________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા|શ્લોક-૯-૧૦
ઉપર્યુક્ત ગુણસમુદાયવાળા કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ જગતના જીવાન પ્રિય બને છે; કેમ કે જેની પ્રકૃતિ તદ્દન નિઃસ્પૃહ છે, વળી જેઓ યોગમાર્ગમા સુદઢ યત્નવાળા છે, તેવા યોગીઓને જોઈને લોકોને પ્રીતિ થાય છે, તથા આ દૃષ્ટિના યોગીઓ ધર્મમાં એકાગ્રમનવાળા હોય છે; કેમ કે ધર્માનુષ્ઠાનકાળમાં ચિત્તને નિયત સ્થાને રાખીને યોગમાર્ગની નિષ્પત્તિ અર્થે પ્રકર્ષથી અભ્યાસ કરનારા છે. IIII
४०
અવતરણિકા :
કાન્તાદૃષ્ટિમાં પ્રગટ થતા ધારણાયોગાંગનું સ્વરૂપ બતાવ્યું અને તે ધારણાયોગાંગને કારણે કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ ધર્મમાં એકાગ્રમનવાળા હોય છે એમ બતાવ્યું. હવે કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ ક્વચિત્ અવિરતિના ઉદયથી ભોગમાં પ્રવૃત્તિ કરતા હોય તોપણ સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓ કરતાં કાન્તાદૃષ્ટિવાળા યોગીઓના ભોગમાં શું ભેદ છે ? તે બતાવવા અર્થે કહે છે
શ્લોક :
अस्यामाक्षेपकज्ञानान्न भोगा भवहेतवः ।
श्रुतधर्मे मनोयोगाच्चेष्टाशुद्धेर्यथोदितम् ।। १० ।। અન્વયાર્થ ઃ
અસ્વાર્=આ હોતે છતે=કાન્તાદૃષ્ટિ હોતે છતે શ્રુતધર્મે મનોવોાત્ શ્રુતધર્મમાં મનોયોગ હોવાને કારણે=નિત્ય મનનો સંબંધ હોવાને કારણે આક્ષેપવજ્ઞાનાત્= આક્ષેપકજ્ઞાન હોવાથી=નિત્ય એવા શુદ્ધ આત્મા પ્રત્યે આક્ષેપ કરે તેવું જ્ઞાન હોવાથી મોન=ભોગો મવહેતવઃ=ભવના હેતુઓ ન=નથી; કેમ કે ચેષ્ટાશુદ્ધ:=ચેષ્ટાની શુદ્ધિ છે=પ્રવૃત્તિમાં મનનું નિર્મળપણું છે, ચોવિતમ્=જે કારણથી કહેવાયું છે=જે કારણથી પૂ. આ. હરિભદ્રસૂરિ વડે કહેવાયું છે.
||૧૦||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org