આવે છે, ત્યારપછી દંડને ભમાવવાની પ્રવૃત્તિ છોડી દેવામાં આવે તોપણ ચક્રનું ભ્રમણ ચાલુ રહે છે. તેની જેમ અસંગઅનુષ્ઠાનવાળા જીવોની ધ્યાનમાં પ્રવૃત્તિ પ્રયત્ન વગર Page #90 -------------------------------------------------------------------------- ________________ وو સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૧-૨૨ સહજભાવથી થાય છે, તેટલા અંશમાં દંડ દ્વારા ચક્રભ્રમણનું દૃષ્ટાંત છે. વસ્તુતઃ દંડથી ચક્રને ભગાવ્યા પછી દંડને જમાડવાનું મૂકી દેવાથી ચક્રનું ભ્રમણ ચાલુ રહે છે, અને તે ચક્રભ્રમણ ક્રમસર ઘટતું જાય છે, અને અમુક કાળ પછી એ ચક્રનું ભ્રમણ અટકી પણ જાય છે; અને વચનાનુષ્ઠાનમાં ધ્યાનને અનુકૂળ કરાયેલા પ્રયત્નથી અસંગઅનુષ્ઠાનકાળમાં જે ધ્યાનનો યત્ન થાય, તે પ્રયત્ન વગર સહજ છે, તોપણ વચનાનુષ્ઠાનકાળમાં વર્તતા ધ્યાન કરતાં પ્રકૃષ્ટ ધ્યાનરૂપ છે, અને ઉત્તરોત્તર ધ્યાનનું સંતાન અધિક અધિક બળવાન થાય છે; પરંતુ ચક્રભ્રમિની જેમ મંદગતિવાળું થતું નથી. તેથી દંડથી થતી ચક્રબ્રમિનું દૃષ્ટાંત ફક્ત વગર દંડે ચક્રભ્રમણ થાય છે, તેટલા અંશમાં જ ગ્રહણ કરવાનું છે. ર૧ અવતરણિકા : અસંગઅનુષ્ઠાનને કહેનારા તે તે દર્શનને અભિમત નામોને કહે છે – શ્લોક : प्रशान्तवाहितासङ्गं विसभागपरिक्षयः । शिववर्त्म ध्रुवाध्वेति योगिभिर्गीयते ह्यदः ।।२२।। અન્વયાર્થ : =આકઅસંગઅનુષ્ઠાન પ્રશાન્તવાદિતાસંન્ન વિમાનરિક્ષય: શિવવર્ન ધ્રુવાધ્યા=પ્રશાતવાહિતા સંજ્ઞાવાળું, વિભાગપરિક્ષય, મોક્ષમાર્ગ, ધ્રુવઅધ્વ તિએ પ્રમાણે યોર્જિા=યોગીઓ વડે જીવતે કહેવાય છે. રા. શ્લોકાર્ચ - આકઅસંગઅનુષ્ઠાન પ્રશાંતવાહિતા સંજ્ઞાવાળું, વિસભાગપરિક્ષય, મોક્ષમાર્ગ, ધ્રુવઅધ્વ એ પ્રમાણે યોગીઓ વડે કહેવાય છે. રસા ટીકા : प्रशान्तेति-प्रशान्तवाहितासझं साङ्ख्यानां, विसभागपरिक्षयो बौद्धानां, शिववर्त्म शैवानां, ध्रुवाध्वा महाव्रतिकानां, इति एवं हि योगिभिरदा असङ्गानुष्ठानं गीयते ।।२२।। Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સદ્દષ્ટિદ્વાસિંચિકા/શ્લોક-૨૨ ટીકાર્ય : સાંખ્યદર્શનના મત પ્રમાણે પ્રશાંતવાહિતા સંજ્ઞાવાળું, બૌદ્ધદર્શનના મત પ્રમાણે વિસભાગપરિક્ષય, શૈવદર્શનના મત પ્રમાણે શિવમાર્ગસુખનો માર્ગ, મહાવ્રતિકોના મત પ્રમાણે ધ્રુવઅધ્વા–ધ્રુવપદની પ્રાપ્તિનો માર્ગતિ પર્વ હિં પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે યોગીઓ વડે આકઅસંગઅનુષ્ઠાન, કહેવાય છે. રેરા ભાવાર્થ :અસંગઅનુષ્ઠાનનાં ભિન્ન ભિન્ન દર્શનને અભિમત ભિન્ન ભિન્ન પર્યાયવાચી નામો : ભિન્ન ભિન્ન દર્શનકારો અસંગઅનુષ્ઠાનને ભિન્ન ભિન્ન નામ વડે સ્વદર્શનમાં જણાવે છે, તે પ્રસ્તુત શ્લોકમાં જણાવે છે. જે આ પ્રમાણે – (૨) પ્રશાંતવાદિતા :- પ્રભાષ્ટિવાળા યોગી સર્વથા સંગરહિત થઈને ધ્યાનમાં સહજ પ્રવર્તતા હોય છે, ત્યારે ચિત્તમાં કષાયોનો અત્યંત ઉપશમભાવ વર્તતો હોય છે, તેથી તેમનો ચિત્તનો પ્રવાહ પ્રશાંતવાહિતાવાળો છે. તેને સામે રાખીને સાંખ્યદર્શનવાળા યોગીઓ અસંગઅનુષ્ઠાનને પ્રશાંતવાહિતા કહે છે. (૨) વિમા પરિક્ષય:- સંગના કારણે ચિત્તનો પ્રવાહ જે વિસદશ વર્તે છે, તે વિસભાગ છે, અને તેનો ક્ષય તે વિભાગપરિક્ષય. તેથી અસંગભાવવાળા ચિત્તનો સદેશ પ્રવાહ સતત વર્તે તેવી જે ચિત્તની અવસ્થા, તે વિભાગપરિક્ષય છે. આશય એ છે કે ચિત્તનો પ્રવાહ ભિન્ન ભિન્ન વિષયોને સ્પર્શે છે, ત્યારે વિસભાગ સંતતિ વર્તે છે, અને પ્રભાષ્ટિવાળા યોગીઓ અસંગભાવમાં હોય છે, તેથી ચિત્તનો પરિણામ વિભાગના પરિક્ષયવાળો હોય છે અર્થાત્ એક સદશ જ ચિત્તની પરિણતિ વર્તે છે, જે પૂર્વપૂર્વ કરતાં વિશુદ્ધ-વિશુદ્ધતર જીવના પરિણામરૂપ છે. તેથી બૌદ્ધો અસંગઅનુષ્ઠાનને વિભાગપરિક્ષય કહે છે. બૌદ્ધ મતાનુસાર દરેક પદાર્થ પ્રતિક્ષણ વિનશ્વર છે, તોપણ ઉત્તરમાં પોતાના સદૃશ સંતાનને ઉત્પન્ન કરે છે, ત્યારે સભાગ સંતતિ વર્તે છે; અને જ્યારે Page #92 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૨-૨૩-૨૪ વિદેશ સંતાનને ઉત્પન્ન કરે છે, ત્યારે વિભાગ સંતતિ ઉત્પન્ન થાય છે; અને પ્રભાષ્ટિમાં ચિત્તની સંતતિ વિશુદ્ધ-વિશુદ્ધતર સદશ સંતાનને ઉત્પન્ન કરે છે, તેથી વિભાગના પરિક્ષયવાળી હોવાથી સભાગ સંતતિ વર્તે છે. (૩) શિવત્વે - શિવવર્મ=શિવમાર્ગ. શિવ એટલે ઉપદ્રવ વગરની અવસ્થા= મોક્ષ. તેનો જે માર્ગ એ શિવવિર્ભ છે. શૈવદર્શનવાળા અસંગઅનુષ્ઠાનને શિવમાર્ગ કહે છે. (૪) ધ્રુવાધ્યા :- ધ્રુવઅધ્વા=ધ્રુવ અવસ્થાનો માર્ગ. આત્માની સર્વકર્મરહિત અવસ્થા તે ધ્રુવ અવસ્થા છે. તેની પ્રાપ્તિનો માર્ગ તે ધ્રુવઅધ્યા છે. મહાવ્રતિકો •અસંગઅનુષ્ઠાનને ધ્રુવઅધ્વા કહે છે. શા અવતરણિકા : શ્લોક-૧૭માં કહ્યું કે પ્રભાષ્ટિ સપ્રવૃત્તિપદાવહ છે. ત્યારપછી શ્લોક૨૧માં પ્રભાદ્રષ્ટિમાં વર્તતું સત્યવૃત્તિપદ શું છે? તે બતાવ્યું, અને સપ્રવૃત્તિપદને જુદા જુદા દર્શનકારો જુદાં જુદાં નામોથી કહે છે, તે શ્લોક-૨૨માં બતાવ્યું; અને શ્લોક-૨૨માં કહ્યું કે અસંગઅનુષ્ઠાનરૂપ સત્યવૃત્તિપદને સાંખ્યદર્શનવાળા પ્રશાંતવાહિતા કહે છે. તેથી હવે શ્લોક-૨૩ થી ૨૫ સુધીમાં સાંખ્યદર્શનના મત પ્રમાણે પ્રશાંતવાહિતાની પ્રાપ્તિના નિરોધ, સમાધિ અને એકાગ્રતા કારણ છે અર્થાત્ પ્રશાંતવાહિતા પ્રત્યે વિરોધ કારણ છે, અને પ્રશાંતવાહિતાને અતિશય કરવા માટે સમાધિ કારણ છે, અને સમાધિ પ્રત્યે એકાગ્રતા કારણ છે, તે બતાવવા અર્થે, અને પ્રભાષ્ટિવાળા યોગીઓ વિરોધ, સમાધિ અને એકાગ્રતામાં કેવી રીતે યત્ન કરે છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : प्रशान्तवाहिता वृत्ते: संस्कारात् स्यानिरोधजात् । प्रादुर्भावतिरोभावौ तद्व्युत्थानजयोरयम् ।।२३।। सर्वार्थतैकाग्रतयोः समाधिस्तु क्षयोदयौ । तुल्यावेकाग्रता शान्तोदितौ च प्रत्ययाविह ।।२४।। Page #93 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા|શ્લોક-૨ -૨૩૨૪-૨૫ અન્વયાર્થ : હૃદ=અહીં=અધિકૃત દર્શનના મતમાં અર્થાત્ સાંખ્યદર્શનના મતમાં વૃત્તઃ નિરોધનાત્ સંભારાત્=વૃત્તિના નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી પ્રશાન્તવાહિતા સ્વા=પ્રશાંતવાહિતા થાય. તચુત્થાનનયોઃ પ્રાદુર્ભાવતિરોમાવા=નિરોધથી ઉત્પન્ન થયેલા અને વ્યુત્થાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારોનો પ્રાદુર્ભાવ અને તિરોભાવ= નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારોનો પ્રાદુર્ભાવ, અને વ્યુત્થાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારોનો તિરોભાવ ગવ=આ=નિરોધ છે. ૭૦ તુ=વળી સર્વાર્થતાપ્રતયો:=સર્વાર્થતાનો અને એકાગ્રતાનો ક્ષચોળ્યો સમાધિ = ક્ષય અને ઉદય સમાધિ છે અર્થાત્ સર્વાર્થતાનો ક્ષય અને એકાગ્રતાનો ઉદય સમાધિ છે, ચ=અને તુલ્યો શાન્તોવિતો પ્રત્યા=સદેશ એવા શાંત અને ઉદિત પ્રત્યયો પ્રતા=એકાગ્રતા છે. ।।૨૩-૨૪।। શ્લોકાર્થ : અહીં=અધિકૃત સાંખ્યદર્શનના મતમાં વૃત્તિના નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી પ્રશાંતવાહિતા થાય. નિરોધથી ઉત્પન્ન થયેલા અને વ્યુત્થાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારોનો આવિર્ભાવ અને તિરોભાવ આ=નિરોધ છે. વળી સર્વાર્થતાનો અને એકાગ્રતાનો ક્ષય અને ઉદય સમાધિ છે, અને સદેશ એવા શાંત અને ઉદિત પ્રત્યયો એકાગ્રતા છે. II૨૩-૨૪।। શ્લોક ઃ अस्यां व्यवस्थितो योगी त्र्यं निष्पादयत्यदः । ततश्चेयं विनिर्दिष्टा सत्प्रवृत्तिपदावहा ।। २५ ।। અન્વયાર્થ : ગસ્યાં આમાં=પ્રભાદૃષ્ટિમાં વ્યવસ્થિતો યોની=વ્યવસ્થિત એવો યોગી અવઃ ત્રયં=આ ત્રણ=તિરોધ, સમાધિ અને એકાગ્રતારૂપ આ ત્રણ, નિષ્માવતિ= નિષ્પાદન કરે છે=સાધે છે, તતT=અને તેથી વં=આ=પ્રભાદૃષ્ટિ સત્પ્રવૃત્તિપાવા=સત્પ્રવૃત્તિપદને વહન કરનારી છે. ૨૫।। Page #94 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિઢાત્રિશિકા/બ્લોક-૨૩-૨૪-૨૫ શ્લોકાર્ય : આમાં પ્રભાદેષ્ટિમાં, વ્યવસ્થિત એવો યોગી આ ત્રણ નિરોધ, સમાધિ અને એકાગ્રતા એ ત્રણ સાધે છે, અને તેથી આ પ્રભાષ્ટિ, સપ્રવૃત્તિપદને વહન કરનારી છે. રિપII નોંધ:- શ્લોક-૨૪ના અંતે ફૂઢ શબ્દ છે, તેનો શ્લોક-૨૪ની ટીકામાં અર્થ કરતાં કહ્યું કે રૂઢ=ધકૃતદર્શને અર્થાત્ અહીં=અધિકૃત દર્શનમાં અને તે અધિકૃત દર્શન એટલે સત્પવૃત્તિપદને પ્રશાંતવાહિતા કહેનાર સાંખ્યદર્શન છે, અને તે સાંખ્યદર્શનમાં પ્રશાંતવાહિતા ચિત્તની વૃત્તિઓના નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી થાય છે, તે શ્લોક-૨૩ના પૂર્વાર્ધમાં બતાવેલ છે; અને નિરોધ શું છે ? તે શ્લોક-૨૩ના ઉત્તરાર્ધમાં બતાવેલ છે. પ્રશાંતવાહિતાને અતિશય કરવા માટે સમાધિ આવશ્યક છે, તેથી શ્લોક-૨૪ના પૂર્વાર્ધમાં સમાધિનું સ્વરૂપ બતાવ્યું, અને સમાધિના સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રવેશ છે, તેથી સમાધિ માટે એકાગ્રતા આવશ્યક છે, તેથી શ્લોક-૨૪ના ઉત્તરાર્ધમાં એકાગ્રતાનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી પ્રભાષ્ટિમાં રહેલા યોગી નિરોધ, સમાધિ અને એકાગ્રતામાં યત્ન કરીને સમ્પ્રવૃત્તિપદની પ્રાપ્તિરૂપ પ્રશાંતવાહિતાને સાધે છે, તે શ્લોક-૨૫માં સ્પષ્ટ કરે છે. શ્લોક-૨૩ની ટીકા : प्रशान्तेति-प्रशान्तवाहिता परिहतविक्षेपतया सदृशप्रवाहपरिणामिता, वृत्तेः= वृत्तिमयस्य चित्तस्य, निरोधजात् संस्कारात् स्यात्, तदाह - "तस्य प्रशान्तवाहिता संस्कारात्" [३-१०], कोऽयं निरोध एवेत्यत आह-तद्व्युत्थानजयो:-निरोधजव्युत्थानजयोः संस्कारयोः प्रादुर्भावतिरोभावौ वर्तमानाध्वाभिव्यक्तिकार्यकरणासामर्थ्यावस्थानलक्षणौ अयं-निरोधः, चलत्वेऽपि गुणवृत्तस्योक्तोभयक्षय(स्य) वृत्तित्वान्वयेन चित्तस्य तथाविधस्थैर्यमादाय निरोधपरिणामशब्दव्यवहारात्, तदुक्तं - “व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ निरोधक्षणचित्तान्वयो निरोधपरिणामः" [૩-૧] કૃતિ પારરૂા. શ્લોક-૨૩નો ટીકાર્ય : પ્રશાન્તવાદિતા .... (૫:યો.