________________
G
સદ્દષ્ટિદ્વાચિંશિકાશ્લોક-૨૩-૨૪-૨૫ જેમ ઘટ ઉત્પન્ન થયો ન હતો ત્યારે તે અનાગત અધ્વમાં હતો, અને જ્યારે ઘટ ઉત્પન્ન થાય છે ત્યારે અનાગત અધ્વના પરિત્યાગથી વર્તમાન અધ્વનો સ્વીકાર કરે છે, તે પ્રથમ ક્ષણનો લક્ષણ પરિણામ છે; અને બીજી ક્ષણમાં જો ઘટ નાશ પામે નહીં તો તે લક્ષણ પરિણામ બીજી ક્ષણમાં પણ રહે છે ત્યારે, અનાગત અધ્વના પરિત્યાગપૂર્વક પ્રથમ ક્ષણવાળા વર્તમાન ઘટમાં વર્તતો લક્ષણપરિણામ અતીત અધ્વનો સ્વીકાર કરે છે અર્થાત્ બીજી ક્ષણમાં તે પ્રથમ ક્ષણવાળો લક્ષણ પરિણામ અતીત ક્ષણવાળો બને છે. આ પ્રકારના પ્રથમ અને દ્વિતીય ક્ષણ લક્ષણપરિણામમાં ઘટના અનુવૃત્તિરૂપે છે. તેથી ઘટ અન્વયી છે અને પ્રથમ ક્ષણના લક્ષણપરિણામનો અને બીજી ક્ષણના લક્ષણપરિણામનો વ્યતિરેક છે=પ્રથમ ક્ષણના લક્ષણપરિણામનો અને બીજી ક્ષણના લક્ષણપરિણામનો પરસ્પર ભેદ છે તે વ્યતિરેક છે તેમ નિરોધાદિ ત્રણ પરિણામોમાં પણ આવિર્ભાવતિરોભાવાદિ અવસ્થાઓમાં અન્વયી ચિત્ત સ્વીકારવામાં કોઈ વિરોધ નથી.
હવે બાહ્ય પદાર્થોમાં વર્તતા અવસ્થા પરિણામના બળથી અન્વય-વ્યતિરેકવાળી વસ્તુ બતાવે છે --
(૩) અવસ્થાપરિણામ:- અવસ્થા પરિણામ એટલે ઘટ ઉત્પન્ન થયા પછી જે આકારરૂપે અવસ્થિત હોય તે આકારરૂપે જ પછીની ક્ષણોમાં રહે, તો તે ઘટનો અવસ્થા પરિણામ છે.
જેમ કોઈ ઘટ ઉત્પન્ન થયો હોય અને બીજી ક્ષણમાં તે રૂપે જ અવસ્થિત હોય તો ઘટની પ્રથમ અને દ્વિતીય ક્ષણ સશ છે, અને તે બંને સદશ અવસ્થા પરિણામમાં અન્વયી ઘટ છે. તેમ નિરોધાદિ ત્રણ પરિણામોમાં પણ આવિર્ભાવ-તિરોભાવાદિ અવસ્થાઓમાં અન્વય-વ્યતિરેક સ્વીકારવામાં કોઈ વિરોધ નથી.
અવસ્થા પરિણામ અને લક્ષણપરિણામનો તફાવત - ઘટની અવસ્થામાં કોઈ પરિવર્તન થાય તો પૂર્વની ઘટની અવસ્થાનો પરિણામ ઉત્તરમાં નથી, આમ છતાં ઘટ ઉત્તરમાં પણ ઘટના લક્ષણવાળો છે. જેમ ઘટમાંથી એકાદ કાંકરી ખરી જાય તો ઘટનું લક્ષણ પૂર્વના ઘટમાં પણ હતું અને ઉત્તરના ઘટમાં પણ છે, પરંતુ અવસ્થા પરિણામ નથી; કેમ કે અવસ્થામાં ફેરફાર થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org