________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૭
(૧૦) વિષયોમાં અચેત ઃ- યોગના સેવનથી વિષયોની પ્રવૃત્તિમાં ચિત્ત અચેતન જેવું બને છે. પ્રાયઃ યોગીઓ વિષયોની પ્રવૃત્તિ કરતા નથી; તોપણ પાંચે ઇન્દ્રિયો વિદ્યમાન છે અને જગતમાં તેના વિષયો પણ વિદ્યમાન છે અને તે વિષયોનો ઇન્દ્રિયોની સાથે સંપર્ક પણ અનાયાસે થતો હોય છે, છતાં ચિત્ત નિર્લેપ હોવાથી વિષયોમાં તેમની ચેતના પ્રવર્તતી નથી. તેથી પદાર્થનો બોધમાત્ર થાય છે, પરંતુ ઔત્સક્યપૂર્વક વિષયોમાં પ્રવૃત્તિ થતી નથી.
(૧૧) પ્રભાવવાળું ચિત્ત ઃ- યોગમાર્ગમાં પ્રવૃત્ત થયેલા યોગીઓ જગત પ્રત્યે નિરપેક્ષભાવવાળા હોય છે, તેમની પ્રવૃત્તિ અન્ય જીવો ઉપર પ્રભાવ પડે તેવી હોય છે.
૩૨
--
(૧૨) ધૈર્ય સમન્વિત ચિત્ત :- સંસારનો ઉચ્છેદ અતિ દુષ્કર છે, સાધના અતિ દુષ્કર છે, તોપણ યોગના સેવનથી યોગીઓમાં દુષ્કર એવા પણ યોગમાર્ગને સેવવાને અનુકૂળ ધૈર્યથી યુક્ત ચિત્ત હોય છે.
(૧૩) દ્વન્દ્વ અધૃષ્ટતા ઃ- શાતા-અશાતાનાં દ્વન્દ્વો કે અનુકૂળ-પ્રતિકૂળ ભાવોનાં દ્વન્દ્વોમાં યોગીઓનું ચિત્ત વ્યાકુળ થતું નથી. આવું ઉત્તમ ચિત્ત તેમને યોગના સેવનથી પ્રગટે છે.
(૧૪) અભીષ્ટ લાભ ઃ- યોગીઓ યોગનું સેવન કરતા હોય છે, અને તેનાથી તેઓને યોગમાર્ગના અતિશય અર્થે જે જે અભીષ્ટ હોય છે, તેની પ્રાપ્તિને અનુકૂળ એવી પુણ્ય-પ્રકૃતિઓ જાગૃત થાય છે, જેથી પોતાને અભીષ્ટ એવી સામગ્રી પ્રાપ્ત થાય છે.
(૧૫) જનપ્રિયત્ન ઃ- યોગીઓનું ચિત્ત અને આચારો ઉત્તમ હોવાથી લોકોમાં તેઓ પ્રિય બને છે. તેથી યોગના સેવનનું ફળ જનપ્રિયત્વ છે.
નં. ૧ થી ૮ યોગના પ્રાથમિક ગુણો છે. ત્યારપછી નં. ૯ થી ૧૫. યોગના સેવનથી પ્રાપ્ત થતા ગુણો છે. હવે આગળ નિષ્પન્નયોગવાળાના ગુણો નં. ૧૬ થી ૨૧માં બતાવે છે
(૧૬) દોષવ્યપાય ઃ- દોષવ્યપાય અર્થાત્ દોષોનો વિશેષ રીતે અપગમ. નિષ્પન્ન યોગીઓ પ્રાયઃ સર્વત્ર અસંગભાવવાળા હોય છે. તેથી રાગાદિ દોષો વિશેષ રીતે તેઓમાંથી દૂર થયેલા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org