ફૂ. રૂ-૧) પરિહતવિક્ષેપ પણું હોવાને કારણે સદશ પ્રવાહની પરિણામિતા=ચિત્તવૃત્તિમાં વિક્ષેપનો પરિહાર થયેલો હોવાને કારણે ચિત્તમાં સદશ પ્રવાહના પરિણામ, પ્રશાંતવાહિતા છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪-૨૫ આ પ્રશાંતવાહિતા શેનાથી થાય છે ? તે બતાવે છે – વૃત્તિના=વૃત્તિમય ચિત્તના, નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી થાય છે=પ્રશાંતવાહિતા થાય છે. તેને કહે છે–પ્રશાંતવાહિતા શેનાથી થાય છે ? તેને પાતંજલ યોગસૂત્ર૩-૧૦માં કહે છે – “તેના=ચિત્તના, સંસ્કારથી=નિરોધના સંસ્કારથી, પ્રશાન્તવાહિતા થાય છે.” શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે – આ વિરોધ જ શું છે? એથી કહે છે – તેનાથી અને વ્યુત્થાનથી ઉત્પન્ન થયેલા એવા=નિરોધથી ઉત્પન્ન થયેલા અને વ્યુત્થાતથી ઉત્પન્ન થયેલા એવા, સંસ્કારોના વર્તમાન અધ્વની વર્તમાન ક્ષણની, અભિવ્યક્તિ=પ્રાદુર્ભાવ અને કાર્ય કરવામાં અસામર્થ્યરૂપ અવસ્થાન સ્વરૂપ=તિરોભાવ, આ નિરોધ, છે અર્થાત્ ચિત્તની વર્તમાન ક્ષણમાં વિરોધના સંસ્કારની અભિવ્યક્તિરૂપ નિરોધના સંસ્કારનો પ્રાદુર્ભાવ અને વ્યુત્થાનના સંસ્કારોનું કાર્ય કરવામાં અસમર્થ અવસ્થારૂપ વ્યુત્થાનના સંસ્કારોનો તિરોભાવ તે વિરોધ છે. પૂર્વમાં નિરોધનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે સાત્ત્વિક, રાજસી અને તામસી ગુણવૃત્તિવાળું ચિત્ત હંમેશાં ચલ છે. તેથી ચિત્ત નિરુદ્ધ છે, તેમ કેમ કહી શકાય ? તેથી પ્રશાંતવાહિતાકાળમાં વર્તતા ચિત્તમાં નિરોધ શબ્દનો વ્યવહાર કેમ છે ? તેમાં હેતુ બતાવે છે -- ગુણવૃત્તિવાળા એવા ચિત્તનું ચલપણું હોવા છતાં પણ, કહેવાયેલા ઉભયના પૂર્વમાં કહેલા વિરોધના સંસ્કારના અને વ્યુત્થાનના સંસ્કારના, વૃત્તિપણાનો અવય હોવાને કારણે=નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારના પ્રાદુર્ભાવનો અને વ્યુત્થાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારોના તિરોભાવતો ચિત્તમાં વર્તવાપણાનો અવય હોવાને કારણે, ચિત્તના તેવા પ્રકારના વૈર્યને ગ્રહણ કરીને=નિરોધના સંસ્કારના પ્રાદુર્ભાવરૂપ અને વ્યુત્થાનના સંસ્કારના તિરોભાવરૂપ ધૈર્યને ગ્રહણ કરીને, વિરોધ પરિણામ શબ્દનો વ્યવહાર છે=ચિત્તમાં વિરોધ પરિણામ છે, એ પ્રકારના શબ્દનો પ્રયોગ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૩-૨૪-૨૫ તે કહેવાયું છે=શ્લોકમાં બતાવ્યું તે નિરોધનું સ્વરૂપ ‘પાતંજલ યોગસૂત્ર’૩-૯માં કહેવાયું છે “વ્યુત્થાન અને નિરોધના સંસ્કારોનો અભિભવ અને પ્રાદુર્ભાવ, અને નિરોધક્ષણવાળા ચિત્તનો અન્વય, નિરોધ પરિણામ છે.” ‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ।૨૩।। - નોંધ :- શ્લોક-૨૩ની ટીકામાં ‘પત્નેિઽત્તિ મુળવૃત્તસ્ય' પછી વતોમયક્ષયવૃત્તિત્વાન્વયેન શબ્દ છે, ત્યાં ‘૩વતોમયસ્ય વૃત્તિત્ત્વાન્વયેન' એ પ્રમાણેનો પાઠ હોવાની સંભાવના લાગે છે, તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. ૭૩ * ‘વતત્ત્વવિ’ - અહીં ‘પિ’થી એ કહેવું છે કે ગુણવૃત્ત એવા ચિત્તનું ચલપણું ન હોય તો તો નિરોધપરિણામ શબ્દનો વ્યવહાર થાય, પરંતુ ગુણવૃત્ત એવા ચિત્તનું ચલપણું હોવા છતાં પણ તેવા પ્રકારના સ્વૈર્યને ગ્રહણ કરી નિરોધપરિણામ શબ્દનો વ્યવહાર થાય છે. શ્લોક-૨૩નો ભાવાર્થ : પ્રશાંતવાહિતાનું સ્વરૂપ ઃ- સાંખ્યદર્શન અસંગઅનુષ્ઠાનને પ્રશાંતવાહિતા કહે છે, અને પ્રશાંતવાહિતાનો અર્થ કરે છે કે ચિત્તમાં વિક્ષેપોનો પરિહાર થાય ત્યારે સદેશ પ્રવાહનો પરિણામ વર્તે તે પ્રશાંતવાહિતા છે. તેથી એ પ્રાપ્ત થાય કે ‘આ પદાર્થ મને ઇષ્ટ છે, આ પદાર્થ મને અનિષ્ટ છે', એવી બુદ્ધિને કારણે ઇષ્ટ પ્રત્યેનો પક્ષપાત અને અનિષ્ટ પ્રત્યેનો દ્વેષ કરાવે તેવા વિકલ્પો જીવમાં થાય છે, અને તે સર્વ વિકલ્પોનો પરિહાર થાય ત્યારે જીવમાં નિર્વિકલ્પ દશા પ્રગટે છે. નિર્વિકલ્પદશાકાળમાં શેયનું જ્ઞાન થાય એટલો જ્ઞાનનો ઉપયોગ વર્તે છે, તેથી શેયના બોધસ્વરૂપ જ્ઞાનનો પ્રવાહ વર્તે છે, અને તે જ્ઞાનનો પ્રવાહ જ્ઞેયના બોધસ્વરૂપ સર્વકાળમાં સદેશ છે, તે પ્રશાંતવાહિતા છે. નિરોધનું સ્વરૂપ ઃ- જીવમાં વ્યુત્થાનદશા=બાહ્યદશા વર્તે છે, તેથી વ્યુત્થાનના= બાહ્યદશાના સંસ્કારોનો પ્રવાહ ચાલતો હોય છે. આ વ્યુત્થાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારોના પ્રવાહના નિરોધ માટે યોગીઓ શાસ્ત્રવચનાનુસાર સદનુષ્ઠાનોમાં પ્રવૃત્તિ કરે છે, જે ચિત્તનો નિરોધ કરવાની ક્રિયા છે; અને આ નિરોધ કરવાની Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪-૨૫ ક્રિયાથી આત્મામાં નિરોધના સંસ્કારો ઉત્પન્ન થાય છે; અને તે સંસ્કારો જ્યારે ઘનિષ્ઠ થાય છે, ત્યારે વ્યુત્થાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારો તિરોભાવ પામે છે અને નિરોધના સંસ્કારો પ્રાદુર્ભાવ પામે છે; તેથી યોગીનું ચિત્ત નિરોધવાળું બને છે અર્થાત્ તે યોગીના ચિત્તમાં વ્યુત્થાનના સંસ્કારો નષ્ટપ્રાય હોવાથી તે સંસ્કારો કાર્ય કરવામાં સામર્થ્ય વગરના થયેલા હોય છે, અને નિરોધના સંસ્કારો અભિવ્યક્ત થયેલા હોય છે, તેથી નિરુદ્ધદશાવાળું ચિત્ત છે. માટે આત્મામાં પ્રશાંતવાહિતાનો પ્રવાહ ચાલે છે. અહીં વિશેષ એ છે કે સાંખ્યદર્શન પ્રમાણે ચિત્ત સાત્ત્વિક, રાજસિક અને તામસિક વૃત્તિવાળું છે; અને ચિત્તમાં જ્યારે સાત્ત્વિક પ્રકૃતિ અધિક હોય, ત્યારે તામસિક અને રાજસિક પ્રકૃતિ ગૌણ બને છે, અને જ્યારે રાજસિક પ્રવૃત્તિ અધિક હોય ત્યારે સાત્ત્વિક અને તામસિક પ્રકૃતિ ગૌણ બને છે, અને જ્યારે તામસિક પ્રકૃતિ અધિક હોય ત્યારે સાત્ત્વિક અને રાજસિક પ્રકૃતિ ગૌણ બને છે; અને ચિત્તની આ વૃત્તિઓ ચલ છે, તેથી ગુણવૃત્તિવાળું ચિત્ત ચલસ્વભાવવાળું છે. વળી, જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે દ્રચિત્ત પુલાત્મક છે, અને સંસારી જીવો દ્રવ્યચિત્તને અવલંબીને મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તાવે છે, જે ઉપયોગ ભાવચિત્તરૂપ છે; અને તે મતિજ્ઞાનના ઉપયોગરૂપ ભાવચિત્ત રાગથી, દ્વેષથી કે સત્ત્વથી આક્રાંત હોય છે. સંસારી જીવોનું ચિત્ત રાગથી કે દ્વેષથી આક્રાંત હોય ત્યારે સત્ત્વ ગૌણ હોય છે, તેથી તેઓનું ચિત્ત તો ચલ છે જ પરંતુ યોગીઓનું ચિત્ત સત્ત્વને પ્રધાન કરીને, રાગ-દ્વેષને ગૌણ કરીને પ્રવર્તતું હોય છે, ત્યારે પણ મતિજ્ઞાનના ઉપયોગસ્વરૂપ ચલ ચિત્ત છે; કેમ કે મતિજ્ઞાનનો ઉપયોગ મનનરૂપે વર્તે છે, તેથી ધ્યાન અવસ્થામાં પણ રહેલા યોગીનું ચિત્ત નિરુદ્ધ છે, એમ કહી શકાય નહીં. આવી શંકાને સામે રાખીને ખુલાસો કરે છે કે અસંગઅનુષ્ઠાનવાળા યોગીઓનું ચિત્ત ગુણવૃત્તિની અપેક્ષાએ ચલ હોવા છતાં, વ્યુત્થાનદશાના સંસ્કારો તિરોધાન પામેલા છે અને નિરોધના સંસ્કારો પ્રાદુર્ભાવ પામેલા છે, તે અપેક્ષાએ સ્થિરભાવવાળું છે; અને તેને આશ્રયીને અસંગઅનુષ્ઠાનવાળા યોગીઓનું ચિત્ત નિરોધપરિણામવાળું છે, તે પ્રકારનો વ્યવહાર છે. વસ્તુતઃ કેવળજ્ઞાનમાં આત્મા સંપૂર્ણ સ્થિરઅવસ્થાવાળા જ્ઞાનના ઉપયોગવાળો છે, પરંતુ જ્યાં સુધી મતિજ્ઞાનનો ઉપયોગ છે, ત્યાં સુધી તે ઉપયોગ ચલસ્વભાવવાળો Page #98 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિઢાત્રિશિકા/શ્લોક-૨૩-૨૪-૨પ ૭૫ છે; છતાં મોહના વિકલ્પો નિરુદ્ધ થયેલા છે, તે અપેક્ષાએ અસંગઅનુષ્ઠાનવાળા યોગીઓનું ચિત્ત નિરોધવાળું છે, તેમ કહેલ છે. ૨૩ શ્લોક-૨૪ની ટીકા : सर्वार्थतेति-सर्वार्थता=चलत्वान्नानाविधार्थग्रहणं चित्तस्य विक्षेपो धर्म, एकाग्रता-एकस्मिन्नेवालंबने सदृशपरिणामिता, तयोः क्षयोदयौ तु अत्यन्ताभिभवाभिव्यक्तिलक्षणो समाधि: उद्रिक्तसत्त्वचित्तान्वयितयाऽवस्थितः समाधिपरिणामोऽभिधीयते, यदुक्तं- “सर्वार्थतैकाग्रतयोः क्षयोदयौ चित्तस्य समाधिपरिणामः" [३-११], इति पूर्वत्र विक्षेपस्याभिभवमात्रं, इह त्वत्यन्ताभिभवो-अनुत्पत्तिरूपोऽतीताध्वप्रवेश, इत्यनयोर्भेदः, इह-अधिकृतदर्शने । तुल्यौ-एकरूपालम्बनत्वेन सदृशौ, शान्तोदितौ अतीताध्वप्रविष्टवर्तमानाध्वस्फुरितलक्षणौ च प्रत्ययौ एकाग्रता उच्यते समाहितचित्तान्वयिनी, तदुक्तं - "शान्तोदितौ हि तुल्यप्रत्ययौ चित्तस्यैकाग्रताપરિપIT” રૂિ-૨૨] પાર૪ શ્લોક-૨૪નો ટીકાર્ચ - સર્વાર્થતા .... પરિણામ ચલપણું હોવાને કારણે જુદા જુદા પ્રકારના અર્થના ગ્રહણરૂપ ચિત્તનો વિક્ષેપધ” સર્વાર્થતા છે, એક જ આલંબનમાં સદેશ પરિણામિકા એકાગ્રતા છે. તે બેનો=સર્વાર્થતા અને એકાગ્રતાનો, વળી ક્ષય અને ઉદય-અત્યંત અભિભવરૂપ ક્ષય અને અભિવ્યક્તિ સ્વરૂપ ઉદય અર્થાત્ સર્વાર્થતાના અત્યંત અભિભવરૂપ ક્ષય, અને એકાગ્રતાની અભિવ્યક્તિ સ્વરૂપ ઉદય, સમાધિ કહેવાય છે=ઉદ્રિક્તસત્વચિનઅવયીપણાનડે અવસ્થિત=ઉદ્રક પામેલા સાત્વિક ચિતના અવયીભાવ વડે અવસ્થિત, એવો સમાધિપરિણામ કહેવાય છે. જે કારણથી કહેવાયું છે જે કારણથી પાતંજલ યોગસૂત્ર-૩-૧૧માં કહેવાયું છે – “સર્વાર્થતા અને એકાગ્રતાનો ક્ષય અને ઉદય ચિત્તનો સમાધિપરિણામ છે.” “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૨૩-૨૪-૨૫ અહીં પ્રશ્ન થાય કે પૂર્વશ્લોક-૨૩માં નિરોધનું સ્વરૂપ બતાવ્યું, અને પ્રસ્તુત શ્લોક-૨૪માં સમાધિનું સ્વરૂપ બતાવ્યું. તે બેમાં શું ભેદ છે ? એથી કહે છે ૭૬ ‘પૂર્વત્ર ડચનયોર્મેવઃ' પૂર્વત્ર=નિરોધમાં, વિક્ષેપનો અભિભવમાત્ર છે, અને અહીં=સમાધિમાં વળી અનુત્પત્તિરૂપ અતીત અધ્વમાં પ્રવેશ અત્યંત અભિભવ અર્થાત્ વિક્ષેપનો અત્યંત અભિભવ છે. એથી આ બેનો-તિરોધ અને સમાધિનો ભેદ છે. ..... ‘E=અધિકૃતવર્ગને’ શ્લોક-૨૪ના અંતે ‘દ' શબ્દ છે, જેનો અન્વય શ્લોક૨૩-૨૪ સાથે છે. તેનો અર્થ આ પ્રમાણે છે ઙ્ગ =અધિકૃત દર્શનમાં=સાંખ્યદર્શન મતમાં, પ્રશાંતવાહિતા, નિરોધ, સમાધિ અને એકાગ્રતાનું સ્વરૂપ શ્લોક-૨૩-૨૪માં બતાવ્યું, એ પ્રમાણે છે, એમ અન્વય છે. --- - तुलयावेक પરિણામઃ સમાહિત-ચિત્ત-અન્વયી=સમાધિવાળા ચિત્તમાં અન્વયી, તુલ્ય એવા=એકરૂપ આલંબનપણા વડે સદેશ એવા, શાંતઉદિત પ્રત્યયો=અતીત અધ્ધપ્રવિષ્ટ અર્થાત્ અતીત ક્ષણ પ્રવિષ્ટ અને વર્તમાન અર્ધી સ્ફુરિત અર્થાત્ વર્તમાન ક્ષણમાં સ્ફુરિત રૂપ, શાંતઉદિત પ્રત્યયો, એકાગ્રતા કહેવાય છે. તે કહેવાયું છે=એકાગ્રતાનું લક્ષણ પાતંજલ યોગસૂત્ર-૩-૧૨માં કહેવાયું છે “ચિત્તના શાન્ત-ઉદિત તુલ્ય પ્રત્યયો એકાગ્રતા પરિણામ છે.” ભાવાર્થ : પ્રશાંતવાહિતા નિરોધથી થાય છે, તે શ્લોક-૨૩માં બતાવ્યું. તેથી જિજ્ઞાસા થાય કે નિરોધ શું છે ? તેથી શ્લોક-૨૩ના ઉત્તરાર્ધમાં નિરોધનું સ્વરૂપ બતાવ્યું. હવે નિરોધથી પ્રગટ થયેલી પ્રશાંતવાહિતાને અતિશય કરનાર સમાધિનું સ્વરૂપ બતાવે છે સમાધિનાં બે અંગો છે : (૧) સર્વાર્થતાનો ક્ષય, અને (૨) એકાગ્રતાનો ઉદય. (૧) સર્વાર્થતા :- સર્વાર્થતા એટલે ચિત્તનું ચલપણું હોવાને કારણે જુદા જુદા પ્રકારના અર્થોને ચિત્ત જે ગ્રહણ કરે છે તે સર્વાર્થતા છે, અને ચિત્તનો આ Page #100 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિહાવિંશિકા/બ્લોક-૨૩-૨૪-૨૫ ૭૭ વિક્ષેપધર્મ છે અર્થાત્ વિક્ષિપ્ત થયેલું ચિત્ત ઘડીક આ અર્થને ગ્રહણ કરે તો ઘડીક અન્ય અર્થને ગ્રહણ કરે છે. આ પ્રકારે સર્વ અર્થને ગ્રહણ કરવું એવો ચિત્તનો જે ધર્મ છે, તે સર્વાર્થતા છે. તેથી એ ફલિત થાય કે ચિત્ત સર્વાર્થ છે અને ચિત્તમાં સર્વાર્થતા છે. (૨) એકાગ્રતા :- એકાગ્રતા એટલે એક આલંબનમાં સદૃશ પરિણામિતા અર્થાત્ એક વસ્તુને આલંબન કરીને ચિત્તમાં એક સરખો પરિણામ ધારણ કરવો એ એકાગ્રતા છે. આનાથી એ ફલિત થાય કે સદશ પરિણામવાળું ચિત્ત એકાગ્ર છે અને ચિત્તમાં એકાગ્રતા છે. જ્યારે સાધક યત્નપૂર્વક સર્વાર્થતાનો ક્ષય કરે અને એકાગ્રતાનો ઉદય કરે ત્યારે ચિત્ત સમાધિવાળું થાય છે. સર્વાર્થતાનો ક્ષય શું છે ? તે સ્પષ્ટ કરે છે – સર્વાર્થતાનો અત્યંત અભિભવ તે ક્ષય છે. એકાગ્રતાનો ઉદય શું છે ? તે સ્પષ્ટ કરે છે -- એકાગ્રતાની ચિત્તમાં અભિવ્યક્તિ=ચિત્તમાં એકાગ્રતા પ્રગટ થઈ, તે એકાગ્રતાનો ઉદય છે. સમાધિ વખતે સાધકના ચિત્તમાં સર્વાર્થતાનો ક્ષય અને એકાગ્રતાનો ઉદય વર્તે છે, અને તે વખતે ઉદ્રિક્ત સત્ત્વવાળું ચિત્ત અન્વયીરૂપે અવસ્થિત છે=ચિત્તના સાત્ત્વિક, રાજસિક અને તામસિક ધર્મમાંથી સાત્ત્વિક ધર્મ ઉદ્રક પામે છે, અને તેવું સાત્ત્વિકધર્મવાળું ચિત્ત સર્વાર્થતાના ક્ષય અને એકાગ્રતાના ઉદયમાં અન્વયીપણારૂપે અવસ્થિત છે, તે સમાધિનો પરિણામ કહેવાય છે. આનાથી એ ફલિત થાય કે જેમ સુવર્ણના કુંડળમાંથી મુગટ બનાવાય છે, ત્યારે કુંડળનો ક્ષય અને મુગટનો ઉદય થાય છે, અને કુંડળના ક્ષય કે મુગટના ઉદયમાં સુવર્ણ અવસ્થિત છે; તેમ સર્વાર્થતાવાળું ચિત્ત જ્યારે એકાગ્રતાવાળું બને છે, ત્યારે સત્ત્વના ઉદ્રકવાળું ચિત્ત અન્વયી હોય છે. તેથી સત્ત્વના ઉદ્રકવાળા ચિત્તમાં સર્વાર્થતાનો ક્ષય અને એકાગ્રતાનો ઉદય વર્તે છે, અને તે બંનેમાં સત્ત્વના ઉદ્રકવાળું ચિત્ત અન્વયી છે, તે સમાધિનો પરિણામ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિશિકા/બ્લોક-૨૩-૨૪-૨પ નિરોધ અને સમાધિનો તફાવત : નિરોધમાં વિક્ષેપના સંસ્કારો તિરોભાવ પામેલા હોય છે, પરંતુ તેનો અત્યંત અભિભવ=અત્યંત નાશ નથી હોતો; જ્યારે સમાધિમાં વિક્ષેપના સંસ્કારોનો અત્યંત અભિભવ થાય છે અર્થાત્ ફરી વિક્ષેપના સંસ્કારો ઉત્પન્ન ન થાય, તે રીતે અભિભવ થાય છે. અત્યંત અભિભવનો અર્થ સ્પષ્ટ કરે છે – વિક્ષેપનો અતીત અધ્વમાં પ્રવેશ છેઃવિક્ષેપવાળું ચિત્ત અતીતકાળનું બન્યું. હવે પછી યોગીનું વિક્ષેપવાળું ચિત્ત ક્યારેય થવાનું નથી. તેથી વિક્ષેપનો અતીત અધ્વમાં પ્રવેશ થયો, તે વિક્ષેપનો અત્યંત અભિભવ છે. અહીં ‘અધ્ય' શબ્દનો પ્રયોગ કરવાનું તાત્પર્ય એ છે કે ચિત્તના ગમનનો અધ્વ=માર્ગ “ક્ષણો છે, જેથી ચિત્ત દરેક ક્ષણમાં જુદા જુદા પદાર્થોને ગ્રહણ કરવામાં પ્રવૃત્ત છે; અને જ્યારે ચિત્તમાં વર્તતો વિક્ષેપ અતીતમાર્ગમાં પ્રવેશ કરે=ચિત્તની અતીત ક્ષણરૂપ માર્ગમાં પ્રવેશ કરે, ત્યારે વિક્ષેપનો અત્યંત અભિભવ કહેવાય. તેથી એ ફલિત થાય કે સમાધિવાળું ચિત્ત થયા પછી હવે પછી વિક્ષેપવાળું ચિત્ત ક્યારેય થવાનું નથી; જ્યારે નિરોધમાં તો વિક્ષેપના સંસ્કારોનો તિરોભાવ હોવાને કારણે સામગ્રી મળે તો ફરી વિક્ષેપ થાય, અને સામગ્રી ન મળે તો ન પણ થાય, જ્યારે સમાધિમાં તો વિક્ષેપના સંસ્કારો નાશ પામેલા છે, સમાધિકાળમાં સર્વાર્થતાનો ક્ષય થાય છે અને એકાગ્રતાનો ઉદય થાય છે. તેથી એકાગ્રતા શું છે ? તે સ્પષ્ટ કરે છે – એકાગ્રતા પરિણામનું સ્વરૂપ - ચિત્ત જ્યારે કોઈ પદાર્થ ઉપર વિચાર કરતું હોય છે ત્યારે પૂર્વનો વિચાર શાંત થાય છે અને વર્તમાનનો વિચાર ઉદિત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે પૂર્વનો વિચાર અતીત અધ્વમાં પ્રવિષ્ટ થયો તે પૂર્વનો વિચાર શાંત થયો કહેવાય; અને વર્તમાનમાં કરાતો વિચાર વર્તમાન અધ્વમાં સ્કુરિત છે, તેથી વર્તમાનનો વિચાર ઉદિત છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિશિકા/બ્લોક-૨૩-૨૪-૨૫ આવા પ્રકારનું જે જ્ઞાન છે તે શાંત-ઉદિત-પ્રત્યયવાળું છે, અને આવું જ્ઞાન સર્વ જીવોને સદા વર્તતું હોય છે, કેમ કે કોઈ એક પદાર્થનું જ્ઞાન કરે છે ત્યારે પૂર્વના જ્ઞાનનો વિચાર શાંત થાય છે, અને વર્તમાનમાં જે જ્ઞાનનો ઉપયોગ છે, તે સ્કુરિત થાય છે; પરંતુ જ્યારે એકરૂપ આલંબનથી શાંત-ઉદિત પ્રત્યય થાય છે, ત્યારે એકાગ્રતા હોય છે અર્થાત્ કોઈ એક વસ્તુ ઉપર ચિત્તને સ્થાપિત કરીને પૂર્વનો ઉપયોગ શાંત થાય અને વર્તમાનનો ઉપયોગ ઉદિત થાય, ત્યારે તે ચિત્ત એકાગ્ર કહેવાય, અને તે ચિત્તમાં એકાગ્રતા રહે છે; અને આ એકાગ્રતા સંસારી જીવોને રાગાદિથી પદાર્થને જોતા હોય ત્યારે પણ હોઈ શકે. તેની વ્યાવૃત્તિ માટે કહે છે કે સમાહિત ચિત્તમાં અન્વયવાળી એકાગ્રતા અહીં ગ્રહણ કરવાની છે. તેથી એ ફલિત થાય કે સર્વાર્થતાના પરિણામોનો અત્યંત અભિભવ થાય, અને કોઈ એક વસ્તુનું આલંબન કરીને તવિષયક ચિત્ત એકાગ્રપરિણામવાળું હોય, અને તે વખતે ચિત્તમાં સમાધિનો પરિણામ અન્વયી હોય, તેવી એકાગ્રતા અહીં ગ્રહણ કરવાની છે; અને આવી એકાગ્રતા સમાધિકાળમાં વર્તતી હોય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોમાં આર્તધ્યાન કે રૌદ્રધ્યાનકાળમાં જે એકાગ્રતા આવે છે, તે એકાગ્રતામાં સર્વાર્થતાનો ક્ષય નથી; અને સમાધિકાળમાં જે એકાગ્રતા આવે છે, તેમાં સર્વાર્થતાનો ક્ષય છે. આથી જ સંસારી જીવો વિષયોમાં એકાગ્ર થયા પછી ચલચિત્તવાળા થાય છે ત્યારે, સર્વ પદાર્થોમાં ચિત્ત ભટકતું હોય છે; અને સમાધિકાળમાં જે એકાગ્રતા આવે છે, તે વખતે સર્વાર્થતાનો અત્યંત ક્ષય થયેલો હોય છે, તેથી સમાધિવાળું ચિત્ત સદા સર્વાર્થતાના પરિણામ વગરનું બને છે. સંક્ષેપ - (૧) સંસારી જીવોની વિષયોમાં વર્તતી એકાગ્રતા વખતે વિક્ષેપનો અભિભવ નથી, (૨) યોગીઓ જ્યારે ચિત્તનો નિરોધ કરે છે, ત્યારે વિક્ષેપનો તિરોભાવ છે અને (૩) યોગીઓ જ્યારે સમાધિ પ્રાપ્ત કરે છે, ત્યારે વિક્ષેપનો અત્યંત અભિભવ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ८० टीड : चैवमन्वयव्यतिरेकववस्त्वसम्भवः, यतोऽन्यत्रापि धर्मलक्षणावस्थापरिणामा दृश्यन्ते, तत्र धर्मिणः पूर्वधर्मनिवृत्तावुत्तरधर्मापत्तिर्धर्मपरिणामः, यथा मृल्लक्षणस्य धर्मिणः पिण्डरूपधर्मपरित्यागेन घटरूपधर्मान्तरस्वीकार:, लक्षणपरिणामश्च यथा तस्यैव घटस्यानागताध्वपरित्यागेन वर्तमानाध्वस्वीकारः, तत्परित्यागेन वाऽतीताध्वपरिग्रहः, अवस्थापरिणामश्च यथा तस्यैव घटस्य प्रथमद्वितीययोः क्षणयोः सदृशयोरन्वयित्वेन । चलगुणवृत्तीनां गुणपरिणामानां धर्मीव (धर्मी एव) शान्तोदितेषु शक्तिरूपेण स्थितेषु सर्वत्र सर्वात्मकत्ववदव्यपदेश्यधर्मेषु कथञ्चिद् भिन्नेष्वन्वयी दृश्यते यथा पिण्डघटादिषु मृदेव प्रतिक्षणमन्यान्यत्वाद्विपरिणामान्यत्वं । तत्र केचित्परिणामाः प्रत्यक्षेणैवोपलक्ष्यन्ते यथा सुखादयः संस्थानादयो वा केचिच्चानुमानगम्या यथा कर्म (धर्म) संस्कारशक्तिप्रभृतयः धर्मिणश्च भिन्नाभिन्नरूपतया सर्वत्रानुगम इति न काचिदनुपपत्तिः, तदिदमुक्तं" एतेन भूतेन्द्रियेषु धर्मलक्षणावस्थापरिणामा व्याख्याताः " [३-१३] शान्तोदिताव्यपदेश्यधर्मानुपाती धर्मी [३-१४] " क्रमान्यत्वं परिणामान्यत्वे हेतुः" इति [ ३-१५] ।।२४।। श्लोड-२४नो टीकार्थ : न चैव अन्वयित्वेन ।। जने जा रीते - निरोधनं स्व३प जतायुं, સમાધિનું સ્વરૂપ બતાવ્યું, એકાગ્રતાનું સ્વરૂપ બતાવ્યું અને તેમાં ચિત્તને અન્વયી રાખ્યું અને ધર્મને વ્યતિરેકથી રાખ્યા એ રીતે, અન્વય-વ્યતિરેકવાળી વસ્તુનો અસંભવ છે એમ ન કહેવું, જે કારણથી અન્યત્ર પણ=ચિત્ત સિવાયના દેખાતા એવા અન્ય ઘટાદિ પદાર્થોમાં પણ, ધર્મ, લક્ષણ અને અવસ્થા પરિણામ=ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામ દેખાય છે. તેથી અન્વય-વ્યતિરેકવાળી ઘટાદિ વસ્તુઓ પણ છે, તેમ ચિત્તમાં પણ અન્વય-વ્યતિરેક પરિણામનો સંભવ છે, એમ અન્વય છે. ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામ બતાવે છે त्यां=धर्म, लक्षए। खने अवस्थापरिणाममां, ..... सहष्टिद्वात्रिंशिका / श्लोड-२३-२४-२५ Page #104 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪-૨૫ (૧) ધર્મપરિણામ : ધર્મીના પૂર્વધર્મની નિવૃત્તિમાં ઉત્તરધર્મની આપત્તિ પ્રાપ્તિ, ઘર્મપરિણામ છે. જેમ મૃસ્વરૂપ એવા ધર્મીનું પિંડરૂપ ધર્મના પરિત્યાગથી ઘટરૂપ ધર્માન્તરનો સ્વીકાર એ ધર્મપરિણામ છે. (૨) લક્ષણપરિણામ : જેમ તે જ ઘટના અનાગત અધ્વતા પરિત્યાગ દ્વારા ઘટ થયા પહેલાં ઘટ અનાગત ક્ષણમાં હતો તે અનાગત ક્ષણના પરિત્યાગ દ્વારા, વર્તમાન અધ્વનો સ્વીકાર-ઘટ બન્યો ત્યારે ઘટની વર્તમાન ક્ષણનો સ્વીકાર, અથવા તેના પરિત્યાગ દ્વારા અતીત અધ્વનો પરિગ્રહ ઘટના વર્તમાન અધ્વના પરિત્યાગ દ્વારા અતીત અધ્વનો સ્વીકાર, તે લક્ષણ પરિણામ છે. (૩) અને અવસ્થાપરિણામ - જેમ સદશ એવી પ્રથમ અને દ્વિતીય ક્ષણમાં તે જ ઘટના અન્વયીપણા વડે અવસ્થાપરિણામ છે="ઘટની અવસ્થા સદશ છે જેમાં એવી પ્રથમ અને દ્વિતીય ક્ષણમાં ઘટતું અન્વયીપણું હોવાને કારણે ઘટમાં અવસ્થાપરિણામ છે. ઉત્થાન : અન્વયવ્યતિરેકવાળી વસ્તુનો અસંભવ નથી, તેમાં યુક્તિ આપી કે અન્યત્ર પણ ધર્મપરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામ દેખાય છે. માટે નિરોધ પરિણામાદિમાં અન્વયવ્યતિરેકવાળી વસ્તુનો સંભવ છે, એમ પૂર્વમાં સ્થાપન કર્યું. હવે સંસારી જીવોના ચિત્તમાં પણ અન્વય-વ્યતિરેક પરિણામ કઈ રીતે સંભવે છે ? તે બતાવીને નિરોધમાં, સમાધિમાં અને એકાગ્રતામાં અન્વયવ્યતિરેકવાળું ચિત્ત સ્વીકારવામાં કોઈ અનુપપત્તિ નથી, તે બતાવવા અર્થે કહે છે. ટીકાર્ય : વાવૃત્તિનાં ...... સેતુ” રૂતિ કથંચિત ભિન્ન એવા=ધર્મી કરતાં કથંચિત્ ભિન્ન એવા, શાંત ધર્મમાં, ઉદિત ધર્મમાં અને સર્વત્ર સર્વાત્મકત્વવાળા Page #105 -------------------------------------------------------------------------- ________________ ૨ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૨૩-૨૪-૨૫ એવા અવ્યપદેશ્ય ધર્મમાં=વ્યપદેશ ન થઈ શકે એવા શક્તિરૂપે સ્થિત ધર્મમાં, ચલગુણવૃત્તિવાળા એવા ગણપરિણામોનું ધર્મી જ=ગુણપરિણામોનું ધર્મી એવું ચિત્ત જ, અન્વયી દેખાય છે. જે પ્રમાણે પિંડઘટાદિમાં પ્રતિક્ષણ અન્યઅત્યપણું હોવાથી માટી જ વિપરિણામ અન્યત્વ છે અર્થાત્ માટી જ જુદા જુદા પરિણામને કારણે અન્યત્વરૂપ છે, તે પ્રમાણે શાંત, ઉદિત અને શક્તિરૂપ રહેલા ધર્મોમાં પ્રતિક્ષણ અન્યઅત્યપણું હોવાથી ચિત્તરૂપ ધર્મી વિપરિણામ અન્યત્વ છે, એમ પૂર્વના કથન સાથે સંબંધ છે. ‘તંત્ર’ ત્યાં=ચલગુણવૃત્તિવાળા ગુણપરિણામોના ધર્મીમાં, કેટલાક પરિણામો પ્રત્યક્ષથી દેખાય છે, જે પ્રમાણે સુખાદિ અથવા સંસ્થાનાદિ, અને કેટલાક=કેટલાક પરિણામો, અનુમાનગમ્ય છે, જે પ્રમાણે ધર્મસંસ્કાર, શક્તિ વગેરે, અને ભિન્ન ભિન્નરૂપે ધર્મીનો સર્વત્ર અનુગમ છે=ધર્મીનું સર્વત્ર ઘટાદિ બાહ્ય પદાર્થોમાં અને ચલવૃત્તિવાળા ચિત્તાદિમાં અનુસરણ છે. તેથી કોઈ અનુપપત્તિ નથી=નિરોધપરિણામમાં, સમાધિપરિણામમાં અને એકાગ્રતાપરિણામમાં અન્વયવ્યતિરેકી વસ્તુ સ્વીકારમાં કોઈ અસંગતિ નથી. તે આ કહેવાયું છે=તે પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે નિરોધપરિણામાદિમાં અન્વયવ્યતિરેકવાળી વસ્તુનો અસંભવ નથી, તે ‘પાતંજલ યોગસૂત્ર' ૩-૧૩-૧૪-૧૫ સૂત્રમાં કહેવાયું છે ..... - “આનાથી=પૂર્વમાં નિરોધપરિણામ, સમાધિપરિણામ અને એકાગ્રપરિણામ બતાવ્યો એનાથી, ભૂત=પાંચ મહાભૂત અને ઇન્દ્રિયોમાં ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામ વ્યાખ્યાન કરાયાં.” (પા.યો.સૂ. ૩-૧૩) ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામમાં અન્વયી એવા ધર્મનું સ્વરૂપ બતાવે છે. “શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય એવા ધર્મોમાં અનુપાતી=અનુસરનાર ધર્મી છે.” (પા.યો.મૂ. ૩-૧૪) ધર્મીનો અન્ય અન્ય પરિણામ છે, તે બતાવવા અર્થે કહે છે “ક્રમઅન્યપણું=ધર્મોના ક્રમનું અન્યપણું, પરિણામના અન્યપણામાં હેતુ છે=અનુમાપક હેતુ છે.” (પા.યો.મૂ. ૩-૧૫) ‘કૃતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ||૨૪ા Page #106 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૨૩-૨૪-૨૫ ભાવાર્થ : પૂર્વમાં નિરોધનો પરિણામ, સમાધિનો પરિણામ અને એકાગ્રતાનો પરિણામ બતાવ્યો, ત્યાં ચિત્તને અન્વયથી સ્વીકાર્યું અને પ્રાદુર્ભાવ-તિરોભાવાદિરૂપે ધર્મોને સ્વીકાર્યા. એ રીતે ચિત્ત અન્વયવ્યતિરેકવાળું પ્રાપ્ત થયું અર્થાત્ ચિત્ત ચિત્તરૂપે અન્વયી અને તે તે ધર્મોનો ચિત્તમાં વ્યતિરેક=૫રસ્પર ભેદ, પ્રાપ્ત થયો. તેથી અન્વય-વ્યતિરેકવાળી વસ્તુની પ્રાપ્તિ થઈ, અને તે અન્વય વ્યતિરેકવાળી વસ્તુનો અસંભવ નથી, તે બતાવવા માટે કહે છે ૮૩ જે કારણથી દેખાતા અન્ય ઘટાદિ પદાર્થોમાં પણ ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામ દેખાય છે, તેથી એ પ્રાપ્ત થાય કે ઘટાદિ પદાર્થોમાં ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામ દેખાય છે, અર્થાત્ અનુગત કોઈક પદાર્થ દેખાય છે, તેથી જેમ અન્વય-વ્યતિરેકનો સંભવ ઘટાદિ પદાર્થોમાં છે, તેમ નિરોધાદિ પરિણામોમાં પણ અન્વયી ચિત્ત સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. બાહ્ય પદાર્થોમાં વર્તતા ધર્મપરિણામના બળથી અન્વયવ્યતિરેકવાળી વસ્તુ બતાવે છે. (૧) ધર્મપરિણામ :- ધર્મીના પૂર્વધર્મની નિવૃત્તિ થયે છતે ઉત્ત૨ધર્મની પ્રાપ્તિ તે ધર્મીનો ધર્મપરિણામ છે. જેમ માટીરૂપ ધર્મી પૂર્વમાં પિંડરૂપ હતી, તે પિંડરૂપ ધર્મનો પરિત્યાગ કરીને ઘટરૂપ ધર્માંત૨ને પ્રાપ્ત કરે છે. તેથી પિંડરૂપ અને ઘટરૂપ ધર્મમાં માટી અન્વયી છે, માટે ધર્મપરિણામના બળથી અન્વય-વ્યતિરેકવાળી વસ્તુ સિદ્ધ થાય છે. તેમ નિરોધાદિ ત્રણ પરિણામોમાં પણ આવિર્ભાવ-તિરોભાવાદિ અવસ્થાઓમાં અન્વયી ચિત્ત સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. હવે બાહ્ય પદાર્થોમાં વર્તતા લક્ષણ પરિણામના બળથી અન્વય-વ્યતિરેકવાળી વસ્તુ બતાવે છે - (૨) લક્ષણપરિણામ ઃ- અન્ય પદાર્થોની વ્યાવૃત્તિ કરનાર લક્ષ્યમાં રહેલો ધર્મ તે લક્ષણ, અને લક્ષ્યમાં તે લક્ષણ આવ્યા પછી બીજી, ત્રીજી આદિ ક્ષણોમાં તે લક્ષણ અનુવૃત્તિરૂપે રહે તો તે લક્ષણપરિણામ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ G સદ્દષ્ટિદ્વાચિંશિકાશ્લોક-૨૩-૨૪-૨૫ જેમ ઘટ ઉત્પન્ન થયો ન હતો ત્યારે તે અનાગત અધ્વમાં હતો, અને જ્યારે ઘટ ઉત્પન્ન થાય છે ત્યારે અનાગત અધ્વના પરિત્યાગથી વર્તમાન અધ્વનો સ્વીકાર કરે છે, તે પ્રથમ ક્ષણનો લક્ષણ પરિણામ છે; અને બીજી ક્ષણમાં જો ઘટ નાશ પામે નહીં તો તે લક્ષણ પરિણામ બીજી ક્ષણમાં પણ રહે છે ત્યારે, અનાગત અધ્વના પરિત્યાગપૂર્વક પ્રથમ ક્ષણવાળા વર્તમાન ઘટમાં વર્તતો લક્ષણપરિણામ અતીત અધ્વનો સ્વીકાર કરે છે અર્થાત્ બીજી ક્ષણમાં તે પ્રથમ ક્ષણવાળો લક્ષણ પરિણામ અતીત ક્ષણવાળો બને છે. આ પ્રકારના પ્રથમ અને દ્વિતીય ક્ષણ લક્ષણપરિણામમાં ઘટના અનુવૃત્તિરૂપે છે. તેથી ઘટ અન્વયી છે અને પ્રથમ ક્ષણના લક્ષણપરિણામનો અને બીજી ક્ષણના લક્ષણપરિણામનો વ્યતિરેક છે=પ્રથમ ક્ષણના લક્ષણપરિણામનો અને બીજી ક્ષણના લક્ષણપરિણામનો પરસ્પર ભેદ છે તે વ્યતિરેક છે તેમ નિરોધાદિ ત્રણ પરિણામોમાં પણ આવિર્ભાવતિરોભાવાદિ અવસ્થાઓમાં અન્વયી ચિત્ત સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. હવે બાહ્ય પદાર્થોમાં વર્તતા અવસ્થા પરિણામના બળથી અન્વય-વ્યતિરેકવાળી વસ્તુ બતાવે છે -- (૩) અવસ્થાપરિણામ:- અવસ્થા પરિણામ એટલે ઘટ ઉત્પન્ન થયા પછી જે આકારરૂપે અવસ્થિત હોય તે આકારરૂપે જ પછીની ક્ષણોમાં રહે, તો તે ઘટનો અવસ્થા પરિણામ છે. જેમ કોઈ ઘટ ઉત્પન્ન થયો હોય અને બીજી ક્ષણમાં તે રૂપે જ અવસ્થિત હોય તો ઘટની પ્રથમ અને દ્વિતીય ક્ષણ સશ છે, અને તે બંને સદશ અવસ્થા પરિણામમાં અન્વયી ઘટ છે. તેમ નિરોધાદિ ત્રણ પરિણામોમાં પણ આવિર્ભાવ-તિરોભાવાદિ અવસ્થાઓમાં અન્વય-વ્યતિરેક સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. અવસ્થા પરિણામ અને લક્ષણપરિણામનો તફાવત - ઘટની અવસ્થામાં કોઈ પરિવર્તન થાય તો પૂર્વની ઘટની અવસ્થાનો પરિણામ ઉત્તરમાં નથી, આમ છતાં ઘટ ઉત્તરમાં પણ ઘટના લક્ષણવાળો છે. જેમ ઘટમાંથી એકાદ કાંકરી ખરી જાય તો ઘટનું લક્ષણ પૂર્વના ઘટમાં પણ હતું અને ઉત્તરના ઘટમાં પણ છે, પરંતુ અવસ્થા પરિણામ નથી; કેમ કે અવસ્થામાં ફેરફાર થયો છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૫ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪-૨૫ અહીં વિશેષ એ છે કે માટીરૂપ ધર્મી પિંડરૂપ ધર્મનો ત્યાગ કરીને ઘટરૂપ ધર્માન્તરનો સ્વીકાર કરે છે, તેમ નિરોધમાં ચિત્તરૂપ ધર્મી વ્યુત્થાનના સંસ્કારોરૂપ ધર્મનો ત્યાગ કરીને નિરોધના સંસ્કારોરૂપ ધર્માન્તરનો સ્વીકાર કરે છે; અને માટી પિંડરૂપ ધર્મનો ત્યાગ કરીને ઘટરૂપ ધર્માન્તરનો સ્વીકાર કર્યા પછી ઘટરૂપે અવસ્થિત રહે, તો ઘટમાં લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામ વર્તે છે; તેમ ચિત્તરૂપ ધર્મી વ્યુત્થાનના સંસ્કારોરૂપ ધર્મનો ત્યાગ કરીને નિરોધના સંસ્કારોરૂપ ધર્માન્તરનો સ્વીકાર કર્યા પછી નિરોધના સંસ્કારોરૂપે અવસ્થિત રહે તો નિરોધનો પરિણામ વર્તે છે. તે બતાવવા માટે “પાતંજલ યોગસૂત્રમાં નિરોધ ન કહેતાં નિરોધલક્ષણવાળા ચિત્તનો અન્વય તે નિરોધપરિણામ” એમ કહેલ છે. તેમ સમાધિમાં પણ સમાધિ ન કહેતાં “ઉદ્રિક્ત સત્ત્વ ચિત્ત અન્વયીપણા વડે અવસ્થિત સમાધિપરિણામ' કહેલ છે, અને એકાગ્રતામાં પણ એકાગ્રતા ન કહેતાં “સમાહિત ચિત્તમાં અન્વયી એવી એકાગ્રતાને ગ્રહણ કરીને એકાગ્રતા પરિણામ' કહેલ છે. “વત્ન ગુણવૃત્તિનાં' દરેક સંસારી જીવનું ચિત્ત કોઈક વિચાર કરે છે ત્યારે, પૂર્વનો વિચાર શાંત થાય છે, અને જે વિચાર કરે છે તે ઉદિત છે, અને જે વિચારો અત્યારે નથી, તે વિચારો શક્તિરૂપે અવસ્થિત છે; અને જે વિચારો