________________
સદ્દષ્ટિદ્વાત્રિશિકા/બ્લોક-૭
૨૭ થાય છે. તેથી એક ખભા ઉપરથી ભારને ઉપાડીને અન્ય ખભા ઉપર મૂકવાથી ક્ષણિક પીડાની નિવૃત્તિ થાય છે, પણ તે આત્યંતિકી નથી, પરંતુ ખભા ઉપરના ભારને દૂર કરવામાં આવે અને બીજા ખભા ઉપર ન મૂકવામાં આવે તો ભારથી થતી પીડાની અત્યંત નિવૃત્તિ થાય છે, તેમ ભોગ ભોગવીને જે ઇચ્છાની નિવૃત્તિ થાય છે, તે અત્યંત નિવૃત્તિ નથી, પરંતુ ભોગકાળમાં અનુભવાયેલા મધુરપણાના વેદનના સંસ્કારો આત્મા ઉપર રહે છે, તેથી અમુક કાળ પછી ફરી તે ઇચ્છા ઉભવ પામે છે. માટે ભોગથી થતી ઇચ્છાની નિવૃત્તિ તાત્કાલિકી છે, પણ તાત્ત્વિકી નથી. તેથી એક ખભા ઉપરના ભારને બીજા ખભા ઉપર મૂકવાથી થતી પીડાની નિવૃત્તિ જેવી ક્ષણિક છે; પરંતુ સંસારના સ્વરૂપનું સમ્યક્ પર્યાલોચન કરીને, “સર્વ ઇચ્છાના ઉપદ્રવથી રહિત મોક્ષ, જીવ માટે પરમાર્થ છે,” તેવો સ્થિર નિર્ણય કરીને, મોક્ષનો ઉપાય બને તે રીતે સ્વભૂમિકાને અનુરૂપ ઉચિત અનુષ્ઠાન સેવવામાં આવે, અને તેનાથી ઇચ્છાનો ઉચ્છેદ થાય, તે ઇચ્છાનો ઉચ્છેદ ઉત્તરોત્તર વૃદ્ધિ થઈને ઇચ્છાના પૂર્ણ ઉચ્છેદમાં વિશ્રાંત થનાર છે.
આશય એ છે કે ભોગની પ્રવૃત્તિ કરવાથી ભોગની ઇચ્છા ક્ષણભર નાશ પામે છે, તોપણ કર્મબંધના જનક એવા અનિષ્ટ ભોગોના સંસ્કારો આત્મા ઉપર પડે છે, તેથી તે ભોગના સંસ્કારથી ફરી ભોગની ઇચ્છા પ્રગટ થાય છે. માટે ભોગની ઇચ્છાની તેવી વિરતિ તાત્વિકી નથી; પરંતુ ભોગની ઇચ્છાની નિવૃત્તિના અર્થે ભોગ પ્રત્યેનાં જે આકર્ષણો છે તેનાથી પ્રતિપક્ષ અર્થાત્ વિરુદ્ધ ભોગોના અનર્થોનું ભાવન કરવામાં આવે, તો તે ભાવનથી આત્મા ઉપર ભોગોના આકર્ષણના વિરુદ્ધના સંસ્કારોનું આધાન થાય છે, અને જેમ ભોગોના આકર્ષણના વિરુદ્ધના સંસ્કારોનું આધાન આત્મા ઉપર અધિક અધિક થાય, તેમ તેમ ભોગોના આકર્ષણના સંસ્કારો ક્ષીણ ક્ષીણતર થાય છે, અને આ રીતે પ્રતિપક્ષના ભાવન દ્વારા ભોગના સંસ્કારો ક્ષીણ ક્ષીણતર થઈને અંતે વિનાશ પામે છે. તેથી ભોગની ઇચ્છાની નિવૃત્તિનો પારમાર્થિક ઉપાય ભોગની પ્રવૃત્તિ નથી, પરંતુ પ્રતિપક્ષ ભાવના છે.
વળી ભોગની પ્રવૃત્તિથી ભોગની ઇચ્છાનો વિચ્છેદ ક્ષણભર થાય છે, તોપણ આકાલભાવી નથી, તેથી તે ઇચ્છાની વિરતિ તાત્ત્વિકી નથી. તેમ ભોગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org