________________
સષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧ ભાવ છે-યોગમાર્ગના સમ્યગ્બોધમાં ગ્લાનિ થાય તે પ્રકારના અતિચારનો ભાવ છે.
સાતિચારમાં અનવબોધ થાય છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે – રત્નની પ્રભામાં ધૂળ આદિના ઉપદ્રવની જેમ અર્થાત્ રત્નની પ્રભા ઉપર ધૂળ આદિ ઊડે તો પ્રભા જેમ ઝાંખી થાય, તેમ સ્થિરાદૃષ્ટિવાળાનો બોધ રત્નપ્રભા જેવો હોવા છતાં, સાતિચાર એવી સ્થિરાદષ્ટિમાં દર્શનમોહનીયકર્મરૂપ ધૂળ આદિના ઉપદ્રવને કારણે, યોગમાર્ગનો સૂક્ષ્મબોધ હોવા છતાં બોધ કંઈક ગ્લાસ પામે છે.
અભ્રમ=ભ્રમરહિત, અને સૂક્ષ્મબોધથી સમન્વિત સ્થિરાદષ્ટિનો બોધ હોય છે, એમ અવય છે. ૧II ભાવાર્થ :સ્થિરાદષ્ટિ :
સ્થિરાદૃષ્ટિમાં પ્રત્યાહાર નામનું યોગાંગ પ્રગટ થાય છે, જેનું વર્ણન સ્વયં ગ્રંથકારશ્રી આગળ કરે છે. વળી સ્થિરાદૃષ્ટિ (૧) કેટલાકને નિરતિચાર હોય છે અને (૨) કેટલાકને સાતિચાર હોય છે.
નિરતિચાર સ્થિરાદષ્ટિનું દર્શન=બોધ :- નિરતિચાર સ્થિરાદૃષ્ટિમાં પ્રગટ થયેલું દર્શન નિત્ય હોય છે અર્થાત્ પ્રતિપાતને પામતું નથી. જેમ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને પ્રગટ થયેલું દર્શન પ્રતિપાતને પામતું નથી અથવા તો તીર્થંકરાદિ જીવોની જેમ કેટલાકને ક્ષયોપશમભાવવાળું પણ નિર્મળ દર્શન પ્રગટે છે, જે પ્રગટ થયા પછી ક્યારેય જતું નથી, પરંતુ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી રહે છે, તેથી નિત્ય છે. માટે સ્થિરાદૃષ્ટિમાં દર્શન નિત્ય છે.
સાતિચાર સ્થિરાદષ્ટિનું દર્શન=બોધઃ- સાતિચાર સ્થિરાદષ્ટિમાં પ્રગટ થયેલું દર્શન અનિત્ય પણ છે; કેમ કે તત્ત્વને જોવા માટેની અંતરંગ ચક્ષુ કંઈક પ્રક્ષણ થયેલી હોવાને કારણે તત્ત્વને જોવામાં ઉપદ્રવ થાય છે. આથી તેવા જીવોને શાસ્ત્રમાં કહેલા સંસારના ઉચ્છેદના ઉપાયોમાં કોઈક સ્થાનમાં અનવબોધ જેવું પણ દર્શન થાય છે અર્થાત્ કંઈક તત્ત્વનો બોધ હોવા છતાં સ્પષ્ટ બોધ નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org