________________
૧૨
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૪
આત્માનું આ સ્વરૂપ કર્મોથી આવૃત હોવાને કારણે પ્રત્યક્ષ અનુભવાતું નથી, તોપણ જીવના પારમાર્થિક સ્વરૂપનો વિચાર કરીએ તો જીવનું પરમજ્યોતિરૂપ જ્ઞએકસ્વભાવ પારમાર્થિક સ્વરૂપ શક્તિરૂપે વિદ્યમાન છે.
સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓનું કર્મઉપાધિ સહિત એવા આત્માનું દર્શન ઃ
સંસારવર્તી જીવની કર્મઉપાધિવાળી આ બીજી અવસ્થા અહીં ‘શેષઃ’ શબ્દથી ગ્રહણ કરેલ છે; કેમ કે શુદ્ધ અવસ્થા બતાવ્યા પછી જીવની શેષ અવસ્થા અશુદ્ધ અવસ્થા છે, અને તે અશુદ્ધ અવસ્થા એટલે જીવમાં પોતાનામાં ઊઠતા રાગાદિભાવો, રાગાદિની લાગણીઓ, અને દેહ સાથેના સંબંધને કારણે ‘હું રૂપવાળો છું', ‘હું બાહ્ય સમૃદ્ધિવાળો છું' ઇત્યાદિ રૂપ જીવના ભાવો. આ અશુદ્ધ અવસ્થા એ જીવનો ભવપ્રપંચ છે; જે જીવની વાસ્તવિક અવસ્થા નથી, પરંતુ ઉપપ્લવવાળી અવસ્થા છે=ભ્રમના વિષયભૂત અવસ્થા છે, અને આ ઉપપ્લવ થવાનું કારણ જીવમાં વર્તતા રાગાદિ વિકલ્પો છે. તેથી કહ્યું કે ‘રાગાદિ વિકલ્પરૂપ શય્યામાં આરૂઢ થયેલો એવો ઉપપ્લવ–ભ્રમનો વિષય, શેષ છે=ભવપ્રપંચ છે'; કેમ કે સંસારી જીવોને ‘આ ભોગ્ય પદાર્થો રમ્ય છે અને આ ભોગ્ય પદાર્થો અરમ્ય છે’ એ પ્રકારે દેખાય છે, પરંતુ પરમાર્થથી પદાર્થનું તેવું સ્વરૂપ નથી.
જેમ શ્વેત વસ્તુ સર્વ જીવોને શ્વેતરૂપે સમાન દેખાય છે, પરંતુ શ્વેત વસ્તુ કોઈને ૨ક્ત કે કાળી દેખાતી નથી. તેથી પદાર્થમાં રહેલું શ્વેત સ્વરૂપ વાસ્તવિક છે; પરંતુ કોઈક પદાર્થ કોઈક જીવને રમ્ય દેખાય છે, તો વળી તે જ પદાર્થ કોઈક અન્ય જીવને અરમ્ય દેખાય છે. તેથી રમ્ય-અરમ્યરૂપે દેખાતા પદાર્થોનું સ્વરૂપ ભ્રમનો વિષય છે; અને આ ભ્રમ થવાનું કારણ જીવમાં વર્તતા રાગાદિ વિકલ્પોના કલ્લોલો છે. આ રાગાદિ વિકલ્પોના કલ્લોલોના કારણે આત્મામાં ઉપપ્લવ થાય છે, તેથી રાગાદિથી આકુળ થયેલા આત્માનું જ્ઞાન બાહ્ય પદાર્થોમાં એ રીતે પ્રવર્તે છે કે જેના કારણે કોઈક પદાર્થો રમ્ય લાગે છે તો કોઈક પદાર્થો અરમ્ય લાગે છે; પરંતુ ૫૨માર્થથી આત્મા માટે બાહ્ય કોઈપણ પદાર્થ રમ્ય નથી કે કોઈપણ પદાર્થ અરમ્ય નથી, પદાર્થમાત્ર આત્માના જ્ઞાનનો વિષય છે.
આ પ્રકારનો વિવેક ગ્રંથિભેદને કારણે સમ્યગ્દષ્ટિ આત્માને પ્રગટ થયેલો હોવાથી તેને પોતાનો આત્મા સદા જ્ઞાનમય પરંજ્યોતિસ્વરૂપે દેખાય છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org