________________
૨૧
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧ અગ્નિ બાળવાના સ્વભાવવાળો પ્રાયઃ કેમ છે ? તેથી કહે છે –
શ્વ—કોઈક અગ્નિ, નથી પણ બાળતો; કેમ કે સત્યમંત્રથી અભિસંસ્કૃત અગ્નિથી દાહની અસિદ્ધિનું સકલ લોકસિદ્ધપણું છે, એ પ્રમાણે વિદ્વાનો કહે છે; અને આ શુદ્ધ ધર્મથી આક્ષેપ્ય એવા ભોગો જીવને અનર્થ માટે તથી એ, યુક્ત છે.
કેમ યુક્ત છે ? તે યુક્તિથી બતાવે છે – નિશ્ચયથી નિશ્ચયનયથી જે અંશથી જ્ઞાનાદિ છે તે અંશથી અબંધન જ છેઃકર્મના બંધનો અભાવ જ છે, અને જે અંશથી પ્રમાદાદિ છે તે અંશથી બંધન જ છે.
અહીં પ્રશ્ન થાય કે જે અંશથી જ્ઞાનાદિ છે તે અંશથી કર્મબંધ નથી જ, તેમ કેમ કહી શકાય ? કેમ કે સમ્યક્ત્વાદિ તીર્થકર નામકર્માદિના બંધનાં કારણો છે. તેથી જ્ઞાનાદિક પણ બંધનાં કારણ છે, તેમ માનવું પડે. તેથી કહે છે –
તદ્અવિનાભૂત=સમ્યકત્વ આદિની સાથે અવિનાભૂત યોગકષાયગત એવા તીર્થંકર નામકર્માદિના બંધકત્વનું પણ સમ્યક્ત્વાદિમાં ઉપચારથી જ સંભવપણું હોવાને કારણે જ્ઞાનાદિક કર્મબંધનાં કારણ નથી, ઉપચારથી સમ્યક્ત્વાદિને તીર્થંકર નામકર્મના બંધનું કારણ કહેવાય છે, એમ સંબંધ છે.
શુદ્ધ ધર્મના સેવનથી જે યોગીઓ દેવલોકમાં ગયેલા છે, અને ત્યાંના ભોગો ભોગવે છે, છતાં તેઓને નિશ્ચયનયથી કર્મબંધ નથી એમ પૂર્વમાં સ્થાપન કર્યું, ત્યાં પ્રશ્ન થાય કે દેવભવમાં વિષયોની સાથે તેઓને સંબંધ છે, તત્કૃત કર્મબંધ થશે. માટે ભોગો અનર્થકારી નથી, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે –
વળી જિયાર્થqન્યાવિં=ઈન્દ્રિયોની સાથે અર્થના સંબંધો આદિક ઉદાસીન જ છેઃકર્મબંધ પ્રત્યે ઉદાસીન જ છે અકારણ જ છે, એ પ્રમાણે અન્યત્ર વિસ્તાર છે. ligi જ જ્ઞાનવિં' - અહીં ‘દિ'થી દર્શન અને ચારિત્રનું ગ્રહણ કરવું.
પ્રમાડવં' – અહીં ‘દિ'થી અજ્ઞાનનું ગ્રહણ કરવું. “ સ ત્વરિનાં’ – અહીં ‘રિથી સરાગ સંયમનું ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org