________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૬
નોંધ :- (૧) ટીકામાં ‘શુદ્ધધર્માક્ષેપિ' શબ્દ છે, તેના સ્થાને ‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથ ગાથા-૧૬૦ના તાડપત્રીના પાઠમાં ‘શુદ્ધધર્માક્ષે’ શબ્દ છે, તે શુદ્ધ જણાય છે. તેથી તે પ્રમાણે અર્થ ફરેલ છે.
(૨) ટીકામાં ‘પુણ્યશુ ચાવો' શબ્દ છે, તેના સ્થાને ‘પુસિદ્ધયારો’ પાઠ ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’ શ્લોક-૧૬૦ની ટીકામાં છે, જે શુદ્ધ જણાય છે. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. * ‘રેવલોગો’ અહીં ‘વિ’થી મનુષ્યલોકનું ગ્રહણ કરવું.
• ‘અત્યન્તાનવદ્યતીર્થવરાવિતશુદ્ધે’ - અહીં ‘વિ'થી ગણધરાદિનું ગ્રહણ કરવું. * ‘પુસિચાવો’ - અહીં ‘આવિ’ પદથી પુણ્યના ઉદયનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
-
૧૯
(૧) ધર્મના સેવનથી પ્રાપ્ત ભોગો પણ પ્રાયઃ પ્રમાદના જનક :
પૂર્વશ્લોક-પમાં કહેલું કે સ્થિરાદૃષ્ટિમાં ભોગ ભવભોગીની ફણાના આભોગ જેવા દેખાય છે. આવા ભોગો સામાન્યરૂપે પાપાનુબંધીપુણ્યથી મળેલા હોય છે, આથી તે ભોગો ભોગવીને તે જીવ દુરંત સંસારમાં ભટકે છે; પરંતુ ધર્મના સેવનથી જીવને સુદેવત્વ અને સુમાનુષત્વ મળે છે અને ઉત્તરોત્તર ધર્મની વૃદ્ધિ દ્વારા અંતે મોક્ષફળ મળે છે. તેથી ધર્મના સેવનથી પ્રાપ્ત થયેલા ભોગો અનર્થરૂપે નથી, તેવી બુદ્ધિ થાય. તેના નિવારણ માટે કહે છે કે ધર્મથી પણ પ્રાપ્ત થયેલા ભોગો પ્રાયઃ જીવને માટે અનર્થનું કારણ છે; કેમ કે તે ભોગોથી દુર્ગંત સંસા૨ની પ્રાપ્તિ નહીં હોવા છતાં પણ ભોગકાળમાં ભોગોનો કંઈક સંશ્લેષ થાય તેવો પ્રમાદનો પરિણામ થાય છે, જેથી ભોગના સંસ્કારો પડે છે, જે ભોગના સંસ્કારો મોક્ષની પ્રાપ્તિમાં વિલંબનનું કારણ બને છે. તેથી એ ફલિત થાય કે ધર્મથી મળેલા ભોગો પણ જીવને કંઈક પ્રમાદ કરાવીને સંસારના ભવોની પ્રાપ્તિરૂપ અનર્થ કરાવે છે, માટે તે ભોગો પણ જીવને ઇષ્ટ નથી.
અહીં ધર્મથી થતા ભોગો પ્રાયઃ જીવને અનર્થ માટે છે, તેમ કહ્યું. તેનું કારણ શુદ્ધ ધર્મથી આક્ષેપ્ય ભોગો અનર્થનું કારણ નથી, તેમ બતાવવું છે; કેમ કે શુદ્ધ ધર્મના સેવનથી પ્રાપ્ત થયેલા ભોગો પ્રમાદનું કારણ બનતા નથી.
Jain Education International
અહીં પ્રશ્ન થાય કે ધર્મથી થતા ભોગો જેમ પ્રમાદનું કારણ બને છે, તેની જેમ શુદ્ધ ધર્મથી થતા ભોગો પ્રમાદનું કારણ કેમ બનતા નથી ? તેથી કહે છે –
For Private & Personal Use Only
www.jainelibrary.org