________________
ઉ૦
સદ્દષ્ટિઢાત્રિશિકા/શ્લોક-૧૮–૧૯ ભાવાર્થ -
કાન્તાદૃષ્ટિવાળા યોગીઓનું ચિત્ત હંમેશાં શ્રુતમાં હોય છે, તેથી શ્રુતે બતાવેલ દિશાના બળથી અસંગભાવ તરફ જવાને અનુકૂળ તેઓનો યત્ન હોય છે. તેથી તેઓના ધારણા નામના યોગાંગનો વિષય અસંગભાવને અનુકૂળ એવું આત્માનું સ્વરૂપ છે; અને કાન્તાદૃષ્ટિવાળા યોગીઓના ધારણાના વિષયભૂત પદાર્થમાંગ અસંગભાવવાળા આત્મસ્વરૂપમાં પ્રભાષ્ટિવાળા યોગીઓને ધ્યાન નામનું યોગાંગ વર્તે છે. તેથી કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ ધારણા યોગાંગથી જે રીતે લક્ષ્ય તરફ જતા હતા, તેના કરતા પ્રભાદૃષ્ટિવાળા યોગીઓ ધ્યાન નામના યોગાંગથી લક્ષ્ય તરફ અતિશયથી જાય છે. ૧૮ અવતરણિકા :
પૂર્વશ્લોક-૧૮માં કહ્યું કે પ્રભાષ્ટિવાળા યોગીઓને ધ્યાનથી ઉત્કૃષ્ટ એવું સ્વાધીન સુખ હોય છે. તેથી હવે ખરેખર, સ્વાધીન સુખ એ જ સુખ છે, અવ્ય સુખ નથી, એ બતાવવા અર્થે કહે છે – શ્લોક :
सर्वं परवशं दुःखं सर्वमात्मवशं सुखम् ।
एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ।।१९।। અન્વયાર્થ :
પરવશ સર્વ પરવશ એવું સર્વ દુઃખ છે, માત્મવાં સર્વ સુä આત્મવશ એવું સર્વ સુખ છે. સમાસેન=સંક્ષેપથી સુલુયસુખદુઃખનું આ તક્ષi=લક્ષણ ૩ તંત્ર કહેવાયું છે. ll૧૯ શ્લોકાર્ચ -
પરવશ એવું સર્વ દુઃખ છે, આત્મવશ એવું સર્વ સુખ છે. સંક્ષેપથી સુખદુઃખનું આ લક્ષણ કહેવાયું છે. ૧૯ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org