શક્તિરૂપે અવસ્થિત છે, તે સર્વત્ર સર્વાત્મકત્વવાળા અવ્યપદેશ્ય ધર્મો છે અર્થાત્ શક્તિરૂપે રહેલા ધર્મો કોઈ એક પદાર્થવિષયક નથી, પરંતુ સર્વ પદાર્થવિષયક છે. માટે સર્વાત્મકત્વવાળા છે. વળી ચિત્તમાં કોઈક ઊઠેલો વિચાર શાંત થાય ત્યારે કહેવાય કે “આ વિચાર શાંત થયો અને ચિત્તમાં કોઈ નવો વિચાર ઊઠ્યો હોય ત્યારે કહેવાય કે “આ વિચાર ઉદિત થયો.” તેમ શક્તિરૂપે રહેલા વિચારોમાં આ વિચારો શક્તિરૂપે રહેલા છે” અને “આ વિચારો શક્તિરૂપે રહેલા નથી', એવો વ્યપદેશ થતો નથી. તેથી શક્તિરૂપે રહેલા વિચારાત્મક ચિત્તના ધર્મો અવ્યપદેશ્ય છે. આનાથી એ ફલિત થયું કે શાંત, ઉદિત અને શક્તિરૂપ રહેલા એવા ધર્મોમાં ધર્મી એવું ચિત્ત અન્વયી છે. વળી શાંત, ઉદિત અને શક્તિરૂપે રહેલા આ ધર્મો ચિત્તથી કથંચિત્ ભિન્ન છે; કેમ કે ચિત્ત એક છે અને ધર્મો ત્રણ છે. તેથી ચિત્તથી આ ધર્મો કથંચિત્ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪-૨પ ભિન્ન છે. વળી આ ધર્મો ચિત્તથી કથંચિત્ અભિન્ન છે; કેમ કે ચિત્તરૂપ ધર્મી તે તે રૂપે પરિણમન પામે છે. માટે ચિત્તરૂપ જ આ ધર્મો છે, માટે ચિત્તથી કથંચિત્ અભિન્ન છે. વળી, આ ચિત્ત ચલગુણવૃત્તિવાળું છે અર્થાત્ ચિત્તમાં સાત્ત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ ગુણવૃત્તિઓ પરિવર્તન પામનારી છે. તેથી ક્યારેક સાત્ત્વિકગુણવૃત્તિ પ્રધાનરૂપે વર્તતી હોય, તો ક્યારેક રાજસિકગુણવૃત્તિ પ્રધાનરૂપે વર્તતી હોય, તો ક્યારેક તામસીગુણવૃત્તિ પ્રધાનરૂપે વર્તતી હોય. તેથી ચિત્ત ચલગુણવૃત્તિવાળું છે, અને ચલગુણવૃત્તિવાળા ચિત્તમાં વર્તતા ગુણપરિણામોનું ધર્મી ચિત્ત છે, અને તે ચિત્ત શાંત, ઉદિત અને શક્તિરૂપે સ્થિત એવા સર્વધર્મોમાં અન્વયી છે. તેથી દરેક જીવના ચિત્તને આશ્રયીને વિચારીએ તો અન્વયવ્યતિરેકવાળી વસ્તુનો અસંભવ નથી. દરેક જીવના ચિત્તને આશ્રયીને અન્વય-વ્યતિરેકવાળી વસ્તુનો અસંભવ નથી, તે દૃષ્ટાંતથી બતાવે છે – જે પ્રમાણે પિંડ-ઘટાદિમાં મૃ દ્રવ્ય જ પ્રતિક્ષણ અન્ય અન્યરૂપે થતું હોવાથી મૃદુ દ્રવ્યનું વિપરિણામ અન્યપણું છે; તેમ શાંત, ઉદિત અને શક્તિરૂપે અવસ્થિત ધર્મોમાં ચિત્તનું પ્રતિક્ષણ અન્ય અન્યરૂપપણું હોવાથી ચિત્તનું વિપરિણામ અન્યપણું છે. તેમાં ચિત્તમાં કેટલાક પરિણામો પ્રત્યક્ષથી દેખાય છે, જેમ સુખદુઃખાદિ પરિણામો અને સંસ્થાનાદિ પરિણામો. વળી ચિત્તમાં કેટલાક પરિણામો અનુમાનગમ્ય છે, જે પ્રમાણે ધર્મ, સંસ્કાર અને અનેક ભાવો કરવાની શક્તિ વગેરે. આ પ્રત્યક્ષથી દેખાતા સુખાદિ પરિણામોમાં અને અનુમાનથી ગમ્ય એવા ધર્મ, સંસ્કાર અને શક્તિરૂપ પરિણામોમાં, ભિન્નભિન્નરૂપપણા વડે સર્વત્ર=સંસારી જીવોના ચિત્તમાં અને નિરોધપરિણામવાળા, સમાધિપરિણામવાળા અને એકાગ્રપરિણામવાળા યોગીના ચિત્તમાં સર્વત્ર, ધર્મી એવા ચિત્તનો અનુગમ છે. એથી કોઈ અનુપપત્તિ નથી યોગમાં વર્તતા નિરોધપરિણામમાં, સમાધિપરિણામમાં અને એકાગ્રતાપરિણામમાં અન્વયેવ્યતિરેવાળી વસ્તુ સ્વીકારવામાં કોઈ અનુપપત્તિ નથી. રજા Page #110 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪-૨૫ શ્લોક-૨૫ની ટીકા - अस्यामिति-अस्यां प्रभायां व्यवस्थितो योगी त्रयमदो निरोधसमाध्येकाग्रतालक्षणं निष्पादयति-साधयति, ततश्चेयं प्रभा सत्प्रवृत्तिपदावहा विनिर्दिष्टा, સર્વે: પ્રાપ્રશાન્તવાદિતાથા પર્વ સિદ્ધ પારકા શ્લોક-૨૫નો ટીકાર્ય : રહ્યાં ..... વ સિદ્ધઃ || આમાં=પ્રભાષ્ટિમાં વ્યવસ્થિત યોગી આગ નિરોધ, સમાધિ અને એકાગ્રતાસ્વરૂપ આ, ત્રણ પરિણામો નિષ્પાદન કરે છે સાધે છે, અને તેથી=પ્રભાદષ્ટિમાં રહેલા યોગી આ ત્રણનું નિષ્પાદન કરે છે તેથી, આ=પ્રભાષ્ટિ, સપ્રવૃત્તિપદને વહન કરનારી કહેવાયેલી છે; કેમ કે સર્વ પ્રકારે વિરોધાદિ ત્રણમાં યત્ન કરવારૂપ સર્વ પ્રકારે, પ્રશાંતવાહિતાની જ સિદ્ધિ છે. રપા. શ્લોક-૨પનો ભાવાર્થ – પ્રભાષ્ટિમાં રહેલ યોગી પ્રથમ ભૂમિકામાં નિરોધપરિણામવાળા હોય છે. નિરોધ પરિણામમાં વ્યુત્થાનના સંસ્કારો તિરોધાન થયેલા હોય છે, અને નિરોધના સંસ્કારો પ્રવર્તતા હોય છે; અને આ ભૂમિકામાંથી જીવ કંઈક આગળ આવે છે ત્યારે, ચિત્તમાં એકાગ્રતાનો યત્ન થાય છે, અને તેના ફળરૂપે સમાધિમાં યત્ન થાય છે; અને સમાધિમાં થતા યત્નથી વ્યસ્થાનના સંસ્કારો અત્યંત અભિભવ થાય છે અને એકાગ્રતાનો પરિણામ અતિશયિત અતિશયિત થાય છે. આ રીતે પ્રભાદૃષ્ટિવાળા યોગીઓ નિરોધ, સમાધિ અને એકાગ્રતાને સાધતા હોય છે, તેથી આ પ્રવૃત્તિ સત્મવૃત્તિપદને લાવનાર છે અર્થાત્ પ્રશાંતવાહિતાને લાવનાર છે; કેમ કે નિરોધાદિ ત્રણમાં કરાતા યત્નથી જીવમાં સર્વ પ્રકારે પ્રશાંતભાવ પ્રગટે છે. તેથી અસંગઅનુષ્ઠાનનું પ્રશાંતવાહિતા નામાન્તર છે, એમ શ્લોક-૨૨માં કહેલ છે. 1રપા Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સદ્દષ્ટિદ્વાત્રિશિકા/બ્લોક-૨૦ - પરાષ્ટિ :અવતરણિકા : સ્થિરાદષ્ટિનું વર્ણન શ્લોક-૧ થી ૭માં કર્યું. ત્યારબાદ કાન્તાદૃષ્ટિનું વર્ણન શ્લોક-૮ થી ૧૬માં કર્યું. ત્યારબાદ પ્રભાષ્ટિનું વર્ણન શ્લોક-૧૭ થી ૨૫ સુધી કર્યું. હવે ક્રમ પ્રાપ્ત પરાષ્ટિનું સ્વરૂપ બતાવે છે – શ્લોક : समाधिनिष्ठा तु परा तदासङ्गविवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च तदुत्तीर्णाशयेति च ।।२६।। અન્વયાર્થ - તુ વળી પૂરા=પરાદષ્ટિ સમાધિનિષ્ઠા=સમાધિનિષ્ઠ છે=સમાધિમાં આસક્ત છે, તલાસવિનતા તઆસંગ વિવજિત છે=સમાધિમાં આસંગદોષથી રહિત છે, સાતમીવૃતપ્રવૃત્તિશ્વ=અને સાત્મીકૃત પ્રવૃત્તિવાળી છે સવગણ એકત્વપરિણત પ્રવૃત્તિવાળી છે, તદુત્તીશય =અને તદુત્તીર્ણ આશયવાળી છે=પ્રવૃત્તિથી ઉત્તીર્ણ આશયવાળી છે. પરા શ્લોકાર્ચ - વળી પરાદષ્ટિ સમાધિનિષ્ઠ છે, સમાધિમાં આસંગદોષથી રહિત છે, અને સાત્મીકૃત પ્રવૃત્તિવાળી છે અને તદુતીર્ણ આશયવાળી છે. રિકો ટીકા : समाधीति-परा तु दृष्टिः समाधिनिष्ठा वक्ष्यमाणलक्षणसमाध्यासक्ता, तदासङ्गेन-समाध्यासङ्गेन विवर्जिता, सात्मीकृतप्रवृत्तिश्च-सर्वांगीणैकत्वपरिणतप्रवृत्तिश्च चन्दनगन्धन्यायेन, तदुत्तीर्णाशयेति च सर्वथा विशुद्धया પ્રવૃત્તિવાસવિતામાન શારદા ટીકાર્ય : પર 7 દૃષ્ટિ: .... વાસત્તિામાન | વળી પરાદષ્ટિ સમાધિમાં નિષ્ઠાવાળી છે શ્લોક-૨૭માં કહેવાશે, તેવા સ્વરૂપવાળી સમાધિમાં આસક્ત Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૯ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૬ છેઃસ્થિર છે. તેમાં આસંગથી સમાધિમાં આસંગદોષથી, રહિત છે, અને સાત્મીકૃત પ્રવૃત્તિવાળી છેઃચંદનગંધવ્યાયથી સર્વાંગિણ એકત્વપરિણત પ્રવૃત્તિવાળી છે જે સમાધિમાં યત્ન થઈ રહ્યો છે, તે સમાધિમાં સંપૂર્ણ રીતે એકત્વપરિણત પ્રવૃત્તિવાળી છે, અને તદુતીર્ણ આશયવાળી છે તેનાથી ઉત્તીર્ણ આશયવાળી છે જે સમાધિમાં પ્રવૃત્તિ કરે છે, તેનાથી ઉત્તીર્ણ આશયવાળી છે; કેમ કે સર્વથા વિશુદ્ધિને કારણે=યોગમાર્ગની પ્રવૃત્તિની સર્વ પ્રકારે વિશુદ્ધિ થવાને કારણે, પ્રવૃત્તિવાસક ચિત્તનો અભાવ છે. ૨૬ ભાવાર્થ :પરાદષ્ટિમાં પ્રગટ થતું સમાધિ યોગાંગ : પરાષ્ટિ આઠમી દૃષ્ટિ છે. તેમાં સમાધિ નામનું આઠમું યોગાંગ પ્રગટે છે, જેનું સ્વરૂપ ગ્રંથકારશ્રી આગળ શ્લોક-ર૭માં બતાવવાના છે. સમાધિનિષ્ઠ – આ પરાષ્ટિ સમાધિમાં આસક્ત હોય છે. અહીં આસક્ત એટલે રાગભાવથી આસક્ત નહીં, પરંતુ સહજભાવે શક્તિના પ્રકર્ષથી સમાધિમાં નિષ્ઠાવાળી પરાષ્ટિ હોય છે, તે બતાવવા માટે પરાષ્ટિને સમાધિમાં આસક્ત કહેલ છે. આસંગદોષથી વિવર્જિત - યોગમાર્ગની પ્રવૃત્તિના બાધક આઠ દોષો છે, જે ક્રમસર પ્રત્યેક દૃષ્ટિમાં જાય છે. તેમાંનો અંતિમ આસંગ નામનો દોષ=આત્મભાવોથી અન્યત્ર સંગનો ભાવ તે આસંગ નામનો દોષ, આ પરાષ્ટિમાં જાય છે. તેથી પરાષ્ટિવાળા યોગી ધ્યેયની સાથે તન્મયભાવને પામીને ઉપર ઉપરની ભૂમિકામાં જવામાં વ્યાઘાતક એવા આસંગદોષ વિના વીતરાગતા તરફ જતા હોય છે. પરાષ્ટિમાં સાત્મીકૃત પ્રવૃત્તિ ગુણ: ધ્યેય એવા પરમાત્મા સાથે તન્મયભાવરૂપ સમાધિમાં પરાષ્ટિવાળા યોગીઓ રહેલા છે, તે સમાધિની પ્રવૃત્તિ ચંદનગંધન્યાયથી પોતાના આત્મા સાથે એકત્વરૂપે પરિણામ પામેલી છે અર્થાત્ જેમ ચંદનમાં ગંધ સહજભાવે રહે છે, પરંતુ તે ગંધને ઉત્પન્ન કરવા માટે અન્ય કોઈ પ્રવૃત્તિની આવશ્યકતા નથી, તેમ જીવ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૬-૨૭ પોતાના સહજ સ્વભાવથી ધ્યેય એવા પરમાત્મા સાથે સર્વાગથી એકત્વ પરિણત પ્રવૃત્તિવાળા બને છે. વળી પરાષ્ટિવાળા યોગીઓ જે સમાધિમાં પ્રવૃત્તિ કરે છે, તે સમાધિની પ્રવૃત્તિથી ઉત્તીર્ણ આશયવાળા છે; કેમ કે ચિત્તમાં સર્વથા વિશુદ્ધિ હોવાને કારણે પ્રવૃત્તિવાસક ચિત્તનો અભાવ છે અર્થાત્ “આ પ્રવૃત્તિ હું કરું” એવા આશયવાળું ચિત્ત નથી. તેથી સમાધિમાં પોતે યત્ન કરી રહ્યા છે, તે પણ “હું આ સમાધિમાં યત્ન કરું એવા આશયવાળા નથી, પરંતુ જીવની પ્રકૃતિથી સહજ રીતે સમાધિમાં યત્ન વર્તે છે. IIકા અવતરણિકા : પરાષ્ટિમાં પ્રગટ થતાં સમાધિ નામના યોગાંગને કહે છે – શ્લોક : स्वरूपमात्रनिर्भासं समाधिर्ध्यानमेव हि । विभागमनतिक्रम्य परे ध्यानफलं विदुः ।।२७।। અન્વયાર્થ : સ્વરૂપમત્રનર્માસં=સ્વરૂપમાત્ર નિર્માસવાળું=ધ્યેય એવા પરમાત્માના સ્વરૂપમાત્ર નિર્માસવાળું, ધ્યાનમેવ દિધ્યાન જસમથિ =સમાધિ છે.વિમાનનતિ]=વિભાગનો અતિક્રમ કરીને=યોગના આઠ અંગોના વિભાગનો અતિક્રમ કરીને ધ્યાનપત્ત ધ્યાનનું ફળ સમાધિ છે, એમ પરે= બીજા=અન્ય વિકુ =કહે છે. ll૨૭ળા શ્લોકાર્થ : ધ્યેયના સ્વરૂપમાત્રના નિર્માસવાળું ધ્યાન જ સમાધિ છે. વિભાગનો અનતિક્રમ કરીને ધ્યાનનું ફળ સમાધિ છે, એમ અન્ય કહે છે. ll૨૭ll ટીકા - स्वरूपेति-स्वरूपमात्रस्य-ध्येयस्वरूपमात्रस्य निर्भासो यत्र तत्तथा, अर्थाकारसमावेशेन भूतार्थरूपतया न्यग्भूतज्ञानस्वरूपतया च ज्ञानस्वरूपशून्यतापत्तेः ध्यानमेव हि समाधिः । तदुक्तं – “तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः" www:jainelibrary.org Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૧ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/મ્લોક-૨૭ इति ( ३-३) । विभागमष्टाङ्गो योग इति प्रसिद्धमनतिक्रम्यानुल्लंघ्य परे ધ્યાનાં સમાધિરિતિ વિપુઃ ।।