________________
૮૬
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪-૨પ ભિન્ન છે. વળી આ ધર્મો ચિત્તથી કથંચિત્ અભિન્ન છે; કેમ કે ચિત્તરૂપ ધર્મી તે તે રૂપે પરિણમન પામે છે. માટે ચિત્તરૂપ જ આ ધર્મો છે, માટે ચિત્તથી કથંચિત્ અભિન્ન છે.
વળી, આ ચિત્ત ચલગુણવૃત્તિવાળું છે અર્થાત્ ચિત્તમાં સાત્ત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ ગુણવૃત્તિઓ પરિવર્તન પામનારી છે. તેથી ક્યારેક સાત્ત્વિકગુણવૃત્તિ પ્રધાનરૂપે વર્તતી હોય, તો ક્યારેક રાજસિકગુણવૃત્તિ પ્રધાનરૂપે વર્તતી હોય, તો ક્યારેક તામસીગુણવૃત્તિ પ્રધાનરૂપે વર્તતી હોય. તેથી ચિત્ત ચલગુણવૃત્તિવાળું છે, અને ચલગુણવૃત્તિવાળા ચિત્તમાં વર્તતા ગુણપરિણામોનું ધર્મી ચિત્ત છે, અને તે ચિત્ત શાંત, ઉદિત અને શક્તિરૂપે સ્થિત એવા સર્વધર્મોમાં અન્વયી છે. તેથી દરેક જીવના ચિત્તને આશ્રયીને વિચારીએ તો અન્વયવ્યતિરેકવાળી વસ્તુનો અસંભવ નથી.
દરેક જીવના ચિત્તને આશ્રયીને અન્વય-વ્યતિરેકવાળી વસ્તુનો અસંભવ નથી, તે દૃષ્ટાંતથી બતાવે છે –
જે પ્રમાણે પિંડ-ઘટાદિમાં મૃ દ્રવ્ય જ પ્રતિક્ષણ અન્ય અન્યરૂપે થતું હોવાથી મૃદુ દ્રવ્યનું વિપરિણામ અન્યપણું છે; તેમ શાંત, ઉદિત અને શક્તિરૂપે અવસ્થિત ધર્મોમાં ચિત્તનું પ્રતિક્ષણ અન્ય અન્યરૂપપણું હોવાથી ચિત્તનું વિપરિણામ અન્યપણું છે.
તેમાં ચિત્તમાં કેટલાક પરિણામો પ્રત્યક્ષથી દેખાય છે, જેમ સુખદુઃખાદિ પરિણામો અને સંસ્થાનાદિ પરિણામો. વળી ચિત્તમાં કેટલાક પરિણામો અનુમાનગમ્ય છે, જે પ્રમાણે ધર્મ, સંસ્કાર અને અનેક ભાવો કરવાની શક્તિ વગેરે. આ પ્રત્યક્ષથી દેખાતા સુખાદિ પરિણામોમાં અને અનુમાનથી ગમ્ય એવા ધર્મ, સંસ્કાર અને શક્તિરૂપ પરિણામોમાં, ભિન્નભિન્નરૂપપણા વડે સર્વત્ર=સંસારી જીવોના ચિત્તમાં અને નિરોધપરિણામવાળા, સમાધિપરિણામવાળા અને એકાગ્રપરિણામવાળા યોગીના ચિત્તમાં સર્વત્ર, ધર્મી એવા ચિત્તનો અનુગમ છે. એથી કોઈ અનુપપત્તિ નથી યોગમાં વર્તતા નિરોધપરિણામમાં, સમાધિપરિણામમાં અને એકાગ્રતાપરિણામમાં અન્વયેવ્યતિરેવાળી વસ્તુ સ્વીકારવામાં કોઈ અનુપપત્તિ નથી. રજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org