________________
૧૭
સદ્દષ્ટિદ્વાચિંશિકાશ્લોક-પ-૬ રાગને દઢ કરે છે, જેથી સર્વકર્મરહિત શુદ્ધ-અવસ્થા-સ્વરૂપ મોક્ષનો અભિલાષા પ્રકર્ષવાળો થાય છે. આપણા અવતરણિકા :
પૂર્વશ્લોક-પમાં કહ્યું કે સમ્યગ્દષ્ટિ ભોગોને ભવરૂપી સાપની ફણાના આભોગ જેવા જુએ છે, કેમ કે બહુ દુઃખના હેતુ છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે જે ભોગો ધર્મના સેવનથી પ્રાપ્ત થયા નથી, પરંતુ યથાકથંચિત્ અકામનિર્જરા આદિથી પ્રાપ્ત થયેલા છે અથવા તો અશુદ્ધ ધર્મના સેવનથી પ્રાપ્ત થયેલા છે, તે ભોગો તો પાપપ્રવૃત્તિ કરાવીને અહિતના કારણ બને છે. તેથી તેવા ભોગો જીવ માટે અનર્થરૂપ બને, પરંતુ ધર્મના સેવનથી પ્રાપ્ત થયેલા ભોગો તેવા અનર્થકારી નથી, આવા પ્રકારની કોઈને બુદ્ધિ થાય, અને તે બુદ્ધિથી તે વ્યક્તિ ભૂતકાળના પુણ્યથી મળેલા ભોગોમાં નિઃશંક પ્રવૃત્તિ કરે તો તેનો વિનાશ પણ થાય. તેથી ધર્મથી મળતા ભોગો પણ કઈ રીતે વિનાશનું કારણ બને છે ? તે દષ્ટાંતથી બતાવે છે – શ્લોક :
धर्मादपि भवन भोग: प्रायोऽनर्थाय देहिनाम् ।
चन्दनादपि सम्भूतो दहत्येव हुताशनः ।।६।। અન્વયાર્થ :
પિ મવ મોર=ધર્મથી પણ થતો ભોગ ધર્મના સેવનથી બંધાયેલા પુણ્યથી પણ થતો ભોગ પ્રાવ ઘણું કરીને દિના—જીવોને સનર્થાય અનર્થ માટે છે, નાપિકચંદનથી પણ સમૂત:=ઉત્પન્ન થયેલો દુતાશન =અગ્નિ હત્વેવ બાળે જ છે. liદા શ્લોકાર્થ :
ધર્મથી પણ થતો ભોગ પ્રાયઃ જીવોને અનર્થ માટે છે. ચંદનથી પણ ઉત્પન્ન થયેલો અગ્નિ બાળે જ છે. IIકા
- ‘ધર્મા' - અહીં‘પ'થી એ કહેવું છે કે ધર્મના સેવન વગર પણ યથાકથંચિત્ બંધાયેલા તુચ્છ પુણ્યથી પ્રાપ્ત થતા ભોગો તો અનર્થ માટે છે, પરંતુ ધર્મના સેવનથી પણ પ્રાપ્ત થતા ભોગો પ્રાય: અનર્થ માટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org