૨૭।। ટીકાર્ય : સ્વરૂપમાત્રસ્ય..... વિવુઃ ।।સ્વરૂપમાત્રનો=ધ્યેયના સ્વરૂપમાત્રનો નિર્ભાસ છે જેમાં તે=ધ્યાન તેવું છે=સ્વરૂપમાત્ર નિર્ભાસવાળું છે; કેમ કે અર્થાકારનો સમાવેશ હોવાને કારણે, ભૂતાર્થરૂપપણું હોવાથી અને ત્યભૂત જ્ઞાનસ્વરૂપપણું હોવાથી જ્ઞાનસ્વરૂપની શૂન્યતાની પ્રાપ્તિ છે અર્થાત્ પોતાના સાઘ્ય એવા પરમાત્માના સ્વરૂપરૂપ અર્થ, તેના આકારનો સમાવેશ હોવાને કારણે= પરમાત્માના સ્વરૂપના આકારનો પોતાના ઉપયોગમાં સમાવેશ હોવાને કારણે, પોતાનું સાધ્ય એવું પરમાત્માનું સ્વરૂપ પોતાનામાં વિદ્યમાન છે, તેથી એ સ્વરૂપ સદ્ભૂતાર્થ છે, અને આવું ભૂતાર્થરૂપપણું હોવાથી અને પોતાના ઉપયોગમાં ‘હું પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કરું છું' એ પ્રકારના જ્ઞાનના સ્વરૂપનું ગૌણપણું હોવાથી, પરાદૃષ્ટિમાં વર્તતા સમાધિના ઉપયોગમાં ‘પરમાત્માનું હું જ્ઞાન કરું છું' એ પ્રકારના જ્ઞાનના સ્વરૂપની શૂન્યતાની પ્રાપ્તિ છે, અને પરાર્દષ્ટિમાં વર્તતા સમાધિના ઉપયોગમાં પરમાત્માનું આવું સ્વરૂપમાત્ર નિર્ભાસવાળું ધ્યાન જ સમાધિ છે. તે કહેવાયું છે=સ્વરૂપમાત્ર નિર્ભાસવાળું ધ્યાન જ સમાધિ છે, તે ‘પાતંજલ યોગસૂત્ર'-૩-૩માં કહેવાયું છે – “ધ્યેયરૂપ અર્થમાત્રના નિર્વ્યાસવાળું સ્વરૂપશૂન્ય એવું તે જ=ધ્યાન જ, સમાધિ છે.” ‘કૃતિ’ શબ્દ ‘પાતંજલ યોગસૂત્ર'ના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ‘અષ્ટાંગ યોગ છે,’ એ પ્રકારના પ્રસિદ્ધ વિભાગનો અનતિક્રમ કરીને નહીં ઓળંગીને, ધ્યાનનું ફળ સમાધિ છે એ પ્રમાણે બીજાઓ કહે છે. ર૭ના ભાવાર્થ: પરાર્દષ્ટિમાં પ્રગટ થતા ચરમ યોગાંગ સમાધિનું સ્વરૂપ : ધ્યાનવિશેષ એ સમાધિ છે. કેવા પ્રકારનું વિશિષ્ટ ધ્યાન સમાધિ છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે 11 Page #115 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૭ સ્વરૂપમાત્રના નિર્વ્યાસવાળું ધ્યાન જ સમાધિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રભાદૃષ્ટિમાં ધ્યાન હતું, અને અહીં સ્વરૂપમાત્રના નિર્વ્યાસવાળું ધ્યાન છે, જે વિશિષ્ટ ધ્યાન છે. તેથી પ્રભાદૃષ્ટિમાં વર્તતા ધ્યાન કરતાં વિશિષ્ટ એવું જે ધ્યાન તે સમાધિ છે; અને આવો અર્થ કરીએ તો યોગનાં આઠ અંગો છે, તેમાં સાતમું અંગ ધ્યાન છે, અને આઠમું અંગ પણ વિશિષ્ટ ધ્યાન બને. તેથી યોગનાં આઠ અંગો ન રહે, પરંતુ સાત અંગ બની જાય. તેથી યોગનાં આઠ અંગો જે પ્રસિદ્ધ છે, તેના વિભાગનો અતિક્રમ કર્યા વગર બીજાઓ ‘સ્વરૂપમાત્રના નિર્વ્યાસવાળું ધ્યાનવિશેષ સમાધિ નથી, પરંતુ ધ્યાનનું ફળ સમાધિ છે,' એમ કહે છે, અને ધ્યાનના ફળરૂપ આ સમાધિમાં સ્વરૂપમાત્રનો નિર્ભાસ થાય છે એમ કેટલાક કહે છે, તેથી એ ફલિત થાય કે સ્વરૂપમાત્રના નિર્વ્યાસવાળું ધ્યાનવિશેષ સમાધિ છે એમ કેટલાક કહે છે, અને ધ્યાનના ફળરૂપ સ્વરૂપમાત્રના નિર્વ્યાસવાળી સમાધિ છે, એમ અન્ય કહે છે. ૯૨ સ્વરૂપમાત્રના નિર્વ્યાસવાળું ધ્યાન જ સમાધિ છે એમ કહ્યું, ત્યાં સ્વરૂપ શબ્દથી ધ્યેયનું સ્વરૂપ ગ્રહણ કરવાનું છે; અને આમ કહેવાથી ધ્યેયના સ્વરૂપથી અન્ય કોઈ વસ્તુનો નિસ નથી, એવો એકાગ્ર ઉપયોગ ગ્રહણ કરવાનો છે. તેથી એ ફલિત થાય કે પરાદષ્ટિવાળા યોગીઓ ‘પરમાત્મા જ ધ્યેય છે' અને ‘ધ્યેય એવા પરમાત્માનું હું ધ્યાન કરું છું’ એવા ઉપયોગવાળા નથી, પરંતુ પરમાત્મભાવ પોતાના આત્મામાં વર્તી રહ્યો છે, ફક્ત કર્મથી એ પરમાત્મભાવ તિરોહિત છે અને સ્વઉપયોગના બળથી પોતાના આત્મામાં તિરોહિત રહેલા પરમાત્મભાવને આવિર્ભાવ ક૨વામાં તેઓ ઉપયોગવાળા હોય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પ્રભાદૃષ્ટિમાં વર્તતા ધ્યાનમાં ધ્યેય એવા પરમાત્મા જુદા ભાસે છે, અને ‘તે પરમાત્માનું હું ધ્યાન કરું છું, તેથી હું ધ્યાતા છું અને મારો જ્ઞાનનો ઉપયોગ ધ્યાનરૂપ છે.' આવા નિર્વ્યાસવાળું ધ્યાન છે; અને પરાદૃષ્ટિમાં ધ્યેયના સ્વરૂપમાત્ર નિર્ભ્રાસવાળું ધ્યાન છે, પરંતુ પોતાનાથી પૃથગ્ ધ્યેય છે, તેવો નિર્માસ નથી. વળી પોતાનાથી પૃથક્ એવા ધ્યેયનો હું ધ્યાતા છું, તેવો નિર્વ્યાસ નથી, અને ધ્યેય એવા પરમાત્માનું હું ધ્યાન કરું છું, તેવો પણ નિર્વ્યાસ નથી; પરંતુ પોતાના આત્મામાં કર્મથી તિરોહિતરૂપે રહેલું પરમાત્મસ્વરૂપ ધ્યેય છે, અને તે ધ્યેયસ્વરૂપને સ્વઉપયોગના બળથી સ્ફુરાયમાન કરવા માટે Page #116 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાäિશિકા/શ્લોક-૨૭ ૯૩ પોતે ઉપયુક્ત છે, તે વખતે પોતાનામાં સત્તારૂપે રહેલું પરમાત્મરૂપ ધ્યેયનું સ્વરૂપમાત્ર પોતાને દેખાય છે. આવું ધ્યાનવિશેષ સમાધિ છે. સ્વરૂપમાત્રનિર્માસવાળું ધ્યાનવિશેષ સમાધિ છે' તેમાં યુક્તિ આપી કે ઉપયોગમાં અર્થાકારનો સમાવેશ છે અર્થાત્ પોતાને સાધના દ્વારા શુદ્ધ આત્મા આવિર્ભાવ કરવો એ પ્રાપ્તવ્ય અર્થ છે, અને આવા અર્થનો આકાર તેઓના ઉપયોગમાં સ્કુરાયમાન થઈ રહ્યો છે, માટે તે ધ્યાનના ઉપયોગમાં અર્થકારનો સમાવેશ છે. તેથી એ ફલિત થાય કે શુદ્ધ આત્માને જોવા માટેનો આ ઉપયોગ છે. વળી, શુદ્ધ આત્માને જોવા માટેનો આ ઉપયોગ હોવાને કારણે તે ઉપયોગનો વિષય ભૂતાર્થરૂપ છે અર્થાત્ પોતાનામાં તે ભાવો સદ્ભતરૂપે વિદ્યમાન છે, તવિષયક આ ઉપયોગ છે, માટે ભૂતાર્થરૂપ છે; અને “હું આ સ્વરૂપનું ધ્યાન કરું છું' એ પ્રકારનું જ્ઞાનનું સ્વરૂપ ગૌણ થઈ ગયું છે, પરંતુ ધ્યેય એવા પરમાત્માના સ્વરૂપમાત્રને જોવા માટે ઉપયોગ વર્તી રહ્યો છે. તેથી આ ઉપયોગમાં જ્ઞાનના સ્વરૂપની શૂન્યતાની પ્રાપ્તિ છે અર્થાત્ ધ્યાનના આ ઉપયોગમાં “હું પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરી રહ્યો છું એ પ્રકારનું જ્ઞાનનું સ્વરૂપ નથી, પરંતુ ધ્યેય એવા પરમાત્માનું સ્વરૂપમાત્ર નિર્ભાસ થાય છે. તેથી પ્રસ્તુત ધ્યાનમાં ધ્યેયના સ્વરૂપમાત્રનો નિર્માસ છે, પરંતુ “હું ધ્યેયનું ધ્યાન કરું છું” એવા જ્ઞાનના સ્વરૂપવાળો નિર્માસ નથી, અને આવું ધ્યાનવિશેષ જ સમાધિ છે. સમાધિપરિણામ અને સમાધિયોગાંગનો ભેદ : અહીં વિશેષ એ છે કે “પાતંજલ યોગસૂત્ર-૩-૩માં સમાધિ નામનું આઠમું યોગાંગ બતાવ્યું, ૩-૯માં નિરોધપરિણામ બતાવ્યો, ૩-૧૧માં સમાધિપરિણામ બતાવ્યો અને ૩-૧૨માં એકાગ્રતાપરિણામ બતાવ્યો. આ ત્રણ પરિણામો અર્થાત્ નિરોધનો પરિણામ, સમાધિનો પરિણામ અને એકાગ્રતાનો પરિણામ, પ્રભાષ્ટિમાં પ્રગટ થાય છે, તેમ ઉપાધ્યાયજી મહારાજાએ બતાવ્યું, અને પરાષ્ટિમાં સમાધિ નામનું આઠમું યોગાંગ પ્રગટ થાય છે તે બતાવ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે સમાધિપરિણામ જુદો છે અને સમાધિ નામનું આઠમું યોગાંગ જુદું છે. સમાધિપરિણામમાં વિક્ષેપનો અત્યંત અભિભવ હોય છે અને ચિત્ત એકાગ્રપરિણામવાળું હોય છે, જ્યારે સમાધિ નામના આઠમા યોગાંગમાં ધ્યેયના સ્વરૂપમાત્રનો નિર્માસ હોય છે. રબા Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સદ્દષ્ટિઢાત્રિશિકા/શ્લોક-૨૮ અવતરણિકા : પરાદષ્ટિનું સ્વરૂપ શ્લોક-૨૬માં બતાવ્યું અને પરાષ્ટિવાળા યોગી સમાધિવાળા હોય છે, એમ પણ શ્લોક-૨૬માં કહ્યું. તેથી શ્લોક-૨૭માં સમાધિ નામના આઠમા યોગાંગનું સ્વરૂપ બતાવ્યું. હવે પરાષ્ટિવાળા યોગીઓની અન્ય વિશેષતા બતાવે છે – શ્લોક - निराचारपदो ह्यस्यामत: स्यानातिचारभाक् । चेष्टा चास्याखिला भुक्तभोजनाभाववन्मता ।।२८।। અન્વયાર્થ : સ્થાઆ દષ્ટિમાં યોગી તિવારમા ન થા=અતિચારવાળા નથી મત =આથી=અતિચારવાળા નથી આથી નિરવીરપ દિકવિરાચારપદવાળા યોગી છે; =અને આની=પરાદષ્ટિવાળા યોગીની મુમોનનામાવવ— ભક્તને ભોજનના અભાવની જેમ વિના વેષ્ટા=સમગ્ર ચેષ્ટા મતા કહેવાઈ છે= ભક્તને ભોજનના અભાવની જેમ પરાદષ્ટિવાળા યોગીને સર્વ ચેષ્ટાનો અભાવ છે. ૨૮ શ્લોકાર્ચ - આ દષ્ટિમાં યોગી અતિચારવાળા નથી. આથી નિરાચારપદવાળા છે અને પરાદષ્ટિવાળા યોગીની ભક્તને ભોજનના અભાવની જેમ સમગ્ર ચેષ્ટા કહેવાઈ છે. ૨૮ll ટીકા : निराचारेति-अस्यां दृष्टौ योगी नातिचारभाक् स्यात्, तनिबन्धनाभावात् अतो निराचारपदः, प्रतिक्रमणाद्यभावात् चेष्टा चास्यैतदृष्टिमतोऽखिला भुक्तभोजनाभाववन्मता, आचारजेयकाभावात् तस्य भुक्तप्रायत्वात्सिद्धत्वेन तदिच्छाविघटनात् ।।