________________
૧૮
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧ કવન્દ્રનાપિ' – અહીં ‘પ'થી એ કહેવું છે કે અન્ય કાષ્ઠથી થયેલો અગ્નિ તો બાળે છે જ, પણ ચંદનથી પણ થયેલો અગ્નિ બાળે છે. ટીકા :
धर्मादिति-धर्मादपि भवन भोगो देवलोकादौ प्रायो बाहुल्येन, अनर्थाय देहिनां तथाप्रमादविधानात्, प्रायोग्रहणं शुद्धधर्माक्षेपि(प्य)भोगनिरासार्थं, तस्य प्रमादबीजत्वायोगात्; अत्यन्तानवद्यतीर्थकरादिफलशुद्धेः पुण्यशु(सि)द्ध्यादावागमाभिनिवेशाद्धर्मसारचित्तोपपत्तेरिति । ટીકાર્ય :
ઘપિ.... ઘસારચિત્તોપપરિતિ . દેવલોકાદિમાં ધર્મથી પણ થતો ભોગ=ધર્મના સેવનથી બંધાયેલા પુણ્યના કારણે પણ પ્રાપ્ત થતો ભોગ, પ્રાયઃ બહુલતાથી, જીવોને અનર્થ માટે છે; કેમ કે તે પ્રકારના પ્રમાદનું વિધાન છે=ભોગના પ્રાપ્તિકાળમાં ભોગ પ્રત્યે સંશ્લેષ થાય તે પ્રકારના પ્રમાદને તે ભોગો કરે છે. પ્રાયનું ગ્રહણ શ્લોકમાં પ્રાયઃ શબ્દનું ગ્રહણ, શુદ્ધધર્મથી આક્ષેપ્ય ભોગના નિરાસ માટે છે શુદ્ધધર્મના સેવનથી પ્રાપ્ત એવા ભોગના નિરાસ માટે છે, કેમ કે તેનો શુદ્ધ ધર્મથી આક્ષિપ્ત એવા ભોગનો, પ્રમાદમાં કારણપણાનો અયોગ છે.
અહીં પ્રશ્ન થાય કે ધર્મથી આક્ષિપ્ત પુણ્ય તે પ્રકારનો પ્રમાદ કરાવે છે, તો શુદ્ધ ધર્મથી આક્ષિપ્ત પુણ્ય પ્રમાદનું બીજ કેમ બનતું નથી ? તેમાં હેતુ કહે છે –
અત્યંત અનવદ્ય તીર્થંકરાદિ ફળની શુદ્ધિથી અત્યંત નિરવ એવા તીર્થંકરાદિભાવારૂપ ફળના કારણભૂત એવી શુદ્ધિથી, પુણ્યસિદ્ધિ આદિમાં પુણ્યનિષ્પત્તિ આદિમાં, આગમના અભિનિવેશને કારણે ધર્મસાર એવા ચિતની ઉત્પત્તિ હોવાથી શુદ્ધધર્મથી આક્ષિપ્ત ભોગ પ્રમાદનું બીજ બનતા નથી, એ પ્રકારે અવય છે. ‘ત્તિ' શબ્દ કથનની સમાપ્તિમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org