________________
૪૨
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૦ શ્રતધર્મમાં નિત્ય હોય છે. તેથી તે યોગીઓને શુદ્ધ આત્મા પ્રત્યેનો આક્ષેપ કરે તેવું જ્ઞાન પ્રગટ થયેલું હોય છે, અને તેનું ચિત્ત આત્માની શુદ્ધ અવસ્થા પ્રત્યે સદા આક્ષિપ્ત હોય છે. માટે ભોગએકનાશ્ય કર્મ હોય તો કર્મના નાશ માટે ભોગમાં પ્રવૃત્તિ થાય, છતાં ભોગકાળમાં ભોગની પ્રવૃત્તિથી લેશ પણ પ્રમાદ ઉત્પન્ન થતો નથી. તેથી ભોગો ભવના કારણ બનતા નથી, કેમ કે ભોગના પ્રવૃત્તિકાળમાં મન નિર્મળ વર્તે છે અર્થાતુ પોતાના સાધ્યની પ્રાપ્તિ માટે અપ્રમાદભાવવાળું વર્તે છે.
અહીં વિશેષ એ છે કે : (૧) કૂર્માપુત્ર કેવળજ્ઞાન થયા પછી છ મહિના ગૃહસ્થ અવસ્થામાં રહ્યા. તે વખતે તેમની સંસારની પ્રવૃત્તિ ચાલુ છે. તેથી બાહ્યથી અવિરતિની પ્રવૃત્તિ દેખાય, પણ તત્ત્વથી અવિરતિનો ઉદય નથી. તેથી તેમનું ચિત્ત પૂર્ણ વીતરાગભાવવાળું છે. માટે તેમને અવિરતિકૃત કોઈ કર્મબંધ નથી, ફક્ત યોગકૃત એક સામયિક-એક સમયનો કર્મબંધ છે.
(૨) કાન્તાદૃષ્ટિવાળા જે જીવો અવિરતિના ઉદયવાળા છે, તેઓ ભોગની પ્રવૃત્તિ કરે છે ત્યારે, અવિરતિઆપાદક પ્રત્યાખ્યાનીય કે અપ્રત્યાખ્યાનીય કર્મનો ઉદય છે; તોપણ ભોગકાળમાં લેશ પણ પ્રમાદ નથી અને અજ્ઞાન પણ નથી. તેથી તેઓને અવિરતિકૃત કર્મબંધ છે, પરંતુ પ્રમાદકત કે અજ્ઞાનકૃત લેશ પણ કર્મબંધ નથી.
(૩) સ્થિરાદૃષ્ટિવાળા જે જીવો અવિરતિના ઉદયવાળા છે, તેઓ પણ અવિરતિના ઉદયથી ભોગમાં પ્રવૃત્તિ કરે છે; આમ છતાં કાન્તાદૃષ્ટિ જેવું આક્ષેપક જ્ઞાન નહીં હોવાને કારણે ભોગની પ્રવૃત્તિથી ક્યારેક કંઈક પ્રમાદ પણ થાય છે. તેથી ભોગકાળમાં અવિરતિકૃત અને પ્રમાદકત કર્મબંધ થાય છે, પરંતુ અજ્ઞાનકૃત કર્મબંધ નથી.
(૪) સ્થિરાદષ્ટિથી પૂર્વના જીવોને અવિરતિથી ભોગમાં પ્રવૃત્તિ થાય છે ત્યારે, પ્રમાદ પણ ઉત્પન્ન થાય છે અને અજ્ઞાન પણ વર્તે છે. તેથી તેઓને અવિરતિકૃત, પ્રમાદકૃત અને અજ્ઞાનકૃત કર્મબંધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org