________________
સદ્દષ્ટિહાઉસિંશિકા/શ્લોક-૧૩-૧૪-૧૫ પથમાં જ, ભયોદ્વિગ્ન છતો, જે પ્રમાણે અસંશય રહે જ છે; કેમ કે જળબુદ્ધિનો સમાવેશ છે=જળબુદ્ધિની ઉપસ્થિતિ છે, તે પ્રમાણે ભોગજંબાલમોહિત=ભોગના કારણ એવા દેહાદિ પ્રપંચથી મોહિત, જ્ઞાનાદિ સ્વરૂપ મોક્ષમાર્ગમાં પણ સંશય વિતા ઊભો રહે છે, એ પ્રમાણે અર્થ છે. ૧૪ ભાવાર્થ :
જે જીવો ધર્મમાં પ્રવૃત્તિ કરે છે અને ભોગસુખમાં સુખબુદ્ધિને ધારણ કરે છે, તે જીવોને ભોગ પરમાર્થરૂપે દેખાય છે. તેથી તેઓની ધર્મપ્રવૃત્તિથી પણ ભવસમુદ્રનું ઉલ્લંઘન નથી; કેમ કે ભોગમાં પરમાર્થ બુદ્ધિ હોવાથી ભવસમુદ્રના ઉલ્લંઘનના કારણભૂત એવી નિર્લેપદશાને અનુકૂળ ધર્મસેવનની પ્રવૃત્તિ થતી નથી. આ કથનને દૃષ્ટાંતથી બતાવે છે : કોઈ પથિક માયાજળમાં “આ જળ છે' એવા દઢ નિર્ણયવાળો હોય, તે મુસાફર તે સ્થાનને ઓળંગીને સામે જવાની ઇચ્છાવાળો હોય તોપણ તે માર્ગથી જતો નથી; કેમ કે માયાજાળમાં “આ વાસ્તવિક પાણી છે” એવો વિપર્યાસ છે. તેથી તે સ્થાનમાંથી જવા તે યત્ન કરતો નથી, પરંતુ ડૂબી જવાના ભયથી ઉદ્વિગ્ન થયેલો ત્યાં જ નક્કી ઊભો રહે છે. તે રીતે જે જીવો ભોગના કારણભૂત એવા દેહ આદિ સમુદાયમાં મોહવાળા છે, તેઓ ધર્મની પ્રવૃત્તિ કરે તોપણ ચિત્તને નિર્લેપ કરવા અર્થે યત્ન કરી શકતા નથી, અને ચિત્ત નિર્લેપ થયા વિના મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થતી નથી.I૧૩-૧૪ અવતરણિકા :
શ્લોક-૧રમાં સ્થાપન કર્યું કે કાત્તાદષ્ટિવાળા યોગી ભોગ ભોગવતા છતા અસંગભાવવાળા પરમપદ તરફ જાય છે. ત્યાં પ્રશ્ન થાય કે ભોગની પ્રવૃત્તિ મોક્ષની વિરુદ્ધ છે, અને ધર્મની પ્રવૃત્તિ મોક્ષને અનુકૂળ છે, તેથી કાત્તાદષ્ટિવાળા યોગીઓ ધર્મની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે મોક્ષ તરફ જાય છે, પરંતુ ભોગવી પ્રવૃત્તિ કરે છે ત્યારે પણ મોક્ષ તરફ જાય છે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – શ્લોક -
धर्मशक्तिं न हन्त्यस्यां भोगशक्तिर्बलीयसीम् । हन्ति दीपापहो वायुर्व्वलन्तं न दवानलम् ।।१५।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org