________________
૩૮
સદ્દષ્ટિદ્વાત્રિશિકા/શ્લોક-૯ ચિત્તનો દેશબંધ ધારણા છે.” (પા.યો.મૂ. ૩-૧) ત્યાં=ધારણામાં, સુસ્થિત એવા યોગી=મૈત્રાદિ ભાવો વડે ચિત્તના પરિકર્મથી વાસિત અંતઃકરણપણું હોવાથી, સુઅભ્યસ્ત યમનિયમપણું હોવાથી, જિતઆસનપણું હોવાથી, પરિહત પ્રાણવિક્ષેપપણું હોવાથી, પ્રત્યાહત ઇન્દ્રિયસમૂહ હોવાથી, ઋજુકાયાપણું હોવાથી, જિતÁદ્ધપણું હોવાથી અને સંપ્રજ્ઞાત સમાધિના અભ્યાસમાં આવિષ્ટપણું હોવાથી, સમ્યગુવ્યવસ્થિત એવા કાનાદષ્ટિવાળા યોગી, ભૂતોને જગતના લોકોને, પ્રિય થાય છે અને ધર્મમાં એકાગ્રમનવાળા થાય છે. III ભાવાર્થ :કાન્તાદષ્ટિમાં પ્રગટ થતા ધારણાયોગાંગનું સ્વરૂપ, સહભાવી ગુણો અને કાય :
કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ સંપ્રજ્ઞાતસમાધિ અર્થે અભ્યાસ કરતા હોય ત્યારે, ચિત્તને નાભિચક્ર કે નાસાગ્રાદિમાં સ્થાપન કરીને વિષયાંતરના પરિહારપૂર્વક સ્થિર કરે છે, તે ચિત્તની ધારણા છે, પરંતુ કોઈ યોગી માત્ર નાભિચક્રાદિમાં ચિત્તને વિષયાંતરના પરિહારપૂર્વક સ્થિર કરે, અને નાભિચક્રાદિને જોવા માટેનો માત્ર યત્ન કરે, તે ધારણા અહીં ગ્રહણ કરવાની નથી. તે સ્પષ્ટ કરવા માટે ધારણામાં સુસ્થિત યોગી કેવા હોય છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે.
(૧) મૈત્યાદિચિત્તપરિકર્મવાસિત અન્તઃકરણ - કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ મૈત્રાદિ ચાર ભાવનાઓથી ચિત્તને પરિકર્ષિત કરે છે. તેથી તેઓનું અંતઃકરણ મૈત્યાદિ ભાવોથી વાસિત હોય છે, જેના કારણે મૈત્રાદિભાવોને સ્પર્શવાથી અંતઃકરણમાંથી સ્વાર્થનો પરિણામ ઊઠતો નથી, અને કોઈ જીવનું હિત થતું હોય તો તેનું હિત કરવાનો પરિણામ થાય છે, અને કોઈનું અહિત ન થાય તે રીતે પ્રવૃત્તિ કરવા ચિત્ત પ્રેરણા કરે છે. વળી તેમને સામાન્ય જીવોની જેમ પોતાને થતા લાભમાત્રથી ગુણવાન પ્રત્યે પ્રીતિ થતી નથી, પરંતુ ગુણના પક્ષપાતથી ગુણવાન પ્રત્યે પ્રીતિ થાય છે; અને તેઓનું અંતઃકરણ સંસારમાં ભટકતા જીવોનું હિત કરવાની બુદ્ધિરૂપ કરુણાવાળું હોય છે, પરંતુ જગતના જીવોની વિડંબના જોઈને તેઓ પ્રત્યે ઉપેક્ષા કરે તેવું કઠોર હૈયું હોતું નથી; અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org