________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૨૩-૨૪-૨૫
ભાવાર્થ :
પૂર્વમાં નિરોધનો પરિણામ, સમાધિનો પરિણામ અને એકાગ્રતાનો પરિણામ બતાવ્યો, ત્યાં ચિત્તને અન્વયથી સ્વીકાર્યું અને પ્રાદુર્ભાવ-તિરોભાવાદિરૂપે ધર્મોને સ્વીકાર્યા. એ રીતે ચિત્ત અન્વયવ્યતિરેકવાળું પ્રાપ્ત થયું અર્થાત્ ચિત્ત ચિત્તરૂપે અન્વયી અને તે તે ધર્મોનો ચિત્તમાં વ્યતિરેક=૫રસ્પર ભેદ, પ્રાપ્ત થયો. તેથી અન્વય-વ્યતિરેકવાળી વસ્તુની પ્રાપ્તિ થઈ, અને તે અન્વય વ્યતિરેકવાળી વસ્તુનો અસંભવ નથી, તે બતાવવા માટે કહે છે
૮૩
જે કારણથી દેખાતા અન્ય ઘટાદિ પદાર્થોમાં પણ ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામ દેખાય છે,
તેથી એ પ્રાપ્ત થાય કે ઘટાદિ પદાર્થોમાં ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામ દેખાય છે, અર્થાત્ અનુગત કોઈક પદાર્થ દેખાય છે, તેથી જેમ અન્વય-વ્યતિરેકનો સંભવ ઘટાદિ પદાર્થોમાં છે, તેમ નિરોધાદિ પરિણામોમાં પણ અન્વયી ચિત્ત સ્વીકારવામાં કોઈ વિરોધ નથી.
બાહ્ય પદાર્થોમાં વર્તતા ધર્મપરિણામના બળથી અન્વયવ્યતિરેકવાળી વસ્તુ બતાવે છે.
(૧) ધર્મપરિણામ :- ધર્મીના પૂર્વધર્મની નિવૃત્તિ થયે છતે ઉત્ત૨ધર્મની પ્રાપ્તિ તે ધર્મીનો ધર્મપરિણામ છે.
જેમ માટીરૂપ ધર્મી પૂર્વમાં પિંડરૂપ હતી, તે પિંડરૂપ ધર્મનો પરિત્યાગ કરીને ઘટરૂપ ધર્માંત૨ને પ્રાપ્ત કરે છે. તેથી પિંડરૂપ અને ઘટરૂપ ધર્મમાં માટી અન્વયી છે, માટે ધર્મપરિણામના બળથી અન્વય-વ્યતિરેકવાળી વસ્તુ સિદ્ધ થાય છે. તેમ નિરોધાદિ ત્રણ પરિણામોમાં પણ આવિર્ભાવ-તિરોભાવાદિ અવસ્થાઓમાં અન્વયી ચિત્ત સ્વીકારવામાં કોઈ વિરોધ નથી.
હવે બાહ્ય પદાર્થોમાં વર્તતા લક્ષણ પરિણામના બળથી અન્વય-વ્યતિરેકવાળી વસ્તુ બતાવે છે -
(૨) લક્ષણપરિણામ ઃ- અન્ય પદાર્થોની વ્યાવૃત્તિ કરનાર લક્ષ્યમાં રહેલો ધર્મ તે લક્ષણ, અને લક્ષ્યમાં તે લક્ષણ આવ્યા પછી બીજી, ત્રીજી આદિ ક્ષણોમાં તે લક્ષણ અનુવૃત્તિરૂપે રહે તો તે લક્ષણપરિણામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org