________________
૮૫
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪-૨૫
અહીં વિશેષ એ છે કે માટીરૂપ ધર્મી પિંડરૂપ ધર્મનો ત્યાગ કરીને ઘટરૂપ ધર્માન્તરનો સ્વીકાર કરે છે, તેમ નિરોધમાં ચિત્તરૂપ ધર્મી વ્યુત્થાનના સંસ્કારોરૂપ ધર્મનો ત્યાગ કરીને નિરોધના સંસ્કારોરૂપ ધર્માન્તરનો સ્વીકાર કરે છે; અને માટી પિંડરૂપ ધર્મનો ત્યાગ કરીને ઘટરૂપ ધર્માન્તરનો સ્વીકાર કર્યા પછી ઘટરૂપે અવસ્થિત રહે, તો ઘટમાં લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામ વર્તે છે; તેમ ચિત્તરૂપ ધર્મી વ્યુત્થાનના સંસ્કારોરૂપ ધર્મનો ત્યાગ કરીને નિરોધના સંસ્કારોરૂપ ધર્માન્તરનો સ્વીકાર કર્યા પછી નિરોધના સંસ્કારોરૂપે અવસ્થિત રહે તો નિરોધનો પરિણામ વર્તે છે. તે બતાવવા માટે “પાતંજલ યોગસૂત્રમાં નિરોધ ન કહેતાં નિરોધલક્ષણવાળા ચિત્તનો અન્વય તે નિરોધપરિણામ” એમ કહેલ છે. તેમ સમાધિમાં પણ સમાધિ ન કહેતાં “ઉદ્રિક્ત સત્ત્વ ચિત્ત અન્વયીપણા વડે અવસ્થિત સમાધિપરિણામ' કહેલ છે, અને એકાગ્રતામાં પણ એકાગ્રતા ન કહેતાં “સમાહિત ચિત્તમાં અન્વયી એવી એકાગ્રતાને ગ્રહણ કરીને એકાગ્રતા પરિણામ' કહેલ છે.
“વત્ન ગુણવૃત્તિનાં' દરેક સંસારી જીવનું ચિત્ત કોઈક વિચાર કરે છે ત્યારે, પૂર્વનો વિચાર શાંત થાય છે, અને જે વિચાર કરે છે તે ઉદિત છે, અને જે વિચારો અત્યારે નથી, તે વિચારો શક્તિરૂપે અવસ્થિત છે; અને જે વિચારો શક્તિરૂપે અવસ્થિત છે, તે સર્વત્ર સર્વાત્મકત્વવાળા અવ્યપદેશ્ય ધર્મો છે અર્થાત્ શક્તિરૂપે રહેલા ધર્મો કોઈ એક પદાર્થવિષયક નથી, પરંતુ સર્વ પદાર્થવિષયક છે. માટે સર્વાત્મકત્વવાળા છે. વળી ચિત્તમાં કોઈક ઊઠેલો વિચાર શાંત થાય ત્યારે કહેવાય કે “આ વિચાર શાંત થયો અને ચિત્તમાં કોઈ નવો વિચાર ઊઠ્યો હોય ત્યારે કહેવાય કે “આ વિચાર ઉદિત થયો.” તેમ શક્તિરૂપે રહેલા વિચારોમાં આ વિચારો શક્તિરૂપે રહેલા છે” અને “આ વિચારો શક્તિરૂપે રહેલા નથી', એવો વ્યપદેશ થતો નથી. તેથી શક્તિરૂપે રહેલા વિચારાત્મક ચિત્તના ધર્મો અવ્યપદેશ્ય છે.
આનાથી એ ફલિત થયું કે શાંત, ઉદિત અને શક્તિરૂપ રહેલા એવા ધર્મોમાં ધર્મી એવું ચિત્ત અન્વયી છે.
વળી શાંત, ઉદિત અને શક્તિરૂપે રહેલા આ ધર્મો ચિત્તથી કથંચિત્ ભિન્ન છે; કેમ કે ચિત્ત એક છે અને ધર્મો ત્રણ છે. તેથી ચિત્તથી આ ધર્મો કથંચિત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org