SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/મ્લોક-૧૦ શ્લોકાર્થ : કાન્તાદૃષ્ટિ હોતે છતે શ્રુતધર્મમાં મનોયોગ હોવાને કારણે આક્ષેપકજ્ઞાન હોવાથી ભોગો ભવના હેતુઓ નથી; કેમ કે ચેષ્ટાની શુદ્ધિ છે, જે કારણથી પૂ. આ. હરિભદ્રસૂરિ વડે કહેવાયું છે. ।।૧૦।I ટીકા ઃ = અસ્વામિતિ-ગુસ્યાં=ાન્તાયાં=ાયચેષ્ટાવા અન્યપરત્વેઽપિ, શ્રુતધર્મે=આમે, मनोयोगात् नित्यं मनःसम्बन्धात्, आक्षेपकज्ञानान् नित्यप्रतिबन्धरूपचित्ताक्षेपकारिज्ञानात्, न भोगा - इन्द्रियार्थसम्बन्धा भवहेतवो भवन्ति, चेष्टायाः प्रवृत्तेः शुद्धेः = मनोनैर्मल्यात् । यथोदितं हरिभद्रसूरिभिर्योगदृष्टिसमुच्चये । । १० ।। ટીકાર્ય : ૪૧ अस्यां યોગદૃષ્ટિસમુયે ! આ હોતે છતે=કાન્તાદૃષ્ટિ હોતે છતે, કાયચેષ્ટાનું અન્ય૫રપણું હોવા છતાં પણ=ધર્મપ્રવૃત્તિથી અન્ય ભોગપ્રવૃત્તિપરપણું હોવા છતાં પણ, શ્રુતધર્મમાં=આગમમાં, મનોયોગ હોવાથી—નિત્ય મનનો સંબંધ હોવાથી, આક્ષેપકજ્ઞાત થવાને કારણે=નિત્ય એવા શુદ્ધ આત્મા પ્રત્યે પ્રતિબંધરૂપ ચિત્તના આક્ષેપને કરનાર જ્ઞાન થવાને કારણે, ઇન્દ્રિયોના અર્થની સાથે સંબંધરૂપ ભોગો, ભવના હેતુઓ થતા નથી; કેમ કે ચેષ્ટાની=પ્રવૃત્તિની, શુદ્ધિ છે અર્થાત્ ભોગની ચેષ્ટામાં મનનું નિર્મળપણું છે, જે પ્રમાણે પૂ. આ. હરિભદ્રસૂરિ વડે ‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં કહેવાયું છે, જે સ્વયં ગ્રંથકારશ્રી આગળના શ્લોકોમાં બતાવશે. ।।૧૦।। * ‘અન્યપરત્વેઽ’િ- અહીં ‘પિ’થી કાયચેષ્ટાના ધર્મપ૨૫ણાનો સમુચ્ચય કરવો. ભાવાર્થ : કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ ક્વચિત્ અવિરતિના ઉદયવાળા પણ હોય, ક્વચિત્ દેશિવરિતવાળા પણ હોય અને ક્વચિત સર્વવિરતિવાળા પણ હોય; સર્વવિરતિવાળા યોગીઓને ભોગની કોઈ પ્રવૃત્તિ નથી, પરંતુ દેશવિરતિવાળા કે અવિરતિના ઉદયવાળા કાન્તાદૃષ્ટિવાળા યોગીઓને ભોગમાં પ્રવૃત્તિ છે; તોપણ સ્થિરાદષ્ટિ કરતાં વિશેષ પ્રકારનો બોધ હોવાને કારણે કાન્તાદૃષ્ટિવાળા યોગીઓનું મન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004684
Book TitleSaddrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy