________________
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૩-૪ ભેદ થાય છે, અને તમોગ્રંથિનો ભેદ થવાથી યોગીને આત્માની નિરાકુળ અવસ્થા તત્ત્વરૂપ દેખાય છે તેથી આત્માની તે અવસ્થાનો તીવ્ર રાગ ઉત્પન્ન થાય છે. આવા યોગીઓ તત્ત્વનું ભાવન કરીને ઇન્દ્રિયોના પ્રત્યાહારવાળા થાય છે. વળી, પ્રત્યાહાર નામના યોગાંગની પ્રાપ્તિથી, સ્થિરાદૃષ્ટિવાળા યોગીને બાળકને ધૂળનાં ઘર કરવાની ક્રીડાતુલ્ય, સંસારની ચક્રવર્તી આદિરૂપ સર્વોત્તમ અવસ્થા પણ લજ્જા માટે થાય છે; કેમ કે વિવેક ખૂલેલો છે, અને ઇન્દ્રિયો પ્રત્યાહાર પરિણામવાળી છે. તેથી બાહ્ય ભોગો પ્રકૃતિથી અસુંદર અને અસ્થિર દેખાય છે, અને અસ્થિર એવા તે ભોગોથી તેઓનું ચિત્ત નિવર્તન પામેલ છે. તેથી બાળક અવસ્થામાં ધૂળમાં રમવાનો પરિણામ જેમ યુવાવસ્થામાં નિવર્તન પામે છે, તેમ વિવેકવાળી અવસ્થામાં યોગીઓનું ચિત્ત ભવની ક્રીડાથી નિવર્તન પામેલું હોય છે. lal અવતરણિકા :
પૂર્વશ્લોક-૩માં કહ્યું કે સ્થિરાદષ્ટિમાં ગ્રંથિભેદને કારણે વિવેકયુક્ત ચિત્ત હોવાથી સંસારી ક્રિયા અસાર જણાય છે. હવે વિવેકયુક્ત ચિત્તવાળાને તત્ત્વ શું દેખાય છે ? તે બતાવે છે – શ્લોક :
तत्त्वमत्र परंज्योतिस्विभावैकमूर्तिकम् ।
विकल्पतल्पमारूढः शेष: पुनरुपप्लवः ।।४।। અન્વયાર્થ :
અત્ર=અહીં સ્થિરાદૃષ્ટિમાં સ્વમવેવમૂર્તિા=જ્ઞસ્વભાવ-એક-મૂર્તિક પરંડ્યોતિ =પરંજ્યોતિ તત્ત્વતત્ત્વ દેખાય છે. પુના=વળી વિવેતન્યારૂઢ: ૩૫ર્તવ=વિકલ્પતલ્પઆરૂઢ ઉપપ્લવનરાગાદિના વિકલ્પરૂપી શય્યા ઉપર આરૂઢ એવા ભ્રમનો વિષય શેષ ભવપ્રપંચ દેખાય છે. III શ્લોકાર્ચ -
અહીં અર્થાત્ સ્થિરાદષ્ટિમાં જ્ઞસ્વભાવ-એક-મૂર્તિક પસંજ્યોતિ તત્ત્વ દેખાય છે, ભવપ્રપંચ વિકલ્પરૂપી શય્યા ઉપર આરૂઢ એવા ભ્રમનો વિષય દેખાય છે. III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org