________________
૧૦.
સદ્દષ્ટિદ્વાચિંશિકા/સંકલના તિરોભાવ કરવામાં આવે, ત્યારે વિરોધ પ્રગટે છે, અને તેનાથી પ્રશાંતવાહિતા ઉત્પન્ન થાય છે. વળી, જેમ નિરોધના પરિણામથી પ્રશાંતવાહિતા ઉત્પન્ન થાય છે, તેમ ચિત્તની એકાગ્રતાથી પ્રગટ થયેલ સમાધિના પરિણામથી પ્રશાંતવાહિતા અતિશયિત થાય છે.
તેથી એ ફલિત થાય કે પ્રભાષ્ટિવાળા યોગીઓ નિરોધ પરિણામ, એકાગ્રતા પરિણામ અને સમાધિ પરિણામમાં યત્ન કરે છે, જેથી અસંગઅનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે અને ક્રમસર વૃદ્ધિ થાય છે.
પરાદષ્ટિ - પ્રભાષ્ટિમાં સમાધિ પરિણામ હતો અને પરાષ્ટિમાં સમાધિ નામનું યોગાંગ પ્રગટે છે. તેથી જિજ્ઞાસા થાય કે સમાધિ પરિણામ અને સમાધિ યોગાંગ વચ્ચે શું તફાવત છે ?
સમાધિ પરિણામ અને સમાધિ યોગાંગ વચ્ચેનો તફાવત :- પ્રભાષ્ટિવાળા યોગીમાં વર્તતા સમાધિ પરિણામમાં વિક્ષેપનો અત્યંત અભિભવ હોય છે, અને શુદ્ધ આત્માને પ્રગટ કરવાની એકાગ્રતા વર્તે છે, જેથી સુદઢ ધ્યાન પ્રવર્તે છે; અને પ્રભાષ્ટિવાળા યોગી પરાષ્ટિમાં આવે છે ત્યારે પરમાત્મા સાથે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનો અભેદ થાય તેવા વિશેષ પ્રકારના ધ્યાનને પામે છે, જે સમાધિ નામનું યોગાંગ છે.
તેથી એ ફલિત થાય કે સમાધિપરિણામકાળમાં “ધ્યેય પરમાત્મા છે, ધ્યાતા હું છું અને ધ્યાતા એવો હું ધ્યાન કરું છું,' તે પ્રકારે ત્રણના ભેદની પ્રાપ્તિ છે; અને સમાધિ નામના યોગાંડકાળમાં યોગીનું ચિત્ત પોતાનું પરમાત્મસ્વરૂપ આવિર્ભાવ કરવા માટે અત્યંત પ્રવર્તે છે. તેથી ધ્યાતા પણ પોતે છે અને ધ્યેય પણ પોતાનું સ્વરૂપ છે, અને ધ્યાતા અને ધ્યેય વચ્ચે પોતાનું ધ્યાન એકતાને પામેલું છે. તેથી ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણ પૃથક ભાસતા નથી, જેના બળથી પરાષ્ટિવાળા યોગી ક્રમે કરીને ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરે છે અને અંતે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે.
વળી, આ પરાષ્ટિવાળા યોગીઓ નિરાચારપદવાળા છે. તેથી તેઓને પ્રતિક્રમણાદિ સાધુના કોઈ આચારો નથી. જેમ કોઈ માણસે ભોજન કરી લીધેલું હોય અને તૃપ્ત હોય ત્યારે ભોજનની પ્રવૃત્તિ હોતી નથી, તેમ આચારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org