________________
૨
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૨૩-૨૪-૨૫
એવા અવ્યપદેશ્ય ધર્મમાં=વ્યપદેશ ન થઈ શકે એવા શક્તિરૂપે સ્થિત ધર્મમાં, ચલગુણવૃત્તિવાળા એવા ગણપરિણામોનું ધર્મી જ=ગુણપરિણામોનું ધર્મી એવું ચિત્ત જ, અન્વયી દેખાય છે. જે પ્રમાણે પિંડઘટાદિમાં પ્રતિક્ષણ અન્યઅત્યપણું હોવાથી માટી જ વિપરિણામ અન્યત્વ છે અર્થાત્ માટી જ જુદા જુદા પરિણામને કારણે અન્યત્વરૂપ છે, તે પ્રમાણે શાંત, ઉદિત અને શક્તિરૂપ રહેલા ધર્મોમાં પ્રતિક્ષણ અન્યઅત્યપણું હોવાથી ચિત્તરૂપ ધર્મી વિપરિણામ અન્યત્વ છે, એમ પૂર્વના કથન સાથે સંબંધ છે.
‘તંત્ર’ ત્યાં=ચલગુણવૃત્તિવાળા ગુણપરિણામોના ધર્મીમાં, કેટલાક પરિણામો પ્રત્યક્ષથી દેખાય છે, જે પ્રમાણે સુખાદિ અથવા સંસ્થાનાદિ, અને કેટલાક=કેટલાક પરિણામો, અનુમાનગમ્ય છે, જે પ્રમાણે ધર્મસંસ્કાર, શક્તિ વગેરે, અને ભિન્ન ભિન્નરૂપે ધર્મીનો સર્વત્ર અનુગમ છે=ધર્મીનું સર્વત્ર ઘટાદિ બાહ્ય પદાર્થોમાં અને ચલવૃત્તિવાળા ચિત્તાદિમાં અનુસરણ છે. તેથી કોઈ અનુપપત્તિ નથી=નિરોધપરિણામમાં, સમાધિપરિણામમાં અને એકાગ્રતાપરિણામમાં અન્વયવ્યતિરેકી વસ્તુ સ્વીકારમાં કોઈ અસંગતિ નથી.
તે આ કહેવાયું છે=તે પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે નિરોધપરિણામાદિમાં અન્વયવ્યતિરેકવાળી વસ્તુનો અસંભવ નથી, તે ‘પાતંજલ યોગસૂત્ર' ૩-૧૩-૧૪-૧૫ સૂત્રમાં કહેવાયું છે
.....
-
“આનાથી=પૂર્વમાં નિરોધપરિણામ, સમાધિપરિણામ અને એકાગ્રપરિણામ બતાવ્યો એનાથી, ભૂત=પાંચ મહાભૂત અને ઇન્દ્રિયોમાં ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામ વ્યાખ્યાન કરાયાં.” (પા.યો.સૂ. ૩-૧૩)
ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામમાં અન્વયી એવા ધર્મનું સ્વરૂપ બતાવે છે.
“શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય એવા ધર્મોમાં અનુપાતી=અનુસરનાર ધર્મી છે.” (પા.યો.મૂ. ૩-૧૪)
ધર્મીનો અન્ય અન્ય પરિણામ છે, તે બતાવવા અર્થે કહે છે
“ક્રમઅન્યપણું=ધર્મોના ક્રમનું અન્યપણું, પરિણામના અન્યપણામાં હેતુ છે=અનુમાપક હેતુ છે.” (પા.યો.મૂ. ૩-૧૫)
‘કૃતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ||૨૪ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org