SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૯ અયોગ્ય જીવોને જોઈને પણ તેઓના પ્રતિ હેષ થતો નથી, પરંતુ માધ્યચ્ય રહે છે. આવા યોગીઓ મૈત્યાદિ ભાવોથી સુસ્થિત છે. (૨) સુઅભ્યસ્ત યમનિયમ - કાન્તાદૃષ્ટિવાળા યોગીઓએ યમનિયમનો સારો અભ્યાસ કરેલ છે, તેથી યમનિયમની આચરણા તેઓની પ્રકૃતિરૂપે વર્તે છે. આ યમ અને નિયમની આચરણા પહેલી અને બીજી દૃષ્ટિનું યોગાંગ છે, જે કાન્તાદૃષ્ટિમાં ખીલેલી અવસ્થામાં હોય છે. (૩) જિતઆસન - કાન્તાદૃષ્ટિવાળા યોગીઓએ અસત્ તૃષ્ણારૂપ આસનનો જય કરેલો હોય છે. આ ત્રીજી દષ્ટિનું યોગાંગ છે, જે કાન્તાદૃષ્ટિમાં ખીલેલી અવસ્થામાં હોય છે. (૪) પરિહંત પ્રાણવિક્ષેપ - કાન્તાદૃષ્ટિવાળા યોગીએ પ્રાણવિક્ષેપનો ત્યાગ કરેલ હોય છે અર્થાત્ ભાવરેચક, ભાવપૂરક અને ભાવકુંભક કરીને શુભ ભાવો આત્મામાં સ્થિર કરેલા છે. તેથી ભાવપ્રાણોનો વિક્ષેપ ન થાય તેવો સ્થિરભાવ આ દૃષ્ટિમાં વર્તે છે. આ ચોથી દૃષ્ટિનું યોગગ છે, જે કાન્તાદૃષ્ટિમાં ખીલેલી અવસ્થામાં હોય છે. (૫) પ્રત્યાહત્ ઇન્દ્રિયગ્રામ - કાન્તાદૃષ્ટિવાળા યોગીઓનો ઇન્દ્રિયોનો સમુદાય પ્રત્યાહાર યોગાંગવાળો હોય છે અર્થાત્ પાંચ ઇન્દ્રિયો સંવૃતચારી હોય છે. આ પાંચમી દૃષ્ટિનું યોગાંગ છે, જે કાન્તાદૃષ્ટિમાં ખીલેલી અવસ્થામાં હોય છે. () ઋજુકાય :- કાન્તાદૃષ્ટિવાળા યોગી કાયાને શિથિલ કરીને ઋજુકાયવાળા હોય છે=કાયાને સહજભાવમાં રાખનાર હોય છે. (૭) જિતદ્વન્દ્ર:- કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ રાગ-દ્વેષ, રતિ-અરતિ આદિ દ્વન્દ્રોને જિતેલા હોય છે. (૮) સંપ્રજ્ઞાત અભ્યાસાવિષ્ટઃ- કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ સંપ્રજ્ઞાતસમાધિના અભ્યાસમાં યત્નવાળા હોય છે. સંપ્રજ્ઞાતસમાધિના સ્વરૂપ માટે જુઓ યોગાવતાર દ્વાત્રિશિકો. ઉપર્યુક્ત ગુણસમુદાયવાળા યોગી ધારણાયોગાંગમાં સુસ્થિત છે= સમ્યગુ વ્યવસ્થિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004684
Book TitleSaddrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy