________________
સદ્દષ્ટિઢાત્રિશિકા/શ્લોક-૨ રૂતિ શબ્દ પાતંજલ યોગસૂત્ર'ના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. આ=પ્રત્યાહાર, કેવો છે ? એથી કહે છે –
આની આધીનતાના ફળવાળો ઈન્દ્રિયોના વશીકરણ એક ફળવાળો, પ્રત્યાહાર છે, એમ અન્વય છે. ખરેખર ! પ્રત્યાહાર અભ્યસ્યમાન હોતે છતે તે પ્રકારે ઇન્દ્રિયો આયન=આધીન, થાય છે, જે પ્રકારે બાહ્ય વિષયની અભિમુખતાને લઈ જવાતી પણ ઈન્દ્રિયો બાહ્ય વિષયમાં જતી નથી અર્થાત્ બાહ્ય વિષયોમાં સંશ્લેષ પામતી નથી. રૂતિ શબ્દ પ્રત્યાહારના સ્વરૂપકથનની સમાપ્તિમાં છે.
તે કહેવાયું છે=પ્રત્યાહાર હોતે છતે ઇન્દ્રિયો આધીન થાય છે તે પાતંજલ યોગસૂત્ર-૨-૫૫માં કહેવાયું છે –
“તેનાથી=પ્રત્યાહારથી, ઈન્દ્રિયોની પરમવશ્યતા પ્રાપ્ત થાય છે.” (પા.યો.. ૨-૫૫)
રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. રા ભાવાર્થ :સ્થિરાદષ્ટિમાં પ્રગટ થતા પ્રત્યાહાર યોગાંગનું સ્વરૂપ –
અવેદ્યસંવેદ્યપદનો જય થવાથી યોગીઓને જે રીતે પદાર્થો સંસ્થિત છે, તે રીતે સંવેદન થાય છે, અર્થાત્ વેદ્ય એવા પદાર્થનું યથાર્થ સંવેદન થાય છે. આ વેદ્યસંવેદ્યપદ સૂક્ષ્મબોધવાળું હોય છે, અને સૂમબોધ પોતાના બોધને અનુરૂપ તત્ત્વ પ્રત્યે રુચિવાળો હોય છે, અને તત્ત્વ પ્રત્યેની રૂચિ તત્ત્વમાર્ગમાં પ્રવૃત્તિ કરાવે છે. વળી, સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓને સૂક્ષ્મબોધ હોવાના કારણે ઇન્દ્રિયોનો પ્રત્યાહાર તત્ત્વરૂપે દેખાય છે, તેથી તેઓની પ્રવૃત્તિ ઇન્દ્રિયોના પ્રત્યાહારવાળી હોય છે. આથી સ્થિરાદૃષ્ટિવાળા જીવો પ્રાયઃ ચારિત્રી જ હોય છે તે ઇન્દ્રિયોનો પ્રત્યાહાર પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે –
સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓની ઇન્દ્રિયો વિષયોના ગ્રહણના અભિમુખપણાનો ત્યાગ કરે છે. તેથી ઇન્દ્રિયો પોતાના સ્વરૂપમાત્રમાં અવસ્થાન પામે છે અર્થાત્ વિષયગ્રહણની ઉત્સુકતા નહીં હોવાથી ઇન્દ્રિયો શાંત વર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org