________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા|શ્લોક-૭
સાક્ષીના પ્રથમ શ્લોકમાં કહ્યું કે યોગપ્રવૃત્તિનું આ પ્રથમ ચિહ્ન છે. તેથી એ પ્રાપ્ત થાય કે પારમાર્થિક યોગની પ્રવૃત્તિ સ્થિરાદષ્ટિથી થાય છે; કેમ કે સ્થિરાઇષ્ટિમાં વિપર્યાસ વિનાનો બોધ છે, તત્ત્વની સ્થિર રુચિ છે અને શક્તિ અનુસાર યોગમાર્ગમાં પ્રવૃત્તિ છે; જ્યારે સ્થિરાદૃષ્ટિની પૂર્વમાં=પ્રથમની ચાર દૃષ્ટિમાં, બોધમાં કંઈક વિપર્યાસ હોવાથી સમ્યગ્ યોગમાર્ગની પ્રવૃત્તિ નથી. વળી, સ્થિરાદષ્ટિવાળા યોગી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તેઓની યોગની પ્રવૃત્તિથી જે ગુણો પ્રગટે છે તે અહીં બતાવે છે. વળી, સ્થિરાદષ્ટિવાળા કેટલાક યોગીઓ અવિરતિના ઉદયવાળા હોય છે, તેઓમાં પ્રત્યાહાર યોગાંગ હોતું નથી. તેથી તેવા યોગીઓને અહીં ગ્રહણ કરેલ નથી, પરંતુ સ્થિરાદષ્ટિમાં રહેલા પ્રત્યાહાર યોગાંગવાળા અને ભોગની અસારતાના વિભાવનથી પ્રત્યાહારનો થૈર્યભાવ જેમને પ્રાપ્ત થયો છે એવા વિરતિધરને ગ્રહણ કરીને અહીં અલૌલ્યાદિ ગુણો કહ્યા છે, જે આ પ્રમાણે
30
અન્ય દર્શન દ્વારા કથિત અલૌલ્યાદિ ગુણોની સ્થિરાદષ્ટિમાં પ્રાપ્તિ :
(૧) અલૌલ્ય ઃ- પ્રત્યાહારવાળા યોગીઓ આહારાદિની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે ક્યાંય લોલુપતા ન હોય તેવા ઉત્તમ ચિત્તની પ્રાપ્તિ તેમને હોય છે.
(૨) આરોગ્ય :- યોગમાર્ગની પ્રવૃત્તિને કારણે ચિત્ત શાંતરસવાળું હોય છે અને ચિત્તના સ્વાસ્થ્યને કારણે પ્રાયઃ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ક્વચિત્ કર્મ બળવાન હોય તો ચિત્ત સ્વસ્થ હોવા છતાં રોગાદિની પ્રાપ્તિ થઈ શકે; પરંતુ જે જીવોનું બળવાન કર્મ નથી, તેઓને ઉત્તમ ચિત્તને કારણે આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
=
(૩) અનિષ્ઠુરત્વ ઃ- અનિષ્ઠુરત્વ અર્થાત્ દયાળુ ચિત્ત. યોગમાર્ગમાં પ્રવૃત્ત એવા સ્થિરાદષ્ટિવાળા યોગીનું ચિત્ત દયાળુ હોય છે.
(૪) શુભગંધ :- યોગમાર્ગની પ્રવૃત્તિને કારણે યોગીઓનું ઉત્તમ ચિત્ત હોય છે, તેથી દેહમાં પણ પ્રાયઃ શુભગંધ પ્રગટે છે, જે યોગનું કાર્ય છે.
(૫) મૂત્ર અને વિષ્ટાની અલ્પતા :- યોગીના યોગના સેવનથી આહારાદિ પણ પ્રાયઃ સાત ધાતુરૂપે પરિણમન પામે છે અને મલાદિરૂપે અલ્પ પરિણમન પામે છે. તેથી યોગીઓને મૂત્ર અને વિષ્ટાની અલ્પતા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org