________________
સદ્દષ્ટિદ્વાત્રિશિકા/શ્લોક-૭
૩૩ (૧૭) પરમ તૃપ્તિ:- નિષ્પન્નયોગવાળા યોગીઓનું ચિત્ત અસંગભાવવાળું હોવાથી આત્માને નિષ્પન્ન કરવાને અનુકૂળ ધ્યાનાદિથી એવી પરમ તૃપ્તિને અનુભવે છે કે જેવી તૃપ્તિ ચક્રવર્તી આદિને પોતાના ભોગોથી પણ અનુભવાતી નથી.
(૧૮) ઔચિત્ય યોગ - નિષ્પન્ન યોગીઓ રાગાદિથી અનાકુળ હોવાને કારણે સર્વત્ર ઉચિત વ્યાપાર કરનારા હોય છે. જીવ જે કંઈ મનથી, વચનથી કે કાયાથી અનુચિત વ્યાપાર કરે છે તેનું બીજ રાગાદિ આકુળતા છે, અને નિષ્પન્ન યોગીના રાગાદિ ભાવો અત્યંત નષ્ટપ્રાય છે, તેથી સહજ પ્રકૃતિથી તેઓ ઉચિત પ્રવૃત્તિ કરે છે.
(૧૯) ગુર્તી સમતા - ગુર્તી સમતા અર્થાત્ શ્રેષ્ઠ સમતા. નિષ્પન્ન યોગીઓ સહજ પ્રકૃતિથી ધ્યાનમાં વર્તતા હોય છે અને તેથી ધ્યાનના બળથી સમતાની વૃદ્ધિ થાય છે, અને વૃદ્ધિ પામેલી સમતા ઉપરની કક્ષાના ધ્યાનમાં સહજ પ્રવર્તાવે છે. તેથી નિષ્પન્ન યોગીઓની સમતા ઉત્તરોત્તર પ્રકર્ષને પામતી જાય તેવી શ્રેષ્ઠ કોટીની હોય છે.
(૨૦) વૈરાદિ નાશ :- યોગનું સેવન કરીને સિદ્ધયોગી બનેલા એવા તે યોગીઓના સાંનિધ્યમાં આવનારાં હિંસક પ્રાણીઓમાં પણ વૈરાદિનો નાશ થાય છે.
(૨૧) ઋતંભરા બુદ્ધિ - યોગના સેવનના પ્રકર્ષથી ઋતંભરા પ્રજ્ઞા પ્રગટે છે, જે પ્રતિભજ્ઞાન અને કેવળજ્ઞાનસ્વરૂપ છે.
ઉપર્યુક્ત ૨૧ ગુણોનું વર્ણન કર્યા પછી અંતમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે અહીં પણ=યોગમાર્ગમાં પણ, આ પૂર્વના ત્રણ શ્લોકોમાં અલૌલ્યાદિ ગુણો વર્ણન કરાયા એ, અકૃત્રિમ ગુણોનો સમુદાય અહીંથી માંડીને જ=પાંચમી સ્થિરાદષ્ટિથી માંડીને જ જાણવા.
આશય એ છે કે પાંચમી દૃષ્ટિવાળા યોગી વેદ્યસંવેદ્યપદને પામેલા છે, તેથી તત્ત્વને સ્પષ્ટ જુએ છે અને સ્વશક્તિ અનુસાર તત્ત્વની નિષ્પત્તિમાં ઉદ્યમવાળા હોય છે. તેથી પાંચમી દૃષ્ટિથી આરંભીને ઉપર વર્ણન કરાયેલા ગુણોનો પ્રારંભ થાય છે, અને તે સર્વ ગુણો કૃત્રિમ નથી હોતા, પરંતુ યોગના સેવનથી પ્રગટેલા હોય છે, અને તે ગુણો ઉત્તર ઉત્તરની દૃષ્ટિમાં ક્રમસર વધે છે. જોકે નિષ્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org