________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા|શ્લોક-૧૫
* ‘ન તથાત્વનિ' અહીં ‘પિ'થી એ કહેવું છે કે કાન્તાદૃષ્ટિમાં ભોગોનું અકિંચિત્કરપણું તો છે જ, પરંતુ સ્થિરાદષ્ટિની જેમ અંશથી પ્રમાદસહકારીપણું પણ નથી. * ‘વૃત્તિળોઽપિ’ - અહીં ‘પિ’થી કાન્તાદૃષ્ટિમાં રહેલા મુનિઓને તો યતિભાવ છે, પરંતુ ગૃહસ્થોને પણ ઉપચારથી યતિભાવ છે.
૫૨
* ‘દ્વિરોધિપરિમલેશતોઽપ’ - અહીં ‘’િથી એ કહેવું છે કે કાન્તાદૃષ્ટિમાં રહેલા ગૃહસ્થને યતિભાવનો વિરોધી પરિણામ ઘણો તો નથી, પરંતુ લેશથી પણ નથી.
ભાવાર્થ :
ભોગશક્તિ કરતાં ધર્મશક્તિનું બળવાનપણું :
કાન્તાદૃષ્ટિમાં કર્મથી આક્ષિપ્ત ભોગો હોવાને કારણે ભોગોની શક્તિ નિર્બળ છે. આશય એ છે કે કાન્તાદષ્ટિવાળા યોગીઓનું નિત્ય શ્રુતમાં મન છે, તેથી અંશથી પણ પ્રમાદમાં સહકારી ન થાય તેવા અવશ્ય ભોગ્ય એવા કર્મોથી આક્ષિપ્ત ભોગો હોય છે, માટે તેઓના ભોગોમાં ભોગશક્તિ નિર્બળ છે. વળી તેઓ સતત સ્વસથી ધર્મમાં પ્રવૃત્ત હોય છે; કેમ કે નિત્ય શ્રુતધર્મમાં તેઓનું મન છે, તેથી તેઓમાં વર્તતી ધર્મશક્તિ ભોગશક્તિ કરતાં બળવાન છે.
જીવમાં વર્તતી ભોગશક્તિ અને ધર્મશક્તિ પરસ્પર વધ્ય-ઘાતકભાવથી રહેલી છે. જેમ સર્પ અને નોળિયો બંને સાથે રહે છે, છતાં જે બળવાન હોય તે નિર્બળનો ઘાત કરે છે; તેમ કાન્તાદૃષ્ટિવાળા યોગીઓમાં ભોગશક્તિ અને ધર્મશક્તિ બંને સાથે રહેલી છે, છતાં બળવાન એવી ધર્મશક્તિ નિર્બળ એવી ભોગશક્તિનો ઘાત કરે છે.
આશય એ છે કે કાન્તાદષ્ટિવાળા યોગીઓમાં અવિરતિઆપાદક કર્મના ઉદયથી વર્તતી ભોગશક્તિ નિર્બળ છે; કેમ કે ભોગશક્તિને પ્રમાદનો સહકાર નથી. તેથી નિર્બળ બનેલી ભોગશક્તિ બળવાન એવી ધર્મશક્તિનો નાશ કરી શકતી નથી. જેમ પરસ્પર વિરોધી એવા સર્પ અને નોળિયામાં જે નિર્બળ હોય તે અન્યનો નાશ કરવા અસમર્થ છે, તેમ પરસ્પર વિરોધી એવી ધર્મશક્તિ અને ભોગશક્તિમાં નિર્બળ એવી ભોગશક્તિ ધર્મશક્તિનો નાશ કરવા અસમર્થ છે. ઉપર્યુક્ત કથનને પુષ્ટ કરવા દૃષ્ટાંત બતાવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org