________________
૨૦
સષ્ટિદ્વાર્નાિશિકા/શ્લોકશુદ્ધ ધર્મના સેવનકાળમાં બંધાતું પુણ્ય વિશુદ્ધ કોટિનું હોય છે તે પુણ્ય જ્યારે વિપાકમાં આવે છે ત્યારે આગમ પ્રત્યેનો અભિનિવેશ ઉત્પન્ન થાય છે, જેથી આગમના અભિનિવેશવાળા તે જીવો દેવલોકાદિમાં ભોગો ભોગવતા હોય ત્યારે પણ ધર્મપ્રધાન ચિત્તની ઉપપત્તિ છે. શુદ્ધ ધર્મના સેવનથી પ્રાપ્ત થતા ભોગોના સેવનકાળમાં ધર્મપ્રધાન ચિત્ત હોવાને કારણે તેવા જીવોમાં એવી શુદ્ધિ વર્તે છે કે જે શુદ્ધિ અત્યંત અનવદ્ય એવા તીર્થંકરાદિ ફળની પ્રાપ્તિનું કારણ બને છે. આથી તીર્થકરના જીવો પૂર્વભવમાં દેવલોકમાં ભોગાદિ સેવતા હોય ત્યારે પણ તીર્થકર નામકર્મ બાંધતા હોય છે, અને ભોગકાળમાં પણ ભોગની અસારતા સ્પષ્ટ જોનારા હોય છે, અને તે ભોગકર્મ ભોગવીને પણ આગમમાં અભિનિવેશવાળું ચિત્ત હોવાને કારણે સંસારના ઉચ્છેદને અનુકૂળ એવી શક્તિનો સંચય કરે છે. ટીકા :
सामान्यतो दृष्टान्तमाह-चन्दनादपि तथाशीतप्रकृतेः सम्भूतो दहत्येव हुताशनः दहनस्य दाहस्वभावापरावृत्तेः, प्राय एतदेवं, न दहत्यपि कश्चित्सत्यमन्त्राभिसंस्कृताद्दाहासिद्धेः सकललोकसिद्धत्वादिति वदन्ति, युक्तं चैतन्निश्चयतो येनांशेन ज्ञानादिकं तेनांशेनाबन्धनमेव, येन च प्रमादादिकं तेन बन्धनमेव, सम्यक्त्वादीनां तीर्थकरनामकर्मादिबन्धकत्वस्यापि तदविनाभूतयोगकषायगतस्योपचारेणैव सम्भवात् । इन्द्रियार्थसम्बन्धादिकं तूदासीनमेवेत्यन्यत्र विस्तरः ।।६।। ટીકાર્ય :
સામાન્યતો ..... વિસ્તર? | સામાન્યથી દષ્ટાંતને કહે છે=વ્યાપ્તિગ્રાહક દૃષ્ટાંત નહીં, પરંતુ બોધ કરવામાં ઉપયોગી એવા પ્રકારના સામાન્યથી દષ્ટાંતને કહે છે –
તેવા પ્રકારના શીત પ્રકૃતિવાળા એવા ચંદનથી પણ ઉત્પન્ન થયેલ અગ્નિ બાળે છે જ; કેમ કે વનસ્ય અગ્નિના, દાહ સ્વભાવની અપરાવૃત્તિ છે. આગચંદનથી થયેલો પણ અગ્નિ, પ્રાયઃ આવો છે=પ્રાયઃ બાળવાના સ્વભાવવાળો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org