________________
૧૦૦
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૯-૩૦
પણ વર્તે છે, તે મુનિઓને સંજ્વલન કષાયકૃત અતિચારોની પ્રાપ્તિ નથી; પરંતુ ક્ષયોપશમભાવને પામેલા એવા તે સંજ્વલન કષાયો શાસ્ત્રાનુસારી ઉચિત આચારોમાં દૃઢ પ્રયત્ન કરવા પ્રેરણા કરે છે. તેથી શાસ્ત્રાનુસારી ઉચિત આચારોને સેવીને તે યોગીઓ આચારજેય કર્મોને જીતે છે, આવા યોગી પરાદષ્ટિમાં હોય છે તેથી સંજ્વલન કષાય અતિશય ક્ષયોપશમભાવને પામેલ છે; તે વખતે ભિક્ષાટનાદિ આચારથી અશિષ્ટ એવા ક્ષયોપશમભાવને પામેલા સંજ્વલન કષાયનો નાશ થતો નથી, પરંતુ ભવોપગ્રાહી કર્મોનો નાશ થાય છે, અને સમાધિ નામના યોગાંગની પ્રવૃત્તિથી આવા યોગીઓના અવશેષ રહેલા સંજ્વલન કષાયનો ક્રમસર નાશ થાય છે.૨લા
અવતરણિકા :
પૂર્વશ્લોક-૨૯માં કહ્યું કે રત્નની શિક્ષા ગ્રહણ કરનારની દૃષ્ટિ કરતાં રત્નનો વ્યાપાર કરનારની દૃષ્ટિ જુદી છે; તેમ પ૨ાદૃષ્ટિવાળા યોગીતા આચારો પણ અન્ય યોગી કરતાં જુદા છે, માટે પરાદૃષ્ટિવાળા યોગીઓ નિરાચારપદવાળા છે. હવે જેમ રત્નની શિક્ષાને ગ્રહણ કર્યા પછી રત્નના વ્યાપારથી ધનની પ્રાપ્તિ થાય છે, તેમ પરાદૃષ્ટિવાળા મહાત્મા કઈ રીતે આત્મસંપત્તિ પ્રાપ્ત કરે છે ? તે બતાવે છે
શ્લોક ઃ
कृतकृत्यो यथा रत्ननियोगाद्रत्नविद् भवेत् । तथाऽयं धर्मसंन्यासविनियोगान्महामुनिः ।। ३० ।।
અન્વયાર્થ :
યથા=જે પ્રમાણે રનિયોમા=રત્નના નિયોજનથી=રત્નના વ્યાપારથી રત્નવિ=રત્નનો વ્યાપાર કરનાર કૃતકૃત્યો મવે=કૃતકૃત્ય થાય છે=ધનાઢ્ય થાય છે,તથા તે પ્રમાણે અયં મહામુનિ=આ મહામુનિ=પરાદૃષ્ટિવાળા મહામુનિ ધર્મસંન્યાવિનિયોાત્ર=ધર્મસંન્યાસના વિનિયોગથી=ક્ષયોપશમભાવના ધર્મોના ત્યાગના વ્યાપારથી કૃતકૃત્ય થાય છે. ।।૩૦||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org