२८।। Page #118 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાäિશિકા/શ્લોક-૨૮ ટીકાર્ચ - ચાંદો .... તચ્છિાવિષટના I. આ દૃષ્ટિમાં પરાષ્ટિમાં યોગી અતિચારવાળા નથી; કેમ કે અતિચારના કારણનો અભાવ છે-અતિચારના કારણીભૂત ખેદાદિ આઠે દોષોનો અભાવ છે. આથી=પરાદષ્ટિમાં યોગીને અતિચાર નથી આથી, નિરાચારપદવાળા છે; કેમ કે પ્રતિક્રમણાદિનો અભાવ છે–પ્રતિક્રમણાદિ આચારોનો અભાવ છે અને આવી આ દૃષ્ટિવાળા યોગીનીપરાષ્ટિવાળા યોગીની, ભક્તને ભોજનના અભાવની જેમ વિતા વેદા=સમગ્રચેષ્ટા સર્વ પ્રવૃત્તિઓ મ=મનાઈ છે અર્થાત્ ભક્તને જેમ ભોજનક્રિયા નથી તેમ આ દૃષ્ટિવાળા યોગીને કોઈ ચેષ્ટા નથી; કેમ કે આચારજેય કર્મનો અભાવ છે. કેમ આચારજેય કર્મનો અભાવ છે, તેમાં હેતુ કહે છે – તેનું ભક્તપ્રાયઃપણું હોવાથી સિદ્ધપણું છે=આચારથી નાશ્ય એવા કર્મોના નાશનું સિદ્ધપણું છે. અહીં પ્રશ્ન થાય કે આચારથી નાશ્ય એવા કર્મોના નાશનું સિદ્ધપણું હોય એટલા માત્રથી તે યોગી શાસ્ત્રવિહિત પ્રવૃત્તિ કેમ કરતા નથી, તેમાં હેતુ કહે છે – તેની ઈચ્છાનું વિઘટન છે, અર્થાત્ શાસ્ત્રવિહિત પ્રવૃત્તિની ઇચ્છાનો અભાવ છે. ૨૮ ભાવાર્થ - પરાષ્ટિમાં નિરાચારપદ : પાદૃષ્ટિમાં રહેલા યોગીને અતિચાર કરાવે તેવા કર્મો નથી, માટે યોગમાર્ગમાં અલના કરાવનારાં કર્મોને જીતવા અર્થે શાસ્ત્રમાં જે પ્રતિક્રમણાદિ આચારો બતાવ્યા છે, તે આચારો પરાદષ્ટિવાળા યોગીઓને નથી, તેથી નિરાચારપદવાળા છે. અહીં પ્રશ્ન થાય કે તેઓની ચેષ્ટાઓ કેવી છે ? તેથી કહે છે – પરાષ્ટિમાં રહેલા યોગીઓની સંપૂર્ણ ચેષ્ટા ભક્તને ભોજનક્રિયાના અભાવની જેમ કહેવાયેલી છે અર્થાત્ ભક્તને ભોજનની ચેષ્ટા હોતી નથી, તેમ પરાષ્ટિવાળા Page #119 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૨૮ યોગીઓને શાસ્ત્રવિહિત કોઈ ક્રિયાઓ નથી, પરંતુ ધ્યેય એવા પોતાના આત્માને પ્રગટ કરવા માટે સમાધિ નામના યોગાંગમાં યત્નમાત્ર હોય છે. G9 ભુક્તને ભોજનક્રિયાના અભાવની જેમ તેઓને કોઈ ચેષ્ટા કેમ નથી ? તેમાં યુક્તિ બતાવે છે — પરાદૃષ્ટિવાળા યોગીઓને આચારથી જીતવા યોગ્ય કર્મો નથી. કેમ નથી ? તેથી કહે છે – તે કર્મોનું ભુક્તપ્રાયપણું છે અર્થાત્ તે કર્મો ભોગવાઈને નષ્ટ થઈ ચૂક્યાં છે, તેથી આચા૨ સેવીને તે કર્મોનો નાશ કરવાનું તેઓને સિદ્ધ થઈ ચૂક્યું છે; અને જે વસ્તુ પોતાને સિદ્ધ થઈ હોય તેની ઇચ્છા હોતી નથી. જેમ ભૂખ્યો માણસ ભોજન કરી લે પછી તેને ભોજનની ઇચ્છા હોતી નથી, તેમ પરાદષ્ટિવાળા યોગીઓએ આચારથી જીતવા યોગ્ય કર્મો જીતી લીધાં હોવાથી, આચારથી કર્મોને જીતવાની ઇચ્છા હોતી નથી; પરંતુ વીતરાગતાના પ્રતિબંધક અવશેષ સંજ્વલન કષાયો જીતવાના બાકી છે, તેના નાશની ઇચ્છા છે. જોકે સંજ્વલન કષાયોમાં પણ કેટલાક સંજ્વલનના કષાયો અતિચારઆપાદક હોય છે, કેટલાક સંજ્વલન કષાયો અતિચારઆપાદક નથી, પરંતુ સંયમની વૃદ્ધિમાં કારણ એવી શાસ્ત્ર વિહિત પ્રવૃત્તિ કરાવે છે. આ બંને પ્રકારના સંજ્વલન કષાયોનો નાશ શાસ્ત્રવિહિત આચારથી થાય છે; અને તેઓનો નાશ કર્યા પછી અવશેષ રહેલા સંજ્વલનના કષાયો આચારથી નાશ થાય તેવા નથી, પરંતુ ધ્યેયમાત્રમાં તન્મયભાવરૂપ સમાધિથી નાશ થાય તેવા છે; અને પરાષ્ટિમાં રહેલા યોગીઓને એવાં અવશેષ કર્મો માત્ર હોય છે, જે સમાધિના યત્નથી ક્રમે કરીને નાશ પામે છે. તેથી પરાષ્ટિમાં રહેલા યોગી અવશેષ સંજ્વલન કષાયોને જીતવાની ઇચ્છાથી સમાધિમાં યત્ન કરે છે; અને તે સમાધિકાળમાં ધ્યેયસ્વરૂપમાત્રમાં નિર્વ્યાસવાળું ધ્યાન પ્રવર્તે છે, જે ધ્યાન પ્રકર્ષને પામીને વીતરાગતાની પ્રાપ્તિના પ્રતિબંધક અવશેષ સંજ્વલન કષાયોનો નાશ કરે છે. તેથી પરાદ્દષ્ટિમાં રહેલા યોગીઓને દસમા ગુણસ્થાનક સુધી સંપૂર્ણ રાગાદિનો ઉચ્છેદ નથી, અને વ્યક્ત વિકલ્પાત્મક ઇચ્છા પણ નથી, પરંતુ જે વિદ્યમાન રાગાદિ છે તેના કારણે લક્ષ્યની પ્રાપ્તિમાં સુદૃઢ યત્ન કરાવે તેવી વિકલ્પ વિનાની ક્ષયોપશમભાવ પામેલી ઇચ્છાથી ધ્યાનમાં પ્રવૃત્તિ થાય છે, જેના બળથી તેઓ ક્ષપકશ્રેણી ઉપર ચઢીને કેવલી બને છે. II૨૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૯ અવતરણિકા : कथं तर्हि भिक्षाटनाद्याचारोऽत्रेत्यत आह -: - અવતરણિકાર્ય તો કેવી રીતે ભિક્ષાટનાદિ આચાર ત્ર=અહીં=૫રાદષ્ટિમાં છે ? એથી કહે છે ભાવાર્થ : પૂર્વશ્લોક-૨૮માં કહ્યું કે ભુક્તને ભોજનક્રિયાના અભાવની જેમ પરાર્દષ્ટિમાં સર્વ આચારોનો અભાવ હોય છે. ત્યાં પ્રશ્ન થાય કે તો પછી કઈ રીતે ભિક્ષાટનાદિ આચાર પરાષ્ટિમાં છે ? એથી કહે છે શ્લોક ઃ रत्नशिक्षादृगन्या हि तन्नियोजनदृग्यथा । फलभेदात्तथाचारक्रियाप्यस्य विभिद्यते ।।२९।। ૯૭ અન્વયાર્થ : યથા=જે પ્રમાણે રત્નશિક્ષાવૃન્યા દિ=રત્નની શિક્ષાગ્રહણની દૃષ્ટિથી અન્ય જ તત્રિયોનનાતેના નિયોજનની દૃષ્ટિ છે=રત્નના વ્યાપારની દૃષ્ટિ છે, તથા તે પ્રમાણે તમેવા ફળના ભેદથી અસ્વ=આની=પરાદૃષ્ટિવાળા યોગીની આચારયિાપિ=આચારક્રિયા પણ વિમિદ્યતે=જુદી પડે છે. IIRGII શ્લોકાર્થ : જે પ્રમાણે રત્નની શિક્ષાગ્રહણની દૃષ્ટિથી અન્ય તેના વ્યાપારની દૃષ્ટિ છે, તે પ્રમાણે ફળના ભેદથી પરાદષ્ટિવાળા યોગીની આચારક્રિયા પણ જુદી પડે છે. ા૨ા * ‘ભાષાાિપિ' - અહીં ‘પ’થી એ કહેવું છે કે પરાદષ્ટિવાળા યોગીની ધ્યાનની ક્રિયા તો પૂર્વના યોગી કરતાં વિલક્ષણ છે, પરંતુ ભિક્ષાટનાદિ આચારક્રિયા પણ વિલક્ષણ છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સદ્દષ્ટિકાત્રિશિકાશ્લોક-૨૯ ટીકા : रत्नेति-रत्नशिक्षादृशोऽन्या हि यथा शिक्षितस्य सतस्तन्नियोजनदृक्, तथाचारक्रियाप्यस्य भिक्षाटनादिलक्षणा फलभेदाद्विभिद्यते, पूर्वं हि साम्परायिककर्मक्षयः फलं, इदानीं तु भवोपग्राहिकर्मक्षय इति ।।२९।। ટીકાર્ચ - રત્નશિક્ષાશોચા . વર્મક્ષય તિ પા જે પ્રમાણે રત્નની શિક્ષા ગ્રહણની દૃષ્ટિથી અન્ય જ શિક્ષિત છતાની તેના નિયોજનની દૃષ્ટિ છે-રત્નના વ્યાપારની દૃષ્ટિ છે, તે પ્રમાણે આવી=પરાદષ્ટિવાળા યોગીની, ભિક્ષાટનાદિરૂપ આચારક્રિયા પણ ફળના ભેદથી જુદી પડે છે; જે કારણથી પૂર્વમાં પરાષ્ટિથી પૂર્વમાં સાંપરાયિક કર્મક્ષય ફળ છે, વળી હમણાં પરાષ્ટિમાં, ભવોપગ્રાહી કર્મક્ષય ફળ છે. તિ' શબ્દ કથનની સમાપ્તિમાં છે. ર૯ જ “મિક્ષાટનવત્સસT' – અહીં ‘’થી શરીરના અન્ય ધર્મોરૂપ આચારોનું ગ્રહણ કરવું. ભાવાર્થ :પરાદષ્ટિવાળા યોગીના ભિક્ષાટનાદિ આચારનો અન્ય યોગીના આચારથી ભેદ : જેમ કોઈ પુરુષ રત્નની પરીક્ષા માટે અભ્યાસ કરતો હોય ત્યારે રત્નોના પરસ્પર ભેદને ગ્રહણ કરવાને અનુકૂળ તેની દૃષ્ટિ હોય છે, અને “કયા રત્નમાં કેવા ગુણો છે ? અને કેવા દોષો છે ? તે જાણવાની દૃષ્ટિ હોય છે; અને જ્યારે રત્નની પરીક્ષામાં તે નિપુણ થાય છે, ત્યારે માત્ર તે પ્રકારે રત્નના ભેદને જાણવા માટે તે પુરુષનો યત્ન હોતો નથી, પરંતુ “કયા રત્નની ખરીદીથી મને અધિક ધનની પ્રાપ્તિ થાય તે રીતે રત્નના વ્યાપારની દૃષ્ટિથી રત્નને જુએ છે, તેથી રત્નની શિક્ષા લેનારની દૃષ્ટિ કરતાં શિક્ષિત એવા રત્નના વ્યાપારીની રત્નના વ્યાપારની દૃષ્ટિ જુદા પ્રકારની હોય છે; તેમ પરાષ્ટિવાળા યોગીની ભિક્ષાટનાદિરૂપ ક્રિયા ફળભેદને કારણે જુદા પ્રકારની છે અર્થાત્ પરાષ્ટિની Page #122 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૯ પૂર્વના યોગીઓની આચારક્રિયા કરતાં પરાદૃષ્ટિવાળા યોગીઓની ભિક્ષાટનાદિરૂપ આચારક્રિયા જુદા પ્રકારની છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પ્રભાદૃષ્ટિ સુધીના યોગીઓની ભિક્ષાટનાદિ ક્રિયાનું ફળ જુદું છે, અને પરાદૃષ્ટિવાળા યોગીનું ભિક્ષાટનાદિ ક્રિયાનું ફળ જુદું છે. હવે તે ફળભેદને સ્પષ્ટ કરે છે – ૯૯ પરાદૃષ્ટિની પૂર્વના યોગીઓની ભિક્ષાટનાદિ ક્રિયા સાં૫રાયિક કર્મક્ષયના ફળવાળી છે, અને પરાદૃષ્ટિવાળા યોગીઓની ભિક્ષાટનાદિ ક્રિયા ભવોપગ્રાહી કર્મક્ષયના ફળવાળી છે. તેથી એ ફલિત થાય કે પ્રભાદષ્ટિ સુધીના યોગીઓ ભિક્ષાટનાદિ આચારો સેવીને આચારજેય એવા સંજ્વલન કષાયના ક્ષયને કરે છે, અને પરાક્રષ્ટિવાળા યોગીઓને પણ સંજ્વલન કષાય હોવા છતાં તેઓની ભિક્ષાટનાદિ આચારની ક્રિયાથી સંજ્વલન કષાયનો ક્ષય નથી, પરંતુ સમાધિ નામના યોગાંગથી સંજ્વલન કષાયનો ક્રમસ૨ ક્ષય થાય છે, અને ભિક્ષાટનાદિ ક્રિયાથી ભવોપગ્રાહી કર્મોનો ક્ષય થાય છે અર્થાત્ જેમ ભવને ધા૨ણ કરાવનાર આયુષ્યકર્મ છે તેમ દેહને ટકાવવા આહારની પ્રવૃત્તિ કરાવીને દેહને ટકાવે તેવાં દેહનિબંધન કર્મો છે, અને દેહને ટકાવે તેવા દેહનિબંધનકર્મ ભિક્ષાટનાદિ ક્રિયાથી ક્ષય પામે છે; કેમ કે તે પ્રકારે આહારાદિના ગ્રહણથી તે કર્મ પોતાનું ફળ બતાવીને નાશ પામે છે. તેથી જીવન-મૃત્યુ પ્રત્યે સમપરિણામવાળા એવા પણ પરાદૃષ્ટિવાળા યોગીઓ ભવના ધારણનું કારણ બને તેવા દેહનિબંધનકર્મના ક્ષય અર્થે દેહને ટકાવવાને અનુકૂળ આહારાદિમાં યત્ન કરે છે, અને તેના દ્વારા દેહને ધારણ કરાવનારું એવું આયુષ્યકર્મ ભોગવાઈને નાશ પામે છે. અહીં વિશેષ એ છે કે સંજ્વલન કષાયનો વિપાકોદય માત્ર હોય પરંતુ ક્ષયોપશમભાવ ન હોય, ત્યારે તે સંજ્વલન કષાય મુનિઓને અતિચાર ઉત્પન્ન કરે છે; અને લાગેલા અતિચારો પ્રતિ મુનિ જુગુપ્સા કરે અથવા અતિચાર સામાન્ય પ્રત્યે જુગુપ્સા કરે, અને તે જુગુપ્સા તીવ્ર બને તો તે મહાત્માઓના અતિચારઆપાદક સંજ્વલન કષાયનો ક્ષયોપશમ થાય છે; પરંતુ જે મુનિઓને સંજ્વલન કષાયના વિપાકોદય વખતે જ સંજ્વલન કષાયનો ક્ષયોપશમભાવ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૯-૩૦ પણ વર્તે છે, તે મુનિઓને સંજ્વલન કષાયકૃત અતિચારોની પ્રાપ્તિ નથી; પરંતુ ક્ષયોપશમભાવને પામેલા એવા તે સંજ્વલન કષાયો શાસ્ત્રાનુસારી ઉચિત આચારોમાં દૃઢ પ્રયત્ન કરવા પ્રેરણા કરે છે. તેથી શાસ્ત્રાનુસારી ઉચિત આચારોને સેવીને તે યોગીઓ આચારજેય કર્મોને જીતે છે, આવા યોગી પરાદષ્ટિમાં હોય છે તેથી સંજ્વલન કષાય અતિશય ક્ષયોપશમભાવને પામેલ છે; તે વખતે ભિક્ષાટનાદિ આચારથી અશિષ્ટ એવા ક્ષયોપશમભાવને પામેલા સંજ્વલન કષાયનો નાશ થતો નથી, પરંતુ ભવોપગ્રાહી કર્મોનો નાશ થાય છે, અને સમાધિ નામના યોગાંગની પ્રવૃત્તિથી આવા યોગીઓના અવશેષ રહેલા સંજ્વલન કષાયનો ક્રમસર નાશ થાય છે.૨લા અવતરણિકા : પૂર્વશ્લોક-૨૯માં કહ્યું કે રત્નની શિક્ષા ગ્રહણ કરનારની દૃષ્ટિ કરતાં રત્નનો વ્યાપાર કરનારની દૃષ્ટિ જુદી છે; તેમ પ૨ાદૃષ્ટિવાળા યોગીતા આચારો પણ અન્ય યોગી કરતાં જુદા છે, માટે પરાદૃષ્ટિવાળા યોગીઓ નિરાચારપદવાળા છે. હવે જેમ રત્નની શિક્ષાને ગ્રહણ કર્યા પછી રત્નના વ્યાપારથી ધનની પ્રાપ્તિ થાય છે, તેમ પરાદૃષ્ટિવાળા મહાત્મા કઈ રીતે આત્મસંપત્તિ પ્રાપ્ત કરે છે ? તે બતાવે છે શ્લોક ઃ कृतकृत्यो यथा रत्ननियोगाद्रत्नविद् भवेत् । तथाऽयं धर्मसंन्यासविनियोगान्महामुनिः ।। ३० ।। અન્વયાર્થ : યથા=જે પ્રમાણે રનિયોમા=રત્નના નિયોજનથી=રત્નના વ્યાપારથી રત્નવિ=રત્નનો વ્યાપાર કરનાર કૃતકૃત્યો મવે=કૃતકૃત્ય થાય છે=ધનાઢ્ય થાય છે,તથા તે પ્રમાણે અયં મહામુનિ=આ મહામુનિ=પરાદૃષ્ટિવાળા મહામુનિ ધર્મસંન્યાવિનિયોાત્ર=ધર્મસંન્યાસના વિનિયોગથી=ક્ષયોપશમભાવના ધર્મોના ત્યાગના વ્યાપારથી કૃતકૃત્ય થાય છે. ।।