________________
૧૬
સદ્દષ્ટિઢાત્રિશિકા/શ્લોક-૫ જીવોની હિંસાથી ભોગોની પ્રાપ્તિ, જીવોની હિંસા ) પાપબંધ > દારુણ દુઃખોની પરંપરા.
માટે આ ભોગો પ્રત્યે આસ્થા રાખીને નિશ્ચિત જીવી શકાય નહીં. આ પ્રકારની ભોગોને જોવાની દૃષ્ટિ હોવાથી સ્થિરાદષ્ટિવાળા યોગી ભોગોથી દૂર રહેવા યત્ન કરે છે.
વળી સ્થિરાદૃષ્ટિવાળા યોગી વિચારે છે કે ધર્મના સેવનથી ચક્રવર્તીપણું કે તીર્થંકરપણું કે દેવલોકના ભોગો મળે તો તે ભોગો પાપ બંધાવીને દુર્ગતિનાં કારણ બનતા નથી, તેથી તે અપેક્ષાએ ભોગો જોખમી નથી; તોપણ પુણ્યથી પ્રાપ્ત થયેલા ઉત્તમ ભોગો કે પાપથી પ્રાપ્ત થયેલા અનર્થો બંને આત્માના ધર્મ નથી, તેથી અનાત્મધર્મરૂપે બંને સમાન છે, માટે ભોગો અસાર છે. ભોગો કેમ અસાર છે ? તેને વિશેષ સ્પષ્ટ કરવા માટે કહે છે –
વ્યવહારનયથી પુણ્ય સુશીલ છે; કેમ કે આ પુણ્ય જીવને ઉત્તમ દેવભવ, ઉત્તમ મનુષ્યભવ અને તીર્થકરાદિ ભવોની પ્રાપ્તિ કરાવે છે; અને પાપ કુશીલ છે; કેમ કે નરક, તિર્યંચ કે કુમનુષ્યત્વ આદિની પ્રાપ્તિ કરાવે છે. તેથી વ્યવહારનય પુણ્યના ફળને સુંદર કહે છે અને પાપના ફળને અસુંદર કહે છે. વળી પુણ્યના ઉદયથી મળેલ ભોગો પણ અનર્થના કારણ નથી, માટે સુશીલ છે, અને પાપના ઉદયથી મળેલ ભોગો અનર્થના કારણ છે, માટે કુશીલ છે. | નિશ્ચયનયથી પુણ્યના ઉદયથી મળેલા ભોગો કે પાપના ઉદયથી મળેલા ભોગો જીવને સંસારમાં પ્રવેશ કરાવનાર હોવાથી જીવ માટે કુશીલરૂપ છે અર્થાત્ જીવનું આ કુત્સિત સ્વરૂપ છે; કેમ કે સર્વકર્મરહિત શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરવી તે જીવનું લક્ષ્ય છે, અને આ પુણ્યકર્મ અને પાપકર્મ જીવને તે અવસ્થાથી દૂર રાખી મનુષ્યાદિ જન્મની પ્રાપ્તિ કરાવે છે અર્થાત્ સંસારમાં પ્રવેશ કરાવે છે. તેથી, પુણ્યબંધ પણ સારો નથી અને પાપબંધ પણ સારો નથી, પુણ્યનું ફળ પણ સારું નથી અને પાપનું ફળ પણ સારું નથી, વસ્તુતઃ સર્વકર્મરહિત અવસ્થા તે જીવની સારી અવસ્થા છે. સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓ આ પ્રમાણે નિશ્ચયનયની દૃષ્ટિથી પુણ્ય અને પાપના સ્વરૂપનો વિચાર કરીને સર્વકર્મરહિત શુદ્ધ અવસ્થા પ્રત્યેના પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org