________________
સદ્ધિાત્રિશિકા/પ્રસ્તાવના ગણો વિશુદ્ધ બોધ છે. અધ્યવસાયોની વિશુદ્ધિ દ્વારા સાધક યોગીઓ શીઘ્રતાથી અંતર કાપીને અંતે મૂળ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરતા હોય છે. પ્રકૃતિથી આ જીવો સ્થિતપ્રજ્ઞ હોય છે અર્થાત્ જિતદ્વન્દ્ર હોય છે. મન ઉપર સંપૂર્ણ વિજય હોવાથી તેને જ્યાં ગોઠવવું હોય ત્યાં ગોઠવી શકે છે. મોક્ષને અનુકૂળ જ સદા ચિત્ત વર્તે છે. નિરંતર તત્ત્વચિંતન કરનારા, જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા, અસમંજસ પરિણામરહિત અને આક્ષેપકજ્ઞાનવાળા આ યોગી હોય છે. કાન્તાદૃષ્ટિવાળા અવિરતિના ઉદયવાળા કે દેશવિરતિના ઉદયવાળા યોગીઓની ભોગમાં પ્રવૃત્તિ હોવા છતાં શુદ્ધ આત્મા પ્રત્યે આક્ષેપ કરે તેવું આક્ષેપ જ્ઞાન હોવાથી ભોગો સંસારના કારણ બનતા નથી; કેમ કે કર્મજન્ય ભોગોને માયોદક સમાન જાણતા હોવાથી તેમને આસક્તિ હોતી નથી. તીર્થંકર પરમાત્માઓ ગર્ભથી છઠ્ઠી દૃષ્ટિમાં હોય છે. આ કાન્તાદૃષ્ટિનું વર્ણન ગ્રંથકારશ્રીએ ૮ થી ૧૦ શ્લોકમાં કરેલ છે.
પ્રભાષ્ટિ - “પ્ર' એટલે પ્રકૃષ્ટ અને “ભા' એટલે તેજ. આ દૃષ્ટિમાં સૂર્યની ઉપમાવાળો પ્રકૃષ્ટ જ્ઞાનનો પ્રકાશ હોવાથી તેનું “પ્રભા' નામ સાર્થક છે. આ દૃષ્ટિમાં વર્તતા યોગીઓને ધ્યાન સદા શુભ વર્તતું હોવાને કારણે ધ્યાનથી થનારું સમતાનું સુખ સદા વર્તે છે. પ્રશમસાર સુખના સ્વામી, પ્રત્યક્ષ નિર્વિકલ્પદશામાં રહેનારા, સમાધિનિષ્ઠ અનુષ્ઠાનવાળા, આત્મતત્વની અનુભૂતિરૂપ તત્ત્વપ્રતિપત્તિવાળા, નિશ્ચયનયના સમ્યક્ત્વના ધારક, જ્ઞાન, રૂચિ અને પરિણતિરૂપ રત્નત્રયીની એકતાવાળા, ‘ધ્યાનને સુવું'ની અનુભૂતિ કરનારા, સમ્પ્રવૃત્તિપદના ધારક આ યોગીઓ હોય છે. આ પ્રભાષ્ટિનું વર્ણન ગ્રંથકારશ્રીએ શ્લોક-૧૮ થી ૨૫માં કર્યું છે.
પરાદષ્ટિ - પરાષ્ટિ એટલે અધ્યાત્મના વિકાસનું અંતિમ સોપાન. સમતાના પરમ આસ્વાદને અનુભવી રહેલા એવા પ્રભાદૃષ્ટિવાળા જીવો સમતાના આસ્વાદમાં જ લીન બનેલા સમતાના આસંગને છોડી શકતા નથી. તેઓ જ્યારે આસંગને છોડે છે ત્યારે પરાષ્ટિને પ્રાપ્ત કરે છે. “પરા =શ્રેષ્ઠ અને “દૃષ્ટિ'=રત્નત્રયીનો બોધ. આ દૃષ્ટિમાં યોગી સર્વોત્તમ જ્ઞાનપ્રકાશ કેવળજ્ઞાન, કેવળદર્શન, અને સર્વોત્તમ ચારિત્રરૂપ અયોગી અવસ્થાને પ્રાપ્ત કરે છે, માટે તેનું ‘પરાષ્ટિ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org