________________
સદ્ધિાત્રિશિકા/સંકલના
કાન્તાદષ્ટિ :- કાન્તાદૃષ્ટિમાં ધારણા નામનું યોગાંગ પ્રગટે છે. ધારણા એટલે ચિત્તને ઉચિત સ્થાને સ્થાપીને મોક્ષરૂપ લક્ષ્યની નિષ્પત્તિને અનુકૂળ આત્માનો મનોવ્યાપાર, ધારણા નામના યોગાંગને કારણે આ દૃષ્ટિમાં રહેલા યોગીઓ એકાગ્ર મનવાળા હોય છે. આ દૃષ્ટિમાં આક્ષેપકજ્ઞાન હોવાને કારણે ભોગો પણ કર્મબંધનું કારણ બનતા નથી, અને મને હંમેશાં મૃતધર્મમાં વર્તે છે, તેથી ચિત્ત સદા મોક્ષને અનુકૂળ વર્તે છે.
વળી કાન્તાદૃષ્ટિમાં શ્રુતમાં નિત્ય મન હોવાથી ધર્મશક્તિ બળવાન હોય છે; અને કર્મના ઉદયથી ભોગમાં પ્રવૃત્તિ હોય તોપણ ભોગશક્તિ નિર્બળ હોય છે, તેથી ભોગકાળમાં પણ ધર્મશક્તિ હણાતી નથી.
વળી ધારણા નામના યોગાંગને કારણે ધર્મક્રિયામાં અન્યમુદ્દોષ પ્રાપ્ત થતો નથી.
વળી કાન્તાદૃષ્ટિમાં સદ્વિચારણારૂપ મીમાંસા પ્રગટેલ હોય છે. તેથી ક્યારેય અસમંજસ પરિણામ થતો નથી, પરંતુ સદા મોહનાશને અનુકૂળ યત્ન વર્તે છે.
પ્રભાદષ્ટિ - પ્રભાષ્ટિમાં ધ્યાન નામનું યોગાંગ પ્રગટે છે. ધ્યાન એટલે લક્ષ્યને અનુકૂળ ચિત્તની એકાગ્રતા. આ દૃષ્ટિમાં રહેલા યોગીઓને ધ્યાન પ્રત્યે અત્યંત રુચિ હોય છે, ધ્યાનના આઠ દોષોમાંથી “રોગ' નામનો દોષ ગયેલો હોય છે, અને આ યોગીઓ અસંગઅનુષ્ઠાનરૂપ સમ્પ્રવૃત્તિપદને વહન કરનારા હોય છે.
વળી પ્રભાષ્ટિવાળા યોગીઓનું ચિત્ત સદા ધ્યાનમાં હોવાને કારણે ધ્યાનથી થનારું સમતાનું સુખ સદા વર્તે છે.
વળી પ્રભાષ્ટિવાળા યોગીમાં જે અસંગઅનુષ્ઠાન છે, તેને સાંખ્યદર્શનવાળા પ્રશાંતવાહિતા' કહે છે, બૌદ્ધદર્શનવાળા “વિસભાગ પરિક્ષય' કહે છે, શિવદર્શનવાળા “મોક્ષમાર્ગ' કહે છે અને મહાવ્રતી દર્શનવાળા “ધ્રુવમાર્ગ” કહે છે=ધ્રુવ એવા મોક્ષનો માર્ગ કહે છે.
સાંખ્યદર્શનકારો પ્રશાંતવાહિતા ઉત્પન્ન કરવા માટે ચિત્તવૃત્તિનો નિરોધ સ્વીકારે છે. આ ચિત્તવૃત્તિનો નિરોધ કરવા માટે શાસ્ત્રાનુસારી અનુષ્ઠાનો કરીને નિરોધના સંસ્કારો પ્રાદુર્ભાવ કરવામાં આવે અને વ્યુત્થાનના સંસ્કારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org