________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/મ્લોક-૫
શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે
ધર્મપ્રભાવપણું હોવાથી=ધર્મના સેવનથી ઉત્પન્ન થયેલા હોવાથી, ભોગો દુઃખને દેનારા થશે નહીં, રૂત્યત્ર=એ પ્રકારની શંકામાં, કહે છે
૧૫
—
જે કારણથી પુણ્ય અને પાપ બંનેનું ફળ અનાત્મધર્મપણું હોવાથી તુલ્ય છે; કેમ કે વ્યવહારથી–વ્યવહારનયથી, સુશીલપણા અને કુશીલપણા દ્વારા બંનેનો=પુણ્ય અને પાપનો, વિભેદ હોવા છતાં પણ, નિશ્ર્ચયથી= નિશ્ચયતયથી સંસારપ્રવેશકપણારૂપે કુશીલપણું અવિશેષ છે=સમાન છે. ।।૫।। * ‘વિખેરેપિ’ - અહીં ‘વિ’થી એ કહેવું છે કે વ્યવહારનયથી પુણ્ય-પાપનો સુશીલ-કુશીલપણારૂપે ભેદ હોવા છતાં પણ નિશ્ચયનયથી ભેદ નથી.
જે
નોંધ :- શ્લોકમાં જે ‘યત્’ શબ્દ છે તેનો ‘તદ્' સાથે સંબંધ આ પ્રમાણે છે કારણથી પુણ્ય-પાપનું ફળ અનાત્મધર્મપણું હોવાને કારણે તુલ્ય છે, તે કારણથી પુણ્ય પણ દુઃખને દેનારું છે, તેમ અધ્યાહાર છે.
ભાવાર્થ:
સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓને વ્યવહારનયથી અને નિશ્ચયનયથી ભોગોનું દર્શન ઃ
Jain Education International
સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓની વિવેકદૃષ્ટિ ખુલેલી છે. તેથી સંસારના ભોગોનું સ્વરૂપ કેવું છે, તેનો વિચાર કરે છે ત્યારે તેઓને દેખાય છે કે જીવોને ઇન્દ્રિયોના વિષયોનો સંપર્ક થાય છે ત્યારે રતિ ઉત્પન્ન કરાવે તેવા સુખનો અનુભવ થાય છે; પરંતુ આ સુખ પણ જોખમી છે. જેમ સર્પની ફણા રમ્ય દેખાતી હોય, જોવામાં ગમતી હોય, તોપણ તેનો આટોપ=ફુંફાડો જોખમી છે; કેમ કે જો સાપ કરડે તો મૃત્યુ થાય; તેમ ભોગ ભવરૂપી સર્પની ફણાના આટોપરૂપ છે; કેમ કે આ ભોગોથી કર્મબંધ થાય છે અને દારુણ દુઃખની પરંપરા પ્રાપ્ત થાય છે.
આશય એ છે કે સંસારમાં ભોગોની પ્રાપ્તિ જીવોની હિંસાથી થાય છે, તે જીવોની હિંસાથી પાપ બંધાય છે અને તે પાપ દારુણ દુઃખોની પરંપરા પ્રાપ્ત કરાવનાર છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org