SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ધિાત્રિશિકા/પ્રસ્તાવના નામ સાર્થક છે. સંપૂર્ણ નિર્વિકલ્પદશાના ઉત્તમ સુખને અનુભવનારા, સર્વદા ધ્યાનમાં રહેનારા, પરાકાષ્ઠાની સમાધિને પામેલા, નિરાચારપદવાળા=દોષ નહીં લાગતો હોવાને કારણે પ્રાયશ્ચિત્તરૂપે પણ જેમને કોઈ આચાર સેવવાના નથી એવા, ચંદનગંધન્યાયે સહજ પ્રવૃત્તિવાળા, સર્વ ઉત્સુકતાથી રહિત, ક્ષયોપશમભાવના ધર્મોના ત્યાગથી કૃતકૃત્ય થયેલા, શ્રેણી પર ચઢી કેવળજ્ઞાન, કેવળદર્શન પામી, યથાભવ્ય પરોપકાર કરી યોગની પર્યન્ત દશારૂપ શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરવાપૂર્વક યોગની લક્ષ્યસિદ્ધિને પામેલા, ભવવ્યાધિનો ક્ષય કરનારા આ યોગી ભાવનિર્વાણને પામે છે અર્થાત્ સર્વયોગશિરોમણિ અયોગયોગથી ભવોપગ્રાહી કર્મનો ક્ષય કરી પરમાનંદના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પરાષ્ટિનું વર્ણન ગ્રંથકારશ્રીએ શ્લોક-૨૯ થી ૩૨માં કર્યું છે. આ આઠેય યોગદષ્ટિઓ હકીકતમાં આંતરિક બોધની પારાશીશી છે. બોધની નિર્મળતા અને બળવત્તા જેમ જેમ વધે, તેમ તેમ જીવ ઉપર ઉપરની દૃષ્ટિમાં પ્રવેશ કરી મોક્ષમાર્ગે ક્રમસર આગળ વધી મોક્ષને પ્રાપ્ત કરે છે. - આઠ દષ્ટિના બોધ વગેરે વિષયક સંકલન - દૃષ્ટિ બોધની તુલ્યતા યોગગ ગુણપ્રાપ્તિ નષ્ટ ચિત્તદોષ ૧ મિત્રા તૃણાગ્નિ કણ યમ અદ્વેષ ખેદ ૨ તારા છાણનો અગ્નિ નિયમ જિજ્ઞાસા ૩ બલા લાકડાનો અગ્નિ આસન શુશ્રુષા ક્ષેપ ૪ દીપા દીવાની પ્રભા પ્રાણાયામ શ્રવણ ઉત્થાન પ સ્થિર રત્નની પ્રભા પ્રત્યાહાર બોધ ભ્રાન્તિ ૬ કાન્તા તારાની પ્રભા ધારણા મીમાંસા અન્યમુદ્દે ૭ પ્રભા સૂર્યની પ્રભા ધ્યાન પરિશુદ્ધ પ્રતિપત્તિ રોગ ૮ પરા ચંદ્રની પ્રજા સમાધિ તત્ત્વવિષયક પ્રવૃત્તિ આસંગ પ્રથમની ચાર દૃષ્ટિઓમાં યોગમાર્ગનો બોધ વિપર્યાસથી યુક્ત હોવાથી ત્રુટિવાળો છે જ્યારે સ્થિરાદિ ચાર દૃષ્ટિઓમાં વિપર્યાસ વગરનો બોધ હોવાને કારણે પૂર્ણ બોધ છે. આત્માના શુદ્ધ ભાવને પ્રગટ કરવાને અનુકૂળ બોધનો ઉદ્વેગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004684
Book TitleSaddrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy