________________
૧૦૨
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૩૦-૩૧ પ્રાપ્ત કરી, તે કળાના બળથી દ્વિતીય અપૂર્વકરણમાં ધર્મસંન્યાસનો વિનિયોગ કરીને કૃતકૃત્ય થાય છે; અર્થાત્ જેમ રત્નનો વ્યાપારી પોતાની વિદ્યાના ફળરૂપે યથેચ્છ વ્યાપાર કરીને વિપુલ ધન મળવાથી કૃતકૃત્ય થાય છે, તેમ આ મહામુનિ પોતાની યોગમાર્ગની નિપુણતાના બળથી ક્ષયોપશમભાવના ધર્મોનો ત્યાગ કરીને, ક્ષાયિકભાવના ધર્મોને પ્રાપ્ત કરીને, કૃતકૃત્ય થાય છે. Il૩ના અવતરણિકા :
પૂર્વશ્લોક-૩૦માં કહ્યું કે આ મહામુનિ ધર્મસંન્યાસના વિનિયોગથી કૃતકૃત્ય થાય છે. હવે તે ધર્મસંન્યાસના વિનિયોગથી શું પ્રાપ્ત કરે છે ? તે બતાવે છે – શ્લોક :
केवलश्रियमासाद्य सर्वलब्धिफलान्विताम् ।
परं परार्थं सम्पाद्य ततो योगान्तमश्नुते ।।३१।। અન્વયાર્થ:
સર્વત્નથિપત્તાન્વિતા—સવેલબ્ધિતા ફળથી યુક્ત વત્નત્રયzકેવળશ્રીએ= કેવળજ્ઞાનની લક્ષ્મીને માસીદ્ય-પ્રાપ્ત કરીને પરંપરાર્થ પ્રકૃષ્ટ પરાર્થને સપાઘ= સંપાદન કરીને તતeત્યારપછી યોગાન્ત મનુ યોગના અંતને પ્રાપ્ત કરે છે=મોક્ષસાધક એવા યોગમાર્ગની અંતિમ ભૂમિકાને પ્રાપ્ત કરે છે. ૩૧. શ્લોકાર્ચ -
સર્વ લબ્ધિના ફળથી યુક્ત કેવળજ્ઞાનની લક્ષ્મીને પ્રાપ્ત કરીને પ્રકૃષ્ટ પરાર્થને સંપાદન કરીને ત્યારપછી યોગના અંતને પ્રાપ્ત કરે છે. ll૧૧ ટીકા -
केवलेति-केवलश्रियं केवलज्ञानलक्ष्मीम्, आसाद्य-प्राप्य, सर्वलब्धिफलान्वितां सर्वोत्सुक्यनिवृत्त्या परंपरार्थं यथाभव्यं सम्क्त्वादिलक्षणं सम्पाद्य ततो योगान्तं= योगपर्यन्तम्, अश्नुते-प्राप्नोति ।।३१।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org