________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૪-૫
૧૩
પોતાનામાં ઊઠતા રાગાદિના વિકલ્પો ઉપપ્લવરૂપ છે, તેમ પણ દેખાય છે. આથી જ સમ્યગ્દષ્ટિ જીવો રાગાદિને પરવશ થઈને ભોગાદિમાં પ્રવૃત્તિ કરતા હોય તોપણ તેઓનો બોધ તેમને તે વિકલ્પોના ઉચ્છેદ માટે અને વિકલ્પોથી પર જ્ઞસ્વભાવ એવા આત્માને પ્રગટ ક૨વા માટે પ્રેરણા કરે છે. આથી સમ્યગ્દષ્ટિનું જ્ઞાન આત્માને સદા નિર્વિકલ્પ અવસ્થા પ્રત્યે જવા માટે અને મોહથી ઊઠતા રાગાદિ કલ્લોલોને દૂર કરવા પ્રેરણા કરે છે.
સંક્ષેપ ઃ
વ્યવહારનયથી અને નિશ્ચયનયથી રત્નત્રયીનું સ્વરૂપ :(૧) વ્યવહારનયથી રત્નત્રયીનું સ્વરૂપ ઃ
ભગવાનના વચનાનુસાર રુચિ તે દર્શન છે,
ભગવાને બતાવેલા શ્રુતજ્ઞાનનો યથાર્થ બોધ તે જ્ઞાન છે, અને
તે શ્રુતજ્ઞાનથી નિયંત્રિત જે ઉચિત ક્રિયાઓ કરવામાં આવે, તે ચારિત્ર છે. (૨) નિશ્ચયનયથી રત્નત્રયીનું સ્વરૂપ ઃ
મોહના ત્યાગથી રાગાદિથી અનાકુળ એવી ચેતનાનું સંવેદન તે દર્શન છે, તે જ્ઞાન છે અને તે જ ચારિત્ર છે. તેથી જીવનો જ્ઞ-એક-સ્વભાવ છે, તેમ કહેલ છે. I[૪]I
અવતરણિકા :
ગ્રંથિભેદને કારણે વિવેકથી યુક્ત એવા સ્થિરાદૃષ્ટિવાળા યોગીને આત્માનું શુદ્ધ સ્વરૂપ અને આત્માનું ઉપપ્લવવાળું સ્વરૂપ કેવું દેખાય છે ? તે શ્લોક-૪માં બતાવ્યું. હવે સ્થિરાદૃષ્ટિવાળા યોગીને વિવેકને કારણે વ્યવહારનયની અને નિશ્ચયનયની દૃષ્ટિથી સંસારના ભોગો કેવા દેખાય છે ? તે બતાવે છે -
-
શ્લોક ઃ
भवभोगिफणाभोगो भोगोऽस्यामवभासते । फलं ह्यनात्मधर्मत्वात्तुल्यं यत्पुण्यपापयोः । । ५ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org