૩૦|| Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૩૦ શ્લોકાર્થ : જે પ્રમાણે રત્નના વ્યાપારથી રત્નનો વ્યાપાર કરનાર કૃતકૃત્ય થાય છે=ધનાઢ્ય થાય છે, તે પ્રમાણે પરાદષ્ટિવાળા મહામુનિ ધર્મસંન્યાસના વિનિયોગથી ક્ષયોપશમભાવના ધર્મોના ત્યાગના વ્યાપારથી કૃતકૃત્ય થાય છે. II3oll ટીકા : कृतकृत्य इति-यथा रत्नस्य नियोगात्-शुद्धदृष्ट्या यथेच्छव्यापारात् वणिग् (रत्नविद्) रत्नवाणिज्यकारी, कृतकृत्यो भवेत्, तथा अयं-अधिकृतदृष्टिस्थो धर्मसंन्यासविनियोगात् द्वितीयापूर्वकरणे महामुनिः कृतकृत्यो भवति ।।३०।। ટીકાર્ય : યથા ... મતિ | જે પ્રમાણે રત્નના નિયોગથી શુદ્ધ દષ્ટિથી યથેચ્છ વ્યાપાર કરવાથી, રત્નને જાણનાર=રતનો વ્યાપાર કરનાર, કૃતકૃત્ય થાય છે, તે પ્રમાણે આ=અધિકૃત દૃષ્ટિમાં રહેલા=પરાદષ્ટિમાં રહેલા, મહામુનિ, દ્વિતીય અપૂર્વકરણમાં ધર્મસંન્યાસના વિનિયોગથી ક્ષયોપશમભાવના ધર્મોના ત્યાગના વ્યાપારથી કૃતકૃત્ય થાય છે=ક્ષાયિક ગુણવાળા થાય છે. ૩૦ નોંધઃ- ટીકામાં ‘વળ શબ્દ છે, તેના સ્થાને શ્લોક મુજબ“રત્નવિ શબ્દ જોઈએ. ભાવાર્થ :પરાદષ્ટિવાળા રોગીઓને ધર્મસંન્યાસથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ : રત્નશિક્ષા લેનાર જ્યારે રત્નની પરીક્ષામાં નિપુણ બને છે, ત્યારે રત્નોની પારમાર્થિક પરીક્ષા કરી શકે તેવી શુદ્ધ દૃષ્ટિને પ્રાપ્ત કરે છે; તેથી ઘણા દુર્લભ રત્નોને પણ તે પારખી શકે છે, અને તેના કારણે તેવાં રત્નોની ખરીદી કરીને વ્યાપાર કરવાથી તે રનનો વ્યાપારી કૃતકૃત્ય થાય છે અર્થાત્ પોતાના વિદ્યાભ્યાસના ફળરૂપ વિપુલ ધનને મેળવે છે, અને માને છે કે “મારા અભ્યાસનું ફળ મને મળ્યું, તેથી હું કૃતકૃત્ય છું.' તેમ પરાષ્ટિવાળા યોગીઓએ અત્યાર સુધી જે ધર્મનું સેવન કર્યું, તેના બળથી કર્મના નાશ માટેની જે નિપુણ કળા તેઓએ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૩૦-૩૧ પ્રાપ્ત કરી, તે કળાના બળથી દ્વિતીય અપૂર્વકરણમાં ધર્મસંન્યાસનો વિનિયોગ કરીને કૃતકૃત્ય થાય છે; અર્થાત્ જેમ રત્નનો વ્યાપારી પોતાની વિદ્યાના ફળરૂપે યથેચ્છ વ્યાપાર કરીને વિપુલ ધન મળવાથી કૃતકૃત્ય થાય છે, તેમ આ મહામુનિ પોતાની યોગમાર્ગની નિપુણતાના બળથી ક્ષયોપશમભાવના ધર્મોનો ત્યાગ કરીને, ક્ષાયિકભાવના ધર્મોને પ્રાપ્ત કરીને, કૃતકૃત્ય થાય છે. Il૩ના અવતરણિકા : પૂર્વશ્લોક-૩૦માં કહ્યું કે આ મહામુનિ ધર્મસંન્યાસના વિનિયોગથી કૃતકૃત્ય થાય છે. હવે તે ધર્મસંન્યાસના વિનિયોગથી શું પ્રાપ્ત કરે છે ? તે બતાવે છે – શ્લોક : केवलश्रियमासाद्य सर्वलब्धिफलान्विताम् । परं परार्थं सम्पाद्य ततो योगान्तमश्नुते ।।३१।। અન્વયાર્થ: સર્વત્નથિપત્તાન્વિતા—સવેલબ્ધિતા ફળથી યુક્ત વત્નત્રયzકેવળશ્રીએ= કેવળજ્ઞાનની લક્ષ્મીને માસીદ્ય-પ્રાપ્ત કરીને પરંપરાર્થ પ્રકૃષ્ટ પરાર્થને સપાઘ= સંપાદન કરીને તતeત્યારપછી યોગાન્ત મનુ યોગના અંતને પ્રાપ્ત કરે છે=મોક્ષસાધક એવા યોગમાર્ગની અંતિમ ભૂમિકાને પ્રાપ્ત કરે છે. ૩૧. શ્લોકાર્ચ - સર્વ લબ્ધિના ફળથી યુક્ત કેવળજ્ઞાનની લક્ષ્મીને પ્રાપ્ત કરીને પ્રકૃષ્ટ પરાર્થને સંપાદન કરીને ત્યારપછી યોગના અંતને પ્રાપ્ત કરે છે. ll૧૧ ટીકા - केवलेति-केवलश्रियं केवलज्ञानलक्ष्मीम्, आसाद्य-प्राप्य, सर्वलब्धिफलान्वितां सर्वोत्सुक्यनिवृत्त्या परंपरार्थं यथाभव्यं सम्क्त्वादिलक्षणं सम्पाद्य ततो योगान्तं= योगपर्यन्तम्, अश्नुते-प्राप्नोति ।।३१।। Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૩૧ ટીકાર્ય : વર્તાશ્રઘં .... પ્રાખોતિ | સર્વ સુક્યની નિવૃત્તિ હોવાને કારણે, સર્વ લબ્ધિના ફળથી યુક્ત એવી કેવળશ્રીને કેવળજ્ઞાનની લક્ષ્મીને પ્રાપ્ત કરીને, યથાભવ્ય જીવોની યોગ્યતા અનુસાર, સમ્યક્ત્વાદિ સ્વરૂપ પ્રકૃષ્ટ પરાર્થ સંપાદન કરીને ત્યારપછી યોગના અંતને યોગમાર્ગના પર્યાને, નુતે પ્રાપ્ત કરે છે. ૩૧TI ભાવાર્થ - પરાષ્ટિવાળા યોગીઓ જ્યારે ક્ષપકશ્રેણી ઉપર ચઢે છે, ત્યારે ક્ષયોપશમભાવના ધર્મોનો ત્યાગ કરીને ક્ષાયિકભાવના ધર્મોને પ્રાપ્ત કરે છે, અને સર્વ લબ્ધિઓના ફળથી યુક્ત એવી કેવળજ્ઞાનલક્ષ્મીને પ્રાપ્ત કરે છે. અહીં પ્રશ્ન થાય કે કેવળજ્ઞાન સર્વ લબ્ધિના ફળથી યુક્ત છે, તેમ કેમ કહ્યું? તેથી કહે છે – કેવળજ્ઞાનકાળમાં સર્વ સુક્યની નિવૃત્તિ છે, અને સર્વ લબ્ધિઓનું પારમાર્થિક ફળ સુક્યની નિવૃત્તિ છે. જ્યારે આત્મા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે સંપૂર્ણ ઉત્સુકતાની નિવૃત્તિ થયેલી છે, તેથી સર્વ લબ્ધિઓના ફળરૂપ લૂક્યની નિવૃત્તિ અને તેનાથી યુક્ત કેવળજ્ઞાનને આ પરાદષ્ટિવાળા યોગી પ્રાપ્ત કરે છે. અહીં વિશેષ એ છે કે જીવમાં જે કંઈ પણ ક્ષયોપશમભાવની લબ્ધિઓ પ્રગટે છે, તે જ્ઞાનાવરણીયકર્મના અને વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી પ્રગટે છે. વર્તમાનમાં પણ જીવોમાં જે કંઈ મતિજ્ઞાન છે, તે મતિજ્ઞાન પણ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમની લબ્ધિ છે; અને જેઓ ચૌદપૂર્વી થાય છે, તેઓ પાસે વિશિષ્ટ પ્રકારની જ્ઞાનની લબ્ધિ છે. તે સિવાય અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન પ્રગટે છે, તે પણ વિશિષ્ટ પ્રકારની જ્ઞાનની લબ્ધિ છે. વળી વર્તમાનમાં પણ જીવો પાસે જે વીર્ય પ્રવર્તાવવાની શક્તિ છે, તે વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમભાવની લબ્ધિ છે, અને વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમવિશેષથી અણિમાદિ લબ્ધિઓ પ્રગટે છે. આ સર્વ લબ્ધિઓ ભૌતિક ક્ષેત્રમાં વાપરવી તે તેનું પારમાર્થિક ફળ નથી, પરંતુ જેની પાસે જે લબ્ધિ પ્રગટી છે, તે લબ્ધિને પોતાનામાં વર્તતા Page #127 -------------------------------------------------------------------------- ________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા|શ્લોક-૩૧-૩૨ ઔક્યદોષની નિવૃત્તિમાં વા૫૨વી એ લબ્ધિનો પારમાર્થિક ઉપયોગ છે, અને પ્રાપ્ત થયેલી લબ્ધિઓથી ઔત્સક્યની નિવૃત્તિ થાય તે લબ્ધિઓનું પારમાર્થિક ફળ છે. જેઓ પોતાને પ્રગટ થયેલી લબ્ધિઓનો ઉત્સુકતાની નિવૃત્તિમાં ઉપયોગ કરે છે, તેઓ પ્રાપ્ત થયેલી લબ્ધિઓના પારમાર્થિક ફળને પ્રાપ્ત કરે છે; અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ સમયે સંપૂર્ણ ઉત્સુકતાની નિવૃત્તિ થયેલી છે, તેથી સર્વ લબ્ધિઓના ફળથી યુક્ત કેવળજ્ઞાન છે; અને કેવળજ્ઞાન પામ્યા પછી જે પ્રકારની શ્રોતાની યોગ્યતા છે તે પ્રમાણે સમ્યક્ત્વાદિની પ્રાપ્તિરૂપ તે શ્રોતાના પ્રકૃષ્ટ પરાર્થને કેવળી સંપાદન કરે છે, અને ત્યારપછી ઉચિત કાળે મોક્ષની પ્રાપ્તિના કારણીભૂત એવા યોગના પર્યંતને પ્રાપ્ત કરે છે અર્થાત્ મોક્ષની સાથે આત્માને જોડે એવા યોગનિરોધરૂપ યોગનો અંતિમ વ્યાપાર કરે છે. II૩૧II શ્લોક ઃ ૧૦૪ तत्रायोगाद्योगमुख्याद् भवोपग्राहिकर्मणाम् । क्षयं कृत्वा प्रयात्युच्चैः परमानन्दमन्दिरम् ।।३२।। અન્વયાર્થ : તંત્ર=ત્યાં=યોગના પર્યંતભાગમાં, યોગમુધ્ધાત્ પ્રયોગાત્=યોગમાં મુખ્ય એવા અયોગથી–અવ્યાપારથી મવોપપ્રાદ્દિવર્માન્=ભવોપગ્રાહી કર્મોનો ક્ષયં ત્વા=ક્ષય કરીને ઉર્ધ્વ =લોકના અંતે, પરમાનન્દ્રન્વિ=પરમાનંદરૂપ સ્થાનમાં प्रयाति = f=જાય છે. ।।૩૨।। શ્લોકાર્થ : ત્યાં=યોગના પર્યંતભાગમાં યોગમાં મુખ્ય એવા અવ્યાપારથી ભવોપગ્રાહી કર્મોનો ક્ષય કરીને લોકના અંતે પરમાનંદરૂપ સ્થાનમાં જાય છે. II3ચા ટીકા : तत्रेति-तत्र-योगान्ते-शैलेश्यवस्थायां, अयोगाद् = अव्यापारात् योगमुख्यात् भवोपग्राहिणां कर्मणां क्षयं कृत्वा, उच्चैः = लोकान्ते, परमानन्दमन्दिरं प्रयाति ૨૨૫૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સદ્દષ્ટિદ્વાત્રિશિકા/શ્લોક-૩૨ ટીકાર્ચ - તત્ર યોજો ..... પ્રાતિ | ત્યાં યોગના અંતે-શેલેશી અવસ્થામાં, યોગમાં મુખ્ય એવા અયોગથી અવ્યાપારથી, ભવોપગ્રાહી કર્મોનો ક્ષય કરીને લોકના અંતે પરમાનંદરૂપ સ્થાનમાં જાય છે. li૩૨ાા ભાવાર્થ :પરાષ્ટિવાળા યોગીઓને યોગનિરોધ દ્વારા મોક્ષપદની પ્રાપ્તિ - પરાષ્ટિવાળા યોગી ધર્મસંન્યાસના વ્યાપારથી કેવળજ્ઞાન પામ્યા પછી ઉચિત કાળે શૈલેશી અવસ્થારૂપ યોગની પ્રકૃષ્ટ ભૂમિકાને પ્રાપ્ત કરે છે, અને તે શૈલેશી અવસ્થામાં યોગમાં મુખ્ય એવા અયોગથી=અવ્યાપારથી, ભવોપગ્રાહી કર્મોનો ક્ષય કરે છે અર્થાત્ અયોગી અવસ્થાને પામ્યા પછી એ અયોગી અવસ્થાના બળથી અયોગી અવસ્થાની ચરમક્ષણમાં ભવોપગ્રાહી કર્મોનો ક્ષય કરે છે, અને ભવોપગ્રાહી કર્મોનો ક્ષય થવાથી સર્વ કર્મોથી રહિત એવા તે યોગી લોકના અંતે પરમાનંદના સ્થાનભૂત મોક્ષમાં જાય છે. ll૩શા इति सदृष्टिद्वात्रिंशिका ।।२४ ।। Page #129 -------------------------------------------------------------------------- ________________ Page #130 -------------------------------------------------------------------------- ________________ તત્રીયો ઘોડાપુરા, भवोपग्राहिकर्मणाम्। क्षयं कृत्वा प्रयात्युच्चैः, પરમાનન્દ્રમન્દિરમ્ " “ત્યાં=યોગના પર્યત ભાગમાં=શૈલેશી અવસ્થામાં, યોગમાં મુખ્ય એવા અયોગથી=અવ્યાપારથી, ભવોપગ્રાહી કર્મોનો ક્ષય કરીને લોકના અંતે પરમાનંદરૂપ સ્થાનમાં જાય છે.” : પ્રકાશક : Rail DESIGN BY 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૯. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 32911401 E-mail : gitarthganga@yahoo.co.in 9824048680 9428500401.