________________
૧૦.
સદ્દષ્ટિઢાત્રિશિકા/શ્લોક-૪ ટીકા :
तत्त्वमिति-अत्र=स्थिरायां ज्ञस्वभाव एका मूर्तिर्यस्य तत्तथा, ज्ञानादिगुणभेदस्यापि व्यावहारिकत्वात्, परंज्योतिरात्मरूपं तत्त्वं परमार्थसत्, शेषः पुनर्भवप्रपञ्चो विकल्पलक्षणं तल्पमारूढ उपप्लव: भ्रमविषयः, परिदृश्यमानरूपस्याમાવાન્ ભાજપા ટીકાર્ય :
ત્ર ... પરિમાનરૂપમાવા છે. અહીં સ્થિરાદષ્ટિમાં, જ્ઞસ્વભાવ એકમૂર્તિ છે જેને તે તેવું છે=જ્ઞસ્વભાવ-એકમૂર્તિવાળું તત્ત્વ છે, એમ દેખાય
અહીં પ્રશ્ન થાય કે જીવનું તત્ત્વ-જીવનું પારમાર્થિક સ્વરૂપ, તો જ્ઞાનદર્શન-ચારિત્રરૂપ છે, તેથી જ્ઞાન-દર્શન-ચારિત્ર એકમૂર્તિક ન કહેતાં જ્ઞસ્વભાવએકમૂર્તિક તત્ત્વ છે, તેમ કેમ કહ્યું ? તેથી કહે છે --
જ્ઞાનાદિક ગુણોના ભેદવું પણ વ્યાવહારિકપણું હોવાથી જ્ઞસ્વભાવએકમૂર્તિક તત્ત્વ દેખાય છે એમ અવય છે અર્થાત્ વ્યવહારનયથી જ્ઞાન, દર્શન, ચારિત્રનો ભેદ છે, પરમાર્થથી જ્ઞાનથી દર્શન-ચારિત્રનો ભેદ નથી. તેથી જ્ઞસ્વભાવએકમૂર્તિક તત્ત્વ દેખાય છે, એમ અવય છે.
વળી આ જ્ઞસ્વભાવએકમૂર્તિક તત્ત્વ કેવું છે ? તે બતાવે છે -- પરંયોતિ એવું આત્મરૂપ તત્વ પરમાર્થ સત્ છે. વળી શેષ એવો ભવપ્રપંચ વિકલ્પરૂપ શય્યા ઉપર આરૂઢ થયેલો ઉપપ્લવ છે=ભ્રમનો વિષય છે; કેમ કે પરિદશ્યમાન સ્વરૂપનો અભાવ છે અર્થાત્ દેખાતા પદાર્થમાં રાગાદિ વિકલ્પથી ‘આ પદાર્થ મને ઈષ્ટ છે અને આ પદાર્થ મને અનિષ્ટ છે' એ પ્રકારે દેખાતા સ્વરૂપનો અભાવ છે.
ક જ્ઞાનાવાળખેદ્રસ્થાપિ - અહીં ‘વ થી દર્શન, ચારિત્રનું ગ્રહણ કરવું, અને ‘પ'થી એ કહેવું છે કે પરમાર્થથી જ્ઞાનાદિ ગુણોનો અભેદ તો છે, પરંતુ જ્ઞાનાદિ ગુણોનો ભેદ પણ વ્યવહારિક છે, પારમાર્થિક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org