________________
૨૮
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૭ પ્રવૃત્તિ ન કરવામાં આવે અને ભોગની સામગ્રીથી દૂર રહેવામાં આવે, તો ભોગની ઇચ્છા સુષુપ્ત રહે છે; પરંતુ ભોગની ઇચ્છા સુષુપ્ત રહે એટલામાત્રથી ભોગની ઇચ્છાની નિવૃત્તિ તાત્ત્વિકી નથી; પરંતુ ભોગની ઇચ્છાને પ્રસુપ્ત કરીને પ્રતિપક્ષભાવન કરવામાં આવે, તો ભોગના આકર્ષણના નાશક એવા વિરુદ્ધ સંસ્કારો પડે, અને તે વિરુદ્ધ સંસ્કારો બળવાન બને ત્યારે ઇચ્છાની વિરતિ તાત્ત્વિકી થાય છે.
આ રીતે સ્થિરાદૃષ્ટિવાળ યોગીઓ ભોગની અસારતાનું ભાવન કરે છે અને તેના દ્વારા તે યોગીઓને પ્રગટ થયેલો પ્રત્યાહારનો પરિણામ સ્થિર થાય છે; અને જ્યારે પ્રત્યાહારનો પરિણામ શૈર્યભાવને પામે છે, ત્યારે અન્ય દર્શનકારો વડે જે અલૌલ્યાદિ ગુણો કહેવાયા છે, તે સર્વ સ્થિરાદષ્ટિવાળા યોગીઓમાં પ્રગટ થાય છે. ટીકા :
થો – “अलौल्यमारोग्यमनिष्ठुरत्वं, गन्धः शुभो मूत्रपुरीषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् ।। मैत्र्यादियुक्तं विषयेष्वचेतः, प्रभाववद्धर्यसमन्वितं च । द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभो, जनप्रियत्वं च तथा परं स्यात् ।। दोषव्यपाय: परमा च तृप्तिरौचित्ययोगः समता च गुर्वी ।
वैरादिनाशोऽथ ऋतम्भराधीनिष्पन्नयोगस्य तु चिह्नमेतत्" ।। इति । इहाप्येतदकृत्रिम गुणजातमित एवारभ्य विज्ञेयम् ।।७।। ટીકાર્ય :
થોડાં ... વિચમ્ જે પ્રમાણે કહેવાયું છે=જે પ્રમાણે અન્ય દર્શનકારો વડે કહેવાયું છે.
(૧) નીચલોલુપતાનો અભાવ, (૨) મારો—શરીરનું આરોગ્ય, (૩) નિષ્ફરવં દયાળુપણું, (૪) શુનો ન્ય: યોગના કારણે શરીરમાં શુભ ગંધનો ઉદ્ભવ, (૫) મૂત્રપુરીષમજ્ય—મૂત્ર-વિઝાની અલ્પતા, (૬) કાન્તિ:=યોગના સેવનના કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org