________________
9G
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૪ ભાવાર્થ :
જીવને તમોગ્રંથિનો ભેદ થાય છે ત્યારે તત્ત્વ દેખાય છે, અને તે તત્ત્વ સ્થિરાદૃષ્ટિવાળા યોગીને કેવું દેખાય છે ? તે બતાવે છે – સંસારવર્તી જીવોની બે અવસ્થા છે - (૧) કર્મઉપાધિરહિત શુદ્ધ આત્માની શક્તિરૂપે વિદ્યમાન અવસ્થા, અને (૨) કર્મરૂપ ઉપાધિના કારણે વર્તતી કર્મોપાધિસહિત પ્રવર્તમાન આત્માની અવસ્થા. (૧) સ્થિરાદષ્ટિવાળા યોગીઓનું કર્મઉપાધિરહિત શુદ્ધ આત્માનું દર્શન -
સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓ શુદ્ધ આત્મતત્ત્વને જુએ છે. તેથી તેઓને પોતાનો આત્મા જ્ઞસ્વભાવએકમૂર્તિક છે, તેવું દેખાય છે અર્થાત્ જીવનો શેય પદાર્થોને જાણવાનો એક સ્વભાવ છે, પરંતુ “આ જોય પદાર્થ મને ઇષ્ટ છે અને આ શેય પદાર્થ મને અનિષ્ટ છે” તે પ્રકારના વિકલ્પો કરવાનો જીવનો સ્વભાવ નથી. આ પ્રકારનું તત્ત્વ સ્થિરાદષ્ટિપ્રાપ્ત યોગીને દેખાય છે.
અહીં પ્રશ્ન થાય કે જીવનો સ્વભાવ તો જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણ સ્વરૂપ છે. તેથી “આત્મા રત્નત્રયીના સ્વભાવવાળો છે' તેમ ન કહેતાં જ્ઞસ્વભાવએકમૂર્તિક છે' તેમ કેમ કહ્યું ? તેથી ટીકાકાર કહે છે --
પરમાર્થથી જ્ઞાનથી અતિરિક્ત દર્શન-ચારિત્ર નથી. વળી જ્ઞાનાદિ ગુણોનો ભેદ પણ વ્યવહારનયની દૃષ્ટિથી છે, અને અહીં તો પરમાર્થથી જીવનું સ્વરૂપ કેવું છે ? તે બતાવવું છે. તેથી કહ્યું કે જીવ જ્ઞસ્વભાવએકમૂર્તિવાળો છે. વળી આ જ્ઞસ્વભાવવાળો આત્મા કેવો છે ? તે બતાવે છે -- જ્ઞસ્વભાવવાળો આત્મા પરંજ્યોતિ સ્વરૂપ છે અર્થાત્ પ્રકૃષ્ટ જ્ઞાનની જ્યોતિ સ્વરૂપ છે=કેવળજ્ઞાનસ્વરૂપ છે. તેથી કેવળજ્ઞાનમાં તમામ યોનું જ્ઞાન થાય છે.
આનાથી એ બતાવવું છે કે જ્ઞસ્વભાવવાળો આત્મા પણ યત્કિંચિત્ શેયનું જ્ઞાન કરવાના સ્વભાવવાળો નથી, પરંતુ તમામ શેયોનાં જ્ઞાન કરવાના સ્વભાવવાળો છે. આથી પરંજ્યોતિ=પ્રકૃષ્ટ જ્યોતિ છે, અને આત્માનું જ્ઞસ્વભાવએકમૂર્તિક પરંજ્યોતિ સ્વરૂપ આ તત્ત્વ પરમાર્થથી સત્ છે અર્થાત્ કર્મવાળી અવસ્થામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org