________________
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪-૨૫ શ્લોક-૨૫ની ટીકા -
अस्यामिति-अस्यां प्रभायां व्यवस्थितो योगी त्रयमदो निरोधसमाध्येकाग्रतालक्षणं निष्पादयति-साधयति, ततश्चेयं प्रभा सत्प्रवृत्तिपदावहा विनिर्दिष्टा, સર્વે: પ્રાપ્રશાન્તવાદિતાથા પર્વ સિદ્ધ પારકા શ્લોક-૨૫નો ટીકાર્ય :
રહ્યાં ..... વ સિદ્ધઃ || આમાં=પ્રભાષ્ટિમાં વ્યવસ્થિત યોગી આગ નિરોધ, સમાધિ અને એકાગ્રતાસ્વરૂપ આ, ત્રણ પરિણામો નિષ્પાદન કરે છે સાધે છે, અને તેથી=પ્રભાદષ્ટિમાં રહેલા યોગી આ ત્રણનું નિષ્પાદન કરે છે તેથી, આ=પ્રભાષ્ટિ, સપ્રવૃત્તિપદને વહન કરનારી કહેવાયેલી છે; કેમ કે સર્વ પ્રકારે વિરોધાદિ ત્રણમાં યત્ન કરવારૂપ સર્વ પ્રકારે, પ્રશાંતવાહિતાની જ સિદ્ધિ છે. રપા. શ્લોક-૨પનો ભાવાર્થ –
પ્રભાષ્ટિમાં રહેલ યોગી પ્રથમ ભૂમિકામાં નિરોધપરિણામવાળા હોય છે. નિરોધ પરિણામમાં વ્યુત્થાનના સંસ્કારો તિરોધાન થયેલા હોય છે, અને નિરોધના સંસ્કારો પ્રવર્તતા હોય છે; અને આ ભૂમિકામાંથી જીવ કંઈક આગળ આવે છે ત્યારે, ચિત્તમાં એકાગ્રતાનો યત્ન થાય છે, અને તેના ફળરૂપે સમાધિમાં યત્ન થાય છે; અને સમાધિમાં થતા યત્નથી વ્યસ્થાનના સંસ્કારો અત્યંત અભિભવ થાય છે અને એકાગ્રતાનો પરિણામ અતિશયિત અતિશયિત થાય છે. આ રીતે પ્રભાદૃષ્ટિવાળા યોગીઓ નિરોધ, સમાધિ અને એકાગ્રતાને સાધતા હોય છે, તેથી આ પ્રવૃત્તિ સત્મવૃત્તિપદને લાવનાર છે અર્થાત્ પ્રશાંતવાહિતાને લાવનાર છે; કેમ કે નિરોધાદિ ત્રણમાં કરાતા યત્નથી જીવમાં સર્વ પ્રકારે પ્રશાંતભાવ પ્રગટે છે. તેથી અસંગઅનુષ્ઠાનનું પ્રશાંતવાહિતા નામાન્તર છે, એમ શ્લોક-૨૨માં કહેલ છે. 1રપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org