________________
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧-૨ હોવાથી કંઈક અનવબોધ જેવું પણ દર્શન થાય છે. તેથી તત્ત્વના દર્શનમાં અતિચાર થાય છે, તે અપેક્ષાએ સાતિચાર સ્થિરાદૃષ્ટિમાં દર્શન અનિત્ય કહેલ છે. જેમ રત્નની પ્રભા ધૂળના ઉપદ્રવથી નાશ પામતી નથી તોપણ ધૂંધળી થાય છે, તેમ તત્ત્વને જોવાનો નિર્મળ બોધ સાતિચાર સ્થિરાદૃષ્ટિમાં ધૂંધળો થાય છે.
સાતિચાર કે નિરતિચાર સ્થિરાદષ્ટિવાળાનો બોધ - સ્થિરાદષ્ટિનો બોધ સૂક્ષ્મબોધથી યુક્ત હોય છે અને ભ્રમરહિત હોય છે.
આશય એ છે કે સાતિચાર કે નિરતિચાર સ્થિરાદષ્ટિવાળા જીવો અવેદ્યસંવેદ્યપદના જયથી વેદ્યસંવેદ્યપદને પામેલા હોય છે, તેથી તેઓને સૂક્ષ્મબોધ હોય છે અને તે બોધ ભ્રમરહિત હોય છે. તેથી ભ્રમરહિત બોધવાળા જીવો યોગમાર્ગમાં ઉચિત પ્રવૃત્તિ કરીને હિત સાધી શકે છે, અને સંસારમાર્ગની પ્રવૃત્તિ ક્રમસર ક્ષણ-ક્ષીણતર કરીને સંસારનો ઉચ્છેદ કરી શકે છે. આમ છતાં સાતિચાર ભૂમિકામાં જે સૂક્ષ્મ બોધ છે, તે કંઈક પ્લાનતા પામેલો છે, તે અપેક્ષાએ સ્થિરાદૃષ્ટિનો બોધ અનિત્ય પણ કહેલ છે. આવા અવતરણિકા :
પૂર્વશ્લોક-૧માં કહ્યું કે સ્થિરાદષ્ટિમાં પ્રત્યાહાર હોય છે. તેથી પ્રત્યાહારનું સ્વરૂપ બતાવે છે – શ્લોક :विषयासम्प्रयोगेऽन्तःस्वरूपानुकृतिः किल ।
प्रत्याहारो हृषीकाणामेतदायत्तताफल: ।।२।। અન્વયાર્થ:
વિનં=ખરેખર વિષયાસોને વિષયોનો અસંપ્રયોગ થયે છતે વિષયોના ગ્રહણના અભિમુખપણાના ત્યાગથી ઈન્દ્રિયોનું સ્વરૂપમાત્રમાં અવસ્થાન થયે છતે ઉત્તરાત્તિતા =આની આધીનતાના ફળવાળો ઈન્દ્રિયોની સ્વાધીનતાના ફળવાળો અન્તઃસ્વરૂપાનુવૃતિ =અંતઃસ્વરૂપની અનુકૃતિરૂપત્ર ઈન્દ્રિયોના પોતાના સ્વભાવમાં રહેવાના અનુસરણરૂપ પીવાના પ્રત્યાહાર:ઈન્દ્રિયોનો પ્રત્યાહાર છે. રા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org