________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૯
પૂર્વના યોગીઓની આચારક્રિયા કરતાં પરાદૃષ્ટિવાળા યોગીઓની ભિક્ષાટનાદિરૂપ આચારક્રિયા જુદા પ્રકારની છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે પ્રભાદૃષ્ટિ સુધીના યોગીઓની ભિક્ષાટનાદિ ક્રિયાનું ફળ જુદું છે, અને પરાદૃષ્ટિવાળા યોગીનું ભિક્ષાટનાદિ ક્રિયાનું ફળ જુદું છે. હવે તે ફળભેદને સ્પષ્ટ કરે છે –
૯૯
પરાદૃષ્ટિની પૂર્વના યોગીઓની ભિક્ષાટનાદિ ક્રિયા સાં૫રાયિક કર્મક્ષયના ફળવાળી છે, અને પરાદૃષ્ટિવાળા યોગીઓની ભિક્ષાટનાદિ ક્રિયા ભવોપગ્રાહી કર્મક્ષયના ફળવાળી છે. તેથી એ ફલિત થાય કે પ્રભાદષ્ટિ સુધીના યોગીઓ ભિક્ષાટનાદિ આચારો સેવીને આચારજેય એવા સંજ્વલન કષાયના ક્ષયને કરે છે, અને પરાક્રષ્ટિવાળા યોગીઓને પણ સંજ્વલન કષાય હોવા છતાં તેઓની ભિક્ષાટનાદિ આચારની ક્રિયાથી સંજ્વલન કષાયનો ક્ષય નથી, પરંતુ સમાધિ નામના યોગાંગથી સંજ્વલન કષાયનો ક્રમસ૨ ક્ષય થાય છે, અને ભિક્ષાટનાદિ ક્રિયાથી ભવોપગ્રાહી કર્મોનો ક્ષય થાય છે અર્થાત્ જેમ ભવને ધા૨ણ કરાવનાર આયુષ્યકર્મ છે તેમ દેહને ટકાવવા આહારની પ્રવૃત્તિ કરાવીને દેહને ટકાવે તેવાં દેહનિબંધન કર્મો છે, અને દેહને ટકાવે તેવા દેહનિબંધનકર્મ ભિક્ષાટનાદિ ક્રિયાથી ક્ષય પામે છે; કેમ કે તે પ્રકારે આહારાદિના ગ્રહણથી તે કર્મ પોતાનું ફળ બતાવીને નાશ પામે છે. તેથી જીવન-મૃત્યુ પ્રત્યે સમપરિણામવાળા એવા પણ પરાદૃષ્ટિવાળા યોગીઓ ભવના ધારણનું કારણ બને તેવા દેહનિબંધનકર્મના ક્ષય અર્થે દેહને ટકાવવાને અનુકૂળ આહારાદિમાં યત્ન કરે છે, અને તેના દ્વારા દેહને ધારણ કરાવનારું એવું આયુષ્યકર્મ ભોગવાઈને નાશ પામે છે.
અહીં વિશેષ એ છે કે સંજ્વલન કષાયનો વિપાકોદય માત્ર હોય પરંતુ ક્ષયોપશમભાવ ન હોય, ત્યારે તે સંજ્વલન કષાય મુનિઓને અતિચાર ઉત્પન્ન કરે છે; અને લાગેલા અતિચારો પ્રતિ મુનિ જુગુપ્સા કરે અથવા અતિચાર સામાન્ય પ્રત્યે જુગુપ્સા કરે, અને તે જુગુપ્સા તીવ્ર બને તો તે મહાત્માઓના અતિચારઆપાદક સંજ્વલન કષાયનો ક્ષયોપશમ થાય છે; પરંતુ જે મુનિઓને સંજ્વલન કષાયના વિપાકોદય વખતે જ સંજ્વલન કષાયનો ક્ષયોપશમભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org