________________
૨૨
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૬ તીર્થવરનામવર્ષાવિન્યત્વેસ્થાપિ'–અહીં‘દિ'થી દેવલોકની પ્રાપ્તિના કારણભૂત એવા કર્મબંધનું ગ્રહણ કરવું, અને સભ્યત્વાદિમાં તીર્થંકર નામકર્મનું બંધકપણું પણ ઉપચારથી છે, વાસ્તવિક નથી, તેનો ‘મા'થી સમુચ્ચય છે.
“ન્દ્રિયાર્થસન્યાદ્રિ' - અહીં ‘દ્રિ'થી મહારાજ્યાદિ ભોગનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
ધર્મથી થનારા ભોગો અનર્થ માટે છે, તે બતાવવા માટે સામાન્યથી દૃષ્ટાંત બતાવે છે –
આશય એ છે કે વ્યાપ્તિગ્રાહક દૃષ્ટાંતમાં વ્યાપ્તિની પ્રાપ્તિ હોય છે. જેમ પર્વતમાં અગ્નિની સિદ્ધિ માટે અનુમાન કરાય છે ત્યારે મહાનસનું=રસોડાનું દૃષ્ટાંત આપવામાં આવે છે, જેમાં ધૂમ અને અગ્નિની વ્યાપ્તિ હોય છે. આ દૃષ્ટાંત તેવું નથી; અને તેવું દૃષ્ટાંત આપવું હોય તો એ બતાવવું પડે કે જે કોઈ જીવે ધર્મનું સેવન કર્યું હોય, અને તેનાથી ભોગોની પ્રાપ્તિ થઈ હોય, અને તે સર્વ ભોગથી તે જીવને અવશ્ય અનર્થની પ્રાપ્તિ થતી હોય; પરંતુ એવું આ દૃષ્ટાંત નથી, પણ પદાર્થને સમજવા માટે સામાન્યથી આ દૃષ્ટાંત છે. તે બતાવવા માટે અહીં કહ્યું કે સામાન્યથી દૃષ્ટાંતને કહે છે –
તેવા પ્રકારની શીત પ્રકૃતિવાળા એવા ચંદનથી પણ ઉત્પન્ન થયેલો અગ્નિ બાળે છે; કેમ કે અગ્નિના દાહ સ્વભાવની અપરાવૃત્તિ છે અર્થાત્ અગ્નિનો બાળવાનો સ્વભાવ છે. અહીં ચંદનથી થતો અગ્નિ બાળે છે, એમ બતાવીને એ કહેવું છે કે ચંદન પ્રકૃતિથી શીતળ છે, આમ છતાં તેનાથી થતો અગ્નિ શીતળ નથી, પણ બાળવાના સ્વભાવવાળો છે; તેમ ધર્મ પણ આત્માને માટે હિતકારી છે, તોપણ તે ધર્મથી પ્રાપ્ત થતા ભોગો જીવને પ્રમાદ કરાવનારા છે, માટે અનર્થને કરનારા છે. તેથી સ્થિરાદૃષ્ટિવાળા યોગી તે પ્રકારે ભોગનું સ્વરૂપ વિચારીને ભોગથી દૂર રહેવા યત્ન કરે છે, જેથી ભોગ પ્રત્યેના વલણથી પોતાની યોગમાર્ગની પ્રવૃત્તિ શિથિલ થાય નહીં.
ધર્મના સેવનથી ભોગોની પ્રાપ્તિ થાય છે, અને તે ભોગોની પ્રાપ્તિમાં સામાન્ય રીતે જીવોને કંઈક પ્રમાદનો પરિણામ પણ વર્તે છે, તેથી તે ભોગોથી કર્મબંધની પ્રાપ્તિ થાય છે; પરંતુ શુદ્ધ ધર્મથી પ્રાપ્ત થયેલા ભોગો ભોગવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org