________________
સદ્દષ્ટિદ્વાચિંશિકા/બ્લોક-૧
૨૩ વખતે ચિત્ત ધર્મસાર વર્તતું હોવાને કારણે કર્મબંધ થતો નથી. આ વાત ચંદનથી થયેલા અગ્નિના દૃષ્ટાંતમાં કઈ રીતે સંગત છે ? તે બતાવવા માટે કહે છે –
જેમ કોઈ વ્યક્તિ અગ્નિને મંત્રથી અભિસંસ્કૃત કરે તો તેની દાહશક્તિ પ્રતિબદ્ધ થઈ જાય છે, તેથી અગ્નિ પણ બાળવાનું કાર્ય કરી શકતો નથી, તેમ શુદ્ધ ધર્મથી પ્રાપ્ત થયેલા ભોગો પણ યોગીઓ તે રીતે ભોગવે છે કે ભોગો ભોગવતાં લેશ પણ ભોગકૃત સંશ્લેષ તેઓને થતો નથી, તેથી કર્મબંધ પણ થતો નથી. આ વાતને દૃઢ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે --
નિશ્ચયનયથી જે અંશથી જ્ઞાનાદિક છે, તે અંશથી કર્મનો અબંધ જ છે; અને જે અંશથી પ્રમાદાદિ છે, તે અંશથી કર્મબંધ જ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે શુદ્ધ ધર્મના સેવનથી યોગીને પ્રાપ્ત થયેલા દેવલોકાદિના ભોગકાળમાં ચિત્ત અવિરતિના ઉદયવાળું હોવા છતાં તે મહાત્માનું ચિત્ત આગમના અભિનિવેશવાળું હોય છે, તેથી સમ્યજ્ઞાન અને સમ્યગુ રુચિ વર્તતી હોય છે અને અનંતાનુબંધી કષાયના વિગમનથી અંશથી ચારિત્ર પણ વિદ્યમાન છે. વળી ભોગકાળમાં પ્રમાદવાળો ઉપયોગ નથી, પરંતુ પોતાની રત્નત્રયીની વૃદ્ધિ થાય તેવો ઉપયોગ છે. આથી ભોગકાળમાં પણ અપ્રમાદભાવથી પોતાના ગુણોની વૃદ્ધિ માટેનો યત્ન ચાલુ છે. તેથી ગુણસ્થાનકકૃત કર્મબંધ હોવા છતાં પ્રમાદકૃત કે અજ્ઞાનકૃત કર્મબંધ નથી, તેથી શુદ્ધ ધર્મથી આક્ષિપ્ત એવા દેવલોકના ભોગકાળમાં પણ કર્મબંધની પ્રાપ્તિ નથી.
હવે જે લોકો મોક્ષના અર્થે સંયમ પાળીને દેવલોકમાં ગયા છે, પરંતુ પૂર્વભવમાં તેવો શુદ્ધ ધર્મ સેવ્યો નથી, તેથી દેવભવમાં ભોગો ભોગવતી વખતે આગમના અભિનિવેશવાળું ચિત્ત નથી, તેઓને ચિત્તમાં ભોગોનો કંઈક સંશ્લેષ થાય છે, તે અંશમાં તેઓમાં પ્રમાદ વર્તે છે. તેથી પ્રમાદકૃત કર્મબંધ છે, તોપણ મોક્ષાર્થે સેવેલા ધર્મથી થયેલા ભોગો મોક્ષમાર્ગના બાધક નથી, પરંતુ ભોગકાળમાં થયેલા પ્રમાદને કારણે તેઓને વિલંબથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આનાથી એ ફલિત થયું કે પ્રવૃત્તિકાળમાં અજ્ઞાન અને પ્રમાદ વર્તતો હોય તો કર્મબંધ થાય છે, અને પ્રવૃત્તિકાળમાં અજ્ઞાન અને પ્રમાદ ન વર્તતા હોય તો, જે સમ્યજ્ઞાન છે અને તે સમ્યજ્ઞાનને અનુકૂળ અપ્રમાદભાવથી જે યત્ન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org