________________
સદૃષ્ટિદ્વાત્રિંશિકા| શ્લોક-૨-૩
વળી, ઇન્દ્રિયો સ્વરૂપમાત્રમાં અવસ્થાન પામી, તેથી અંતઃસ્વરૂપની અનુકૃતિ થાય છે અર્થાત્ જીવનું જે અંતરંગ સ્વરૂપ છે, તેનું અનુસરણ ઇન્દ્રિયો કરે છે. અતઃસ્વરૂપની અનુકૃતિ થાય છે તેનું તાત્પર્ય ટીકામાં સ્પષ્ટ કરે છે
ચિત્તનો નિરોધ થવાને કારણે ઇન્દ્રિયોની નિરોધ્યતાની પ્રાપ્તિ છે અર્થાત સ્થિરાઇષ્ટિવાળા યોગીઓને સુક્ષ્મબોધ થયેલો હોવાથી તેમને ઇન્દ્રિયોના વિષયો અસાર લાગે છે, તેથી તેઓનું ચિત્ત નિરોધ પામેલું છે, જેથી વિષયોને અભિમુખ ભાવવાળું નથી, અને ચિત્તના નિરોધને કારણે ઇન્દ્રિયોમાં નિરોધ્યતાની પ્રાપ્તિ થઈ અર્થાત્ ઇન્દ્રિયો વિષયો પ્રત્યેની ઉત્સુકતા વગરની થઈ. તેથી ઇન્દ્રિયોની સાથે વિષયોનો સંપર્ક થાય તોપણ પદાર્થનો બોધમાત્ર થાય છે, પરંતુ રાગાદિથી આકુળ બોધ થતો નથી, જે ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે.
વળી ઇન્દ્રિયોનો પ્રત્યાહાર સુઅભ્યસ્ત થાય ત્યારે ઇન્દ્રિયો તે રીતે આધીન થાય છે કે જે રીતે તે ઇન્દ્રિયોને બાહ્ય વિષયોની અભિમુખ લઈ જવામાં આવે તોપણ જતી નથી.
આશય એ છે કે જે લોકોએ માંસાહારાદિ પદાર્થોનો અત્યંત ત્યાગ કર્યો છે અને જેઓનું ચિત્ત માંસાહાર પ્રત્યે લેશ પણ અભિમુખભાવવાળું નથી, તેવા જીવો ‘હું માંસાહાર ખાઉં' એ પ્રમાણે મનથી વિચાર કરે તોપણ તેઓને જેમ માંસ ખાવાની વૃત્તિ ઉત્પન્ન થતી નથી; તેમ જે યોગીઓનું ચિત્ત પ્રત્યાહાર સેવી સેવીને સુઅભ્યસ્ત થઈ ગયું છે, તેઓની ઇન્દ્રિયો અત્યંત સ્વાધીન થયેલી છે, તેથી વિષયો તરફ સહજ તો જતી જ નથી, છતાં, તેવા યોગીઓ ‘મારું ચિત્ત કેટલું નિષ્પન્ન થયું છે' તેનો નિર્ણય કરવા અર્થે ઇન્દ્રિયોને વિષય સાથે જોડવા પ્રયત્ન કરે તોપણ તે ઇન્દ્રિયો બાહ્ય વિષયોને અભિમુખ જતી નથી; માત્ર જે વિષય સાથે સંપર્ક કરે તે વિષયનો બોધમાત્ર થાય છે, પરંતુ તે વિષયનો સંશ્લેષ થતો નથી. આ પ્રત્યાહારનું ફળ છે. IIII
અવતરણિકા :
પૂર્વશ્લોક-૨માં પ્રત્યાહારનું સ્વરૂપ અને ફળ બતાવ્યું. હવે પ્રત્યાહારને કારણે વેદ્યસંવેદ્યપદવાળા યોગીઓને ભવેચેષ્ટા કેવી દેખાય છે, તે શ્લોક-૩ માં બતાવે છે .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org