________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૨૮
યોગીઓને શાસ્ત્રવિહિત કોઈ ક્રિયાઓ નથી, પરંતુ ધ્યેય એવા પોતાના આત્માને પ્રગટ કરવા માટે સમાધિ નામના યોગાંગમાં યત્નમાત્ર હોય છે.
G9
ભુક્તને ભોજનક્રિયાના અભાવની જેમ તેઓને કોઈ ચેષ્ટા કેમ નથી ? તેમાં યુક્તિ બતાવે છે
—
પરાદૃષ્ટિવાળા યોગીઓને આચારથી જીતવા યોગ્ય કર્મો નથી. કેમ નથી ? તેથી કહે છે –
તે કર્મોનું ભુક્તપ્રાયપણું છે અર્થાત્ તે કર્મો ભોગવાઈને નષ્ટ થઈ ચૂક્યાં છે, તેથી આચા૨ સેવીને તે કર્મોનો નાશ કરવાનું તેઓને સિદ્ધ થઈ ચૂક્યું છે; અને જે વસ્તુ પોતાને સિદ્ધ થઈ હોય તેની ઇચ્છા હોતી નથી. જેમ ભૂખ્યો માણસ ભોજન કરી લે પછી તેને ભોજનની ઇચ્છા હોતી નથી, તેમ પરાદષ્ટિવાળા યોગીઓએ આચારથી જીતવા યોગ્ય કર્મો જીતી લીધાં હોવાથી, આચારથી કર્મોને જીતવાની ઇચ્છા હોતી નથી; પરંતુ વીતરાગતાના પ્રતિબંધક અવશેષ સંજ્વલન કષાયો જીતવાના બાકી છે, તેના નાશની ઇચ્છા છે. જોકે સંજ્વલન કષાયોમાં પણ કેટલાક સંજ્વલનના કષાયો અતિચારઆપાદક હોય છે, કેટલાક સંજ્વલન કષાયો અતિચારઆપાદક નથી, પરંતુ સંયમની વૃદ્ધિમાં કારણ એવી શાસ્ત્ર વિહિત પ્રવૃત્તિ કરાવે છે. આ બંને પ્રકારના સંજ્વલન કષાયોનો નાશ શાસ્ત્રવિહિત આચારથી થાય છે; અને તેઓનો નાશ કર્યા પછી અવશેષ રહેલા સંજ્વલનના કષાયો આચારથી નાશ થાય તેવા નથી, પરંતુ ધ્યેયમાત્રમાં તન્મયભાવરૂપ સમાધિથી નાશ થાય તેવા છે; અને પરાષ્ટિમાં રહેલા યોગીઓને એવાં અવશેષ કર્મો માત્ર હોય છે, જે સમાધિના યત્નથી ક્રમે કરીને નાશ પામે છે. તેથી પરાષ્ટિમાં રહેલા યોગી અવશેષ સંજ્વલન કષાયોને જીતવાની ઇચ્છાથી સમાધિમાં યત્ન કરે છે; અને તે સમાધિકાળમાં ધ્યેયસ્વરૂપમાત્રમાં નિર્વ્યાસવાળું ધ્યાન પ્રવર્તે છે, જે ધ્યાન પ્રકર્ષને પામીને વીતરાગતાની પ્રાપ્તિના પ્રતિબંધક અવશેષ સંજ્વલન કષાયોનો નાશ કરે છે. તેથી પરાદ્દષ્ટિમાં રહેલા યોગીઓને દસમા ગુણસ્થાનક સુધી સંપૂર્ણ રાગાદિનો ઉચ્છેદ નથી, અને વ્યક્ત વિકલ્પાત્મક ઇચ્છા પણ નથી, પરંતુ જે વિદ્યમાન રાગાદિ છે તેના કારણે લક્ષ્યની પ્રાપ્તિમાં સુદૃઢ યત્ન કરાવે તેવી વિકલ્પ વિનાની ક્ષયોપશમભાવ પામેલી ઇચ્છાથી ધ્યાનમાં પ્રવૃત્તિ થાય છે, જેના બળથી તેઓ ક્ષપકશ્રેણી ઉપર ચઢીને કેવલી બને છે. II૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org