________________
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૨-૨૩-૨૪ વિદેશ સંતાનને ઉત્પન્ન કરે છે, ત્યારે વિભાગ સંતતિ ઉત્પન્ન થાય છે; અને પ્રભાષ્ટિમાં ચિત્તની સંતતિ વિશુદ્ધ-વિશુદ્ધતર સદશ સંતાનને ઉત્પન્ન કરે છે, તેથી વિભાગના પરિક્ષયવાળી હોવાથી સભાગ સંતતિ વર્તે છે.
(૩) શિવત્વે - શિવવર્મ=શિવમાર્ગ. શિવ એટલે ઉપદ્રવ વગરની અવસ્થા= મોક્ષ. તેનો જે માર્ગ એ શિવવિર્ભ છે. શૈવદર્શનવાળા અસંગઅનુષ્ઠાનને શિવમાર્ગ કહે છે.
(૪) ધ્રુવાધ્યા :- ધ્રુવઅધ્વા=ધ્રુવ અવસ્થાનો માર્ગ. આત્માની સર્વકર્મરહિત અવસ્થા તે ધ્રુવ અવસ્થા છે. તેની પ્રાપ્તિનો માર્ગ તે ધ્રુવઅધ્યા છે. મહાવ્રતિકો •અસંગઅનુષ્ઠાનને ધ્રુવઅધ્વા કહે છે. શા અવતરણિકા :
શ્લોક-૧૭માં કહ્યું કે પ્રભાષ્ટિ સપ્રવૃત્તિપદાવહ છે. ત્યારપછી શ્લોક૨૧માં પ્રભાદ્રષ્ટિમાં વર્તતું સત્યવૃત્તિપદ શું છે? તે બતાવ્યું, અને સપ્રવૃત્તિપદને જુદા જુદા દર્શનકારો જુદાં જુદાં નામોથી કહે છે, તે શ્લોક-૨૨માં બતાવ્યું; અને શ્લોક-૨૨માં કહ્યું કે અસંગઅનુષ્ઠાનરૂપ સત્યવૃત્તિપદને સાંખ્યદર્શનવાળા પ્રશાંતવાહિતા કહે છે. તેથી હવે શ્લોક-૨૩ થી ૨૫ સુધીમાં સાંખ્યદર્શનના મત પ્રમાણે પ્રશાંતવાહિતાની પ્રાપ્તિના નિરોધ, સમાધિ અને એકાગ્રતા કારણ છે અર્થાત્ પ્રશાંતવાહિતા પ્રત્યે વિરોધ કારણ છે, અને પ્રશાંતવાહિતાને અતિશય કરવા માટે સમાધિ કારણ છે, અને સમાધિ પ્રત્યે એકાગ્રતા કારણ છે, તે બતાવવા અર્થે, અને પ્રભાષ્ટિવાળા યોગીઓ વિરોધ, સમાધિ અને એકાગ્રતામાં કેવી રીતે યત્ન કરે છે ? તે બતાવવા અર્થે કહે
છે –
શ્લોક :
प्रशान्तवाहिता वृत्ते: संस्कारात् स्यानिरोधजात् । प्रादुर्भावतिरोभावौ तद्व्युत्थानजयोरयम् ।।२३।। सर्वार्थतैकाग्रतयोः समाधिस्तु क्षयोदयौ । तुल्यावेकाग्रता शान्तोदितौ च प्रत्ययाविह ।।२४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org