________________
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪-૨૫ (૧) ધર્મપરિણામ :
ધર્મીના પૂર્વધર્મની નિવૃત્તિમાં ઉત્તરધર્મની આપત્તિ પ્રાપ્તિ, ઘર્મપરિણામ છે. જેમ મૃસ્વરૂપ એવા ધર્મીનું પિંડરૂપ ધર્મના પરિત્યાગથી ઘટરૂપ ધર્માન્તરનો સ્વીકાર એ ધર્મપરિણામ છે. (૨) લક્ષણપરિણામ :
જેમ તે જ ઘટના અનાગત અધ્વતા પરિત્યાગ દ્વારા ઘટ થયા પહેલાં ઘટ અનાગત ક્ષણમાં હતો તે અનાગત ક્ષણના પરિત્યાગ દ્વારા, વર્તમાન અધ્વનો સ્વીકાર-ઘટ બન્યો ત્યારે ઘટની વર્તમાન ક્ષણનો સ્વીકાર,
અથવા તેના પરિત્યાગ દ્વારા અતીત અધ્વનો પરિગ્રહ ઘટના વર્તમાન અધ્વના પરિત્યાગ દ્વારા અતીત અધ્વનો સ્વીકાર, તે લક્ષણ પરિણામ છે. (૩) અને અવસ્થાપરિણામ -
જેમ સદશ એવી પ્રથમ અને દ્વિતીય ક્ષણમાં તે જ ઘટના અન્વયીપણા વડે અવસ્થાપરિણામ છે="ઘટની અવસ્થા સદશ છે જેમાં એવી પ્રથમ અને દ્વિતીય ક્ષણમાં ઘટતું અન્વયીપણું હોવાને કારણે ઘટમાં અવસ્થાપરિણામ છે. ઉત્થાન :
અન્વયવ્યતિરેકવાળી વસ્તુનો અસંભવ નથી, તેમાં યુક્તિ આપી કે અન્યત્ર પણ ધર્મપરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામ દેખાય છે. માટે નિરોધ પરિણામાદિમાં અન્વયવ્યતિરેકવાળી વસ્તુનો સંભવ છે, એમ પૂર્વમાં સ્થાપન કર્યું. હવે સંસારી જીવોના ચિત્તમાં પણ અન્વય-વ્યતિરેક પરિણામ કઈ રીતે સંભવે છે ? તે બતાવીને નિરોધમાં, સમાધિમાં અને એકાગ્રતામાં અન્વયવ્યતિરેકવાળું ચિત્ત સ્વીકારવામાં કોઈ અનુપપત્તિ નથી, તે બતાવવા અર્થે કહે છે. ટીકાર્ય :
વાવૃત્તિનાં ...... સેતુ” રૂતિ કથંચિત ભિન્ન એવા=ધર્મી કરતાં કથંચિત્ ભિન્ન એવા, શાંત ધર્મમાં, ઉદિત ધર્મમાં અને સર્વત્ર સર્વાત્મકત્વવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org