________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા|શ્લોક-૭
૩૧
(૬) કાંતિ :- યોગમાર્ગની પ્રવૃત્તિને કારણે પૂર્વે શરીરની જે સુંદરતા હોય તેમાં પ્રાયઃ અતિશયતા થાય તેવી કાંતિ પ્રગટે છે; કેમ કે યોગના સેવનથી સૌમ્યતાની વૃદ્ધિ થાય, તે રીતે આહારાદિનાં પુદ્ગલો પરિણમન પામે છે.
(૭) પ્રસાદઃ- યોગમાર્ગની પ્રવૃત્તિ કરનાર યોગીનું ચિત્ત હંમેશાં પ્રસન્નતાવાળું હોય છે.
(૮) સ્વરસૌમ્યતા ઃ- યોગમાર્ગની પ્રવૃત્તિ કરનારા યોગીઓને કુદરતી શરીરની રચનાના અનુસારે જે પ્રકારનો સ્વર પ્રાપ્ત થયો હોય, તેમાં યોગના સેવનથી સૌમ્યતા પ્રગટે છે. તેથી તેમના વચનપ્રયોગમાં સૌમ્યતાનું દર્શન થાય છે.
યોગમાર્ગની પ્રવૃત્તિનાં આ પ્રથમ ચિહ્નો છે. તેથી એ ફલિત થાય કે સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓ યોગમાર્ગને યથાર્થ જોઈને યોગમાર્ગની પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે, જેના ફળરૂપે ઉપર્યુક્ત આઠ ગુણોની પ્રાપ્તિ થાય છે.
આ યોગમાર્ગની પ્રાથમિક પ્રવૃત્તિ કર્યા પછી યોગીઓ જેમ જેમ યોગમાર્ગનું આગળ સેવન કરે છે, તેમ તેમ નવા નવા ગુણો પ્રગટ થાય છે, તે આ પ્રમાણે -
(૯) મૈત્રી આદિ યુક્ત ચિત્ત ઃ- યોગીઓ ઉચિત પ્રવૃત્તિ કરવાની પ્રકૃતિવાળા હોય છે. તેથી યોગના સેવનના કારણે જગતના તમામ જીવો પ્રત્યે મૈત્રી આદિ ભાવો પ્રગટે છે.
મૈત્રી :- જીવોનું હિત થઈ શકે ત્યાં હિત ક૨વાનો પ્રયત્ન થાય છે, અને જ્યાં હિત કરવાનું શક્ય ન હોય ત્યાં પણ તેમનું હિત કરવાનો પરિણામ હોય છે. આવો મૈત્રીભાવ તેમનામાં હોય છે.
પ્રમોદ :– ગુણવાન જીવોના ગુણો પ્રત્યે પક્ષપાતનો પરિણામ તેમને થાય છે. કરુણા :- દુ:ખી જીવો પ્રત્યે તેમને કરુણા થાય છે.
માધ્યસ્થ્ય ઃ- તેમને અયોગ્ય જીવો પ્રત્યે પણ દ્વેષ થતો નથી, અને પ્રયત્નથી સુધરે તેવું ન જણાય તો ઉપેક્ષાનો પરિણામ થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જેનું ચિત્ત મૈત્રી આદિ ચાર ભાવોથી અત્યંત વાસિત હોય તેવો જીવ જીવમાત્ર સાથે ઉચિત પ્રવૃત્તિ કરી શકે છે, અને ઉચિત પ્રવૃત્તિમાં જે કંઈ સ્કૂલના થાય છે, તેનું કારણ વિવેકપૂર્વકના મૈત્રી આદિ ભાવોની ન્યૂનતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org