________________
૧૦૧
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૩૦ શ્લોકાર્થ :
જે પ્રમાણે રત્નના વ્યાપારથી રત્નનો વ્યાપાર કરનાર કૃતકૃત્ય થાય છે=ધનાઢ્ય થાય છે, તે પ્રમાણે પરાદષ્ટિવાળા મહામુનિ ધર્મસંન્યાસના વિનિયોગથી ક્ષયોપશમભાવના ધર્મોના ત્યાગના વ્યાપારથી કૃતકૃત્ય થાય છે. II3oll ટીકા :
कृतकृत्य इति-यथा रत्नस्य नियोगात्-शुद्धदृष्ट्या यथेच्छव्यापारात् वणिग् (रत्नविद्) रत्नवाणिज्यकारी, कृतकृत्यो भवेत्, तथा अयं-अधिकृतदृष्टिस्थो धर्मसंन्यासविनियोगात् द्वितीयापूर्वकरणे महामुनिः कृतकृत्यो भवति ।।३०।। ટીકાર્ય :
યથા ... મતિ | જે પ્રમાણે રત્નના નિયોગથી શુદ્ધ દષ્ટિથી યથેચ્છ વ્યાપાર કરવાથી, રત્નને જાણનાર=રતનો વ્યાપાર કરનાર, કૃતકૃત્ય થાય છે, તે પ્રમાણે આ=અધિકૃત દૃષ્ટિમાં રહેલા=પરાદષ્ટિમાં રહેલા, મહામુનિ, દ્વિતીય અપૂર્વકરણમાં ધર્મસંન્યાસના વિનિયોગથી ક્ષયોપશમભાવના ધર્મોના ત્યાગના વ્યાપારથી કૃતકૃત્ય થાય છે=ક્ષાયિક ગુણવાળા થાય છે. ૩૦
નોંધઃ- ટીકામાં ‘વળ શબ્દ છે, તેના સ્થાને શ્લોક મુજબ“રત્નવિ શબ્દ જોઈએ. ભાવાર્થ :પરાદષ્ટિવાળા રોગીઓને ધર્મસંન્યાસથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ :
રત્નશિક્ષા લેનાર જ્યારે રત્નની પરીક્ષામાં નિપુણ બને છે, ત્યારે રત્નોની પારમાર્થિક પરીક્ષા કરી શકે તેવી શુદ્ધ દૃષ્ટિને પ્રાપ્ત કરે છે; તેથી ઘણા દુર્લભ રત્નોને પણ તે પારખી શકે છે, અને તેના કારણે તેવાં રત્નોની ખરીદી કરીને વ્યાપાર કરવાથી તે રનનો વ્યાપારી કૃતકૃત્ય થાય છે અર્થાત્ પોતાના વિદ્યાભ્યાસના ફળરૂપ વિપુલ ધનને મેળવે છે, અને માને છે કે “મારા અભ્યાસનું ફળ મને મળ્યું, તેથી હું કૃતકૃત્ય છું.' તેમ પરાષ્ટિવાળા યોગીઓએ અત્યાર સુધી જે ધર્મનું સેવન કર્યું, તેના બળથી કર્મના નાશ માટેની જે નિપુણ કળા તેઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org